પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ : 1 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ : 1

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ-1

સ્વાતિની દીકરી સપનાનો આજે ફર્સ્ટ બર્થ-ડે છે. સ્વાતિ એ અનેક લોકોને invite કર્યા છે. પણ એ બધાની સાથે-સાથે એક વણ બોલાવેલો મહેમાન પણ છે.જેને તે સારી રીતે ઓળખે છે. તેને જોતા જ સ્વાતિને તેના જૂના દિવસો યાદ આવી ગયા. એ આજથી લગભગ પોણા બે વર્ષ પહેલાની યાદમાં સરી પડી...

**************

સ્વાતિ હૃદય ફાટી જાય તેવું રૂદન કરી રહી.સ્વાતિની આંખો લાલચોળ સુઝેલી, મો પણ પૂરેપૂરું સુજેલું. માથાના વાળ વિખરાયેલા. તેણે પહેરેલી સાડી અસ્તવ્યસ્ત થઇ ગયેલી.તેને જોતા કોઈ કહી ન શકે આ સુંદર સ્વાતિ. એ જ છે.

તેનો સ્વભાવ ન સમજી શકાય તેવો .કોઈ બોલાવે તો પણ રડવા લાગે અને કોઈ ન બોલાવે તો પણ રડવા લાગે.હૃદયમાં જાણે સહન ન કરી શકાય એવી ઘટના ઈશ્વરે સ્વાતિના ભાગે લખી દીધી.

પોતાના પતિના મૃત્યુ પછીના 11 દિવસમાં સ્વાતિ પાગલ બની ગયેલી. આવનાર દરેક વ્યક્તિને એવો જ આભાસ થતો અનુરાગ ગયો; હવે સ્વાતિ પાગલ બની જશે. એ કોઈના કાબૂમાં નહીં રહે અને અંતે તેને મેન્ટલ હોસ્પિટલમાં પણ મુકવા જવું પડે. એવા એ ગાંડા કાઢવા લાગી.

આજે સ્વાતિના પતિને અગીયારમું છે. કેમકે સ્વાતિના સાસુ-સસરા જીવે છે. અનુરાગના માતા-પિતા જીવતા પોતાના દીકરાનું બારમું ન થઈ શકે. એવું લોકો કહે છે. અનુરાગ હજુ તો માંડ ૨૫ વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં બેઠેલો અને એક જોરદાર એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયુ.એ ગોઝારો અકસ્માત.

સ્વાતિના પતિને અગિયારમું થઈ ગયા બાદ સ્વાતિના મમ્મી-પપ્પા  સ્વાતિ આગળ આવ્યા.

સ્વાતિના મમ્મી બોલ્યા "સ્વાતિ બેટા! તું મારા જોડે આવતી રહે, હવે અહીંયા તારો કોઈ સહારો નથી. તારુ કોઈ જ  નથી."

સ્વાતિ ધીમા અવાજે બોલી મમ્મી "આ ઘરમાં અનુરાગની યાદ છે. અનુરાગ સાથે વિતાવેલો સમય છે.અનુરાગ સાથે વિતાવેલા ખુશીના દિવસો છે. અને તમે કહો છો મારુ કોઈ જ નથી.?

અનુરાગના મમ્મી-પપ્પા છે, મોટાભાઈ અને શિલ્પાભાભી છે. અને તમે કહો છો અહીંયા કોઈ નથી.? મમ્મી જે કંઈ છે તે બધું જ મારે અહીંયા છે. હું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવીને તમારું બધું છોડીને આવી. હવે જેટલું છે એટલું બધું જ અહીંયા મારું છે.

અનુરાગનો મોટો ભાઈ કશ્યપ બોલ્યો "અમે બધા તારી સાથે જ છીએ. તું ચિંતા ના કર.સ્વાતિ"

સાથે રમીને,જગડીને, એકબીજાનો દોષ વાતે-વાતે મમ્મીને કહીને મોટા થયેલા. એ યાદ કરતા કશ્યપભાઈ રડમસ થઈ બોલ્યો.

શિલ્પાભાભી બોલ્યા સ્વાતિ તું ચિંતા ના કર. અમે તમારી સાથે જ છીએ.તું દુઃખી ના થા.તારા જીવનમાં અનુરાગ નથી પણ....શિલ્પાભાભી રડી પડ્યા.

એકવાર અનુરાગે હોળી પર ભાભીને ઘઉંના લોટથી ધુળેટી રમાડેલા. ને શિલ્પાભાભીને રસોડું સાફ કરતા આખો દિવસ થયેલો.

યાદ વધારે આવતા રડાય જીવાયુ શિલ્પાભાભીથી, સાથે સ્વાતીને, મોટાભાઈ પણ રડી ગયા.સ્વાતિના મમ્મી-પપ્પા પણ. થોડી દૂર ઊભેલા સુરજની આંખમાં પણ આંસુ આવી ગયા.સૂરજ, અનુરાગનો ખાસ દોસ્ત. તે અવારનવાર અનુરાગના ઘેર આવતો.

અનુરાગના પપ્પા મોહનભાઈ ધીમે ધીમે ઊભા થાય તે બોલ્યા સ્વાતિ જોડે અમે બધા છીએ. તમે ચિંતા ન કરો. અનુરાગ હતો ત્યાં સુધી મારી વહુ હતી, પણ હવે મારી દીકરી છે.

આંખોમાંથી ચોધાર આંસુ પાડતા,નિસાસો નાખતા બોલ્યા.ત્યાં જ થોડી દૂર ઊભેલી સ્વાતિની સાસુ જપાટાભેર ઉભા થઇ ને આવ્યા ને બોલ્યા...

તમને લોકોને કોઈ વાંધો નથી, પણ મને વાંધો છે.તેના ચહેરા પર દીકરાના ગયાનું દુઃખ કરતા ઘમંડ વધારે દેખાય છે. આ સાપના ભારા ને હું કેટલા દિવસ સાચવીશ?ગુસ્સામાં બોલ્યા.

 

પોતાનું ધાર્યું કરનારી,પ્રેમલગ્ન કરનારી,મારી ઈચ્છાની વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કરનારી "અપશુકનિયાળ બાય" મારા ઘરમાં નહીં.શ્વાસ લીધા વગર બોલી ગયા.

 

 

અને બીજુ  સ્વાતિ સુંદર છે.તારી પાછળ તને વિધવા જોઈએ કેટલા છોકરાઓ આવશે અને મારા ઘરની વાતો કરશો.....ઉદ્ધતાઈથી બોલ્યા.

સ્વાતિ રડતા રડતા બોલી મમ્મી, હું એવી છોકરી નથી કે મારી પ...પાછળ છોકરાઓને ભગાવું.તમારા ઘર સુધી કોઈ નહીં આવે. ક્યારેય નહીં આવે.તેની ખાત્રી આપું છું.

ત્યારે સ્વાતિના સાસુ આગળ બોલ્યા અનુરાગના ગયા પછી તું આઝાદ થઈ. પંખી થઈ ગઈ. મારો મોટો દીકરોને વહુ શિલ્પા તને કશુ નહી કહી શકે. તું તો વિધવા કહેવાય. તારો ઘરવાળો મરી ગયેલો ગણાશે અને તું જેમ ફાવે એમ કરીશ.

મારા ઘરની આબરૂના ધજાગરા કરીશ. તું મારા ઘરમાં ન જોઈએ.સખત શબ્દોમાં. જાણે દીકરાના ગયા પછી સ્વાતિ કોઈ મળી આવેલી હોય એવું વર્તન સ્વાતિના સાસુ એ કર્યું.

સ્વાતિના મમ્મી બોલ્યા બસ કરો, સોનલબેન.તમે તો દીકરો ગુમાવ્યો છે.જરા ઇશ્વરનો ડર રાખો. તમે તમારા દિકરાના જવાનું સહેજ પણ દુઃખ નથી કે આવા શબ્દો બોલો?

વિચારતો કરો, તમારા દિકરાના જવાથી તમારી વહુ પણ જતી રહેશે. તમારા હાથમાંથી બધુ જતુ રહેશે.કંઇ જ નહીં રહે.તમારા ઉપર એક સાથે બે પહાડ પડશે.દીકરોને વહુ બન્ને એકસાથે ગુમાવશો.

ત્યારે સોનલબેન હાથ લાંબો કરતા બોલ્યા તારા જેવી નથી કે પોતાની દીકરીને મારા દીકરા સાથે ભગાડી દીધી. લગ્ન કર્યા વગર.હું તારા જેવી ખતરનાક બાઈ નથી નેહા .અભિમાનમાં બોલવા લાગ્યા સોનલબેન.વેવાઈને નેહાબેનને બદલે નેહા કહીને બોલાવવા લાગ્યા.

તે તારી દીકરીને ભગાડી,પારકી મા જેવું વર્તન કર્યું.પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવાના બદલે કોર્ટમાં પરણાવી, વકીલ લઈને.તારા જેવી બાઈ મે દુનિયામાં નથી જોઈ.લગ્નનો ખર્ચ ન કરવો પડે એટલે તે દીકરીને એક સહી કરી મારા ઘેર મોકલી દીધી.

ત્યાં જ બાજુમાં ઉભેલો સુરજ આવ્યો અને બોલ્યો માસી  આપણે અનુરાગ તો ગુમાવી દીધો છે.હવે ભાભી પણ જશે. આપણે બંનેને ગુમાવશુ. તમે ભાભીને અપશબ્દો ના બોલો.એમના મમ્મી-પપ્પા જોડે આવું વર્તન ન કરો.આ અનુરાગની આબરૂનો સવાલ છે.

ત્યારે સોનલબેન બોલ્યા તને તારી સ્વાતિ ભાભીની એટલી બધી દયા આવતી હોય તો તારા ઘેર લઈ જા. તું પણ કુવારો છે. તે મોટી છે. એમાં શું થઈ ગયું?રાધાજી પણ કાના કરતા મોટા હતા.ચાલશે.સોનલબેન સૂરજને લીધો.સૂરજે અનુરાગના ઘરની આબરૂ બચાવવા એક માત્ર સામાન્ય પ્રયત્ન કર્યોને અનુરાગના મમ્મી......

 

સુરજ એક પણ શબ્દ ના બોલ્યો. નીચું માથું કરી અને પોતાના ઘર તરફ ચાલતી પકડી.વિચારવા લાગ્યો તારી વાત સાચી હતી અનુરાગ.ભાભી ને તારા મમ્મી બિલકુલ પસંદ કરતાં નથી.એ તો દુશ્મનથી પણ વધારે છે.....હવે તો ભાભી ને ઈશ્વર તું જ બચાવે.......એક ઉંડો નિસાસો નાખતા બબડયો.

બીજી બાજુ સ્વાતિના પપ્પા બોલ્યા કિશોરભાઈ.. એમણે શાંતિથી કહ્યું સ્વાતિ આ ઘરમાં રહેવું કે તારે તારા પપ્પાના ઘેર?એ છેલ્લો નિર્ણય તારો છે બેટા.તું ગમે ત્યારે આવી શકે છે...પાપાને ઘેર.

હા, પાપા હું તમારા ઘેર આવીશ. જ્યારે અહી મારુ કોઈ નહિ રહે ત્યારે...એક બળાપો કાઢતા સ્વાતિ અકડું બની બોલી.

સ્વાતિની ભાભી પાયલ બોલી સ્વાતિબેન. તમારું ઘર નહીં આપણું ઘર.પપ્પાનું ઘર મારું છે, એટલું જ તમારુ છે. તમે પપ્પાની મિલકતમાં પુરા વારસદાર છો.અને હું તમને તમારો વારસો આપીશ. તમારા અસ્તિત્વને ટકાવવા માટે. હું તમને કોઈના ઓશિયાળા નહીં થવા દઉં.સ્વતીની ભાભી સહેજ પણ પાપ વગર બોલી.

ઈશ્વરનો નિયમ છે દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ, સાસુ- વહુ. આ સંબંધોમાં જગડા થતા જ રહે છે. પણ હું તમને તમારા હકથી વંચિત નહિ કરું. તમે ચિંતા ના કરતા. આપણા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. પછી આજ હોય કે કાલ હોય કે ગમે ત્યારે હોય. તમારા ભાઇની સાથે તમને અડધોઅડધ ભાગ મળશે. જેના તમે હકદાર છો.

સ્વતીની ભાભી પાયલે પોતાના નણંદને પ્રેમથી ને બોવ જ મોટી હિંમત આપતા કહ્યું.

આ સાંભળી સ્વતીના મમ્મી-પપ્પા રડી પડ્યા.નેહાબેન અને કિશોરભાઈ. સ્વાતિ ઘેર હતી ત્યાં સુધીમાં સ્વાતિને ક્યારેય સારું ન કહેનાર ભાભી સ્વાતીનું અડધું દુઃખ લઈને ઉભી છે. સ્વાતિનો ભાઈ મેહુલ રડી પડ્યો.સ્વાતિ જ્યારે ત્યાં હતી ત્યારે પાયલભાભી સ્વાતીના વિરોધી જ રહ્યા છે.પણ આજ.....

 

★★★

આમને આમ દિવસો જતા રહ્યા. સ્વાતિની તબિયત ખરાબ થઈ.શિલ્પાભાભી તેને દવાખાને લઈ ગયા. ફેમિલી ડોક્ટર પાસે. એટલે તેમની અનુરાગના મૃત્યુની ખબર. સ્વાતિને પેટમાં દુખવા આવ્યું,ઉલ્ટી થવા લાગી.ડોકટરે પોતાના કેબિનમાં રહેલ કમ્પ્યુટર સોનોગ્રાફીમાં જોયું.

ને ખબર પડી સ્વાતિ "મા"બનવાની છે.તેમણે કહ્યું શિલ્પાબેન સ્વાતિબેન પ્રેગનેટ છે. બે મહિના જેવું દેખાય છે.ત્યારે સ્વાતિ બોલી હ, MC date ને બે મહિના જેવું થયું.ડોક્ટરે કહ્યું તમારે બે મહિના છે....

બંને ચેકઅપ કરાવીને બહાર આવ્યા. શિલ્પાભાભી સ્વાતિને અભિનંદન આપતા કહ્યું સ્વાતિ તારે આ ઘરમાં રહેવુંતું અનુરાગની યાદ સાથે. ઈશ્વરે તને જીવવાનો સહારો આપી દીધો. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી લીધી. ભલે એક સુખ છીનવી લીધું અને બીજું સુખ આપી દીધુ.ખુશી સાથે એ બોલ્યા.

 

 

તને હવે મમ્મી પણ આ ઘરમાંથી નહીં કાઢી શકે.ગર્વથી શિલ્પાભાભી બોલ્યા.

 

 

 

ત્યારે સ્વાતિ બોલી ભાભી તમે મારૂ એક કામ કરશો?

 

 

ત્યારે  શિલ્પાભાભી કહે એક શુ તારા બે કામ કરીશ બોલ?

 

 

ત્યારે સ્વાતિ બોલી ભાભી આ બાળકનો જન્મ થાય અને થોડું મોટું થાય ત્યાં સુધી તમે મારા સાથે રહો.બાળક મોટું થઈ જાય પછી જેમ પહેલા રહેતા હતા એમ જ અનુરાગ  જીવતો હતો ત્યારે.આપણે રહેતા હતા એમ જ અલગ.હું અને મારું બાળક. મમ્મી-પપ્પા મોટાભાઈને તમે... આપણે ફરીથી અલગ રહેવા લાગીશું.

 

શિલ્પાભાભીએ કહ્યું તું ચિંતા ન કર. બધું સંભાળી લઈશ. ઘરે જઈ અને શિલ્પાએ આ વાત તેના સાસુને ખૂબ જ ખુશી સાથે કરી. મોટાભાઈ પણ  આ વાત સાંભળીને એ પણ ખૂબ ખુશ થઈ ગયા.

 

મોટાભાઈ એ પણ કહ્યું સ્વાતિ ઈશ્વર, તારી આ ઘરમાં રહેવાની ઇચ્છાને પૂરી કરી.હવે તને કોઈ અહીંથી નહીં કાઢી શકે, કોઈ જ નહીં. પોતાની મમ્મીને સંભળાય તેમ બોલ્યો.

 

સ્વાતીની સાસુ એ કહ્યું હા ભાઈ, પછી સ્વાતિને બે થપ્પડ મારી દીધી અને બોલ્યા બોલ? આ કોનું કામ છે? બોલ મારો દીકરો તો મરી ગયો તો આ બાળક ક્યાંથી લાવી? બોલ તારું મોઢું કાળું કરીને ક્યાંથી આવી? મેં તને કીધુંતું ને મારા દીકરાના મૃત્યુ થયું એટલે તું આઝાદ થઇ જઈશ.મારા દીકરાને મૃત્યુ થયે એક મહિનો થયો નથી તું તારું મોઢું પણ કાળું કરીને આવી ગય.સ્વાતિ ને હડબડાવવા લાગ્યા.

સ્વાતિ રડવા લાગી તેના સાસુ એ તેને ધક્કો માર્યો મોટાભાઈ એ  સ્વાતિને પકડી.

મોટાભાઈએ પોતાની મમ્મીને મારવા હાથ ઊંચો કર્યો પણ મારી ન શક્યા...

શિલ્પા તું સ્વાતિ ને અંદર લઇ જા...

પછી મોટાભાઈ બોલ્યા મમ્મી તું મમ્મી નથી. કોઈ ડાકણ લાગે. મમ્મી અનુરાગ મારો નાનોભાઈ હતો...તું વિચાર કે શિલ્પાને એક મિનિટ પણ સ્વાતિ નહોતી ગમતી.પણ તેણે પોતાના વિચારો બદલી નાખ્યા પણ...તું તારો દીકરો ગુમાવ્યા પછી પણ એવીને એવી જ છે.26વર્ષનો દીકરો ગુમાવનાર મમ્મી આવી હોય? ઘમંડી, અભિમાની,ઈર્ષાળુ?પોતાની મમ્મી ને કેહવા લાગ્યો.

શિલ્પાને સ્વાતિ ની ભાભી પાયલ.એક સેકન્ડ પણ સ્વાતિની બુરાઈ વગર ન રહી શકનાર દુનિયાની બે ગજબ નારી સુધરી ગઈ પણ તું નહિ... મમ્મી....

મોહનભાઈ પણ ખીજાય ગયા...એ પણ સોનલબેન પર હાથ ઉપાડતા અટકી ગયા.અરે!!તને ખુશી થવી જોઈએ કે તારા દીકરાનો અંશ તો આ દુનિયામાં આવશે.તારે ખુશ થવું જોઈએ કે તને કેટલી સારી વહુ મળી કે તારો દીકરો મરી ગયો તો પણ એ આ ઘર છોડવા માંગતી નથી.

નિઃસંતાન છોકરી વિધવા થાય એટલે તરત ભાગે પણ આપણી સ્વાતિ........રડતા રડતા બોલ્યા એને ખબર પણ નહોતી કે તે માં બનવાની છે છતાંય આ ઘરમાં રહેવા તૈયાર થઈ.પોતાના પ્રેમ માટે.અરે નાલાયક તારા દીકરા માટે......રડતા રડતા બોલ્યા.

 

સોનલબેન બોલ્યા હું સ્વાતિને આ ઘરમાં નહિ જ ટકવા દઉં....ગુસ્સામાં ને ઘમંડમાં.

 

 

એમ બબડતા ચાલ્યા. મારી ઇચ્છાની વિરુદ્ધ તે આ ઘરમાં આવી...લગ્નની ના પાડી તો સ્વાતિના મમ્મી-પપ્પા એ પોતે કોર્ટ મેરેજ કરાવ્યા...હું સ્વાતિને મારી વહુ માનતી નથીને માનીશ પણ નહીં.રખડુ. મારી વહુ હોય જ નહીં.

 

અત્યાર સુધી મારા દીકરા સાથે શરૂ હતી પછી બીજા કોઈ સાથે... ભાગેડુનો શો ભરોસો?