હું ઘઉંવર્ણી, થોડી શ્યામ, મારા આખા કુટુંબમાં હું સૌથી દેખાવમાં નબળી, બધા જ લોકો હું જાગતી હોય ત્યારે "કાગડી" "કાળકા માતા","કાળી બાઇ" જેવા શબ્દોથી જ મને બોલાવે અને મારું આત્મ વિશ્વાસ તોડી-મરોડી નાખે.
જો મે કાળા કપડાં પહેર્યા હોય તો તેઓ મને ચીડવે કે કાળી એ કાળું પહેર્યું, જો સફેદ કપડાં પહેરું તો કહેશે કે 'ચેસબોર્ડ'આવ્યું, જો પીળા કપડાં પહેરું તો કહેશે કે ટેક્સી આવી, રાખોડી કલરના કપડાં પહેરું તો કહે કે સ્મશાનની રાખ.
બધા ને એમ જ કહેતાં કે અમારે તો રોજે રોજ ભૂત જોવાનું.
તેમ મને ખૂબજ હેરાન પરેશાન કરતા અને વિકૄત આનંદ લેતા.
મારા સ્કિન કલર ને લીધે તેઓ મને એ હદે નફરત કરતાં કે સમાજમાં ક્યાંય મને પોતાની સાથે લઈ પણ ન જતા, હંમેશા છેલ્લે વધેલું ઘટેલું જ હું જમવા પામતી,ક્યારેક તો કોરા ભાત,તો ક્યારેક વાસી રોટલી અને છતાં સાંભળવું પડતું તે કાળી ના લીધે અમારા ખાવાનો ખૂબ જ ખર્ચો આવે.
બધા સારો નાસ્તો કરતા હોય ત્યારે મને કપડા ધોવા બેસાડી દેવામાં આવતી અને છેલ્લે મારી આંખની સામે જ અડધા કપ ચા માં પાણી ઉમેરીને મને ટાઢી ચા પીવડાવીને મારી ઉપર ઉપકાર કરતા.
આ બધા ની વચ્ચે મારો શારીરિક અને માનસિક વિકાસ સરખો થયો જ નહીં. આખા કુટુંબમાં કોઈ ના પણ ઉતરેલા કપડાં જ મારે પહેરવા પડતા તેથી કપડા લાંબા હોય,મોટા હોય, ઝાંખા પડી ગયેલા હોય તો પણ મારે તેને જ પહેરવા પડતા. એટલે વળી હું હતી એના કરતાં પણ વધારે ખરાબ દેખાતી. માથું ધોવા માટે નિરમા પાવડર આપે કોઈ દિવસ માથાં માં નાંખવા માટે તેલ પણ નહીં,માટે મારા માથાના વાળ ધીરે ધીરે સફેદ થવા માંડ્યા હતા અને ખૂબ જ ઓછા થવા માંડયા.
હું દિવસે ને દિવસે વધુ કુરૂપ થવાં લાગી.
વળી મારાથી પણ નાની મારી બધી જ કઝીન ના લગ્ન થવા માંડયા એટલે તે લોકોને મને ચીડવવા માટે વધુ એક કારણ મળી ગયું હંમેશા કહેતા કે અમારા બધાના જૂતા ઘસાઈ જશે પણ આ કાળી નો કોઈ ધણી નહીં થાય.
મારી રડતી આંખો હંમેશા ફરિયાદ કરતી કે હે ભગવાન "કેમ" "કેમ ભગવાન કેમ" તમે મને "odd one out"બનાવીને જન્મ આપ્યો,
હું કોઈ સાધારણ દેખાવ વાળી ફેમિલીમાં જન્મી હોત તો બધા મને પ્રેમ કરતા જ હોત ને અથવા તો આજ ફેમિલીમાં રૂપાળી હોત તો પણ બધા મને પ્રેમ કરતા હોત ને પણ તમારે મને દુઃખી જ જોવી હતી,રડતી- કકડતી જ જોવી હતી માટે જ તમે મને આ કુટુંબમાં જન્મ આપ્યો ને?
આમ ને આમ મે ભગવાનથી પણ અબોલા કરી લીધા,અને દિવસો કામ અને કામમાં ભૂખ્યા-તરસ્યા જવા લાગ્યા.
જ્યારે ઘરના કોઈ ના હોય ત્યારે તો મને હું ગાડી થઈ ગઈ છું તેવું જ લાગતું કદાચ ગાંડી જ થઈ ગઈ હતી.
એવામાં એકવાર મારી ભાઈની કોલેજમાં નાટક ભજવવાનું હતું
પણ તેમાં ગાડી છોકરી નો ટૂંકો પણ મહત્વનો રોલ ભજવવાનો હતો કોલેજ ની બધી જ બ્યુટીફુલ છોકરીઓએ લીડ રોલ માટે ઇચ્છા દર્શાવી પણ ગાંડી છોકરીનો રોલ માટે કોઈ હા ના ભણી અને મારા હેન્ડસમ ભાઈને પોતાની આ કાળી બેન ગાંડી જ છે તે પુરવાર કરવાનો "ગોલ્ડન ચાન્સ" મળી ગયો
તે રાત્રે પહેલીવાર મેં મારા પરિવાર હા મારા પરિવાર સાથે ભોજન કર્યું આગ્રહ કરીને મને મસ્ત વ્યજનો જમાડ્યા તો મેં મારા ભગવાન સાથેના આટલા વર્ષોથી કરેલા અબોલા ને ભૂલીને હું મનમાં ને મનમાં તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો ખુશીથી મારા હાથમાંથી બે વાર જમવાનું નીચે પડી ગયું અને પેલું જૂનું ઝેર મારા ભાઈ ની આંખો માં "આઉકલી" કરી ગયું.
અને છેલ્લે જ્યારે મને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો ત્યારે તો જાણે મારું મન ખુશીને માયુઁ ધબકવાનું જ ભૂલી ગયું તેવું મને લાગ્યું વર્ષોથી જે પ્રેમના સપના મારી આંખોએ જોયેલાં તે અચાનક જાણે પૂરા થઈ રહ્યા હોય તેવું મે ફીલ કયુઁ.
અને ત્યાં જ મારા ભાઈએ મને ગાંડી છોકરીનું પાત્ર તારે ભજવવાનું છે તેવું કહ્યું.....અને મારાથી અનાયાસે પુછાઈ ગયું કે હું તો તારી કોલેજમાં ભણતી પણ નથી તો એ પાત્ર કઈ રીતે ભજવીશ??
હું તો ફક્ત સાત ધોરણ સુધી ભણેલી છું તો હું કઈ રીતે કરી શકીશ ??
તો મને કહે છે કે ગાંડી મારી કોલેજ સુંદર છોકરીઓ ગાંડી જેવી થોડી લાગે અને તારે તો એક્ટિંગની પણ નહીં કરવી પડે એનો છૂપો અર્થ એ હતો કે તું તો ગાંડી છે ને ?? તેના હાસ્ય ઉપરથી મને સ્પષ્ટ સમજાઈ ગયું.
અને મારા ઠંડા આઈસ્ક્રીમ સાથે સાથે મારા સપના પણ ઓગળી ગયા અને સહેજ તીણી ચીખ સાથે મારા હૃદય સ્વીકારી લીધું કે હા હું ગાંડી જ છું તો જ બધા લોકો મને ગાંડી કહેતા હશે ને??
પછીથી એક વિક માટે મારે પ્રેક્ટિસ માટે જવાનું હતું તેવા એક દિવસ રોડ ક્રોસ કરતી વખતે મને ખૂબ જ બીક લાગી હતી તેથી મેં મારી સાથે ઊભેલા બેનનો ગભરાઈને અજાણતા જ હાથ પકડી લીધો અને પછી મારું ધ્યાન પડ્યું કે તે બેન તો પોતાની મનની આંખોથી રોડ ક્રોસ કરતા હતા તેમની આંખો તો હતી જ નહીં અને તેમને એવી લાગણી થઈ કે હું તેમની મદદ કરી રહી છું તેથી તેમણે મને થેન્ક્યુ કહયુ મારી લાઇફમાં ફર્સ્ટ ટાઈમ હોય મને થેંક્યુ કહ્યું હતું.
હળવે રહી ને અમે એકબીજા ને રસ્તો ક્રોસ કરાવી દીધો અને પછી તેમણે મારા હાથ ને પંપાળતા કહ્યું કે બેટા તું તો ખૂબ જ સુંદર છે અને જાણે મારી આંખો માંના આંસુ ઓએ વિદ્મોહ કરીને ધસમસતા સમુદ્રના મોજાં બનીને બહાર ધસી આવ્યા
તે લેડી ને કશું જ સમજાય તે પહેલાં જ હું તેમને વળગી ગઈ તેમણે મને ખૂબ જ અનુભવી ની જેમ પહેલા તો ખૂબ જ રડવા દીધી અને પછી મને પોતાની પાસેની વોટર બોટલ માંથી પાણી પીવા આપ્યું પછી ધીરજ પૂવૅક મારી પૂરી આપવીતી તે સાંભળી.
તાળીઓના ગડગડાટ એ મને જાણે ફરી વર્તમાનમાં લાવી દીધી આખી પબ્લિકે ઊભા થઈને "સ્ટેન્ડિંગ ઓવેશન"આપ્યું હતું એક દૂર ખૂણામાં ઉભેલો મારો ભાઈ વિસ્મય હતો કે આ બધું કેવી રીતે બની ગયું?? હું તાળીઓ પાડું તો ઈગો ઘવાય, અને ના પાડું તો આટલા બધા ઓળખીતા ની વચ્ચે તેનું નમતું થાય માટે "સ્ટેન્ડિંગ ઓવેશન" આપે તો છે પણ પોતાની નજરમાં થી જાણે ઉતરી ગયો હતો.
મારી એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા Actually હું બ્યુટીફુલ તો ના જ હતી અને મારી પાસે જૂનાપુરાણા ફાટેલા કપડાં પણ હતા, જ્યારે ઘરમાં જ મારા પોતાના ફેમિલી એ તો ગાડી જ છું તેવું મારા મગજમાં ઠસાવી જ રાખેલું અને જ્યારે હું ઘરમાં એકલી હોય ત્યારે જાણે ગાંડી જ છું તેમ જ રહેતી.
માટે જ્યારે આ પાત્રને મારે સ્ટેજ ઉપર ભજવામાં આવ્યું ત્યારે લોકો ને લાગ્યું કે હું મારા પાત્ર માં એકાકાર થઈ ગઈ છું પણ ખરેખર તો નાનપણથી મારામાં સળગી રહેલી આટલા વર્ષોની લાચારી અને પીડા ને મે નીચોવીને ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો.
મેં મનોમન મારી આશા ની ઉદય સમાન આશાબેનને વંદન કર્યું આશાબેન જેણે મને રોડ ની સાથે સાથે આ જીવનનો રસ્તો પણ ક્રોસ કરાવી આપ્યો હતો તે જ.
તે દિવસે તેમણે મારી આપવીતી બરાબર સાંભળી પણ લીધી અને મને સંભાળી પણ લીધી અને તરત જ હરિવંશરાય બચ્ચને અમિતાભ બચ્ચન ને આપેલી એક સલાહ તેમણે મને આપી કે કદાચ આપણી પાસે નાટક માં કે આ જીવન માં "Main Roll" ના હોય તો આપણા ભાગમાં જે રોલ આવે તેને આપણે "Main Roll" કરતાં પણ વધારે ધમાકેદાર રીતે ભજવવો જોઈએ.
અને જેમ આટલા ગોરા અંગ્રેજો ની વચ્ચે ગાંધીની લાઠી અમર થઈ ગઈ તેવી જ રીતે આટલા ગોરા ચહેરાઓ ની વચ્ચે આ કાળી ગાડી ની કહાની રંગમંચ ઉપર અમર થઈ ગઈ.
એ પછી દેશમાં આ નાટક નાં ખુબજ Show થયા બ્યુટીફુલ છોકરીઓ બદલાતી રહી મારા પાત્રમાં હું એક જ ઉભી રહી અને આ રીતે ઘણી બધાબધી ભાષામાં પણ નાટ્ય રૂપાંતર થયું.
અચાનક આવી પડેલા આ અવસરને મે અવસર ની જેમ સજાવી-ધજાવી ને માણ્યો, તેથી જ કહું છું તમે પણ ધ્યાન રાખજો રખે આવો કોઇ રૂડો અવસર ચૂકી ના જતાં.
મન ની મનોવ્યથા.
✍? સારિકા રાઈચુરા.