વીતી ગયેલ વાત DEVANG GIRI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીતી ગયેલ વાત


એક સાંજે રવીએ પોતાના પરમ મિત્રને ફોન કરીને કહ્યું પ્રકાશ ફ્રી છો તો બાજુના બગીચે મળીયે..
પ્રકાશે કહ્યું યાર રવી હું થોડો અત્યારે બીઝી છું,હું પહોંચી શકીશ નહી માટે મને માફ કરજે એવું હશે તો કાલે મળશું એમ કરી ફોન કાપી પ્રકાશ ન જઈ શક્યો એના વિચારે બેઠો હતો ત્યાંજ અંદર થી એમની પત્નીનો અવાજ આવ્યો પ્ર... કા.......શ શુ તું ફોન માં ચોંટી ગ્યો અહીં મદદ કરને મને,પ્રકાશ તરત ઉભો થઇ રવીને મગજ માથી કાઢી પોતાની પત્નીની મદદે ચડ્યો.
આ બાજુ રવી પ્રકાશ ન આવ્યો તેથી એકલોજ બગીચા તરફ આગળ વધ્યો.બેસવા માટે યોગ્ય જગ્યા શોધી રવી ત્યાં બેઠો.સાંજનો સમય હોવાથી ઘણા માણશો ટહેલવા બગીચે આવ્યા હતા સૌ કોઈ પોત પોતાની રીતે આનંદ કરે છે રવી પોતાની સાથે લાવેલ છાપું વાંચવામાં મશગુલ હોય છે ત્યાં અચાનક વાંચવાની એકાગ્રતામાં ખલેલ પહોંચે છે ને કાને એક જાણીતી સ્ત્રી નો અવાજ સંભળાયો અવાજ ને પૂરતો સાંભળવા રવીએ કાન સરવા કર્યા પણ અવાજ હજુએ ઊંડો સંભળાઈ છે.અવાજની દિશામાં રવી જોવે છે પણ ત્યાં કઈ દેખાતું નથી.જાણીતો અવાજ ધરાવનાર સ્ત્રી હું વિચારું છું એજ હશે??એ જાણવા રવી ઉતાવળો થાય છે અને જે બાજુ અવાજ આવે તે બાજુ પોતાના ડગલાં માંડે છે.જેમ જેમ અવાજ નજીક આવે છે તેમ તેમ રવી ને તેને મળવાની તાલાવેલી વધતી જાય છે.આજે ઘણા સમય બાદ દિલને ગમતો અવાજ સંભળાયો છે જેમની સાથે વાતો કરવા કોલેજ સમયે કઈ ને કઈ રવી બાના ગોતી ખૂબ વાતો કરતો અને તેના અસાધારણ વ્યક્તિત્વ સામે જોતો રહેતો.વાન થોડો કાળો પણ નમણો ઘણો જેને જોવાનું મન સતત થયા કરે આ વાનને ઉજળો બનાવતો તેને પહેરેલ એ લીલા કલર નો ડ્રેસ આ ડ્રેસ તેના વ્યક્તિત્વ માં ચાર ચાંદ લગાવતો જે કદાચ તેમને પણ ખબર નહિ હોય.હાથમાં બુક અને નીચે ઢળેલી નઝરે જ્યારે એ કલાસ માં દાખલ થતી ત્યારે એમ લાગતું કે વસંતની લહેર વાતાવરણમાં ઉન્માદ જગાવવા આવી હોય.હળવી ચાલે બેન્ચ પાસે જઈને એમની સખીઓ સામે જોઇને હળવું સ્મિત દેતી જે સ્મિત જોઈને તેમની સખીઓ ભલે કઇ પ્રતિઉત્તર ન આપે પણ રવી ક્યાંક આજુબાજુ ઉભા રહીને જવાબી સ્મિત દેતો.
રવિ એમને મનોમન ખૂબ પ્રેમ કરે છે એ પ્રકાશ ને ખબર અને તેથી પ્રકાશ પણ એકબીજાને એક કરવા કોશિશ કરતો.પ્રકાશ ઘણો રમુજી અને નીડર કોઈ ઉપર કોમેન્ટ કરવી એટલે એના માટે નાની વાત. ઘણી વાર પ્રકાશ રવિ ને કહેતો એલા કેટલા સમય આમને આમ ચાલ્યા રાખશે એક વાર સમય જોઈને પ્રપોઝ કરી દેને એટલે કામ પતે મને વિશ્વાસ છે એ ના નહીં પાડે. રવી કહેતો યાર ડર લાગે છે ક્યાંક ના પાડે તો મારા જોયેલ બધા સપના રોળાઈ જશે.પ્રકાશ કહે તું ડરપોક છે,તું કહે તો તારા વતી હું વાત કરી લઉં. રવિ કહે ઉતાવળ ન કર સમય ની રાહ જો પ્રકાશ કહે રાહ જોયા રાખ હમણાં કોલેજ પુરી થઈ જશે પછી તને ક્યાંય એના દર્શન પણ નહીં થાય.પ્રકાશ ઉતાવળિયો અને રવિ ધીર ગંભીર.રવીની ધીરજતા એક દિવસ રંગ લાવી વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રપોસ્ કરવાનું નક્કી કર્યું વેલેન્ટાઈન ડે આડા બે દિવસ બાકી અને આ બે દિવસ હિમ્મત ઝુટવવા કાફી હતા.આખરે એ દિવસ આવ્યો જેની અતુરતાથી રાહ જોવાતી હતી.પ્રકાશ પણ ઘણો ઉત્સાહિત હતો અમારા બંનેનું રિઝલ્ટ જાણવા.
પ્રકાશે કીધું કે કોલેજ માં તે પ્રવેશી ગઈ છે તૈયાર રહેજે.
રવીના દિલની ધડકન તેઝ થઈ ગઈ જાણે કે હમણાં દિલ બહાર નીકળી જશે વાત કરવા મોઢા કરતા દિલ ઉતાવળું થાય છે.પોતાની આગવી ચાલે એ રવી ની નઝીક આવીને હળવું હસીને આગળ નીકળી ગઈ પાછળ આ બધું પ્રકાશ જુવે છે અને અવાજ કર્યો
એ રવી હવે શું વિચારે છે યાર ..
પ્રકાશ ના કહ્યા પ્રમાણે રવીએ અવાઝ દીધો અને એમના પગ રોકાણા પાછું વળીને બોલી બોલ રવી શુ કામ છે?રવી તેમના પાસે જઈને પોતાના ખીસામાં સંઘરેલું ગુલાબનું ફૂલ બહાર કાઢી તેમના સામે ધરી ને બોલ્યો
હેપી વેલેન્ટાઈન ડે એન્ડ આઇ લવ યુ.
ઓચિંતાના પ્રોપોસ્ થી એ તે સમયે કઈ બોલી નહીં ને ત્યાંથી ચાલી ગઈ.ક્લાસ માં અલોપ થઈ ત્યાં સુધી એમને રવી જોતો રહ્યો.આ ઘટના બન્યા બાદ એમણે રવી સાથે વાત કરવાની ઓછી કરી નાખી.રવી ને થયું તે દિવસ ની ઘટનાએ એમને દુઃખ થયું હશે જેથી તે બોલતી નથી રવી ઘણી બોલાવવા કોશિશ કરે પણ પરિણામ શૂન્ય એક દિવસ આખરે
રવીએ તેણી ને કહ્યું તે દિવસે મેં પ્રોપોઝ કર્યું તેનું દુઃખ થયું હોય તો સોરી !!!આટલું બોલી રવી ત્યાંથી જતો રહ્યો.
બીજે દિવસે ક્લાસ માં તે રવી પાસે આવી અને કહ્યું રવી કાલે મારે એક વિષયના નોટ લખવાના રહી ગયા છે તારે પુરા લખાયેલ હોય તો આપને!!
રવી ખુશ થઈને તેમની સામે જોઇને પોતાની નોટ આપી.

તેણીએ કહ્યું હું તને કાલે તારી નોટ પરત આપીશ.

રવીએ કહ્યું ઓકે.

એટલી વાત કરી બન્ને છુટા પડ્યા તેના ગયા બાદ મનોમન રવીએ ભગવાનનો પાળ માન્યો કે તે બધું ભૂલીને મારી સાથે વાત કરી.આગલા દિવસે કોલેજ ચાલુ થઈ એક લેકચર પૂરો થયા બાદ રવી પાસે જઈને તેણીએ રવીને બુક પાછી આપી અને કહ્યું રવી બુકના પાછલાં પેઇઝ પર તારા માટે કશુંક લખ્યું છે તું વાંચી લેજે એમ કહી તે પોતાની જગ્યાએ બેન્ચ પર બેસી ગઈ બસ રવી એમને જોતોજ રહ્યો ને વિચારતો થયો આમાં શુ લખ્યું હશે.વાંચવા માટે જ્યાં પાછળનું પેઇઝ ખોલ્યું કે તરત બીજા લેક્ચર ના સાહેબ કલાસ માં હાજર થયાં અને વાંચવા નું કામ અધૂરું રહ્યું.એક કલાક બાદ જેવો લેક્ચર પૂરો થયો કે તરતજ કલાસની બહાર નીકળી સલામત જગ્યાએ જઈ નોટનું પાછળનું પેઈજ ભારે હૈયે આતુરતાથી રવીએ ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું

રવી,

વેલેન્ટાઈન ડે ના દિવસે તે પ્રપોઝ કર્યું તારા યોગ્ય મને ગણી એ મારા માટે ખૂબ સારી વાત છે,તારી સાથે જીવન ગુજારવું કોને ન ગમે?પણ હું તારી આ વાત સ્વીકારી શકીશ નહીં તેના અનેક કારણો છે જે હું તને જણાવી શકીશ નહીં.હાલ ના સમયે હું તને પોતાનો ભાઈ માની શકું અથવા મિત્ર એથી વિશેષ કંઈ નહીં.મારી આ વાત તું સમજી શકીશ એવી આશા સહ.........

-કિરણ

મોઢા ઉપર જોરથી કંઈક ભટકાણું ભૂતકાળના વિચારમાં ખોવાયેલ હોવાથી રવીને ભાન રહ્યું નહીં અને તરત પાછો વર્તમાનમાં આવ્યો જોયું તો સામે બે બાળકીઓ રમી રહી છે જેમના હાથમાંથી દડો છટકીને રવીના મોઢા પર વાગ્યો હતો.રવીએ એ બાળકીઓ સામે જોયું કે તરત બાળકીઓ એ કહ્યું અંકલ સોરી !!!રવીએ એમના પ્રતિઉત્તર માં કંઈ વાંધો નહીં બેટા. આટલું સાંભળી બાળકીઓ રમવામાં મશગુલ થઈ કે આગળ બેઠેલી તેની મમીએ બાળકીઓ ને પૂછ્યું કોની સાથે વાત કરો છો બન્ને. બાળકીઓ એ કહ્યું મમી આ અંકલને બોલ વાગ્યો તો માટે સોરી કહ્યું અમે.બાળકીઓ ની મમીએ રવી ઉભોતો એ તરફ નઝર કરી રવી અને તેણી ની નઝર મળી ને રવી એ જોયું કે અવાઝ ઉપર જે અનુમાન લગાવ્યું હતું તે સાચું હતું આ કિરણ નોજ અવાઝ છે.
અત્યારે કિરણ થોડી જાડી થઈ ગઈ છતાં પણ ખૂબ સુંદર દેખાતી હતી એજ વાન,એજ મનમોહક સ્મિત,એજ ઢળેલી નઝર જાણે લાગે હજુએ કોલેજ ચાલુજ છે અને હમણાંજ છુટા પડ્યા હોય.કીરણે રવી સામું જોઈને બરોબર રીસ્પોન્સ આપ્યો નહીં છતાં કિરણના લેટર પ્રમાણે એક સારા મિત્રની દ્રષ્ટિએ તેમની પાસે ગયો અને પૂછ્યું
કિરણ ઓળખે છે મને હું રવી તારા કોલેજ કાળનો મીત્ર, કેમ છે તને ???
કિરણે કહ્યું સારું છે.
રવી જો સામે રમે એ મારી બન્ને દીકરીઓ છે અને હું મારા ફેમિલી તથા હસબન્ડ થી ઘણી ખુશ છું અમારું જીવન ઘણું સુંદર રીતે ચાલે છે માટે મહેરબાની કરી એને ડખોળમાં હમણાં મારા પતી આવતા હશે જે તને જોશે તો ઘણા પ્રશ્ન ઉત્પન્ન થશે અને એના જવાબ મારી પાસે હશે નહીં,માટે અહીંથી રવી ચાલ્યો જા !!!!
રવીએ આ બધું સાંભળ્યું ને ઘણો આઘાત લાગ્યો
રવીએ કિરણ ને કહ્યું ,કિરણ હું તને હેરાન કરવા નથી આવ્યો આતો તારો અવાજ મને દૂર થી સંભળાણો એટલે ખાતરી કરવા આવ્યો તો આ કિરણજ છેને અને હકીકતે તુજ નીકળી તને જોઈને મન થયું લાવ તારા ખબર અંતર પૂછી લઉ બાકી મારે કઇ તને હેરાન નથી કરવી.
હકીકત તો એ છે કિરણ હું રવી એટલે સુરજ કિરણ હંમેશા સૂરજ થી છૂટી પડતી હોય તેવીજ સારી લાગે.એવી અનેક કિરણો સૂરજ થી છૂટી પડી ધરતીને પ્રકાશિત કરે છે અને શોભા વધારે છે.રવી અને કિરણ ક્યારેય મળી શકે નહીં એ નક્કર હકીકત છે જેને મેં સ્વીકારી તને ભૂલી ગયો તે જેમ કીધુને કે હું મારા ફેમિલી સાથે ખુશ છું તેમ હું પણ મારા ફેમિલી સાથે ઘણો ઘણો ખુશ છું.મને એમ હતું કે એક સારા મિત્ર તરીકે વાત કરીશ અને બન્ને ભૂતકાળ વાગોળશું પણ અહીં અલગજ ચિત્ર ઊભું થયું..
ઠીક છે કિરણ તું તારા પરિવાર સાથે આનંદ થી રે હું તને ડિસ્ટર્બ કરવા નથી આવ્યો મારા અહીંયા આવવાથી અને વાત કરવાથી કઈ દુઃખ થયું હોય તો વેરી વેરી સોરી !!!
ઓકે ચલ બાય બાય !!!
રવી ત્યાંથી જવા માટે પાછળ ફરી ને ચાલવા ગયો એ એક પુરુષ સાથે અથડાયો રવી થી સોરી બોલાય ગયું,સામેથી ઓકે એવો પ્રતિઉત્તર મળ્યો બંનેએ એકબીજા સામે હળવું સ્મિત કરી આગળ વધ્યા.
એ પુરુષે કિરણ ને પૂછ્યું એ માણસ ક્યારનો ઉભો ઉભો વાતો કરે છે કોણ હતું ??
કીરણે કહ્યું એ કોલેજ કાળ વખત નો મારો મિત્ર છે
અને આ વાક્ય માંથી રવીને દૂર થી માત્ર "મીત્ર" શબ્દ સંભળાણો.

- દેવાંગ ગીરી
૯૯૭૯૪ ૧૧૫૭૫