જીવનસાથી - 1 Krishna Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

જીવનસાથી - 1

જીવન જીવવા માટે આપણે લોકોને શુ જોયએ !!!! હવા પાણી અને જમવાનું ???? આના સાથે માણસ જીવી શકે ખરો???

ધારોકે હું એવું કોઈને કહુંકે હું તમને બધું જ આપું છુ, રહેવાનું જમવાનું અને આરામ કરવાનો કોઈ કેટલો સમય આવી રીતે જીવી શકે !!! અઘરું છેને કહેવું અને એનાથી પણ વધુ અઘરું છે કે આ પરિસ્થિતિને અનુભવવી અને જીવવી આ દુનિયા અને આધુનિકતા માં અટવાયેલા આપણે....

જીવવા માટે માત્ર એટલું જ જોઈતું હોયતો કોઈ ચિંતા જ ન હોતેને!!! ન જાણે કેટ કેટલી લાગણી ,અપેક્ષા , જીદ , ગુસ્સો મૂકીને જીવનને માણવા આપ્યું છે... વર્ષમાં આટ એટલા તહેવારો આપ્યા જેમાં બધા સાથે મળીને ખુશી વ્યક્ત કરીએ છીએ... માણસ એક સામાજિક પ્રાણી છે એવું આપણે પ્રાથમિક સ્કૂલ માં ભણ્યા હતા પણ આનો મતલબ આપણે મોટા થયા ત્યારે સમજાયો!!!! મોટા થયા સબંધો વધ્યા અને અપેક્ષાઓ પણ વધી.. હમણાંજ મેં એક એવી ચાની જાહેરાત જોય હતી એમાં એકજ સરખા સ્વાદની ચાને એક વખત એકલામાં અને એક વખત કોઈ વ્યક્તિ સાથે પીવડાવે છે તો એમા દરેક લોકોને બીજી વખતની ચા વાધારે સ્વાદ વાળી લાગી. મતલબ કે ચા હોય કે જીવન જો બધા નો સાથ હોયતો તે પણ મહેકી ઉઠે છે... આપના દરેકના જીવનનો એક ખુબજ અંગત છતાય સાવ ખુલ્લો સબંધ એટલે આપનો જીવન સાથી. સ્ત્રી હોય કે પુરુષ બેય એક બીજા વગર અધૂરા છે.. સૌથી વધારે અપેક્ષા કામનાઓ એક પ્રેમી અથવા તો જીવન સાથી પાસે જ હોય છે.

પ્રેમી અને જીવનસાથી અલગ અલગ થોડુંક અજીબ લાગે પણ જો પ્રેમીજ હમસફર બની જાયતો સફર કંઇક ઔર જ રંગીન થઈ જતું હોયછે અને ક્યારેક વિચાર્યુ ન હોય એવું વધારે ખરાબ, મને મારા બાણપણની વાત યાદ આવેએ કરવાની ઈચ્છા વધુ થઇ છે તો એ કહું છુ. હું જ્યારે નાની હતી આમ તો માત્ર હું નહી પણ બધીજ છોકરીઓ એવું જ વિચારતી હશેકે મારો પતી સમજદાર હોવો જોઇએ, દેખાવમાં સુંદર હોવો જોઈએ, સ્માર્ટ ગુડ લુકિંગ હેન્ડસમ વગેરે વગરે આવી ઘણી ખરી નાદાન અપેક્ષાઓ હોય છે મનમાં પણ જેમ ઉંમર વધે એમ એમ અપેક્ષાઓ પણ બદલાતી રહે છે, પછી એવું થતું હોય છેકે એ મને સમજે મને પ્રેમ કરે,મારી જીદ પુરી કરે, મારા સાથે સમય ગાળે... બધાની આ સિવાયની બીજી ઘણી અપેક્ષાઓ હોય છે કોલેજમા આવે ત્યારે એક બીજાની નજીક આવે સહજ આકર્ષણ થાય ધીમે ધીમે સબંધ વધારે ગાઢ બનતો જાય અને અંતે મર્યાદાનું ભંગ થાય. આ સમયના માત્ર 2 કે 3 % લોકો જ સબંધ પછી પણ જવાબદારી નિભાવતા હશે આખાભર જીવન સાથે રહેવાની.. આકર્ષણ અને પ્રેમ ની વચ્ચે એક પાતળી ભેદ રેેેઆ હોય છે જે આજ બહુ ઓછા લોકો ને સમજાય છે..

ભુજી બાજુ એવો અઘરો સમય આવતો હોય છે જેમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાના હોય છે કે આખી જિંદગી જેના સાથે કાઢવી છે એની પસંદગી માત્ર 1 કે 2 મુલાકાત માં કરો... ક્યારેક આ સફળ નથી જતું અને વધારે આરીતે થયેલા લગ્ન સફળ થતા મેં જોયા છે. કોઈ વ્યક્તિ ૧ વખત જોઈને કેવી રીતે કહી શકે કે હું મારું આખું જીવન મારું સર્વસ્વ એને આપીશ ? સ્ત્રી માટે લગ્ન એટલે ખાલી માંના ઘર થી સાસરાના ઘર સુધીની સફર? ના, એનું તન મન અને આત્મા સાથેનું સમર્પણ.

હવે પ્રશ્ન માત્ર એજ થાય કે છોકરા કે છોકરીમાં જોવું શું???????

ભાગ:૧

કમશઃ