બેચલર લાઈફ - ૨ VIKAT SHETH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેચલર લાઈફ - ૨

સોરી...મે આઈ કમ ઈન સર"

એક મધુર સ્ત્રીસ્વર અને એટલો જ સુંદર ચેહરો ધરાવતી યુવતી પ્રિન્સીપાલ ની પરમીશનની રાહ જોઈ રહી હતી. બ્લેક કલરની હાલ્ફ ટી-શર્ટ અને ટાઈટ લો વેસ્ટ બ્લુ જીન્સ તેમજ પગમાં સ્પોર્ટ્સ શુઝ, માથામાં ઉપરના ભાગે પોની વળેલા વાળ મધ્યમ વર્ણ નો વેલ-મેનટેઇન્ડ લુક.

પ્રિન્સીપાલે ફક્ત માથું હલાવીને અંદર આવવાની પરમીશન આપી.


ક્લાસમાં એન્ટર થઇ રહેલી યુવતી ના લો વેસ્ટ જીન્સ અને હાલ્ફ ટી શર્ટ ના લીધે તેની ટાઈટ કમર અડધી ખુલ્લી દેખતી હતી. વેસ્ટર્ન કપડામાં સજ્જ તે યુવતીના શરીરનું એક-એક અંગ સુંદર રીતે જાણે ઘડાયેલું દેખાતું હતું. ખુલ્લી કમર ઉપર એક છાંટો પણ ચરબીનો થર નહિ જે જોઇને કોઈ પણ કહી શકે કે તે યુવતી નિયમિત વ્યાયામ કરતી હોવી જોઈએ. મોડેલીંગ ની ભાષામાં જેણે પરફેક્ટ કહી શકાય તેવું તેનું ફિગર....તેમજ ભાવશૂન્ય ચેહરો અને અદભૂત ધરાવતી ફિગર તે યુવતી ને જોઇને બોયસ સ્ટુડન્ટો તો ડ્રીમ ગર્લ જેવી કલ્પનાઓ કરવા લાગ્યા
(દીલ ગાર્ડન ગાર્ડન હો ગયા.....જેવી ફીલીન્ગ આવી ગયી),

કેટલીય ગર્લ્સ સ્ટુડન્ટ કે જેઓ તે યુવતી જેવી ફીટ કમર મેળવવા ભૂખે મરતી હોય છે તેમનાં મોઢા પર ઈર્ષા ના ભાવ ઉપસી આવ્યા.

કેટલાય બોયઝ એ આ મોકો જવા દીધા વગર એ યુવતીને ચોરી ચોરી ચુપકે ચુપકે નીરખી લીધી.

પ્રિન્સીપાલે વાત પારખી ગયા અને ખોખારો ખાધો.

એ યુવતી ક્લાસમાં એક બેંચ પર જઈને બેસી ગઈ

અને પિન્સીપાલે આગળ બોલવાનું ચાલું કર્યું ,

"કલ્પનાઓ માં થી વાસ્તવિકતા તરફ પ્રયાણ કરીશું?......"

આખા કલાસના દરેક સ્ટુડન્ટસના મોઢા પર ફરીથી બીજી વારનું હાસ્ય રેલાઇ ગયું....જે કેટલાય મહીનાઓથી લાવવાનું અશકય હતું અને મનોમન એમને પ્રિન્સીપાલ ના કટાક્ષ પર પણ હસવાની સાથે એમના કોલેજના અનુભવનો પણ અહેસાસ થવા લાગ્યો.

એ સાથે બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ વાળી છોકરીને પણ એની સુંદરતા નું ભાન હોય એમ હળવું સ્મિત આપ્યું અને જગ્યા લીધી.

પ્રિન્સીપાલ,"Myself HARGOVIND MEHTA, pricipal of your collage."

બધાને પ્રિન્સીપાલ છે એવી ખબર પડી એટલે બધા સીરીયસ મોડ માં આવી ગયા.

પ્રિન્સીપાલ સમજી ગયા,
"why so...serius તમે કોલેજમાં છો સ્કુલ માં નહિ.. એન્જોય કરવાનો અને સ્ટડી કર્યે જવાનું...
પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે એન્જોયમેન્ટ સ્ટડી કરતા વધી ના જાય....કોલેજ ના પરફોર્મન્સનો બેનેફીટ આજીવન મળશે એ પરમ સત્ય છે.અને હા...બે વસ્તુના પ્રેમમાં પડવાનું નહીં....એક ATKT તમારા સીનીયરો એ મસ્ત ફુલ ફોર્મ શોધ્યું છે "આજની તકલીફ, કાલની તકલીફ" મતલબ એવો થાય કે જે વિષય પરીક્ષા તમે આજે પાસ કરી શકતા નથી તો કાલે કેમની પાસ થશે.
અને બીજા પ્રેમ ની બધાને ખબર જ છે એમાં ય પડવાનું નહીં."

એટલામાં એક સ્ટુડન્ટ બોલ્યો,"બીજા પ્રેમ માં પડી ગયો છું.... અત્યારે જ.....એક મહીનાની અંદર ઓલી બ્લેક વાળી આપડી જોડે બેઠી હશે....."

પ્રિન્સીપાલ,"સંજય......હજી પણ સુધર્યો નથી તું..... યુનિવર્સિટીએ તને છેલ્લો ચાન્સ આપ્યો છે, હવે કોઇપણ જાતની કંમ્પલેઇન ગઈ તો તુ આ જીવન ભણી નહી શકે..."

એને નફફટાઇથી જવાબ આપ્યો,"ભણવું કોને છે? હવે તો આ મળી નથી ને ......આપડી કોલેજ પુરી...."

પ્રિન્સીપાલ," ના ભણવું હોય તો Out..."

"એક મીનીટ?"
મધુર સ્ત્રી સ્વર ની જગ્યાએ કડકાઈ ભર્યો સ્વર.... સ્વરમાં પણ ધગધગતા અંગારા હતા...

આ ........શું..........

બધાને સીરીયસલી શોક લાગ્યો.

જેના વિશે વાત ચાલી રહી હતી એ બ્લેક ટીશર્ટ વાળી ઊભી થઈ અને એ નફફટ પાસે પહોચી ગઈ..એ વખતે સંજય વાસના ભરી નજરથી સ્મીત રેલાવતો હતો.
એટલામાં એક પંચ સીધો એના નાક પર પડ્યો..
રીતસરના એને તમ્મરીયા આવી ગયા, બેન્ચ પર પટકાયો..
"આગળ બોલ તો ખરી..."

પ્રહાર જેવો તેવો નહોતો....
કોઈ કરાટે કે જુડો ચેમ્પીયન પ્રહાર કરે એવો...

આખો કલાસ નહીં પ્રિન્સીપાલ પણ હતભ્રત થઈ ગયા....

એ છોકરીના આટલા ડેન્જર સ્વરુપની કલ્પના સુદ્ધાં નહોતી..

ક્લાસમાં સન્નાટો વયાપી ગયો..

(સંજયને કોલેજમાં એડમિશન લીધે ૪ વર્ષ થઈ ગયા હતા પણ હજી એ બીજા વર્ષ માં પણ પહોચી શકયો નહોતો.. કારણ એક જ..... લુખ્ખાગીરી માથાભારે તત્વો માં એની તુલના થતી.. વળી એનો ભાઈ વિદ્યાર્થીનેતા હોવાથી કોલેજ તરફથી કોઈ એકશન લેવાતી નહોતી...પણ સ્ટુડન્ટ્સ નામ ના આપવાની શરતે યુનિવર્સિટી માં અરજી કરી એને ડીટેઈન કરાવતા રહેતા હતા. )

સંજય ને તમ્મરીયા ઓછા થયા ...
ઊભો થઇને "તને નહીં છોડુ ...યાદ રાખજે .."
એવા પ્રકાર ની નજર પેલી છોકરી સામે નાખીને નીકળી ગયો

પેલી છોકરી જાણે કંઈ બન્યું જ ના હોય એમ,
"સોરી સર..... પ્લીઝ કન્ટીન્યુ.."

વાતાવરણ તો હળવું થયું પણ હાજર તમામ લોકોની મુવીસીન જોયો હોય એમ આંખો ખુલી જ રહી ગઈ.

પ્રિન્સીપાલે ચિંતા માં કહ્યું," તારી નિડરતા મને ગમી ...પણ
તુ આ નફફટ ને નહી પહોચી શકે..."

એને સિમ્પલી કીધું,"કોલેજ માં ફેન્ડસ માં કોમેન્ટ મજાક મસ્તી બધું ચાલે પણ આટલી હદે.......ના જ ચાલે.....પડશે એવી દેવાશે....સર..."

પ્રિન્સીપાલ પણ થોડા ટેન્શનમાં થી બહાર આવ્યા પણ જે ઘટના બની એનું ભવિષ્ય અનુભવી હોવાના નાતે જોઈ શકતા હતા..

"વેલ.....કંઈ તકલીફ માં મુકાય તો મારી કેબીન માં without permission તુ આવી શકે છે.."

"thank you so much sir..."

"what is your name?"

"અપેક્ષા ઠક્કર" સ્મીત સાથે જવાબ આપ્યો..


(વધુ આવતા અંકે)