Bachelor Life - 4 books and stories free download online pdf in Gujarati

બેચલર લાઈફ - ૪

"બ્રાઝિલ......લા......લા...........લા......લા......"

"બેબી બ્યુટીફુલ કર ગઈ............."

"તેરે સંગ યારા.......આ....આ...."

વગેરે જેવા પાર્ટી સોંગ ડી.જે. ના સૂરમાં રેલાાઈ રહ્યા હતા.




એક એક્ટિવા પાર્કિંગ માં ઉભી રહી વૈદિક અને મલ્હાર પાર્ટીવેર લૂકમાં એન્ટર થયા.
સંજય અંદર જ હતો.
બંનેએ જોયું સંજયની આજુબાજુ ૧૦ જેટલા સીનીયરો હતા.અને સંજય ફ્રેશર્સની મજા લેતો હતો.
એટલામાં મલ્હાર નો વારો આવ્યો.
મલ્હાર ને કીધું,"પેલી છોકરી જોડે જઈને વાત કરે."

મલ્હારે કોઇ દિવસ આવી રીતે વાત કરી નહોતી એટલે થોડો અન્કમફૅટેબલ ફીલ થયું પણ જઈને જેમતેમ વાત કરીને પાછો આવ્યો.બધાએ મજા લીધી પણ ફ્રેશર્સ સ્ટુડન્ટ્સને ખબર હતી કે આ એક પ્રકારનું રેગિંગ છે.
ત્યારબાદ જોડે ઉભેલા વૈદિક ને એ જ પ્રશ્ન પૂછયો.
વૈદિક એ જવાબ આપ્યો,"ના ફાવે હો આવું બધું મને....તમે કહો તો સિંહ જોડે જવું પણ ના ફાવે મને...."
બધા સિનીયરો હસવા લાગ્યા..
એટલામાં અપેક્ષા ની એન્ટ્રી થઈ.
બ્લ્યુ કલરનુ જીન્સ અને વ્હાઇટ શર્ટ અને ઉપર દુપટ્ટો અને ખુલ્લા વાળ અને હાઈ હીલ સેન્ડલ.
સીનીયર બોયઝ ટીકી ટીકીને જોઈ રહયા.

"તુ કહે એ છોકરી સાથે વાત કર....પણ વાત તો કરવી પડશે..."
વૈદિક ટેન્શનમાં આવી ગયો પછી અપેક્ષા પર નજર પડી અને કંઈક વિચારી ને કીધું,"ઓ.કે."
"કોની સાથે વાત કરીશ?"

"અપેક્ષા સાથે."

સંજય ઉભો થયો. એને લાફાવાળી વાત જાહેર થઈ જાય તો એને આબરુ જવાની બીક હતી.
"રે'વા દે....જા તું...."
____________
થોડીવારમાં અપેક્ષા સ્પીકર બાજુ સીનીયર બોયઝ અને બીજી બાજુ સીનીયર ગર્લ્સ સામે ઉભી રહી.
એક ગર્લ સીનીયરે ઈન્ટ્રો આપવા કહ્યું.
અપેક્ષાએ સીમ્પલી આન્સર માં ઈન્ટ્રો આપ્યો.
બીજી ગર્લ્સ એ પૂછ્યું,
"અક્કલ બડી યા ભેસ બડી?."

"અગર ઈન્સાન સે પૂછોગે તો કહેગા અક્કલ બડી ઔર જાનવર સે પૂછોગે તો કહેગા ભેંસ બડી."

બધી સીનીયર હસવા લાગી પણ અપેક્ષા નો એટલો સોલીડ આન્સર હતો કે મજાક કરવા માં મજાક થઈ જાય એવી હતી.
"ઓ.કે. યુ કેન ગો."

ના હજી રેગિંગ બાકી છે બોલતા સંજય અપેક્ષા સામે આવ્યો.
"આટલાથી ના ચાલે......હજી બાકી છે."

એટલામાં અપેક્ષા અને સંજયના કલાસના બધા ગભરાઈ ગયા. હવે બબાલ થશે.

અપેક્ષા એ કીધું,"બોલો."

"ડાન્સ કરવો પડશે તારે...."

બધા ગુપસુપ કરવા લાગ્યા કે હવે ફરીથી બબાલ થશે.
પણ એવું કંઈ ના થયું.અપેક્ષાએ ડી.જે. વાળા ને શિવતાંડવ નું ગીત મુકવા કીધું અને અપેક્ષા એ વાળની સેન્ડલ સાઈડમાં નીકાળીને ખુલ્લા વાળ ની પોની વાળી શિવતાંડવ ચાલું કર્યું બધા રીતસરના મોઢામાં આંગળા નાખી ગયા અને યોગ્ય સ્ટેપ આવે ત્યારે આંખો ફાડીને ગુસ્સાવાળા હાવભાવ સાથે એનું શિવતાંડવ કરતી વખતનું સ્વરૂપ એટલું બધું વિકરાળ લાગતું હતું વળી એમાં ય પાર્ટી ની ઝબુક ઝબુક થતી લાઈટમાં એ બહું ડરાવણી લાગતી હતી.
શિવતાંડવ પુરું થયું.
બધાએ જોરદાર તાળીઓ પાડીને અપેક્ષા ને વધાવી લીધી અને સંજય પણ પોતાની જાતને તાળી પાડતા રોકી ના શક્યો. પણ એ અપેક્ષા નું જે લેવલ સમજીને એના ઉપર એ કબીરસિંહ મુવીની જેમ પોતાનો જે હાઉ ઉભો કરવો હતો એ કરી ન શકયો એમ પણ એ વખતે કોલેજ ના પ્રોફેસરોને પણ ઇન્વાઇટ કરેલા હતા એટલે અત્યારે કંઈ અજુગતું થાય એવું એ ઈચ્છતો નહોતો.

એટલામાં અપેક્ષા એ માઈક હાથમાં લીધું.
"I know કે મને એકલીને જ ડાન્સ કરવા માટે ફરજ પાડવામાં આવી છે. નો પ્રોબ્લેમ but ફ્રેન્ડ માં હસી મજાક મનેય નહીં બધાને ગમે છે પણ એ હસી મજાક એટલી હદે ના થઈ જાય કે uncomfortable feel થાય.એનુ ધ્યાન રાખવું જોઈએ."
સમજવા વાળા સમજી ગયા.
સંજયને ખૂબ પસ્તાવો થયો.
સંજયે આગળ આવીને અપેક્ષા ને કીધું,"સોરી"

અપેક્ષા-" it's ok"
અપેક્ષા એક જગ્યા શોધીને ઉભી રહી.
કલાસમેટ નો અપેક્ષા માટે નું જે thinking હતું એ બદલાઈ ગયું હતું અને એના કલાસમેટ એની પાસે જવા લાગ્યા અને શિવતાંડવ ના વખાણ કરીને અપેક્ષા સાથે વાત કરવાનું બહાનું શોધવા લાગ્યા.
જોતજોતામાં તો અપેક્ષા છવાઈ ગઈ.
આખી કોલેજમાં એના શિવતાંડવના વીડિયો ને ફેસબુક પર લાઈક મળવા લાગી જોતજોતામાં તો એ ફેમસ થઈ ગયી એટલું જ નહીં એના ફેસબુક પર ૪૦૦ જેટલા ફ્રેન્ડસ પણ વધી ગયા હતા.

(અત્યાર સુધી નું લખાણ તો ઈન્ટ્રોડકશન જેવું હતું.
હવે વાંચો આગળના ભાગમાં....)



બીજા રસપ્રદ વિકલ્પો