સમીર અને સાહિલ બન્ને તેમની ઓફિસમાં બેઠા હતા.તેઓ તેમને મળેલા કેસોના લીધે ખુશ હતા અને તેના એક કેસ પર કામ કરી રહ્યા હતા.ત્યાં જ ફોન વાગે છે.સમીરફોન ઉપાડે છે.
સમીર : હેલો.હ કોણ?
ફોનમાંથી : હું સમીર અને સાહિલ ડિટેકટીવ એજન્સીમાં વાત કરી રહ્યો છું.
સમીર : હા.હું સમીર બોલું છું.તમે કોણ?
ફોનમાંથી : હું ઇન્સ્પેક્ટર જાડેજા બોલી રહ્યો છું.
સમીર : (થોડો ગંભીર થતા) હા બોલોને સર.
ઇન્સ્પેક્ટર જાડેજા : આજકાલ તમે બહુ બધા કેસ સોલ્વ કરી રહ્યા છો અને પોલીસના કામમાં અડચણ ઉભી કરો છો.
સમીર : પણ સર....
ઇન્સ્પેક્ટર જાડેજા : (તેને વચ્ચે જ અટકાવતા) (થોડા ગુસ્સે સાથે ) માત્ર હું બોલીસ અને તું સાંભળીશ.તમારા લીધે કમિશનર અમને સંભળાવી રહ્યા છે. તમે તમારી હદમાં રહો નહિ તો તમારું લાઇસન્સ કેન્સલ કરી દઈશ.દરેક ચોરને પકડવાની તમારે કોઈ જરૂર નથી.
આટલું કહી ઇન્સ્પેક્ટર જાડેજા ફોન મૂકી દે છે.સાહિલ રીસીવર નીચે મૂકી દે છે.સાહિલ તરત જ પૂછે છે.
સાહિલ : કોનો ફોન હતો?
સમીર : ઇન્સ્પેક્ટર જાડેજાનો.
સાહિલ : શું કહ્યું?
સમીર : તેણે આપણને ઓછા કેસ સોલ્વ કરવા કહ્યું છે.નહિ તો એ આપણું લાઇસન્સ કેન્સલ કરી દેશે.
સાહિલ : પણ આપણે તો એ જ કેસ સોલ્વ કર્યા જે લોકોએ આપણને આપ્યા અને એ આ રીતે આપણું લાઇસન્સ કેન્સલ ના કરી શકે.
સમીર : તું ચિંતા ના કર.આપણું લાઇસન્સ કેન્સલ નહીં થાઈ.કેમ કે અક્ષયની કમિશનર સાથે ઓળખાણ છે અને એટલે જ આપણને આ ડિટેકટીવ એજેનસીનું લાઇસન્સ આટલી જલ્દી મળી ગયું છે.એટલે તું ચિંતા ન કર.
સાહિલ : ઠીક છે.
સમીર : ચાલ હવે કામમાં ધ્યાન દે.
બન્ને ફરીથી કામ શરૂ કરી દે છે અને ત્યાં ફરીથી ફોન વાગે છે.
સાહિલ : ફરી ઇન્સ્પેક્ટર જાડેજાનો તો ફોન નહિ હોય ને?
સમીર : અરે તું ચિંતા ન કર અને મને હજુ ફોન તો ઉપાડવા દે.
સાહિલ : હા હા જલ્દી ઉપાડ.
સમીર : (ફોન ઉપાડે છે અને ફોનમાં) હા કોણ બોલે છે?
અક્ષય :હા હું અક્ષય બોલું છું.તમે બન્ને જલ્દીથી મારી ઓફિસ પર આવી જાવ.થોડું ખાસ કામ છે.
આટલું કહી અક્ષય ફોન મૂકી દે છે.
સાહિલ : કોનો ફોન હતો?
સમીર કંઈક વિચારી રહયો હતો તે સાહિલને જવાબ નથી આપતો.
સાહિલ : (થોડા મોટા અવાજમાં) કોનો ફોન હતો કહીશ?
સમીર : અક્ષયનો ફોન હતો.તેણે આપણને બેયને જલ્દી તેની ઓફિસે બોલાવ્યા છે.કઈક ખાસ કામ છે એમ કહ્યું.
સાહિલ : તેને એવું તો શું ખાસ કામ હશે?
સમીર : એ જ તો હું વિચારતો હતો.
સાહિલ : ક્યાંક ઇન્સ્પેક્ટર જાડેજા આપણી ફરિયાદ લઈને તો ત્યાં નહિ ગયા હોય ને?
સમીર : શુ તું પણ ક્યારનો મંડી પડ્યો છે.તેને રો એ પણ ખબર નહિ હોય કે આ અક્ષય મહાજનની મદદથી આપણી એજન્સી ચાલે છે.
સાહિલ : તો શુ કામ હશે?
સમીર : હવે એ તો ત્યાં જઈને જ ખબર પડે ને.
સાહિલ : હમમમ...
સમીર : હા તો જલ્દી ચાલ.
બન્ને અક્ષયની ઓફિસે જવા માટે નીકળે છે.
થોડી વાર પછી અક્ષયની ઓફિસે પહોંચી જય છે.ત્યાં પહોંચતા જ ચોકીદાર તેમને અક્ષયની ઓફિસ સુધી લઈ જાય છે.
ઓફિસનો દરવાજો ખુલતા જ બન્ને આચર્યમાં પડી જાય છે અને બન્ને ખુલી આંખે સામેનું દ્રશ્ય જોતા જ રહી જાય છે.
શુ હશે એવું તો અક્ષયની ઓફિસમાં કે બન્ને આ રીતે જોતા જ રહી ગયા?
શુ થશે હવે આગળ?
શુ આ તે બન્ને માટે કોઈ મોટો કેસ હશે?
શુ ઇન્સ્પેક્ટર જાડેજા ખરેખર તેમની ફરિયાદ લઈને આવ્યા હશે?
શુ તેમની એજન્સી બન્ધ થઇ જશે?
બધા જ પ્રશ્નોના જવાબ મળશે આગળના ભાગમાં.
વાંચો સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી ભાગ - ૫ થોડા જ સમયમાં.
તૈયાર રહો એક નવા જ રોમાંચ માટે.......