Featured Books
શ્રેણી
શેયર કરો

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 5

હવેથી તમે મારી વર્તનો નવો ભાગ દર બે અઠવાડિયે એક વાર વાંચી શકશો.મયલબ કે મહિના માં બે વખત તમને મારી વાર્તા વાંચવાનો મોકો મળશે.


તમારા અભિપ્રાય મને જરૂરથી જણાવો.મારી કોઈ ભૂલચુક થતી હોય તો મને માફ કરવા નમ્ર વિનંતી.

તો હવે આજનો ભાગ વાંચો.


તો જેવા જ સમીર અને સાહિલ જેવા અક્ષયની ઓફિસમાં જાય છે તો ત્યાં એક ઇન્સ્પેક્ટર બે હવલદાર અને પોલિસ કમિશનર બેઠા હોય છે.

સાહિલ : નક્કી એક ઇન્સ્પેકટર જાડેજા જ હોવા જોઈએ અને આપણી ફરિયાદ કમિશનર પાસે કરી હોવી જોઈએ.

(સાહિલને તો બહુ બીક લાગતી હતી.તે તો વિચારતો હતો કે ક્યાં તે અહીં આવી ગયો.)

સમીર : તું શાંતિ રાખીને બેસ ને.

સાહિલ : હા હો..

ઈનસ્પેકર જાડેજા : (સમીર પાસે આવીને) હું ઈંપેક્ટર જાડેજા.સોરી મેં તમારી સાથે બરાબર રીતે વાત ન કરી.મને ખબર ન હતી કે તમારી સાથે અક્ષય સર પણ છે.

સમીર : ઠીક છે.પણ અમને અહીં કેમ બોલાવ્યા છે?

અક્ષય : એક કેસ સોલ્વ કરવા માટે.

સાહિલ : કેવો કેસ?

અક્ષય : મારી ઓફિસમાં કાલે રાત્રે ચોરી થઈ છે.તમારે ચોરને શોધવાનો છે.

સમીર અને સાહિલ : હેં શુ?

અક્ષય : હા.

સમીર : ઓકે તો હવે કામ ચાલુ કરીએ?

સાહિલ : ચાલો.

સમીર : અક્ષય પણ તમારી ઓફિસમાં તો સિકયુરિટી એલાર્મ છે ને.

અક્ષય : હા છે ને.

સાહિલ : તો પછી ચોર ચોરી કરે અને એલાર્મ ના વાગે એવું કઈ રીતે બન્યું?

અક્ષય : એ વાત તો મને પણ નથી સમજાતી.

સમીર : તો ચાલો આપણે બધા જઈને ચેક કરીએ કે આ બન્યું કઈ રીતે ?

અક્ષય : મેં બધું ચેક કરાવી લીધું છે બધું બરાબર જ છે પણ કાલે કેમ એલાર્મ ના વાગ્યો તે જ ખબર નથી પડતી?કમિશનર સરે પણ પ્રયાસ કર્યો પણ તેમને કઈ ના મળ્યું.એટલે તમને બોલાવ્યા.

સાહિલ : આ તો કંઈક અલગ જ વાત થઈ.

સમીર : તમારો પાવર સપ્લાય ક્યાંથી થાઈ છે.

સાહિલ : તારે ત્યાં શું કામ છે.લાઈટ તો છે જ.

સમીર : તું ચાલ ને શાંતિથી ભાઈ.

સાહિલ : ઓકે.

બધા લોકો નીચે પાવર સપ્લાય રૂમ માં જાય છે.સમીર થોડીવાર બધું નિરીક્ષણ કરે છે. પછી,

સમીર : તામારા ઇલેક્ટરીશિયન ને બોલાવો.

ઇલેક્ટરીશિયન : બોલો,સર.

સમીર : (એક તાર હાથમાં લઈ એક જગ્યાએ ઈશારો કરીને) એલાર્મનો તાર અહીંથી કાપો.

ઇલેક્ટરીશિયન ત્યાંથી તાર કાપે છે.તો તાર માંથી વચ્ચે ચ્યુઇંગમ ચોંટેલી હોય છે.આ જોઈને બધા જ સ્તબ્ધ થઈ જાય છે.

સાહિલ : ઓ બાપ રે.....આ તો ભારે પ્લાન છે ચોરી કરવા વાળાનો.

સમીર : હા અને કામ પણ એવું છે કે પકડાય પણ નઇ

સાહિલ : તો આપડે એને પકડીશું કઈ રીતે?

સમીર : એ જ તો નક્કી કરવાનું છે.

કમિશનર : અમને તો કંઈ જ ખબર પડતી ન હતી ત્યાં અક્ષયે તમારી વાત કરી એટલે અમે તમને અહીં બોલાવ્યા.તમે બન્ને ઈનસ્પેકર જાડેજા સાથે મળી અને આ કેસ ને સોલ્વ કરો.

સાહિલ : મને તો કઈ સમજ પડતી નથી.

સમીર : તું શાંતિ રાખ.આપડે કોઈ રસ્તો ગોતી લેશું.

અક્ષય : જે કરો એ પણ આ કામ જલ્દી કરો.

બધા લોકો ત્યાંથી બહાર નીકળે છે.કમિશનર ઈનસ્પેકર જાડેજાને સમીર સાથે જવા કહીને ત્યાંથી નીકળે છે.સમીર અને સાહિલ ઈનસ્પેકર જાડેજાની સાથે પોતાની ઓફિસ પર આવે છે.

હવે શુ થશે આગળ?


હવે પછીના બધા ભાગ સોમવારે જ રજુ થશે.તો બાકીની વાર્તા પછીના સોમવારે.ત્યાં સુધી તમે વિચારો કે હવે આગળ શુ થશે......