શુ છોકરી હતી એ...? - 4 vasani vasudha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શુ છોકરી હતી એ...? - 4







( આગળનાં ભાગમાં તમે જોયું કે, પ્રણવ અને ધેર્ય બન્ને થઈને સાહિલને ખુબ હેરાન કરે છે. જુડોનાં સર ધારાને અન્ય સ્ટુડન્ટ કર્તા વધારે સમય આપે છે. 10thનાં લીધે સાહિલનો ધારા અને જુડો ક્લાસ બન્ને સાથે નો નાતો છૂટી ગયો છે. હવે આગળ...)

***






























મે ક્લાસ છોડ્યો એ જ સમયે મારા બન્ને મિત્રોએ પણ જુડો છોડી દીધું હતુ. તેમને પણ 10th હતુ માટે. 9thની exam પછી 1 વીકનાં વેકેશન પછી તરત જ 10th સરૂ થઈ ગયુ. આથી હુ ક્લાસ પર ન જ જઇ શક્યો.

આ તો કોઈવાર લાંબી રજાઓ આવે એની જ વાટ હતી. આ વર્ષે જ અમારે સેમેસ્ટર ચાલુ થયાં હતાં માટે સ્ટડીનો વર્કલોડ વધું હતો.
અમારાં ક્લાસમાં છોકરીઓ તો બોવ હતી. એવું નહોતું કે, એક પણ છોકરી સુંદર નોતી. પણ મારી નજર માં એક ય નહોતી વસતિ કારણ કે, મારી આંખોમાં તો ધારા એ જ પહેલેથી પોતાનુ આસન જમાવેલૂ હતુ.

ઘણી છોકરીઓ મારી સાથે ફ્રેન્ડશીપ કરવા માટે તલપાપડ હતી પણ હુ કેમ કરી ને તેમની સાથે દોસ્તી કરુ..? હા બુક લેવા દેવા પુરતું તો એમની સાથે બોલતો પણ એનાથી વધારે કાઈ નહીં.

મારા નવા બનેલા દોસ્તો માંથી મેહુલે મને કિધુ કે,

" એલા સાહિલ્યા, તુ આવુ કા કરે છ...? આ બધી દેખાવે તો સારી જ છે તો પછી કા તુ આઘો ભાગે છ...? તને કોઈમાં રસ નથી કે, તુ પછી છે..? "

મે નાં પડતાં કિધુ કે,

" નાં બે, એવું કાઈ નથી. આ બધીનાં થૉબડા તો સારા જ છે. પણ મને કોઈનાં પર ફિલિંગ જ નથી આવતી. "

તો એમાંથી પીયૂષ બોલ્યો,

" એલા એય આ ફિલિંગ બિલિંગમાં ન પડ ને યાર. કોઈ એકને હા પાડી દે ને. આમેય એ બધી તો તારી GF બનવા માટે તૈયાર જ છે. "

મે આર્ગ્યૂ કર્તા કિધુ કે,

" અરે યાર.."

હજુ તો હુ કાઈ વધું બોલુંએ પહેલા જ આરવે મારી વાત જ કાપી નાખી અને એણે હુકમ બાર પાડ્યો કે,

" જો સાહિલ તારે અમારી સાથે અમારાં ગૃપમાં રહેવું હોય તો એક GF હોવી જ જોઈએ. એવો અમારાં ગૃપનો નિયમ છે. એટલે.."

એની વાતમાં સુર પોરવતા બધાં એકસાથે બોલ્યા કે,

" એટલે એમ કે આવતાં શનિવાર સુધીમાં તારી પાસે GF તો હોવી જ જોઈએ. જો તારી પાસે GF ન હોય તો તારો ગૃપ માંથી બહિષ્કાર કરવામાં આવશે.."

હુ મનમાં વિચારતો હતો,

આવુ તો કાઈ હોતું હશે..? હુ અહીં ભણવા માટે આવ્યો છું. GF બનાવા માટે નહીં..

પણ આ વાત હુ કોને કહુ..? અને કહુ તો પણ તેઓ કાઈ મારુ માનવાના હતાં..?!! મે નક્કી કર્યું કે, એવી કોઈ છોકરીને GF બનાવી છે જે મને ભણવા દે, ખર્ચો ઓછો કરાવે અને મારી GF કર્તા મારી દોસ્ત બનીને રહે. મે ક્લાસમા પહેલીવાર બધી છોકરીઓને ધ્યાનથી જોઇ. જોવાથી તો કાઈ ખબર ન જ પડે..? આ માટે મે મારા મિત્રો પાસે થોડી મોહલત માંગી કે જેથી હુ એકને પટાવી શકુ.

એક અઠવાડિયું ભણવાની સાથે સાથે મે છોકરીઓ પર પણ ફોકસ કર્યું. એક છોકરી આવી મારી નજરમા. એમ તો એને પઠાકૂ કહી શકાય. દેખાવમાં પણ સારી હતી અને થોડીક તેં ધારા જેવી હતી. કોઈ છોકરો થોડી પણ છેડતી કરે તો મો તોડી લે એવી હતી. મે એને જ મારી GF બનાંવાનું નક્કી કર્યું.

એક દીવસ બ્રેકનાં સમય પછી હુ ક્લાસમાં ગયો તો એ કોઈ સબ્જેક્ટનું સ્ટડી કરતી હતી. હુ એની બાજુમાં ગયો અને કિધુ,

" તમે બ્રેકમા નથી ગયા..?? "

પેલા તો એણે મારી સામે જોયું અને પછી પાછી લખતા લખતા જ બોલી,

" આપનાંથી મતલબ કાઈ..? "

એટલે મે પણ કહી જ દીધું,

" આતો આપને અહીં એકલા સ્ટડી કર્તા જોયા એટ્લે પુછ્યું. આપને ન ગમ્યું હોય તો હુ આ ચાલ્યો મારી બેન્ચ પર. "

એ બોલી,

" કાલે મેથ્સનાં દાખલા કરાવેલા હતાં તો મને થયુ થોડા સોલ્વ કરી લવ એટલે નાસ્તો પતાવીને હજી બેઠી જ છું. "

મે કહ્યુ,

" if you don't mind , હુ અહીં બેસી શકુ..? "

એણે આંખોથી જ બેસવાનું કહ્યુ એટ્લે હુ બેઠો. તેં એક દાખલામા અટવાતિ હતી એટલે મે કહ્યુ,

" લાવો હુ સોલ્વ કરી દવ. "

પેલા તો એણે નાં પાડી પણ બે ત્રણ પ્રયત્ન પછી એણે મને બુક આપી. મે એક બે પ્રયાસ પછી સોલ્વ કરી નાખ્યો. એણે મને thanks કિધુ. મે એને પુછ્યું,

" તમારુ નામ લિઝા છે ને..? "

એણે હા પડતાં કહ્યુ કે,

" અને તમે કદાચ સાહિલ છો..right..? "

મે હા પાડી ને હાથ હાથ લંબાવી ને પુછ્યું કે,

" અરે સાંભળો, કાઈ ગલત ન સમજશો. મારા મિત્રો એ મને એક વીકનો સમય આપ્યો છે એક GF બનાવા માટે. એમને કોણ સમજાવે કે, હુ અહીં ભણવા આવ્યો છું GF બનાવા માટે નહીં. કદાચ તુ મને સમજી શકીસ એટ્લે જ તને કિધુ. "

એણે હાથ મિલાવીને હસીને હા પાડી. મે એને સીધુ જ પુછી લેવાનું નક્કી કર્યું,

" give me a one fever please. "

લિઝાએ હા પાડી એટલે મે ચોખ્ખું જ કિધુ,

" શુ આ 10th માટે તમે મારી GF બનશો..? "

લિઝા એ ગુસ્સા સાથે પુછ્યું,

" What..? "

(ક્રમશ**)

***************************************

માફ કરજો મિત્રો આ ભાગ મોડો પ્રકાશિત કર્યો એ માટે પરંતું નવો ભાગ ખૂબ ઝડપથી આવી જશે.

તમને શુ લાગે છે...? લિઝા સાહિલનું પ્રપોઝલ સ્વીકારશે...? ધારાનું શુ થસે..? આખરે સાહિલ નાં મનમાં છે શુ...?