Shu chhokri hati ae ? - 1 books and stories free download online pdf in Gujarati

શુ છોકરી હતી એ...? - 1

આ રક્ષાબંધનનાં દિવસે મને એની યાદ આવી ગઇ. શુ છોકરી હતી એ..?!! સબંધો કેવી રીતે નિભાવવા...? કોઈ તૂટતાં સબંધને કેવી રીતે સંભાળવો...? કોઇના પ્રેમને યોગ્ય રીતે સમજીને પ્રતિભાવ કેવી રીતે આપવો...? આવી બધી વાતો મને એની પાસેથી શીખવા મળી છે. સાચે જ શુ છોકરી હતી એ...?!!


**


મને યાદ છે, એને પહેલી વાર જોઇ ત્યારે હુ 8માં ધોરણની ફાઇનલ એક્ઝામ દઇને ઘરે આવ્યો હતો. બાલ્કનીમાં ઉભો હતો... આજુબાજુનાં નજારાને નીખરતો ઉભો હતો...ત્યાં જ મે એને જોઇ હતી. રસ્તા પર વળાંક વળતા એણે સાયકલની ઘંટડી વગાડી હતી અને ત્યારે જ મારુ ધ્યાન તેનાં તરફ ખેચાયું. શુ છોકરી હતી એ...?!!


નાનો એવો સુંદર ચહેરો, નાની નાની આંખો અને આંખો પર રિમલેસ સ્પેકસ, વાળને સુંદર રીતે પોનીટેઇલમાં બાંધેલા. એને જોતાં બસ જોતાં જ રહિએ એવું લાગ્યા કરે..! મે સતત ત્રણ દીવસ એને જોઇ. પછી જેવી રીતેએ અચાનક જોવા મળેલી એવી જ રીતે અચાનક ગાયબ પણ થઈ ગઇ.


મારી સ્કૂલની એક્ઝામ પુરી થતા હુ પાછો મારા જુડોક્લાસમાં જવા લાગ્યો. મને જુડોનાં ક્લાસની આદત પડી ગઇ હતી. મને ક્લાસમાં એટલી જ મજા આવતી, જેટલી મજા બીજા છોકરાઓને એ સમયે રમત રમવામાં આવતી હોય..!


કેટલા દીવસ પછી ક્લાસમાં ગયો હતો.. માટે બધાં જ ફ્રેડલોકો મને વીંટળાઈ ગયા. સરે પણ મને કહ્યુ ખરાં કે,

" સારુ થયુ સાહિલ, તુ વેલા આવી ગયો. આવતાં સોમવારથી જ આપણે અહીં સમરકેમ્પ સ્ટાટ થવાનો છે. માટે મારે સિનિયર સ્ટુડન્ટની મદદની ખૂબ જ જરુર હતી. "

મે પણ કહ્યુ,

" અરે સર હવે તો એક્ઝામ પુરી થઈ ગઇ છે માટે હુ રેગ્યુલર જોઈન્ટ કરી લેવાનો છું. "

સરે કહ્યુ,

" Good "

અને next સોમવારથી જ પેલો સમરકેમ્પ ચાલુ થઈ ગયો. કેમ્પમાં મે પેલી સાયકલ વાલી છોકરીને જોઇ. પહેલા તો મને મારી આંખો પર ભરોસો જ ન થયો કે, આ એ જ છોકરી છે કે બીજી કોઈ..?
પણ રજામા તેની એ સાયકલ અને તેની ઘંટડીનો અવાજ સાંભળીને હુ આંનદથી નાચી ઉઠ્યો. આ એ જ છોકરી હતી જેને મે બાલ્કની માંથી જોઇ હતી.


પણ મને એક વાતની ખૂબ જ નવાઈ લાગી. તેં જ્યારે પણ ક્લાસમાં આવે ત્યારે તેનાં નાક પર ગુસ્સો જ જોવા મળે અને તેનાં ચહેરા પર એક સખ્તાઈ હોય. ખબર નહીં, શા માટે તેં આટલી ગુસ્સામાં રહેતી હશે. કદાચ તેનાં આ ગુસ્સાનાં લીધે જ છોકરાઓ તેનાથી દુર રહેતાં હશે...!?!


સમરકેમ્પ વાળા સ્ટુડન્ટને તો હંમેશા સર જ પ્રેકટીસ કરાવતા જ્યારે બાકીના રેગ્યુલર સ્ટુડન્ટને ટિમમાં વહેંચીને પ્રેકટીસ કરાવતા. આ એક મહિનો તો મારે મારી પોતાની કાઈ જ પ્રેકટીસ ન થઇ કારણ કે, હુ હંમેશા જુનિયરને જ પ્રેકટીસ કરાવતો હોવ. અને એમ જ એ એક મહિનો પૂરો થઈ ગયો. આટલા સમયમાં મને એ સાયકલ વાળી છોકરીના નામ સિવાય કાઈ પણ જાણવા ન મળ્યું. એનું નામ હતુ - ધારા


**


હવે તો સમરકેમ્પ પૂરો થયો એટલે એ હવે તો નહીં આવે એવું મને લાગતું હતુ. પરંતુ એક વીક પછી તેં આવી તેને ક્લાસ જોઈન્ટ કરવા હતાં. તે સમય પહેલા આવીને પ્રેકટીસ કરતી અને રજા પડતાં જ વહેલા નીકળી પણ જતી. ખબર નહીં શા માટે પણ સતત એક મહિના સુધી સર જ તેને પ્રેકટીસ કરાવતા...? અમને કોઈને તેની નજીક પણ ન ફરકવા દેતા...!


આખરે એક મહિનાના અંતે તેને સરે સિનિયર ગૃપ સાથે પ્રેકટીસની પરવાનગી આપી. અલબત્ત સરની નજર સતત તેનાં પર જ રહેતી. અમે કાઈ થોડીક આડી અવળી મસ્તી કરીએ એટલે અમારું આવી જ બનતું અને ધારાને અમારાથી દુર રહેવા જ કહેતાં.


**


ઘણીવાર રજામાં અમે બધાં મિત્રો ઉભા રહેતાં અને વાતો એ વળગતા. અફકોર્સ અમે કાઈ સુધરેલા છોકરાં તો હતાં નહીં..! એનો મતલબ એવો પણ નથી કે અમે બગડેલા હતાં, પરંતું એક છોકરાઓ તરીકેની અમારી ભાષા અને વાતો જરૂરથી બગડેલી લાગી શકે...અમુક સભ્ય સમાજને...

હા, તો એક દીવસ અમે બધાં મિત્રો ઉભા રહિ ને વાત કર્તા હતાં. ત્યાં જ ધેર્ય બોલ્યો,

" યાર પ્રણય, Qઆ નવો આવેલો માલ બોવ મસ્ત છે નય...?!! "

પ્રણય : તારી વાત તો સાચી છે હો ધેર્ય. તારુ શુ કહેવું છે સાહિલ્યા..? "

એટલે મે કિધુ,

" અરે યાર, પહેલા તો તમે બધાં એને માલ કહેવાનું બંધ કરો. "

ત્યાં ધેર્ય બોલ્યો,

" કેમ એલા તારી બહેન છે કે શુ..? "

એટલે હુ ભડક્યો. મે ગુસ્સામાં કહ્યુ,

" એ હવે, બેન હશે તારી. એ તો મારી જ થશે. એને પહેલીવાર જોઇ ત્યારથી જ હુ ફ્લેટ થય ગ્યો હતો. "

પ્રણય : એય સાહિલ્યા, તેં અમને કાઈ કિધુ કેમ નય...? એનાં પર તો અમારો પણ હક બને છે. અમે ય એને પહેલીવાર જોઇ ત્યાંથી ફ્લેટ જ થય ગયા હતાં હો.

મે કિધુ ,

" અરે યાર, મે એને અહી ક્લાસ સિવાય પણ પેલા જોઇ હતી પણ એનો પતો નોતો લાગ્યો. "

ધેર્ય : એલા જા જા, બોવ આવ્યો પતો લગાવવા વાળો. અમારી સામે આવી વાતો ન બનાવ.

પ્રણય : સાચી વાત છે ધેર્ય ની તુ આવો ગપગોળા ન ફેક.

આખરે મે કંટાળીને કહ્યુ કે,

" તમારે ન માનવું હોય તો કાઈ નય હો. આપણે ત્રણેય લંગરીયૂ નાખશુ. જેનો પેચ લાગે એનાં નશીબ. "

તો તરત જ એ બેય સાથે બોલ્યા,

" હા હા, કેમ નય..! આપણે ત્રણેય નશીબ અજમાવીએ. એ જેને અપનાવે એ એની અને બાકીનાની એ ભાભી...! "

હુ તરત જ બોલ્યો,

" મને મંજુર છે, ભાભી તો એ તમારી જ બનશે જોઇ લેજો ને...! "

બસ એ દિવસે અમે એવી જ વાતો કરીને છુટા પડ્યા. અંદરખાને તો અમે ત્રણેય જાણતા હતાં કે, અમે જેની વાત કર્તા હતાં એ દીવા ની જ્યોત જેવી છે - જેની નજીક જતા દજાય પણ ખરાં...


**


આખરે એ દીવસ પણ આવી ગયો જ્યારે સરે મને તેને શીખવવાનું કહ્યુ. હુ ખૂબ જ રોમાંચિત હતો. કારણ કે, હુ એ છોકરી સાથે વાત કરવાનો હતો જે મને પહેલી નજરમાં જ ગમી ગઇ હતી. તેને હુ શીખવાડતો છતા તેનાં ચહેરા પરનાં ગુસ્સાને જોઈને મને જ બીક લાગતી, ક્યાંક આ છોકરી કાઈ સંભળાવી ન દે અથવા તો સરને કમ્પલેઇન ન કરી દે...!!


મે એને એક સ્ટુડન્ટની જેમ જ ટ્રીટ કરી. રજામાં સરે મને બોલાવ્યો. મને આશ્ચર્ય થયુ, મારુ વળી સરને શુ કામ પડે...? સરે મને કહ્યુ,

" સાહિલ એક ટુર્નામેન્ટ છે સ્ટેટ લેવની. તારે પાર્ટ લેવો હોય તો મને 2 દીવસમાં જવાબ આપજે. "

હુ એટલો તો મૂરખ ન જ હતો કે આવી સ્ટેટલેવલ ની ટુર્નામેન્ટને હાથમાંથી જવા દવ. મે તરત જ સરને હા પાડી દીધી. મે હવે મારુ બધુ જ ધ્યાન ટુર્નામેન્ટમાં લગાવી દીધું. એવું ન હતુ કે ટુર્નામેન્ટનું મને એક ને જ કહેવામાં આવ્યુ હોય. ધેર્ય અને પ્રણવને પણ કહ્યુ હતુ. પ્રણયને સ્કૂલની એકઝામ હતી માટે તે નહોતો આવવાનો. ધેર્ય હતો મારો સાથ દેવા માટે.


આખરે બે અઠવાડિયા પછી અમે રમવા માટે ગયા. હુ એક પછી એક રાઉન્ડ જીતતૉ ગયો. અને આખરે સેમિફાઇનલમાં હુ જીતી ગયો. મારા માન્યામાં ન્હોતું આવતું કે હુ જીતી ગયો છું. ધેર્ય પણ એની વેઇટ કેટેગરીમાં સેકન્ડ no. પર હતો. અમે મેડલ લઇને પાછા આવી ગયા.


હવે ક્લાસ પર અમારી અલગ જ ઈમ્પ્રેસન હતી ! બધાં અમારાં ગુણગાન ગાતા ન થાકતા. એમા ધારા પણ આવી જાય. એ મારાથી ઈમ્પ્રેસ હતી. હા હવે અમારી વચ્ચે વાતચિત્ત કરવાની શરૂઆત થય હતી. હવે તો એ પણ કોઈ કોઈવાર અમારી સાથે રજામાં ઊભી રહેતી. એનાં લીધે અમે પહેલાંની જેમ ખુલીને વાતો ન કરી શકતા. પરંતું એની સાથે મજા આવતી.


**


આમને આમ સમય વીતતો ચાલ્યો. એક દીવસ રજામાં એ આવી અને બેગ માંથી કૈક કાઢતા બોલી કે,

" આજ તો તમારાં બધાં માટે કૈક ખાસ છે. "

અમને થયુ, કાલે ઓગષ્ટનો ફર્સ્ટ સન્ડે છે એટલે ફ્રેન્ડશીપ બેલ્ટ લાવી હશે. પણ એણે બેગ માંથી રાખડી કાઢી. અમે ત્રણેય થોડીવાર તો એકબીજા ની સામે જ જોઇ રહ્યાં...

(વધું આવતાં અંકે...)


********************************


તમને શુ લાગે છે...? શુ થશે આગળ...? ધારા એ ત્રણેયને રાખડી બાંધી દેશે કે પછી એ ત્રણેય કોઈ બહાનું કરી ને છટકી જશે....?

તમે તમારાં પ્રતિભાવો મને જરુરથી જણાવજો. મને તમારાં પ્રતિભાવો વાંચવા ગમશે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED