એના દાદુએ મને ઘરમાં લીધો.. ઘરની ઓસરીમાં જ દીવાલ પર એક સુખડનો હાર ચડાવેલ ચાહતનો એક સુંદર ફોટો હતો..
એ ફોટા પાસે જઈ મેં એ ફોટામાં રહેલા એ સુંદર ચેહરાને સ્પર્શ કર્યો ને એ સ્પર્શની સાથે જ જાણે મારી આસપાસ કેટલાક ધૂંધળી ધૂંધળી યાદો તરવરવા લાગી.. હું મારું માથું પકડી સોફા પર બેસી ગયો...
અંકલે મને પાણી આપ્યું..
પછી થોડો સ્વસ્થ થતા એણે કહ્યું.
''ચાહત મારી પૌત્રી હું એનો દાદાજી થાવ.. આજથી ચાર વર્ષ પહેલાં.. એ એક જયદેવ નામના છોકરા પ્રેમ કરતી હતી..
જયદેવ એના નાનપણનો મિત્ર સમય રહેતા ક્યારે એમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ના રહી.. ચોરી છુપે એ બન્ને ગામની બહાર આવેલા જુના મંદિરમાં મળતા.. એકબીજાની સાથે એકબીજામાં ખોવાઈ, નવી જિંદગીના નવા સપનાઓ ગૂંથતા..
પણ એક દિવસ ચાહતના પિતાએ ચાહતના લગ્ન એના એક વિધુર મિત્ર અરજણની સાથે ગોઠવી નાખ્યા..
ચાહતને આ લગ્ન મંજુર નોહતા એટલે એણે જયદેવને પત્ર લખ્યો અને પત્રમાં જણાવ્યું કે મારા બાપુ મારી મરજીવિના મારા લગ્ન બીજે કરાવી રહ્યા છે.. તું આવ અને મને તારી સાથે ભગાવી જા.. હું તારા વિના નહીં જીવી શકું.. જો તું ના આવ્યો તો મારવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં બચે..
ચાહતનો પત્ર મળતા જ સમાજની ચિંતા કર્યા વિના જ જયદેવ ચાહતને લગ્નના મંડપમાં થી ભગાડી ગયો..
એ પછી એક અઠવાડિયામાં જ અરજણ અને એના માણસો એ બન્નેને શહેરમાં થી પકડી લાવ્યા.. અને ચાહતની નજર સામેથી જયદેવને મારી ગામની બહાર એક તળાવમાં ફેંકી દીધો..
એ પછી ફરી ચાહતના અરજણ સાથે લગ્ન ગોઠવાયા.. પણ લગ્નને દિવસે જ ચાહતે છતમાં લટકીને ફાંસી ખાઈ લીધી..''
દાદુના મોઢે આ બધી અતીતમાં ભુલાયલી એક એક ઘટનાઓ સાંભળતા જ મારી સામે જાણે મારો આખો ભૂતકાળ આવી ગયો..
હું જ જયદેવ પટેલ ચાહતનો પ્રેમી.. એ વખતે હું જ મંડપમાં થી મારી ચાહતને ભગાવી ગયો હતો..
રાજકોટ આવી મારા મિત્ર પરેશની હાજરીમાં અમે સાદાઈથી કોર્ટ મેરેજ કરી લીધા..અને પછી એના જ એક ખાલી ફ્લેટમાં અમે પતિપત્ની તરીકે રહેવા લાગ્યા..
* * *
એક દિવસ અરજણ અને એના કેટલાક માણસો જીપ ભરાઈ આવ્યા અને જબરદસ્તી મને અને ચાહતને પોતાની સાથે લઈ ગયા..
એના ગામની બહાર આવેલ એક તળાવ પાસે ચાહતની નજર સામે એ લોકોએ મને જાનથી મારી એ તળાવમાં ફેંકી દીધો..
પણ મારા શ્વાસ ચલતા હતા.. હું મર્યો નોહતો.. હું જીવતો હતો..
મને જ્યારે હોશ આવ્યો ત્યારે હું એક સ્થાનિક હોસ્પિટલમાં ભરતી હતો.. મને ત્યાં લાવનારનું કહેવું હતું કે હું એમને પાણીમાંથી ખૂબ જ ઘાયલ અવસ્થામાં મળ્યો..
એ વખતે મારા માથામાં ખૂબ ઇજા થયેલી જેના કારણે હું મારી સંપૂર્ણ યાદસ્ત ગુમાવી ચુક્યો.. મને તો એ પણ યાદ નોહતું કે હું અહીંયા હોસ્પિટલમાં કેવી રીતે પોહચ્યો..
એ પછી એક નવા નામ 'જય' સાથે મેં નવી જિંદગી શરૂ કરી..
પણ આજે અચાનક જ મારો અતીત, મારો ભૂતકાળ, મારો પ્રેમ મારી આંખ સામે આવીને ઉભો રહી ગયો..
મેં એના દાદુને બધી જ હકીકત જણાવી કે ચાર વર્ષ પહેલાં મારી સાથે શુ બન્યું હતું અને અત્યારે આ એકવર્ષમાં શુ શુ બની ગયું.. એ બધું જ કહ્યું.. દાદુને મારી વાત પર વિશ્વાસ જ નોહતો આવતો..
એ પછી હું દાદુની રજા લઈ નીકળી પડ્યો.. મારા પ્રેમની શોધમાં..
એ જ તળાવને કાંઠે જ્યાં અમને બન્ને ને અલગ કરવામાં આવ્યા હતા..
ત્યાં પોહચી મેં મોટેથી ચાહત ના નામની બૂમ પાડી..
''ચાહત.. ચાહત.. જો તારો જયદેવ તને મળવા આવ્યો છે..ચાહત..''
અને એ સાથે જ વાતાવરણ એકદમ પવનમય બની ગયું.. ચારેકોરથી તેઝ પવન ફૂંકાવા લાગ્યો.. અને વાતાવરણ એકદમ તોફાને ચડ્યું.. આકાશમાં ચારેકોર આછું અંધારું છવાઈ ગયું.. અને એ સાથે જ પ્રેત સ્વરુપે એક આ આત્મા આવીને મારી સામે ઉભી રહી..
એ ચાહત હતી.., એ જ ચાહત જેને મેં પ્રેમ કર્યો હતો.. એ જ ચાહત જેને મારી પાછળ જીવ ટૂંકાવ્યો હતો.. એ જ ચાહત જે છેલ્લા ચાર વર્ષથી મને પામવા કિસ્મત સામે લડી રહી હતી..
આજે એને નજર સામે જોતા જ હું દોડીને એને વળગી પડ્યો..
એક માણસ અને એક આત્માના પ્રેમનું આ મિલન જ કંઈક અલગ હતું..
''ચાહત, આજે હું તને હમેશા માટે મારી બનાવી લેવા માંગુ છું..''
હું જાણતો હતો કે એક આત્મા અને એક માણસનું મિલન કોઈકાળે શક્ય નથી તેમ છતાં.. હું એની સાથે રહેવા માંગતો હતો જિંદગીભર રહેવા માંગતો હતો.. એ એક આત્મા છે એ વાતથી જાણે મને કોઈ ફરક પડતો નોહતો મેં તો બસ એને પ્રેમ કર્યો હતો.. અને આજે પણ કરતો હતો..
ચાહતે, એના પ્રેમને, મને પામી લીધો.. એ એના પ્રેમની જીત હતી..
અમારા લગ્ન તો થઈ ગયા હતા.. બસ હવેની એ રાત અમારા સ્નેહમિલનની રાત હતી..
એના હોઠ સાથે મારા હોઠ મળ્યાને અમે સ્નેહસાગરમાં ડૂબ્યા એ જ વેળાએ મારો મોબાઇલ વાગ્યો..
જાનવીના પપ્પાનો ફોન હતો.. આટલી રાત્રે અંકલે મને શા માટે ફોન કર્યો.. એમ વિચારી મેં ફોન કાન પર લગાવ્યો..
સામેથી અંકલનો રડવાનો અવાજ આવ્યો..
''બેટા.., જાનવીએ જહેર ગટગટાવી લીધું છે.. તું જલ્દી આવ.. તું જ્યાં હોય ત્યાંથી જલ્દી આવી જા..''
''જાનવીએ જહેર પીધું...? પણ કેમ..?''
એ હું નથી જાણતો પણ તું સમય બગડ્યા વિના જલ્દી આવ.. અમે અત્યારે એને રાજકોટમાં હોસ્પિટલ લઈ જઈએ છીએ તું પણ સીધો ત્યાં જ પોહચજે..''
ચાહતને રૂમમાં એકલી છોડી હું ફટાફટ મારી બાઇક લઈ નીકળી ગયો હોસ્પિટલ તરફ..
* * *
''હવે એ ખતરાની બહાર છે.. એકદમ નોર્મલ છે.. તમે એને મળી શકો છો.. ડૉક્ટરના એ શબ્દો સાંભળી મારા જીવમાં થોડો જીવ આવ્યો..
એને મળતા જ મેં સહેજ ગુસ્સામાં હું એને ખીજાયો..
''પાગલ થઈ ગઈ છે કે શું.. મરવા નીકળી હતી.. તને કઈ થઈ ગયું હોત તો..''
મારુ છેલ્લું વાક્ય સાંભળી એની આંખોમાં થી અશ્રુધારા છલકાવા લાગી..
એની પાસે બેસતા મેં એનો પ્રેમથી હાથ પકડ્યો..
ત્યાં જ મને પરેશ ના શબ્દો યાદ આવ્યાં.. 'એ તારા માટે આવી છે એ નથી ઇચ્છતી કે એની સિવાય તારી જિંદગીમાં કોઈ અન્ય છોકરી રહે.. જો તે જાનવીથી અંતર ના રાખ્યું તો એ જાનવીને જાનથી મારી નાખશે..'
આ પહેલા પણ ચાહત બે વાર જાનવી પર હુમલો કરી ચુકી છે અને આ વખતે મારા કારણે જાનવીને કઈ થઈ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું..
જાનવીનો હાથ છોડી હું ત્યાંથી જવા લાગ્યો ત્યાં જ જાનવીએ મને જતા અટકાવી મારો હાથ પકડી લીધો..
''આઈ લવ યુ જય.. હું તને બહુ જ પ્રેમ કરું છું.. હું તારા વિના નહીં જીવી શકું પ્લીઝ જય, મને આમ તરછોડી ને ના જા..''
અને એના શબ્દો સાંભળી હું રોકાઈ ગયો..
ખરેખર શું કરવું કઈ જ ખબર નોહતી પડતી.. જાનવીના પ્રેમને સ્વીકારું તો ચાહત એને મારી નાખશે અને જો નહીં સ્વીકારું તો જાનવી પોતાની જાતને ખતમ કરી નાખશે..
હું વિચારોમાં જ ખોવાયો હતો ત્યાં જ સફેદ કપડામાં એક પ્રેમાત્મા સ્વરૂપે ચાહત મારી સામે આવી ગઈ..
''જયદેવ, જાનવી તને ખરેખર બહુ જ પ્રેમ કરે છે.. એના પ્રેમને સ્વીકારી લે.. રહી વાત મારી તો હું એક આત્મા છું.. અને એક આત્મા અને એક માણસનું મિલન તો આ જન્મમાં શક્ય છે જ નહીં.. કદાચ આવતા જન્મમાં આપણે ફરી મળીએ..
અને પછી મારી સામે એક મીઠું સ્મિત વેરી એ હવામાં ક્યાંક ઓઝલ થઈ ગઈ..
એ પછી મેં જાનવી સાથે લગ્ન કર્યા.. અમારા લગ્નમાં પણ એ આવી હતી.. અને મારી પાસેથી એણે એક વચન લીધું હતું કે હું જાનવીને હમેશા ખુશ રાખીશ.. અને એને આપેલું એ વચન મેં બખૂબી નિભાવ્યું.. આજે હું અને જાનવી બહુ જ ખુશ છીએ.. અને અમને ખુશ જોઈને એ પણ ખુશ છે.. પ્રેમનો મલતબ કોઈને પામવું જ નથી હોતો.. ઘણીવાર કોઈની ખુશી માટે આપણા પ્રેમને ખુશી ખુશી છોડવો પણ પડે..
સમાપ્ત
@author.paresh