Tari chahat - 1 books and stories free download online pdf in Gujarati

તારી ચાહત - 1






હું મારી ખાસ દોસ્ત જાનવી સાથે વ્હોટ્સએપ પર ચેટ કરતો હતો ને ત્યાં જ ઉપર એક ફેસબુકની નોટિફિકેશન આવી મેં નોટિફિકેશન જોઈ તો એ કોઈ અજાણી છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી.. નામ હતું તારી ચાહત.. તમને લાગતું હશે કે આવું અજીબ નામ..! શુ કરીએ આજકાલની ફેશન છે.. કોણ પોતાના ઓરીજનલ નામે ફેસબુક આઈડી બનાવે છે.. એન્જલ પ્રિયા, પાપા કી પરી, રોમિયો રાજકોટનો, ક્યુટિપાઈ, આશિક તેરા.. જેવા ઘણા ઉપનામે આજકાલ ઘણીબધી રિકવેસ્ટો આવતી રહે છે.. એમાંય અમુક ફેક આઈડી નીકળે.. ઘણીવખત આપણે જેને પાપા કી પરી સમજતા હોઈએ એ હકીકતમાં પાપા કા પરા હોય..
પ્રોફાઈલ પિક્ચર હતી સિન્દ્રેલાની, પહેલા તો લાગ્યું કે આ કોઈ ફેક આઈડી જ હશે.. છતાં એકવખત કમ્ફર્મ કરવામાં શુ જાય છે.. એક વખત પ્રોફાઇલમાં ઘુસી અબાઉટમાં જઈને ડિટેઇલ્સ ચેક કર્યા પછી મને હાશ થઈ..
ગુજરાતીમાં નામ હતું 'તારી ચાહત' પ્રોફાઈલ પિક હતી સિન્દ્રેલા ની, ફ્રેન્ડલીસ્ટ સંપૂર્ણબ પણે હાઇડ હતું.., અને હોમટાઉન લખેલું નોહતું.. રિલેશન સ્ટેસ્ટ્સ સિંગલ બતાવતું હતું.. આમ તો.. આજકાલ જ્યાં સિંગલનું પાટિયું માર્યું હોય ત્યાં જ બધુ મીંગલ મીંગલ હોય..
છતાંય છોકરીની ફ્રેન્ડરિકવેસ્ટ હતી એટલે.. મેં એક્સેપ્ટ કરી લીધી..
એ ત્યારે ઓનલાઈન જ હતી એટલે એ જ ઘડીએ.. ઈનબોક્સમાં મેસેજ કર્યો..

હું : હાય, ચાહત..
મને લાગ્યું કે એ બાકીની છોકરીઓની જેમ જલ્દી રીપ્લાય નહીં આપે.. પણ એણે તરત જ રીપ્લાય આપ્યો.. મને તો શક ગયો.. કે ક્યાંક આ ફેક આઈડી તો નથી ને..?
એનો ટૂંકો રીપ્લાય આવ્યો
એ : હાય,
હું : તમે ગુજરાતી છો..?
આ કેવો સવાલ છે.. નામ ગુજરાતીમાં તો લખ્યું છે.. છતાંય પૂછવાનું.. પણ શું કરીએ આ છોકરાઓ નો યુનિવર્સલ પ્રોબ્લેમ છે.. ગમે એ બાબતમાં એકવાર કમ્ફર્મ તો કરશે જ..
એનો ફરી એવો જ ટૂંકો રીપ્લાય આવ્યો..
એ : હા,
હવે આગળ વાતને વધારવા મેં જ ટૂંકો ઇન્ટ્રો આપ્યો,
હું : બાય ધ વે, મારુ નામ જય છે. જય પટેલ.. હાલ રાજકોટમાં જ રહીને બી.કોમ. કરું છું અને તમે..?
એ : હું અમદાવાદની છું.. અને આજકાલ કઈ નથી કરતી..
હું : કઈ નથી કરતી મતલબ ? ( હું કઈ સમજ્યો નહીં એટલે મેં સામે સવાલ કર્યો )
એ : નવરી છું.. ભણવાનું તો ક્યારનું ખતમ થઈ ગયું અને હવે ઘરે બેસી આખો દિવસ ફેસબુક પર સમયપસાર કરું છું..
હું : તો મારી જેવા લોકો તમારા માટે સમયપસાર કરવાનું એકમાત્ર માધ્યમ છે એમ ને..?
એ : મેં એવું ક્યાં કહ્યું..
હું : મને તો એવું જ લાગે છે.. એ પછી વાતને ટાળતા મેં કહ્યું ખેર સિરિયસલી કહે ને તું શું કરે છે..
આ વખતે એણે કઈક અલગ જ જવાબ આપ્યો
એ : સિરિયસલી અને સાચું કહું તો મારું તો એક જ કામ લોકોને બીવડાવવાનું..
એની વાત સાંભળી મને ઘણું અજીબ લાગ્યું..
હું : આ વળી કેવું કામ.. ચુડેલ છો કે શું..?
એણે ત્રણ ચાર સ્માઇલી વાળા ઇમોજીસ સેન્ડ કર્યા.. મતલબ મારી વાત એણે મજાકમાં જ લીધી..
એ : ના, હું ચુડેલ તો નથી.. પણ મારો ચહેરો જ એવો છે કે જોઈને લોકો ડરી જાય..

હું : તું મારી સાથે મજાક કરે છે ને..?
એ : ના હું સિરિયસલી કહું છું..
હું : જો એવું જ હોય તો તારી પિક આપ મારે તને થોડી જોવી છે..
એણે ફરી બે ત્રણ સ્માઇલી ઇમોજીસ સેન્ડ કર્યા..
એ : થોડી શુ પુરી જ જોઈ લે.. હું તને વિડીયોકોલ કરું છું..
મારા લેપટોપ પર એનો વીડિયો કોલ આવ્યો ને મેં કોલ રિસીવ કર્યો..
મારી લેપટોપ સ્ક્રીન પર આછું અંધારું છવાયેલો એનો ખાલી રૂમ દેખાણો.. એ આસપાસ ક્યાંય દેખાતી નોહતી.. એટલે મેં બે ત્રણ વાર મેં હેલ્લો.. હેલ્લો.. કહ્યું
પણ એ થોડીવાર તો દેખાણી જ નહીં..
હું : હેલ્લો ચાહત.. ક્યાં છે તું.. પ્લીઝ સામે આવે મારે તારી સાથે વાત કરવી છે..
અચાનક જ એક વાંદરાનું એકદમ બિહામણું મોહરુ પહેરી એ મારી સામે આવી ગઈ.. અને મને ડરાવવા જ મોટેથી હાવ કર્યું..
પહેલા તો હું ઘણો જ ડરી ગયો..
એ : ડર નહીં જય, હું છું.. ચાહત..
હું : યાર તે તો મને ખરેખર બીવડાવી જ મુક્યો.. ઉતાર આ મોહરાને
એ મોટેથી હસી..
એ : તું તો સાવ ફટટુ નીકળ્યો.. હે ભગવાન શુ થઈ ગયું છે આજકાલના છોકરાઓને..
આટલું તો અમે છોકરીઓ પણ નથી ડરતી.. પછી એણે પેલું વાંદરાનું મોહરુ ઉતાર્યું.. અને હું એના એ ખુબસુરત પરી જેવો ગુલાબી ચહેરો જોતો જ રહી ગયો.. એ ચહેરો હતો કે પછી.. કોઈ શિલ્પીની સુંદર કલાકૃતિનો બેનમૂન નમૂનો.., સુંદર કાળી અણિયાળી આંખો, સુંદર અણીદાર નાક ને એની શોભા વધારતી એક નાની એવી નોઝરિંગ, ગુલાબની પાંખડીઓ જેવા સુંદર હોઠ.. ને એના ખૂણે ગાલમાં રચાતા ડિમ્પલ..
ખરેખર.. હું એની સુંદરતામાં ખોવાઈ ગયો.. એના ચહેરમાં જ કોઈ જાદુ હતો.. કે જોનારો એમાં જ ક્યાંક ખોવાઈ જતો..
એ : હવે બોલ કેવી લાગુ છું હું..?
એ કઈક પૂછતી હતી પણ હું તો જાણે એની ખૂબસુરતીમાં ખ્યાલોમાં એવો ખોવાઈ ગયો હતો કે મને વાસ્તવિકતાનું કઈ ભાન જ ના રહ્યું.. એણે બીજીવાર મોટેથી પૂછ્યું..
એ : બોલ ને, કેવી લાગુ છું..?
પણ આ વખતે પણ હું એને એમ જ ઘુરી રહ્યો હતો.. એ મારા પર ગુસ્સે થઈ..
એ : તાકવાનું છોડ અને બોલ હું કેવી લાગી રહી છું..
એનું મારા પર આમ અચાનક ગુસ્સામાં ચિલ્લાવું.. અને બીકને મારે મારુ અચાનક ફફડવું.. ને પછી મેં કેમ જાણે લેપટોપ બંધ કરી દીધું..
ખબર નહી મને શું થઈ ગયું.. કેમ હું એનામાં ખોવાઈ ગયો.. કેમ એનો એ ચહેરો જાણે કેમ મને જાણીતો ને પોતીકો લાગ્યો.. એવું લાગ્યું કે એ ચેહરાને મેં પહેલા પણ ક્યાંક જોયો છે.. કદાચ સપનાઓમાં..
* * *
બીજા દિવસે સવારે હું જાનવી સાથે ચેટ કરતો હતો ને ત્યાં એનો મેસેજ આવ્યો..
મેં મેસેજ સીન કર્યો એ લખતી હતી..
એ : સોરી જય, મારે તારા પર આમ ગુસ્સો ના કરવો જોઈએ.. પ્લીઝ મને માફ કરી દે..
કેવી છોકરી છે આ.. કાલે જોગમાયા બનીને ગુસ્સામાં મારા પર ચડી ગઈ ને આજે.. પણ સાચું કહું તો છોકરીઓ ના મોઢે સોરી ભાગ્ય જ સાંભળવા મળે..
હું : ઓકે યાર.. જવા દે બધું..
એ : બોલ શુ કરી રહ્યો છે..?
હું : કઈ નહીં ચેટિંગ કરતો હતો મારી ગર્લફ્રેન્ડ જોડે..
એણે હેરાનીથી પૂછ્યું..
એ : તારી ગર્લફ્રેન્ડ.. કોણ છે એ.. જરાક મને પણ મળાવ..
હું : જાનવી.., અહીંયા રાજકોટમાં જ રહે છે..
એ : બહુ જ સુંદર હશે નહીં..?
હું : હા.. પણ તારા જેટલી નહીં..
ખરેખર છોકરીઓ ને આવું સાંભળવું બહુ જ ગમે..
એ : મને એના પિક બતાવીશ..
હવે એ જાનવી ને પોતાની સાથે કંપેર કરશે.. ભલે ને કરે આપણે શું..
હું : હા કેમ નહીં..
અને એ પછી મેં એને મારા અને જાનવીના એ પિક મોકલી દીધા જ્યારે અમે પ્રદ્યુમન પાર્ક ગયા હતા..

જાનવી અને હું એક જ કોલેજમાં ભણતા અને ઘણો સમય સાથે વિતાવતા.. આમ તો એ પહેલેથી જ મને પસંદ કરતી પણ હું એને મારી એક સારી દોસ્ત માનતો.. એને હરવું ફરવું બહુ ગમતું.. ને એ ગમે ત્યારે મારી સાથે ક્યાંક ને કયાંક ફરવા નીકળી જતી.. કયારેક પ્રદ્યુમન, તો ક્યારેક ઇશ્વર્યા.. ક્યારેક રેસકોર્સ.. તો ક્યારેક આજીડેમ..
* * *
To be Continue..

બીજા રસપ્રદ વિકલ્પો