Ae prem hato ke pachhi timepass - 2 books and stories free download online pdf in Gujarati

એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - 2

એ છોકરી બીજી કોઈ નહીં પરંતુ ચાર્મી જ હતી, હાં એ જ ચાર્મી જેને જયમીન દીલ આપી બેઠો હતો, આમ તો ઘણીવાર એ ચહેરાને જોયો હતો પણ આજે એને જોવાનો નશો કઈક અલગ જ હતો, આમ તો લગ્નનો માહોલ હતો એ ઘરમાં પણ શરણાઈ એક નવાં સંબંધના જોડાણની વાગી રહી હતી. અને આ વાત લોકોથી છુપી પણ રહી શકે એમ નહતી, ઘણાં સમયથી આ બન્નેનું સાથે હોવું ઘણાં લોકોની નજરમાં આવ્યું હતું અને આ હું, તું માંથી આપણે થઈ જાવ એવી ઘણાં લોકોએ અફવાઓ પણ ફેલાવી હતી.

લગ્ન તો અંતે પૂરા થયાં પણ એ લગ્નમાં જે નવાં સંબંધની શરણાઈ વાગી હતી બસ હવે એ સંબંધની બધે ચર્ચાઓ થવા લાગી હતી, અને આ ચર્ચાથી જયમીન અને ચાર્મી પણ અજાણ નહતાં જ. પણ બંન્ને એક ડર હતો કે સંબંધને કોઈ નામ આપવાની લાલચમાં જે સંબંધ છે એ પણ ખોઈ ના બેસીએ. એવાં જ વહેમ માં સંબંધને એક નામ નહતું મળી રહ્યું.




એક દીવસની વાત ચાર્મીનો મેસેજ આવ્યો
ચાર્મી - Hi, શું કરે છે.
જયમીન - બસ બેઠો છું.
ચાર્મી - કઈ કામ ના હોઈ તો 1 વાગ્યે, CCD માં જઈએ કોફી પીવા માટે ?
જયમીન - ઓકે ચલ જઈએ.
ચાર્મી - ઓકે, By

( બંન્ને CCDમાં પહોચે છે, અને એક ટેબલ પર બેસીને કોફીનો ઓર્ડર કરીને પોતાની વાતોમાં મંડાય જાઈ છે અને અચાનક ચાર્મી એક પ્રશ્ર્ન પૂંછે છે. )




ચાર્મી - આપણે અાટલાં સમયથી સાથે છીએ પણ આજે એક પ્રશ્ર્ન પૂંછવાનું મન થયું છે જો તને વાંધો ના હોય તો પૂંછું.?
જયમીન - બિન્દાસ રહીને પૂંછી શકે છે તું.
ચાર્મી - તારે કોઈ ગર્લ ફ્રેન્ડ છે.?
જયમીન - કેવી વાત કરે છે... હોઈ અને હજું સુધી તને ના કહ્યું હોય એવું બને.?
ચાર્મી - એતો હોઈ શકે... કદાચ આ વાત જ ના નિકળી હોઈ આપણી વચ્ચે.
જયમીન - હાં એ સાચું... પણ મે આ વિશે વિચાર્યું નહતું.. કેમ તારે બનવું છે.?
ચાર્મી - અધુરાં આ અહેસાસ માં તું પૂરો લાગે છે. કદાચ મને નથી ખબર અને હું તને ચાહવા લાગી હોવ...!
જયમીન - એ ચાહત મને પણ મહેસુસ થાય છે. પણ આપણાં માટે એ યોગ્ય નથી.
ચાર્મી - હું જાણું છું. પણ આ દિલની લાગણીઓને કોણ રોકી શકે.?
જયમીન - તારી લાગણીઓને હું સારી રીતે સમજી શકું... પણ
ચાર્મી - જે લાગણીઓને સમજી શકે એ વ્યક્તિને કોણ ચાહવા ના ઈચ્છે..?
જયમીન - હાં, કદાચ હું પણ નથી રોકી શકતો આ ચાહત ને...
ચાર્મી - એ બધું છોડ એકવાર દિલ પર હાથ રાખીને કહી દે કે તું પણ મને ચાહે છે...
જયમીન - તારી એ ચાહતને હું મારી ચાહત બનાવવા માગું છું. હું તને ચાહું છું ને મારાં આ ખાલી હાથમાં તારાં હાથનો સાથ માંગું છું. I LOVE YOU
ચાર્મી - I LOVE YOU 2




( અને બસ એ સંબંધને હવે નામ મળી જ ગયું )

( થોડી વાતો કરીને બંન્ને અલગ પડ્યાં, પાછાં ફરતી વખતે રસ્તામાં જયમીનને કઈ ભાન જ નહતી, એની સાથે વિતાલેલી એક એક પળ એનાં મનમાં આવી રહી હતી, અને સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો )

ચાર્મી - પહોચ્યો કે રસ્તામાં જ ગયો ?
જયમીન - ગોડે નવું દિલ ભેટ કર્યું છે બકા, એમ કઈ હવે આ દિલ થંભી ના જાય.
ચાર્મી - God એ દિલ તો 2 જ બનાવ્યાં હતાં, બસ આતો કિસ્મતએ એવી કરામત કરી કે બંન્ને દિલની ધડકન એક થઈ ગઈ.
જયમીન - એની તો શક્તિ જ અપાર છે
ચાર્મી - જા હવે ફ્રેશ થઈ જા. વાતો કરવાં માટે ઘણો સમય છે.

( પણ કહેવાય છે ને સમયને કરવટ બદલતાં વાર નથી લાગતી અને આ સંબંધમાં પણ કઈક એવું જ થવાનું હતું )




( ચાર્મી તેનાં આગળનો અભ્યાસ કરવાં માટે સુરતથી મુંબઈ જતી રહે છે
એક જ માળાં માં રહેતાં બે પંખી હવે જાણે પળવારમાં જ અલગ થઈ ગયાં. વાતોનો સિલસિલો તો શરૂ હતો પણ આ બે શહેર વચ્ચેનું અંતર આ દિલમાં આવનારા અંતરનું કારણ બનવાનું હતું. ઘણીવાર ચાર્મી કલાકો સુધી Online જોવા મળતી પણ જયમીનને નજરઅંદાજ કરતી. ઓછો સમય અને વધારે અંતર હવે આ સંબંધના અંતનું કારણ બનતો હોય એવું લાગી રહ્યું હતું. )

( ધણો સમય વીતી ગયો, જયમીને લાખ કોશિશ કરી પણ બધી જ નાકામયાબ રહી, એકવાર તો એણે પણ સમજાતું નહતું કે એવું તે શું થયું હશે? હવે ઘણી શંકાઓ એના મનમાં જગ્યા બનાવી રહી હતી. )

( એક દિવસ બપોરનો સમય હતો, જયમીનની સ્કીન પર Notification Pop-up થઈ અને જોઈ તો ચાર્મીનો મેસેજ હતો, મહેરબાની કરીને તું હવે મને ફોન કે મેસેજ ના કરતો, મારાં ફેમિલીને બઘી વાતની ખબર પડી ગઈ છે અને મારે આ સંબંઘને વધારે આગળ નથી લઈ જવો. બસ આ વાંચીને જયમીન તો જાણે સ્તબ્ધ જ થઈ ગયો. અને બસ ત્યાં જ એ સંબંધનો અંત આવ્યો, પણ હજું સમયને કરવત બદલવાની બાકી હતી.)




( અહીં જયમીન તેની યાદોમાં પહેલા તો ઘણો દુખી રહેતો હતો, પણ ધીમે ધીમે બધું ઠેકાણે પડવા લાગ્યુ. જયમીન એક સારી એવી કંપની માં જોબ પર લાગી ગયો પરતું એ લગ્ન નહતો કરતો, એને સપનામાં હજું પણ ચાર્મી જ આવતી હતી, એણે હજું આશા હતી કે કઈક ચમત્કાર થાશે અને એ પાછી આવશે.)

( એક દિવસ જયમીનનો એક દોસ્ત અેને મળે છે થોડીઘણી વાતો કર્યા પછી એ અચાનક જ પૂંછે કે )

સાર્થક - કેવું ચાલી રહ્યું છે ચાર્મી સાથે.
જયમીન - કઈ જ નહીં, એ સમય કઈક ખાશ હશે એટલે થોડો સમય અમારી મુલાકાતો કરાવી, અને અત્યારે વાતો પણ નથી કરાવતો.
સાર્થક - હાં, એની પાછળ પણ કારણ છે એક.
જયમીન - કયું કારણ. ?
સાર્થક - એ મારાં જ મિત્ર રાજ સાથે Relation માં છે.
જયમીન - તને કઈ રીતે ખબર બધી વાતની?
સાર્થક - અમે બધાં સાથે જ Study કરીએ અને દરરોજ મુલાકાત પણ થાય છે.



( અા બધું સાંભળીને જયમીનને જાણે એક આધાત લાગ્યો હોય એવું લાગી રહ્યું હતું, આ વાત પછી જયમીન આજે ચાર્મીને અમુક સવાલોના જવાબ માંગે છે અને એને યાદ કરતાં કહે છે કે )

શું તારા નખરા એ પણ એમ જ ઉઠાવે છે જે રીતે હું ઉઠાવતો હતો
શું એ પણ તારી સાથે એવી જ રીતે વાતો કરે છે જે રીતે હું કરતો હતો
શું એ પણ તારી દરેક વાતોનું ધ્યાન રાખે છે જે હું રાખતો હતો
શું એને પણ એવું જ કહે કે આ વાતો તારા સિવાય બીજા કોઈ સાથે નથી કરી
શું એની સાથે પણ નાની-નાની વાતોમાં ઝગડો કરે છે જે મારી સાથે કરતી
શું એને પણ એ ખોટાં વાયદાઓ આપે છે જે મને આપતી હતી


ચલને એ વાતો ખોટી હશે
તે કરેલા વાયદાઓની પણ સમયમર્યાદા હશે
તારી પણ કઈક મજબૂરી રહી હશે
પણ યાદ હશે તને જયારે બેઠા હતા આપણે એકાંતમાં
તારો હાથ મારાં હાથમાં હતો
મારાં મનનો એક હતો
કે તારો અને મારો આ સાથ કયાં સુધી
અને તે આપેલો એ જવાબ કે
જયાં સુધી આ શ્ર્વાસ ચાલે છે ત્યાં સુધી
તો આ બધી વાતો અને આપણે વિતાવેલો એ સમય
એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ....?

બીજા રસપ્રદ વિકલ્પો