એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - 1 Jay chudasama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ પ્રેમ હતો કે પછી ટાઈમપાસ? - 1

સાંજનો સમય હતો. પાછાં ફરી રહેલા જયમીન ની આંખોમાં થોડો થાક વરતાઈ રહ્યો હતો. કયાંક કશુંક ખૂંટતુ હોઈ એવો આભાસ થઈ રહ્યો હતો. ચાલતાં પગ હતાં પણ થાક જાણે એની આંખોમાં દેખાઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ હંમેશા હસતો ફરતો જયમીન આજે સુમસામ ચાલી રહ્યો હતો.

થોડો સમય આમ ચાલતો રહ્યો અને એક જગ્યા પર આવીને અચાનક જ એના પગ જાણે થંભી ગયા...

એ જગ્યા પરિચીત હોય એવું લાગ્યું
અને હાં એ જગ્યા પરિચીત હતી

હાં આ એ જ જગ્યા હતી જયાં જયમીન અને ચાર્મી પહેલી વાર મળેલાં અને એક એવી કહાની ની શરૂઆત થયેલી જે જયમીન ના જીવનમાં એક નવો જ વળાંક લાવવાની હતી.



આ કહાનીની શરૂઆત થઈ હતી જયમીનનાં દીદીના લગ્ન સમયે. ઘરમાં લગ્નનો માહોલ એટલે તૈયારી તડેમાર થઈ રહી હતી. એમાં પણ સુરત જેવું શહેર એટલે લગ્નનું ફંકશન ખૂબ જ મોટું થવા જઈ રહ્યું હતું. હવે ફંકશન મોટું એટલે આયોજન માટેની તૈયારી પણ ખૂબ જ કરવાની હતી અને આ તૈયારી ની સંપૂણ જવાબદારી મળી હતી જયમીન અને ચાર્મી ને

જયમીન પહેલી જ કોલેજ ફંકશન અને કલ્બ ઈવેન્ટ સાથે સંકળાયેલો રહેતો અને ચાર્મી એટલે જયમીનના પપ્પાના બીઝનેશ પાર્ટનરની છોકરી એણે પણ ઈવેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો એટલે બંન્ને માટે આ ચેલેન્જ કોઈ મહત્વનો નહતો.
શરૂઆતમાં પણ જયમીન અને ચાર્મીના પપ્પા બીઝનેશ પાર્ટનર હોવાના લીધે એકબીજાને ઓળખતાં હતાં અને ઈવેન્ટની જવાબદારી મળ્યા બાદ એકબીજા ના નામ અને તસ્વીર મગજમાં છપાઈ ગયાં હતાં.



આ પહેલાં પણ આ બંનેની ૧ વાર મુલાકાત થઈ ચુકી હતી, જયારે ચાર્મીના ઘરે કોઈ ફંકશનનું આયોજન કરેલું હતું ત્યારે જયમીન અને તેનો પરીવાર ત્યાં ગયેલા હતાં અને બસ ત્યારે જ જયમીનની નજર ચાર્મી પર પડેલી. બંન્નેને પહેલેથી જ ગરબા રમવાનો ખૂબ જ શોખ એટલે ગરબા રમતી વખતે નજરથી નજર મળી ચાર આંખો એક થઈ હતી, એ ગરબાની રાતે ચાર્મી કોઈ સ્વર્ગમાંથી ઉતરૈલી છોકરીથી કમ નહતી લાગતી, હોઠે લાલ લીપસ્ટીક, આંખોમાં કાજલ, રાતી ચમકતી ચણીયાચોરી, જાણે એ ગરબાની જાણે કોઈ અપ્સરા ગરબા રમતી હોઈ એવી લાગી રહી હતી. ગરબામાં વચ્ચે વિરામ આવતાં ચાર્મી પાણી પીવા ગયેલી અને એજ સમયે જયમીન પણ પાણી પીવા ગયેલાં અને બસ ત્યારે જ બંને વચ્ચે પહેલીવાર વાત થયેલી.



જયમીન - ખૂબ સરસ લાગે છે ચણીયાચોરીમાં, traditional પહેરવાનો ખૂબ શોખ લાગે છે
ચાર્મી - તારીફ કરવા બદલ તમારો આભાર, પરંતુ અહીં કોઈને Traditional નો શોખ હોય એવું જોવા નથી મળ્યું
જયમીન - હાં Traditional ના પહેર્યું હોય એનો મતલબ એમ તો નથી કે શોખ ના હોય, અને જોવાં જઈએ તો I love Traditional
ચાર્મી - ચલો કોઈ તો છે જેને ચણીયાચોરી ગમે છે. કઈ ખાશ કારણ અહીં આવવા પાછળનું.!!
જયમીન - ગરબાં રમતાં-રમતાં તરસ લાગી છે જો પાણી મળી શકે એમ હોય તો
ચાર્મી - બહાર પાણીની વ્યવસ્થા રાખેલી જ છે, સાયદ તમારૂ ધ્યાન ના ગયું હોય તો કહી દઉં
જયમીન - ધ્યાન તો ગયું છે, પણ તરત અલગ રીતની લાગી છે
ચાર્મી - મતલબ ના સમજાયો તમારી વાતનો
જયમીન - એટલે ઉનાળાની મૌસમ છે તો ઠંડુ પાણી પીવાનું મન થયું છે
ચાર્મી - ઓકે ( ગુસ્સામાં, ફ્રિઝમાંથી પાણી ની બોટલ આપીને ત્યાંથી ચાલી જાય છે)


હવે રહ્યો સોશિયલ મીડીયાનો જમાનો ફક્ત નામ ખબર પડે એટલે એ વ્યક્તિને સોશિયલ મીડીયા પર આરામથી શોધી શકાય. જયમીનને પણ ચાર્મીનું નામ ખબર પડતાં એ શોધવાં લાગ્યો અને એણે ચાર્મીનું ID ઈન્ટાગ્રામ પર છેલ્લે મળી જ આવ્યું. ID મળતાં ની સાથે જયમીને Request મોકલી અને Request Accept પણ થઈ. પરંતુ વાતની શરૂઆત કોઈ તરફથી કરવામાં ના આવી.

થોડીવારમાં ચાર્મી ની સ્કીન પર Notification pop-up થઈ અને જોયું તો એક મેસેજ આવેલો હતો અને એ મેસેજ હતો જયમીન નો હતો.



જયમીન - Hi
ચાર્મી - Hy
જયમીન - ઓળખી ગઈ?
ચાર્મી - તસ્વીર જોઈને ઓળખી ના શકું ! ! એટલી પણ નજર કમજોર નથી.
જયમીન - કદાંચ ના પણ ઓળખી શકે, એવું પણ બની શકે ને
ચાર્મી - તે ફકત નામ સાંભળીને મને શોધી લીધી, તો હું તસ્વીર જોઈને ઓળખી ના શકું.
જયમીન - હવે ઓળખી જ ગયાં છો તો સાથે કામ પણ કરવા પણ તૈયાર હોઈશ ને.
ચાર્મી - Well, મે તો ફંકશનની તૈયારી શરૂ પણ કરી દીધી છે.
જયમીન - ચલો કોઈક તો મળ્યું જે મારાં કરતાં પણ વધું ઉતાવળમાં છે.
ચાર્મી - હાં ઉતાવળ કરવી જ પડે ને.. કામ એ જ મારી Hobby છે. અને એ Function ઓળખીતાંને ત્યા હોય તો એની મજા જ કઈક અલગ છે.
જયમીન - So, કયાં સુધી પહોંચી તમારાં ઓળખીતાં ના Function ની તૈયારી ?
ચાર્મી - બસ એજ પ્લાનીગ કરી રહી છું, ચલો મારે સુવાનો સમય થઈ ગયો, કાલે રૂબરૂ મળવાના જ છીએ, ત્યારે જોઈ લેજે કયાં પહોંચી છે તૈયારી એ.
જયમીન - Ok, Sure, કયાં અને કયારે મળીશું કાલે?
ચાર્મી - એક કામ કર તું મારાં ઘરે આવી જાજે. મારાં બીજા ફ્રેન્ડ પણ આવવાનાં છે બધાં સાથે આયોજન કરીશું.
જયમીન - સારૂ તો કાલે હું આવીશ તારાં ઘરે.
ચાર્મી - હમે ઈંતેઝાર રહેંગા આપકે આને કા... By
જયમીન - By



( સવાર પડતાની સાથે જ )

જયમીન - Good Morning... ઉઠી ગયાં તમે ? તો અમે પ્રયાણ કરીએ તમારા ઘર તરફ આવવા માટે...
ચાર્મી - હે.... તું આટલો વહેલો ઉઠી ગયો..? હું તો હજુ પથારી માં જ છું.
જયમીન - વાહ, ચલો મારા સમયની કિંમત આજે મને સમજાય ગઈ.
ચાર્મી - બસ હવે વધું સભળાવીશ નહીં ને મારાં ઘરે આવવાં માટે નીકળી, ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાવ છું.

( એનાં ઘરની પાસે Bike ઉભું રાખતાં જ જયમીનનાં દિલની ધડકન જાણે થંભી ગઈ હોય એવું લાગતું, હવાઓએ એની ગતી વધારી દીધી હતી, ધડકનનો ધબકાર હવે કાનો સુધી પહોંચી રહ્યો હતો, અને એ સમય હતો કે કયાં શું થઈ રહ્યું છે એની કઈ ભાન જ નહતી. કેમકે તસ્વીર માં જોયેલી )
( એના ધરની સામે Bike મુકીને જયમીન એના ઘરમાં પ્રવેશ્યો અને ડોરબેલ વગાડ્યો, અને ડોરબેલ સાંભળતાં ચાર્મી એ ડોર ખોલ્યો અને બોલી )

ચાર્મી - Welcome to my home Jaymin

( જયમીન પાસે એક શબ્દ ન હતો એ સમયે બોલવા માટે કેમકે એને લાગ્યું હતું કે ગરબાંની રાતે થયેલી એ ધટનાને લીધે કદાંચ ચાર્મી ગુસ્સે હશે પરંતું અહી એવું ના બન્યું આ જોઈને એના મુખ પર એવી સ્માઈલ આવી ગઈ જેનું એ વર્ણન પણ ના કરી શકે, એ ફકત ચાર્મીને જોઈ રહ્યો અને એક અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો. )



ચાર્મી - O hello... Mister કયાં ખોવાઈ ગયાં. !
જયમીન - ના એવું કઈ નહીં, ખાલી એમ જ
ચાર્મી - બસ હવે બહાના રહેવા દે... અને આમને મળ.. આ બધાં મારા ખાસ ફ્રેન્ડ, તારાથી પણ ખાશ.
એની ફ્રેન્ડ - બસ હવે રહેવા દે ચાર્મી, ખબર છે અમને કોણ કેટલું ખાશ છે એ
ચાર્મી - હાં, ટોન્ટ પછી મારજો, પહેલાં એને શાંતીથી બેસવા તો દો પછી જે કરવું હોય તે કરજો.
જયમીન - એટલે તે મારી ખાતીરદારી કરવા માટે તારી આખી ટીમને અહીં આમંત્રણ આપ્યું છે એમ ને.
ચાર્મી - હાં હવે એ તો તું જે સમજ એ, અને તારા સવાલ-જવાબ પત્યાં હોય તો જે કામ કરવા માટે મળ્યા છે એ કરીએ?
જયમીન - સારૂં ચલો જેવો તમારો હુકમ...

( અને બસ પછી તો બધાં Function ની તૈયારી કરવામાં લાગી ગયાં
પણ આ સમય પણ કેટલો લુચ્ચો હોય છે ને, જયારે એની સાથે મુલાકાત થવાની હતી ત્યારે એક પળ પણ જહતી નતી, અને મળ્યાં પછી આખો દીવસ કેમ પસાર થઈ ગયો એની ખબર જ ના રહી. )



જયમીન - હવે હું નિકળું, બધી તૈયારી લગભગ થઈ ચુકી છે અને બાકી છે એ ફરીવાર મળીશું ત્યારે કરી લઈશું.
ચાર્મી - હાં, તને તારા ઘરે જવાની ખૂબ ઉતાવળ લાગે છે.
જયમીન - ના ઉતાવળ જેવું તો કશું નહીં, પણ વધું સમય સાથે રહીશ તો અમુક વસ્તું ની લત લાગી જશે.
ચાર્મી - મારું વ્યક્તિત્વ જ એવું છે, જેને એકવાર મળું એ પહેલીવાર માં જ ઈમ્પ્રેસ થઈ જાય છે.
જયમીન - ઈમ્પ્રેસ થવાની વાત આવી તો હું અત્યાર સુધીમાં કોઈથી ઈમ્પ્રેસ થયો નથી.
ચાર્મી - ઓ એવું છે તો જોઈએ થોડાં સમયમાં કે કેટલું સાચું બોલી રહ્યો છો તું.
જયમીન - હાં એ સમય જોવા માટે પહેલાં મારું અહીથી નીકળવું પણ જરૂરી છે
ચાર્મી - જઈ શકો છો તમે પણ અમારી યાદ ના આવે એવું પણ નહીં બને.
જયમીન - જોઈએ... ચલ Bye હવે.



ધીમેધીમે લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો, અને મુલાકાતો નો સીલસીલો જાણે હવે વધવાં લાગ્યો હોય એવું લાગી રહ્યું હતું, સવાર પડતાં જ બંને જયમીનના ઘરે મળતાં અને આખો દિવસ મજાક-મસ્તી વચ્ચે લગ્નની તૈયારી ઓ કરતાં. બંનેએ હવેની મુલાકાતમાં જાણે એકબીજાની પસંદ-નાપસંદ ને જાણવા લાગ્યા હોય એવું લાગી રહ્યું હતું. આખો દીવસ સાથે પસાર થતો અને ખરીદી પણ એકબીજાની પસંદગીના આધારે જ કરવામાં આવી રહી હતી. લગ્નની સાંજીથી લઈને લગ્ન સુધીના કપડાં બન્નેઅે સરખાં જ પસંદ કર્યાં હતાં. અને મડંપનું ડેકોરેશન પણ જયમીને ચાર્મીની પસંદગી મુજબનું જ કર્યું.

હવે લગ્નનો દિવસ આવી ગયો, જવાબદારી બધી જ જયમીન પર હતી એ એની બહેનને પાર્લર મુકીને ઘરે આવ્યો, ત્યાં જ એનું ધ્યાન એક છોકરી પર પડ્યું. મરુન કલરનાં ચણીયા પર બ્લું કલરનું મખમલી બ્લાઉસ પહેરેલું હતું, એની બેક સાઈડમાં એટલી ઉંડી કટ હતી કે આખી પીઠ દેખાઈ આવતી હતી, એનાં પરફ્યુમની સુગંધ આખા વાતાવરણને મદહોશ બનાવતી હતી. જયમીન તો એનું રૂપ જોઈને જાણે મોભો જ બની ગયો હતો.

કોણ હતી એ છોકરી...

To be continued in part - 2