Prem vina krushn pan adhuro books and stories free download online pdf in Gujarati

પ્રેમ વિના કૃષ્ણ પણ અધુરો

એક દિવસ સ્વર્ગ માં ફરતા ફરતા રાધા કૃષ્ણ સામે સામે આવી ગયા

વિચલિત દેખાતા કૃષ્ણ ખુશખુશાલ દેખાતી રાધા

કૃષ્ણ અધીરા થયા રાધા ધીમે થી હસી

કૃષ્ણ કાંઈ કહે પેલા રાધા બોલી ઉઠી

કેમ છો દ્વારિકાધીશ ?????

જે રાધા એને કાન્હા કાન્હા કહી બોલાવતી એના મોઢે દ્વારકાધીશ કહેવું કૃષ્ણ ને ભીતર સુધી તકલીફ આપી ગયું તો પણ પોતાની જાત ને ગમે તેમ સંભાળી કૃષ્ણ એ રાધા ને કહ્યું " દ્વારકાધીશ તો હું બીજા માટે છું તારા માટે તો આજ પણ તારો કાનો જ છું તું તો મને એ નામ થઈ ના બોલાવ "

આવ રાધા બેસ મારી પાસે કંઈક તું તારી વાત કહે કંઈક હું મારી વાત કહું

સાચું કહું રાધા ?? જ્યારે પણ તારી યાદ આવતી ત્યારે આ આંખો માં આંસુ આવી જતા

રાધા એ કહ્યું " મારી સાથે તો એવું કંઈજ ના થયું ના તારી યાદ આવી ના આંસુ આવ્યા કારણકે હું તો તને ભૂલી જ ક્યાં હતી કે તું યાદ આવે આ આંખો માં હમેશા તું જ તું હતો ક્યાંક આંસુ સાથે વહી ના જા એટલે રડતી પણ ના હતી ક્યારેય

પણ કાન્હા પ્રેમ થી અલગ થઈ સુ ગુમાવ્યું તે એ કહું તને ??? અમુક કડવું સત્ય પ્રશ્નો સાંભળી શકીશ તો સંભળાવું તને ???
તો સાંભળ

ક્યારેય વીચાર્યુ છે કે પ્રેમ થી અલગ થઈ તારી ફરજ બજાવવા માં તે શું ગુમાવ્યું ???

યમુના ના મીઠા પાણી થી જિંદગી ની શરૂઆત કરી અને સમુદ્ર ના ખારા પાણી સુધી પહોંચી ગયો

એક આંગળી પર ચાલતા સુદર્શન ચક્ર પર ભરોસો કર્યો પણ દસ આંગળી થી વાગતી વાંસળી ભૂલી ગયો ??

કાન્હા તું જ્યારે પ્રેમ થી જોડાયેલો હતો ત્યારે જે આંગળી ગોવર્ધન પર્વત ઉપાડી વિનાશ થી બચાવતી હતી પ્રેમ થી અલગ થતા જ એ આંગળી કેટલા રંગ બદલવા લાગી એ આંગળી સુદર્શન ચક્ર થી વિનાશ કરવા માં કામ લાગવા માંડી

કાન્હા અને દ્વારિકાધીશ માં શુ ફર્ક છે એ કહું તને??
જો તું કાનો હોત ને તો તું સુદામા ના ઘરે ગયો હોત સુદામા ને તારા ઘર સુધી ના આવવું પડ્યું હોત

યુધ્ધ અને પ્રેમ માં એજ ફર્ક છે યુદ્ધ માં બરબાદ કરી ને જીતાય છે પ્રેમ માં ખુદ બરબાદ થઈ અને જીતાય છે

કાન્હા પ્રેમ માં પડેલ વ્યક્તિ પોતે દુઃખી થઈ શકે છે પણ બીજા ને ક્યારેય દુઃખી ના કરી શકે

કાન્હા તમે તો ઘણી કલા ઓ ના સ્વામી છો સ્વપ્નદુર દ્રષ્ટિ ધરાવો છો ભગવદ ગીતા જેવા મહા ગ્રન્થ ના દાતા છો પણ તમે શું નિર્ણય લીધો ???

પોતાની સેના કૌરવો ને સોંપી દીધી અને તમે પોતે પાંડવો સાથે થઈ ગયા???

સેના તો તમારી પ્રજા હતી રાજા તો પાલક હોઈ એના રક્ષક હોઈ તમારા જેવા મહાજ્ઞાની જે રથ ને ચલાવતા હતા એ રથ પર થી અર્જુન તમારી પ્રજા ને મારી રહ્યો હતો તો તમારી પ્રજા ની તમને દયા ના આવી ?? શુ કામ ખબર છે ?? હું જાણું છું કારણ કે તમે પ્રેમ થી સુન્ન થઈ ગયા હતા

આજ પણ ધરતી પર જઈ ને જુવો દ્વારકાધીશ તમારી દ્વારકાધીશ વાળી છવિ ગોતતા રહી જશો અને હરેક ઘર હરેક મંદિર માં મારી સાથે જ ઉભા નજર આવશો

આજ પણ હું માનું છું કે લોકો ભગવદ ગીતા ની વાતો કરે છે એના જ્ઞાન ની વાતો કરે છે એના મહત્વ ની વાતો કરે છે


પણ ધરતી પર ના લોકો યુદ્ધ કરવા વાળા દ્વારકાધીશ કરતા પ્રેમ કરવા વાળા કાન્હા પર વધારે ભરોસો કરે છે
ભગવદ ગીતા માં ક્યાંય દુર દુર સુધી મારુ નામ નથી મારો ઉલ્લેખ નથી પણ ભગવદ ગીતા નું સમાપન બધા રાધે રાધે કહી ને જ કરે છે


"રાધે રાધે"


કૃષ્ણ ચોધાર આંસુ એ રડી પડે છે " રાધા તું એકદમ સાચી છે જે પ્રેમ માં છે એ આ સોના ની નગરી માં પણ નથી જ્યારે ખાલી તારો કાન્હો હતો ત્યારે જેટલો ખુશ હતો એટલો આજ દ્વારકાધીશ બની ને પણ નથી પ્રેમ વગર માણસ કઈ જ નથી

હું મારી જાત ને સમજાવતો રહ્યો મારી ફરજ માટે તને ભૂલતો રહ્યો તારા થી અળગો રહ્યો પણ રાધા આ કૃષ્ણ હમેશા તારા વગર અધુરો જ હતો હા અધૂરો જ હતો અને હું હજી પણ અધુરો જ છું આટલું સાંભળી રાધા આટલા વર્ષો માં પેલીવાર ચોધાર આંસુ એ રડી પડે છે અને કૃષ્ણ ને વળગી પડે છે


દેવો ઉપર થી ફૂલો નો વરસાદ કરે છે ચારે બાજુ " રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ" નો નાદ ગુંજી ઉઠે છે .....



"અસ્તુ"

:~તેજલ એરડા


બીજા રસપ્રદ વિકલ્પો