પ્યાર તો હોના હી થા - 15 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર તો હોના હી થા - 15


( મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે જયેશભાઈ મિહીકાની ફેમેલીને ડીનર પર ઇન્વાઈટ કરે છે. આદિત્ય સમીર, ધરા અને ઈશિતાને પણ ઇન્વાઈટ કરે છે. બધાં રાત્રે આદિત્યના ઘરે આવે છે. હવે આગળ જોઈશું.)

જયેશભાઈ બધાને વેલકમ કરે છે અને ઘરની અંદર લઈ જાય છે. બધાં ઘરમાં જઈ સોફા પર બેસે છે.

જયેશભાઈ : છોકરાઓ જાઓ તમે બધાં આદિત્યના રૂમમાં બેસો ડિનરનો સમય થશે ત્યારે તમને બોલાવી લેશું.

બધાં મિત્રો આદિત્યના રૂમમાં જાય છે.

જયેશભાઈ : માફ કરશો સંકેતભાઈ આમ તમને અમારાં ઘરે બોલાવવા માટે.

સંકેતભાઈ : ના ના જયેશભાઈ તમે માફી ના માંગો. હવે આપણે એક જ પરિવારના છીએ.

જયેશભાઈ : હા હુ ચાહતે તો તમારાં ઘરે આવીને જ વાત કરતે અને મને એમાં કોઈ વાંધો પણ નથી.પણ હુ ચાહતો હતો કે એક છોકરીના માતા - પિતા તરીકે તમે તમારી પુત્રીનું ઘર જુઓ. ત્યાંનું વાતાવરણ જુઓ. અને એ તમારો હક પણ છે.

સંકેતભાઈ : સાચું કહું તો જયેશભાઈ તમારો સ્વભાવ અને તમારા વિચારોના કારણે જ અમે એક જ વારમાં આદિત્ય અને મિહીકાના મેરેજ માટે રાજી થઈ ગયા. બાકી તમારાં સ્ટેટસની બરાબરી તો અમે ના કરી શકીએ.

મનિષાબેન : હા, તમે જ્યારે મેરેજની વાત કરી ત્યારે મિહીકાના પપ્પાએ જ્યારે તમારી આર્થિક સ્થિતિ વિશે કહ્યું ત્યારે પહેલાં તો મને બિલકુલ યોગ્ય ના લાગ્યું. પણ પછી તમારું વર્તન અને વિચાર જાણી હું પણ સહમત થઈ ગઈ.

સંકેતભાઈ : અરે રૂપિયા પૈસાથી સંબંધ થોડો બંધાય છે. બધાં જ જો તમારી જેમ વિચારે તો અમારા છોકરાંઓ તો કુંવારા જ રહી જાય. શું અમે અને અમારાં બાળકો સારી વહુ અને પત્ની મેળવવાનાં હકદાર નથી.

મનિષાબેન : હા એ વાત તો સાચી છે.

જયેશભાઈ : ચાલો આપણી આ વાતો તો ચાલ્યા કરશે. હું તમને તમારી પૂત્રીનુ ઘર બતાવુ.

સંકેતભાઈ : હા ચાલો.

જયેશભાઈ સંકેતભાઈને અને મનિષાબેનને આખુ ઘર બતાવે છે. ઘર જોઈને સંકેતભાઈ અને મનિષા બેન ખૂબ ખુશ થાય છે.

સંકેતભાઈ : જયેશભાઈ સાચે તમારું ઘર ખૂબ જ સારું છે. અને સૌથી વધારે તો તમારું ગાર્ડન જોઈને મને એક વાતની વધું ખુશી થઈ કે મિહીકાને ફૂલ - છોડનો ખૂબ શોખ છે. એને અહીં એની પસંદનો શોખ પૂરો થશે.

મનિષાબેન : હા અમે અમારા ઘરની પાછળનો ભાગમાં રૂમ બનાવીને ભાડેથી આપવાનું વિચારતાં હતા.પણ મિહીકાએ જીદ કરી કે એણે એ જગ્યા પર ગાર્ડન જ બનાવવો છે.

સંકેતભાઈ : એ તો કહે તમે મને ઓછા કપડાં લઈ આપજો કશે બહાર પણ ફરવા નઈ લઈ જતાં. હુ તમારી પાસે બુક્સનો ખર્ચો પણ નહી કરાવીશ. હુ લાઈબ્રેરીમાંથી વાંચી લઈશ. પણ પ્લીઝ તમે અહીં ગાર્ડન જ રેહવા દો.

જયેશભાઈ : તમારી દિકરી ખૂબ જ સમજદાર છે. એ જ્યારે પેહલી વખત મારે ઘરે આવી અને જે રીતે મારી સાથે વાત કરી એના પરથી જ એના સંસ્કારનો ખ્યાલ આવી ગયો. અને એ જે રીતે આદિત્યને સમજાવતી હતી અને આદિત્ય પણ જે રીતે એની બધી વાત માનતો હતો એ જોઈ મે ત્યારે જ વિચારી લીધું હતું કે મિહીકાને જ મારા ઘરની વહુ બનાવીશ.

સંકેતભાઈ : તમે પણ આદિત્યને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે આટલો પૈસો હોવા છતાં પણ એને એ વાતનો જરા પણ ઘમંડ નથી. અને આ વાત અમને ખુદ મિહીકાએ જ કરી હતી. અમારી મિહીકા દોસ્ત ઘણાં ઓછા બનાવે છે. જેની ઉપર એને પૂરેપુરો વિશ્વાસ હોય એને જ એ એના દોસ્ત બનાવે છે.

જયેશભાઈ : હા મારો આદિત્ય પણ ખૂબ સમજદાર છે. પણ માં પ્રેમથી વંચિત રેહવાથી થોડો જીદ્દી થઈ ગયો છે. એમ તો એ મારી બધી વાત માને છે પણ, ખબરની કેમ આ બાઈક રેસનુ જુનુન એના દિમાગમા ભરાઈ ગયું છે કે એ મારી આ વાત સાંભળતો જ નથી. મને પૂરો વિશ્વાસ છે કે મિહીકા એના દિમાગમાથી આ જુનુન કાઢી એને યોગ્ય રસ્તા પર જરૂર લાવશે.

મનિષાબેન : હા એવું જ થશે. અને હવે તો અમે પણ છે અને સમજાવવા માટે. હું એની માં ની જગ્યા તો નહીં લઈ શકું પણ એક માતાનો પ્રેમ આપવાનો પ્રયત્ન કરીશ. હુ એને એટલો વ્હાલ આપીશ કે એ આપણને છોડીને ક્યાંય જવાનું વિચારે જ નહી. ભગવાને શાયદ એટલે જ તમને દિકરીથી અને અમને દિકરાથી વંચિત રાખ્યાં કે એ બંને આપણાં પૂરક બની રહે. અને મનિષાબેનની આંખોમાં પાણી આવી ગયા.

જયેશભાઈ : જયેશભાઈ એમને સાડીના છેડેથી આંસુ સાફ કરતાં જુએ છે. અને કહે છે, અરે આપણે તો વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા. તમારા આંસુ જોઈ મિહીકા એવું ના વિચારે કે મે તમારી પાસે મોટું દહેજ માંગ્યું હોય. અને ત્રણેય હસવા લાગે છે. ચાલો તો હવે જઈએ.અને તેઓ ઘરની અંદરની તરફ જવા માટે પગ ઉપાડે છે.

આ બાજું જયેશભાઈ પાંચેય જણને આદિત્યના રૂમમાં જવાનું કહે છે ત્યારે બધાં ખુશ થતાં થતાં એના રૂમમાં જાય છે. સમીર અને આદિત્ય ધડામ કરતા બેડ પર પડે છે. ધરા અને ઈશિતા પણ સામેના કાઉચ પર બેસે છે. મિહીકા ધીરે ધીરે ફરીને આખા રૂમને જોતી હોય છે. જેને જોઈ ઈશિતા કહે છે,

ઈશિતા : હા મિહીકા જોઈ લે આખો રૂમ થોડાં સમય પછી તારે પણ અહીં જ રહેવાનુ છે.

ધરા : હા હા અને કંઈ ચેન્જ કરવાનું હોય તે પણ કહી દે જીજુ કરાવી દેશે.

મિહીકા : હા હા ઉડાવો મારી મજાક હુ તો ખાલી એ જ જોતી હતી કે આદિત્ય એનો રૂમ કેવો રાખે છે.

ઈશિતા : હા તો અમે પણ એ જ કહીએ છીએ કે તુ આખો રૂમ ચેક કરી લે અને જે કંઈ ચેન્જ કરવાનું હોય તે કહી દે અમારા જીજુ તારી બધી ખ્વાહીશ પુરી કરશે.

સમીર : હા મિહીકા કલર પરદા જે પણ ના ગમે તે કહી દેજે મારો ભાઈ બદલી નાંખશે.

આદિત્ય : હા મને કોઈ વાંધો નથી મિહીકાએ કંઈ પણ ચેન્જ કરવું હોય તો એ કરી શકે છે.

શુઉઉઉઉઉ..... ધરા, સમીર અને ઈશિતા એક સાથે બોલે છે. અને મિહીકા આંખો ફાડીને એને જુએ છે.

આદિત્ય : what... !! Why u guys are looking me like this...

સમીર : શું તને તારા રૂમને ચેન્જ કરવાથી કોઈ ફર્ક નથી પડતો !

આદિત્ય : ના મને કોઈ ફર્ક નથી પડતો. ઉલટાનું મને તો આ બધી ઝંઝટમાંથી છૂટકારો મળશે.

સમીર : હુ તો મારા રૂમને કોઈને છેડવા પણ ન દવ. મને તો બધું મારી પસંદનુ જ જોઈએ.

ઈશિતા : હા મને પણ.

આદિત્ય : મને તો આ બધું કલર અને પડદાં એવું પસંદ કરવાનું એક ઝંઝટ જ લાગે. એ બધાં અલગ અલગ કલર જોવું અલગ અલગ સેમ્પલ જોવાના એમાંથી સિલેક્ટ કરવાનાં. મને તો આ બધી મગજમારી જ લાગે. મિહીકા તારે તારી પસંદનું જે પણ કરવું હોય તેની તને છુટ છે.

મિહીકા : મને તો આવું બધું ખૂબ ગમે થેન્ક યુ આદિત્ય મને મારી પસંદનો રૂમ ડેકોરેટ કરવાં દેવા માટે.

ધરા : ઓહ આદિત્ય આ સમીર જો મારી લાઈફમાં ના હોત તો સ્યોર હુ તને પ્રપોઝ કરત.

સમીર : શું કહ્યું તે...

ધરા : હાસ્તો... આદિત્ય જેવો બોયફ્રેન્ડ તો બધાંને જોઈએ જે એની વાઈફને એની પસંદનું બધું કરવાં દે. નહીં કે ગર્લફ્રેન્ડના કપડાં કે મેકઅપ પર કમેન્ટ જ કર્યા કરે.

સમીર : શું હું તને ડોમિનેટ કરું છું. તને તારી મરજી મુજબ નથી કંઈ કરવાં દેતો.

આદિત્ય : hey... guys.. stop.. don't behave like child..

મિહીકા : હા યાર શું વાત વાતમાં પોતાની લાઈફને બીજાની લાઈફ સાથે કંમ્પેર કરો છો. દરેક ની અલગ અલગ ચોઈસ હોય છે.

સમીર : અરે અમારું તો આ રોજનું છે. તમે ચિંતા ના કરો અમને બંનેને ખબર છે કે અમારી સામે કોઈ પણ આવી જાય અમે એકબીજાને જ પસંદ કરીશું અમે એકબીજા વગર રહી જ નથી શકવાના.. કેમ ધરા..

ધરા : હા... અને બંને એકબીજાને હગ કરે છે.

ઈશુ ખાલી ખાલી ખાંસી કરીને બંનેને ચિડવે છે.

મિહીકા : ચાલો આ બધું છોડો આદિત્ય બીજું બધું તો ઠીક પણ વોર્ડરોબનુ શું કરીશું.

આદિત્ય : મતલબ.. ?

મિહીકા : મતલબ કે મારા કપડાં ક્યાં મૂકીશું. તારા વોર્ડરોબમાં તો તારો સામાન હશે.

આદિત્ય : હા એ વાત તો તારી ખરી. એનું શું કરીશું.

મિહીકા : સારું જોવા દે તારા વોર્ડરોબના કેવાં હાલ છે.

મિહીકા વોર્ડરોબનો દરવાજો ખોલે છે. તો એક સાથે બધાં જ કપડાં નીચે પડે છે. અને તે આદિત્ય સામે આંખો કાઢીને જુએ છે. અને કહે છે,

મિહીકા : આ શું છે આદિત્ય.. !! ?? તુ તારો વોર્ડરોબ આવો રાખે છે ?

આદિત્ય : શું કરું યાર રોજ રોબર્ટ અંકલ મારો વોર્ડરોબ સેટ કરે છે અને રોજ હુ આ બધું મેસ કરી નાખું છું. આજે એ છુટ્ટી પર છે એટલે આજે આવા હાલ છે.

મિહીકા : પણ જે પહેરવાંના હોય તે કપડાં કાઢીને બીજાં વ્યવસ્થિત મૂકી દેવાના.

આદિત્ય : હા પણ મને થોડી ખબર હોય હુ આજે શું પેહરીશ. મને તો જે મન થાય તે શોધીને પેહરી લવ છું. અને એ શોધવામાં જ બધાં કપડાં નીચે પડી જાય છે. હવે એ એક એક ઊઠાવીને કોણ મૂકે એટલે હું એકસાથે બધાં નાંખી દવ છું.

ઈશિતા : અરે ભાઈ હવે તમારું આ વોર્ડરોબ પુરાણ બંધ કરો. અમે કંટાળી ગયા.

એટલાંમા જ એક સર્વન્ટ આવીને ડીનર માટે બોલાવવા આવે છે. અને બધાં ડિનર માટે નીચે જાય છે.

ડિનરટેબલ પર બધાં જગ્યા લે છે. અને જમવાનું ચાલું કરે છે ડીનર જાત જાતની વાનગી હોય છે. પંજાબી, ગુજરાતી,ચાઇનીઝ, ઈટાલીયન,થાઈ ઘણી બધી વેરાયટી હોય છે.

આદિત્ય : પોપ્સી તમે અંકલ આન્ટીને શા માટે બોલાવ્યા હતા તમારી વાત થઈ ગઈ.

જયેશભાઈ : હા બેટા વાત થઈ ગઈ. મે પંડિતજી પાસે મૂહુર્ત જોવડાવ્યુ છે તો એમણે આ મહિનાની 25 તારીખ સૌથી સારી કહી છે સગાઈ માટે. અને અમને પણ એ જ યોગ્ય લાગ્યું એટલે અમે આ જ ડેટ નક્કી કરી છે.

મિહીકા : પણ એમાં તો એક અઠવાડિયાની વાર છે આટલી જલ્દી બધી તૈયારી કેવી રીતે થશે.

આદિત્ય : હા પોપ્સી આ બહું જલ્દી છે અમને તૈયારી માટે થોડો સમય તો જોઈએ ને...

જયેશભાઈ : અરે એમાં તમારે શું તૈયારી કરવાની છે ! બધી તૈયારી તો અમારે વડીલોએ કરવાની છે અને અમે એ ચાલું પણ કરી નાંખી છે. હા તમારા માટે ખાલી એક જ કામ રાખ્યું છે.

શું.. ?? મિહીકા અને આદિત્ય એક સાથે પૂછે છે

મનિષાબેન : તમારાં કપડાં.. તમારે તમારાં કપડાં જાતે સિલેક્ટ કરવાનાં છે.

સંકેતભાઈ : હા તમારે બસ આ જ કામ કરવાનું છે તમે તમારાં કપડાં જાતે સિલેક્ટ કરો બસ બીજું બધું અમારા પર છોડી દો.

મિહીકા અને આદિત્ય એકબીજા સામે જુએ છે અને મોઢું લટકાવીને હા કહે છે.

જયેશભાઈ : તો છોકરાંઓ હવે કાલથી જ શોપિંગ માટે તૈયાર થઈ જાવ. ટર્મ એકઝામ તો પૂરી થઈ ગઈ છે તો બસ એની પર જ ધ્યાન આપો.

સમીર : હા અંકલ અમે કાલથી જ કામે લાગી
જઈએ. ઈશિતા અને ધરા પણ હા કહે છે.

બધાં ડીનર પૂરું કરે છે અને વિદા લે છે. આદિત્ય મિહીકાને ઈશારાથી ફોન કરશે એવું કહે છે. જે મનિષાબેન, સંકેતભાઈ અને જયેશભાઈ ત્રણેય જોઈ જાય છે. અને ખુશ થાય છે.

બધાં રવાના થાય છે.

** ** **

વધું આગળના ભાગમાં..