શ્રી રામનો રાજ્યાભિષેક - 2 પુરણ લશ્કરી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી રામનો રાજ્યાભિષેક - 2

ક્રમશઃ (ગત અંકથી શરૂ )અયોધ્યા ની રાજગાદી પર શ્રી રામચંદ્રજી બિરાજી રહ્યાં છે .બાજુમાં જાનકી છે બીરાજેલા છે .અત્યંત શોભા વધી રહી છે ,લાગે છે કે અયોધ્યામાં સ્વર્ગ સ્થાપિત થયું છે !અથવા તો જાણે કે અયોધ્યા સ્વયં સ્વર્ગ થી પણ સુંદર બની ગયું છે. ચૌદ વર્ષ રામના વનવાસ ના ક્યાં વીતી ગયા અને એ ચૌદ વર્ષના વનવાસના વિયોગનું દુઃખ જાણે કે એક પળમાં વિસરાય ગયું !,ત્રણે માતાઓએ શ્રી રામચંદ્ર અને જાનકીજી ની મંગલ આરતી ઉતારી અને ખૂબ અંતરથી આશિષ આપ્યા .ભરત ,શત્રુઘ્ન અને લક્ષ્મણ શ્રી રામજીના આસપાસ સેવા માટે ગોઠવાયા .અત્યંત મનોહર છબી લાગી રહી હતી .આજે અયોધ્યાના લોકોને આણંદનો પાર નથી .એક જ કામના કરી રહ્યા છે કે હૈ ઈશ્વર હવે અમારા પાલનહાર બનેલા અમારા રાજા બનેલા એવા પ્રભુ શ્રી રામ આને મહારાણી શ્રી જાનકીજી ના જીવનમાં કોઈપણ કષ્ટ કે દુ:ખ ના આવે .હે ઈશ્વર ! હવે અમારા રાજા આને મહારાણી અમારાથી થોડો સમય પણ દૂર ક્યારે ન જાય .એમના ચૌદ વર્ષ વનવાસના અમને એવા લાગ્યા હતા, કે જાણે કોઈ પ્રાણ વિનાનું શરીર હોય !પ્રાણહીન શરીર નું કોઈ મહત્વ હોતું નથી ,જેમ પ્રાણહીન શરીરને કોઈ લાગણીઓ કે આવશો હોતા નથી એમ એ ચૌદ વર્ષ અમે આયોધ્યા વાસી સુખ ,હરખ ,આનંદ, ઉલ્લાસ બધું જ ભૂલ્યા હતા.
કેમકે અમારો સાચો આનંદ તો પ્રભુ શ્રી રામ છે ! શ્રીરામ અયોધ્યા થી દૂર હોય તો અયોધ્યા વાસીઓ ને આનંદ ક્યાંથી હોય ?આવું અયોધ્યાના લોકો મનોમન ઈશ્વરને કહી રહ્યા હતા.
રાજ્ય સિંહાસન પર બિરાજેલા પ્રભુ શ્રીરામ દરેકના મનોભાવોને જાણતા હતા .દરેક આયોધ્યાવાસીની પોતાના પ્રત્યેની શ્રદ્ધા -ભક્તિ અને લાગણી જોઈ ખૂબ આનંદિત થયા .પ્રભુ શ્રી રામે આયોધ્યા ના લોકોને પ્રેમથી નિહાળ્યા. દરેકના મનમાં રામજી પ્રત્યે ખૂબ આદરભાવ હતો .
અને એ દિવસને ખૂબ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો .ત્યારથી જ કદાચ આપણા હિન્દુ ધર્મમાં એ દિવસને નવુ વર્ષ કહેવામાં આવતું હશે. દરેક લોકો એકબીજાને મળી અને મંગલ કામનાઓ અને વધામણી આપવા લાગ્યા. ત્યારથી કદાચ આપણા માં આજે પણ નવા વર્ષના દિવસે લોકો એકબીજાને મળે છે, અને વર્ષ એકંદરે સારું સુખમય વીતે એવી શુભકામનાઓ આપે છે .વર્ષ દરમ્યાન જે કંઈ મનની અંદર એકબીજા પ્રત્યે મનમોટાવ હોય એમને ભુલાવી એકબીજાને પ્રેમથી ભેટીને શુભકામનાઓ આપે છે. વર્ષ દરમિયાનના બનેલા દુઃખ મય દિવસોને ભૂલીને નવા વર્ષના દિવસે આનંદ અનુભવે છે .એ પ્રથા લગભગ રામ રાજયાભિષેકના દિવસથી ચાલી આવતી હશે! શ્રી રામ જ્યારથી આયોધ્યા ના રાજા બન્યા ત્યારથી અયોધ્યામાં જાણે કે હવે કોઈ દુઃખને આવવા માટે રસ્તો જ નથી !.દરેક લોકોને સુખ અને આનંદ પ્રાપ્ત થયા છે . મર્યાદા પુરુષોત્તમ એવા પ્રભુ શ્રીરામ આયોધ્યા રાજ્યની પ્રજાને સુખ મળે અને પોતાના તરફથી કોઈ કષ્ટ - દુઃખ કે અન્યાય પ્રજાને ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખતા હતા.
એ સમયમાં અયોધ્યાનો રાજ્ય દરબાર અને અયોધ્યાનું રાજ્ય સિંહાસન ઇન્દ્રના સિંહાસને એટલે કે ઈન્દ્રાસન ને પણ ઝાખું પાડતુ હતું ! એટલું શોભાયમાન લાગતું હતું . પ્રભુ શ્રીરામ અને માતા જાનકીની એ સિંહાસન ઉપર બેઠેલ છોડને જોઈને દરેક લોકો નજર ઉતારતા હતા. અંગ પર પીળા પીતાંબર મસ્તક ઉપર રઘુવંશ નો સૂર્ય ચિન્હિત સુંદર સુવર્ણ મુકુટ , કાનોમાં રત્નજડિત મકર આકૃતિ કુંડળ ,ગળામાં રત્નો જડિત ચળકતા હાર - અને હાથની અંદર રઘુવંશ ની શૌર્ય ગાથા ને વધારનાર એવું સારંગ ધનુષ્ય શોભા વધારી રહ્યું હતું . સુંદર મોટી અણિયાળી આંખો અને મુખ ઉપર મંદ - મંદ હાસ્ય પ્રભુ શ્રીરામની શોભામાં અત્યંત વધારો કરતા હતા.
તો બાજુમાં જ બિરાજેલા જગ જનની જાનકીજી એમની શોભાનો કોઈ પાર નહોતો ! . અંગ ઉપર સોળે શણગાર જાનકીજી એ કરેલા હતા . જે સ્વયં લક્ષ્મીનો અવતાર હોય એમની આભા અને શોભા ની ખામી શું હોય ? કોઈ ઉપમા આપી ન શકાય એટલા સુંદર માં જાનકીજી શ્રી રામજી ની બાજુમાં બિરાજેલા દેખાય છે.