જીવન મન્થન - ૨ gohel sameer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન મન્થન - ૨

જીવન વિશે થોડું વધારે વિચારી એ તો જીવન અને સમય સાથે સાથે જ ચાલે છે. સમય ની અસર જીવન પર થતી જોવા મળે છે.જયારે સમય અનુકુળ હોય ત્યારે જીવન સારી રીતે પસાર થાય છે પણ જયારે તે અનુકુળ ન હોય ત્યારે જીવન આપણ ને કાંટાળી કેડ જેવુ લાગે છે.જીવન માં દરેક સમય સરખો હોતો નથી તેમા ઉતાર ચઢાવ આવે છે અને તેમા જીવન પૂર્ણ પણ થઈ જાય છે તો શું આ જ જીવન છે.આપણા પુરાણો માં માનવ અવતાર નું મહત્વ આપ્યું છે જેમ કે ભાગવત પુરાણ માં રામ ચરિત માનસ માં તેમજ દેવી ભાગવત માં પણ છે. આ માનવ જીવન ને આમ જ વેડફી ન નખાય.આપણા પુરાણ માં આપેલ માર્ગ દર્શન નો ઉપયોગ કરાય.પણ આજ ના યુગ ના માનવી પાસે તે માટે સમય છે.તે માટે જ કહુ છુ કે જીવન અને સમય સાથે સમ્બધ છે જ્યારે સમય હશે ત્યારે કદાચ જીવન પોતાના અન્તિમ ચરણ પર આવી ગયુ હશે માટે સમય અને જીવન બન્ને કિમતી છે જે ગયા પછી પાછા આવશે નહીં ધણી વખતે એ જ સમજાતું નથી કે આપણે જીવન માંથી શું મેળવવા માગ્યે છીએ જેના માટે આટલી મથામણ કરીએ છીએ એ કર્યા પછી પણ શું જે મેળવવું હતું તે ખરેખર મળી ગયું.સાહેબ જીવન ને સમજો તો ખરા આમ જ તે ક્યારે પૂર્ણ થઈ જશે ખબર છે નહીં પડે ત્યારે કદાચ અફસોસ થશે.આજ યુગના માનવી ને તે પૂરૂ થઈ ગયા પછી અફસોસ થાય છે પણ તે શું કામ નુ માટે તે પહેલા જાગો.આજે જીવન માં માનવી જે કઈ કરે છે તે પોતાને સુખ મળે,યશ મળે તે માટે કરે છે પણ કેટલાક એવા પણ માનવી છે જેઓ કોઈ પણ આશા રાખ્યા વિના માત્ર કર્મ જ કર્યું ભલે તે સમયે તેની કદર પણ થઈ નહીં હોય ઉલટો અપયશ મળ્યો હશે પણ તેની તેણે પરવા કરી નથી તેણે જીવન ની સાર્થકતા માટે કર્મ જ કર્યું છે.આ કાર્ય સહેલું પણ નથી તેમા ધણી મુશ્કેલીઓ આવે છે આજે સાહેબ કદાચ તેના જેવા કાર્ય ન કરી શકીએ પણ તેના જેવા કાર્ય કરવાની કોશીશ તો કરી શકીએ.ધણી વખતે આમા આપણો અહમ અડચણરૂપ બને છે.એ વાત પણ સત્ય છે કહેવું જેટલું સહેલું છે તેટલુ કરવુ શક્ય નથી.પણ કોશીશ તો કરી શકાય ને આજે યુગનો માનવી કહેશે કે આના થી લાભ શુ? સાહેબ લાભ થશે આ લાબા ગાળા નું મૂડી રોકાણ છે અત્યારે તમારી પાસે ધન છે તમારી પ્રતિષ્ઠા છે માન સન્માન છે પણ કદાચ અત્યારે અહંકાર ને કારણે કોઈ સારા કાર્યો કર્યા નહીં હોય તો સમય ની સાથે તે બધું જ ચાલ્યું જશે અને તમે એકલા જ આ જીવન પથ પર ઉભા હશો તમારી આસપાસ અત્યારે જે છે એ તો આ ધન અને યશ ના કારણે છે પણ જો અત્યારે તમે નિસ્વાર્થ રૂપથી કાર્યો કર્યા હશે તો જે સમયે આ જીવન પથ પર આ બધા ચાલ્યા જશે ત્યારે આ કરેલું લાબા ગાળા નું મૂડી રોકાણ કામ આવશે.ભવિષ્ય ના પેટાળમાં શુ છુપાયેલું છે તે તો કોઈ જાણતું નથી માટે બીજા કોઈ માટે નહીં તો પોતાના માટે જ આ કાર્યો કરો કેમકે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવા નુ છે.માટે જીવન ને માત્ર વેર , ઝગડા , ઈર્ષ્યા ,ભોગ વગેરે નકારાત્મક વિચારો થી વેડફી ન નાખો પણ તેનો સદ્ઉપીયોગ કરી ને જીવન ને જીવી લો.ભલે કદાચ કઇ મળે નહીં ,પણ કઈ ગુમાવ્યા નો ગમ તો ન જ રહે કેમકે માનવ જીવન અણમોલ છે. જય દ્વારકાધીશ.