ભગવદ્દ ગીતાને છાપનાર પબ્લિકેશનના વેચાણ માટે કોપીરાઈટ હોઈ શકે પણ ભગવદ્દ ગીતા કહેનાર ખુદ કૃષ્ણએ ક્યારેય તે પબ્લિકેશન પાસેથી રોયલ્ટી નથી વસુલી.જોકે આજ જે રીતે અલગ અલગ સંપ્રદાયો,ધર્મગુરુઓ કે કોઈ વ્યક્તિ વિશેષ ગીતા નું પોતાની રીતે અર્થઘટન કરીને સમાજના વેદવ્યાસ બનવાનો પ્રયાસ કરતા ધર્મબ્રોકરો ને જોતા લાગે છે કે હું પણ ગીતા પર કોપીરાઈટ રેજિસ્ટર કરાવી લવ.કુરુક્ષેત્ર પર અર્જુનને ગીતા કહી જે કન્વીન્સ પાવર મેં બતાવ્યો તેને અત્યારના માર્કેટિંગ ગુરુઓએ માર્કેટિંગ સ્કિલ સમજી ને ટાઈમ મેનેજમેન્ટ બાય ગીતા કૃષ્ણ ના નામે બુક પબ્લિશ કરી દીધી.સમય હારે ગીતાનું અર્થઘટન બદલાતું રહ્યું છે.સફરની શરૂવાત વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ ગીતા લઈ ગયા ત્યારથી થઈ પછી શંકરાચાર્યને ગીતાં ભક્તિયોગ લાગ્યો,૨૦મી સદીમાં મહાત્મા ગાંધીએ અલગ જ અર્થ આપ્યો.તેમના મતે ગીતામાં મનુષ્યના આંતરિક ગુણ અને દોષ ની લડાઈની વાત કહી છે.આમ કહી મને ફરી અહિંસક બનાવાના ગાંધીજીના પ્રયાશને ઓશોએ વાસ્તવિક યુદ્ધના પુરાવા આપી છેદ ઉડાળ્યો અને તેમને એક તર્ક એવો પણ આપ્યો કે કૃષ્ણએ પ્રખર રાજનેતા હતો એટલે ગીતા એ પણ એક રાજનેતાનું ભાષણ જ છે જે વાંચનાર બધાને વાયદા આપે છે.૨૧મી સદી આવતા આવતા પાંડુરંગ શાસ્ત્રીએ ગીતાને કર્મમાર્ગ ના રૂપમાં પ્રસ્તુત કરી.આ બધું ઓછું હતું તો કેનેડા એ ગીતાને અભ્યાષ ક્રમમાં સમાવેશ કરીને મને ગ્લોબલ બ્રાન્ડ હોવાની અનુભૂતિ કરાવી તો વળી રશિયાના અમુક તર્કશાસ્ત્રીઓએ હિંસા માટે પ્રેરિત કરનાર ગ્રંથ કહીને મને વ્હાલમદિર પુતીન જેવી ફીલિંગ અપાવી.છેલ્લે પી.એમ મોદીએ ઓબામાને ઇંગલિશ વર્ઝન માં ગીતા ભેટ કરી એવા સમાચાર હતા.આમ નરેન્દ્ર દત(સ્વામી વિવેકાનંદ) થી નરેન્દ્ર મોદી સુધીની ભગવદ્દ ગીતાની આ સફર એટલું તો જરૂર બતાવે છે કે ધર્મગ્રંથોમાં ગીતાની બ્રાન્ડ વેલ્યુ જરૂર છે અને તમે તમારા અર્થમાં ગીતા ઉતારો એજ મારી રોયલ્ટી છે.
ચાલો હવે આનાથી આગળ લઈ જાવ તમને,
ઈતિહાસ માત્ર ગર્વ લેવા માટે નથી હોતો પણ અમુક ભુલમાથી શીખ લેવા માટે પણ હોય છે અને આવિજ કંઈક ઐતિહાસિક સફર દીલ્હીની રાજગાદીની રહી છે.આ રાજગાદીમા કાળક્રમે નામમા ફેરફાર થતો આવ્યો છે પણ તેનુ શાશકીય મહત્વ ક્યારેય નથી ધટ્યુ.
યુદ્ધષ્ઠિરથી લઈને નરેન્દ્ર મોદી સુધીના શાશકોની સાક્ષી રહી છે દિલ્હી. આમ તો હસ્તિનીપુરનો ઈતિહાસ શરૂ શાંતનુથી થાય છે પણ યુદ્ધિષ્ઠિર પેહલા ધૃતરાષ્ટ્ર રાજા હતો પણ તે કાર્યકારિ હતો અને આ ગાદી માટે પેહલુ યુદ્ધ મહાભારત થયુ એટલે પેહલો શાશક યુદ્ધિષ્ઠિરને જ ગણી શકાય અને તે પેહલો આર્યવર્તભુમિ એટલે અખંડ ભારતનો શાશક ગણી શકાય
પરંતુ ભારત નામ સમ્રાટ અશોકના શાશન પછી અસ્તિત્વમા આવ્યુ અને 16 મહાજનપદ જીતિને અખંડ ભારતનો ચક્રવતિ સમ્રાટ બન્યો. પણ તે મગધ મહાજનપદનો રાજા હતો અને પાટલિપુત્ર રાજધાની હતી.આ વાત થઈ ઈ.પુ.769.ની.
ત્યારબાદ આ રાજગાદી પર ગુલામવંશ,લોધી,તુધલક,ખિલ્લજી,શુરી,મુધલે વગેરે આવ્યા પણ સફળ શાશક અમુક જ રહ્યા.ભારત પર પેહલુ સફળ વિદેશી આક્રમણ કહી શકાય તે ઈ.સ.712મા અરબના મહમદ બિન કાસિમનુ કહી શકાય,પણ તેનો પાયો બાબરે રાખ્યો.અકબરે 14 વર્ષની ઉમરે હેમુ વિક્રમાદિત્ય ને હરાવી દીલ્હીનો રાજા બન્યો.જે લગભગ 5000 વર્ષના ઈતિહાસમા સૌથી નાની વયનો શાશક હશે.
આટલા વર્ષો પછી પણ આ રાજગાદી સતાનુ એ.પી સેન્ટર રહી છે.પણ તેનુ એક ગુજરાત કનેક્સન પણ રહ્યુ છે જેમ કે યુદ્ધિષ્ઠિરનો રાજ્યભિષેક કરનાર હુ પણ ગુજરાતી હતો અને હાલનો દિલ્હી શાશક પણ ગુજરાતી છે.
બાય ધ વે, સમાજવાદી પાર્ટીની કલહ જોતા એવુ લાગે છે કે ગાંધારીના અભિષાપની અસર હજુય યાદવો પર બરકરાર છે.
ફરી મળીશું ત્યા સુધી રજા આપ્સો આપના જગતપ્રદેશ ધર્મઅધ્યક્ષ કૃષ્ણને..!!