કુદરત ની ક્રુરતા - 1 - 2 Naranbhai Thummar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કુદરત ની ક્રુરતા - 1 - 2

માતૃ ભારતી પર આ મારું પ્રથમ પ્રકાશન છે.કોલેજ માં અભ્યાસ કાળ દરમ્યાન ટુંકી વાર્તાઓ, હાઈકુ, ગઝલો વગેરે લખતો.પરંતુ ગ્રેજ્યુએશન બાદ નોકરી અને સંસાર માં એવા ગુંચવાઇ ગયા કે લેખન કાર્ય છૂટી ગયું. વાંચનનો શોખ જાળવી રાખ્યો હતો, હવે નોકરી તેમજ જીંદગી ની જવાબદારીઓ થી નિવૃત્ત થઈ ગયો છુ. લેખન કાર્ય ફરીથી શરૂ કરવાની ઈચ્છા છે. ત્રણેક મહીના પહેલા 'પ્રતિલિપી' માં ' શરદપૂનમની રાત ' નામથી એક લઘુુ કથા પ્રકાશિત કરી હતી. આજે જે રચના પ્રકાશિત કરી રહ્યો છું, તે એક સત્ય ઘટના પર આધારિત છે.થોડા કલ્પના ના રંગો પણ છે. આ બનાવ ની જાણકારી ધરાવતા લોકો, જો માતૃ ભારતી ના વાચક હશે તો આ રચના કોના જીવન ઉપર આધારિત છે તેનો ખ્યાલ આવી જશે.
******************************************

'કેમ છો નરેન્ સર ...... મજામાં?!'
નરેને અવાજની દિશામાં જોયું, તો એક વ્યક્તિ તેને ઉદ્દેશીને કહી રહી હતી. વધેલી દાઢી, કંઈ કેટલાંય દિવસ થી નાહ્યા ન હોય અને વસ્ત્રો પણ ન બદલયા હોય તેવો વેશ, પોતાના હાથ મસળતા મસળતા એ વ્યક્તિ નજીક આવી, તો નરેન તરત જ ઓળખી ગયો.અરે ...આ તો ભરતભાઈ....બાજુના ગામની હાઈસ્કૂલ ના આચાર્ય....!
'અરે....સાહેબ આવો આવો...કેમ છો ?.... કેમ બધુ બરાબર ન હોય તેવું લાગે છે?' નરેન બોલ્યો.
'ના, બધુ બરાબર છે. ચાલો ચા- પાણી પીશું?' ભરતભાઈ એ કહ્યુ.
નરેન સાથે તેનો ભત્રીજો કરણ હતો તેેેેણે જ જવાબ આપ્યો 'કાકા હજુ આવ્યા જ છે, પછી આવશે.' કહીને
ઘર તરફ જવાનો ઇશારો કર્યો.
નવાપુર એક સામાન્ય કહી શકાય તેવું ગામ હતુ.નરેન
મુળ નવાપુર નો રહેવાસી, પણ દૂર શહેર માં એક સરકારી ઉચ્ચ નાણાકીય સંસ્થાન માં ઓફીસર તરીકે ફરજ બજાવતો હતો. પ્રસંગોપાત ગામમાં મોટા ભાઇના ઘરે આવવાનું થતું. નરેને ભરતભાઈ વિશે કરણ ને પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે ભરતભાઈ ની નોકરી છુટી ગઈ છે. માનસિક રીતે અસ્થિર થઈ ગયા છે. ગામમાં કોઇ પણ વ્યક્તિ આવે જેમને ભરતભાઈ
ઓળખતા હોય તો આવો વિવેક કરે, પણ ખરી હકીકત તો એ છે કે એને પોતાને ખાવાનાં પણ ફાં - ફાં છે. તેને પોતાને દિવસ માં એક વખત ચા મળતી હશે કે કેમ, તે પણ એક સવાલ છે. નરેન અને ભરતભાઈ બંને આ નવાપુર ગામના જ રહેવાસી. નરેન ની આંખો સમક્ષ સમગ્ર ભૂતકાળ તાદ્રશ્ય થઈ ગયો.
ગ્રીષ્મ ઋતુ પુરેપુરી ઉફાન પર હતી.સૂર્ય મોડી સવારથી જ ગરમ થવા માંડ્યો હતો. બપોર થતાં સુધીમાં તો ધરતી ને ખદખદાવી રહ્યો હતો. આ નવાપુર જેવા નાના ગામડામાં હજુ વિજળી ની સુવિધા પણ નહોતી. બપોરા કરી ને લોકો વામકુક્ષી કરી રહ્યા હતા, પવન જાણે કે થંભી ગયો હતો. બેસુમાર બફારા વચ્ચે લોકો અકળાઇ રહ્યા હતા. અકળામણ દુર કરવા પંચીયા ભીનાં કરી, શરીરે વીંટાળી ને બફારો દૂર કરવા પ્રયત્ન કરતા હતા. પશુઓ પણ ઝાડનો છાંયો શોધીને આતુર નયને આકાશ ભણી જોઇ રહ્યા હતા. પણ ત્યાં સાવ સુનકાર વ્યાપ્યો હતો.વર્ષા ઋતુ ના આગમન ની એંધાણી રૂપી વાદળીઓ પણ ક્યાંય નજર આવતી ન હતી.પંખીઓ પોતાના માળામાં જંપી ગયાં હતાં.
વૈશાખ (મે મહીનો) મહીના ના અંતિમ દિવસો હતા.આ સમયે ચારેક વાગ્યા ના સુમારે નવાપુર ગામના ચોકમાં કોલાહલ થઈ પડ્યો. સહુ આનંદ ના ઉદગારો કાઢી રહ્યા હતા. આજે એસ.એસ. સી. નું પરિણામ આવ્યુ હતુ. ગામના અભણ ખેડૂત કુટુંબ નો દિકરો ભરત આજે પ્રથમ પ્રયત્ને એસ.એસ.સી.પાસ થઈ ગયો હતો. તેનો આનંદ ભરતનું કુટુંબ તો ઠીક ,પણ અડોશપડોશમાં પણ મનાવી રહ્યા હતા. નાના ગામડા માટે આ સિદ્ધિ કાંઇ જેવી તેવી ન્હોતી. એ જમાનામાં એસ.એસ.સી. પ્રથમ પ્રયત્ને પાસ થવું એ બહુ મોટી ઉપલબ્ધિ ગણાતી. બીજા વિદ્યાર્થીઓ પણ પાસ થયા હતા. પણ ભરતનું પાસ થવું અનપેક્ષિત હતુ. સપ્રમાણ શરીર,ગોરો વાન નમણો કહી શકાય તેવો ચહેરો. ખુશી તેના ચહેરા ઉપર ઝલકતી હતી મનમાં ને મનમાં ભવિષ્ય ના આયોજન ગોઠવવા માંડ્યો. ભરતના પિતાજી એ કહ્યુ કે' હવે કયાંક નાની મોટી નોકરી મળી જાય તેવા પ્રયત્નો કર એટલે મને પણ થોડી રાહત થાય , અને હજુ તારી પાછળ તારા નાના ભાઈ બહેનો ને પણ ભણાવવા ના છે, તેનો પણ વિચાર કરવાનો છે. ભરતે કહ્યું 'મારે આગળ અભ્યાસ કરવો છે.' પિતાજી એ 'ભલે' એટલો ઉષ્માવિહિન ઉત્તર આપ્યો. ભરત ભવિષ્ય ને લઇને કંઈ કંઈ સપના સજાવતો હતો. પણ તેના પિતા મુંઝવણ ના ભારથી દબાઇ ગયા હતા. એક તો બચરવાળ કુટુંબ, ખેતી માં તો માંડ માંડ ગુજરાન ચાલતુ હતુ, તેમાં આ ભણતરનો ખર્ચ...કેમ કરીને પહોંચી શકાશે તેની ચિંતા માં ગરકાવ થઇ ગયા.કુટુંબે સાથે બેસી ને ચર્ચા વિચારણા ના અંતે નક્કી કર્યું કે, 'ભલે આપણે થોડી અગવડ ભોગવી લઇશું, પણ ભરતને આગળ અભ્યાસ કરાવવો છે


કુદરત ની ક્રુરતા -2
ભરતે એસ.એસ.સી.પાસ કર્યા પછી કુટુંબે આગળ અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું.
ભરત ખુશ થઇ ગયો. શહેર ની કોલેજમાં પ્રવેશ લીધો. ગામડા ગામનો વિદ્યાર્થી, એસ.એસ.સી. ની પરીક્ષા વખતે પહેલીવાર શહેર જોયેલું. અને હવે તો આ શહેરમાં રહીને જ ભણવાનું હતુ. પરંતુ ભરત માત્ર સપનાઓ જ જોતો હતો. તેની પાસે દ્રષ્ટિ (વિઝન)નહોતી. ભવિષ્ય નો રોડ મેપ તેની સામે નહોતો. સપના સાકાર કરવા માટે ની કોઈ ચોક્કસ રૂપરેખા તેની પાસે નહોતી. અને તે બાબત કશુ વિચાર્યુ પણ નહોતું. એ જમાનામાં ગામડા ના વિદ્યાર્થી ઓ સામે કોઈ વિકલ્પો પણ નહોતા.ડૉક્ટર, ઈજનેર કે વકીલ બસ આટલા માં જ બધુ આવી જતુ. મા - બાપ પણ આવા જ સપનાઓ જોતા કે પોતાનું સંતાન ડૉક્ટર, એન્જીનિયર કે વકીલ બને, બહુ બહુ તો સી.એ.બનાવવાની ઇચ્છા રાખતા. આજના જેટલી વિપુલ તકો એ જમાનામાં નહોતી. ભરતે પણ દિશાવિહીન દશામાં પ્રિ. આર્ટસ માં એડમિશન લીધું. શહેરની ચકાચૌંધ અને મુક્ત વાતાવરણે ભરતને આંજી નાખ્યો. શહેરના રંગ ઢંગ માં પોતાને ઢાળવા પ્રયત્ન કરવા લાગ્યો. તેમાં ક્યારેક હાંસીપાત્ર પણ બનતો.ક્લાસ ની ચુલબુલી છોકરીઓ મુક્ત મને ભરતની મજાક મશ્કરી કરતી.ભરત આ વાતને બીજી રીતે જ જોતો, અને અભ્યાસ બાજુ પર રહી ગયો. છોકરીઓ માટે ઠઠ્ઠા મશ્કરી નુ સાધન બની ગયો. પણ આ વાત ની તેને ગમ ન પડી.તે પોતાને છોકરીઓ નો ફેવરીટ સમજવા લાગ્યો. અપ્સરા ના ટોળામાં પોતાને ઈન્દ્ર સમજવા લાગ્યો. છોકરીઓ પાછળ ભટકવાનુ, તેની પાછળ ગજા બહારના ખર્ચાઓ કરવા,અભ્યાસ થી વિમુખ થઈ ગયો. પરિણામે પ્રિ આર્ટસ માં નાપાસ થયો. ભરત ખુબજ દુઃખી થયો.કુટુંબ પણ નિરાશ થયુ. ખરી ખોટી સંભળાવી પણ ખરી.તેના પિતાજી એ પણ શહેરમાં રહીને ભણાવવા નો ખર્ચ પોતાને પરવડે તેમ નથી તેવુ સોઇ ઝાટકીને કહી દીધું. ભરતના પિતાજી ને કોઈ પાસેથી જાણવા મળ્યું હતુ કે આર્ટસ નો અભ્યાસ તો ઘેરબેઠાં (એક્સટર્નલ)પણ થઈ શકે છે, માત્ર પરીક્ષા આપવા જવાનું ભરતે પણ આ વાત સ્વીકારી લીધી. આ એક્સટર્નલ અભ્યાસ ના સમય ગાળા દરમ્યાન ભરત ખેતી કામમાં પણ મદદરૂપ થતો. ફુરસદ ના સમયમાં નરેન પાસે બેસતો.નરેન ગામની હાઈસ્કૂલ માં જ અભ્યાસ કરતો, તે ટેલન્ટેડ વિદ્યાર્થી હતો. સ્કૂલ ના પાંચ સાત હોશિયાર વિદ્યાર્થીઓ માં નો ગણાતો.શાળાના શિક્ષકો પણ આ વિદ્યાર્થીઓ વિશે અભિપ્રાય આપતા કે આ બધા કાં તો ડૉક્ટર બનશે અથવા ઉચ્ચ અધિકારી બનશે. ભરત પણ આ જ્ઞાન નો લાભ લેવા આ વિદ્યાર્થીઓ સાથે બેસી ને ચર્ચા ઓ કરતો.સમય પોતાની રફતાર થી વહેતો રહ્યો. ભરતનો અભ્યાસ પણ ચાલુ રહ્યો. પરંતુ આ સમય દરમિયાન ભરતના જીવન માં એક એવી વ્યક્તિ નું આગમન થયું, જેનાથી તેનું જીવન બદલાઈ ગયું. આ વ્યક્તિ તેને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ દોરી ગઇ.ત્રિકાળ સંધ્યા અને માતાજી ના પૂજા પાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ભરત વળી ગયો. માતાજી નો પરમ ભક્ત બની ગયો. ધાર્મિક પ્રવૃત્તિઓ મા વધારે સમય ગાળવા લાગ્યો. જીવન પ્રત્યે નો સમગ્રઅભિગમ બદલાઈ ગયો.

******************************************
હવે પછી ના હપ્તા માટે મારે પણ થોડું વિચારવું પડશે થોડી પ્રતીક્ષા અપેક્ષિત છે.