હરિલાલ એક વાંઢા ની પ્રેમકથા!

આ હાસ્ય કથા એ મારી કારકિર્દી ની પ્રથમ કથા છે ,મિત્રો મારા થી કઈ પણ ભૂલ થાય હોય તો મિત્ર સમજી ને માફ કરી દેશો .આ હાસ્ય કથા માં આવતા પાત્રો બધા કાલ્પનિક છે તેનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.નાના બાળકોની વાર્તા આપણે કેહતા હોઈએ તો શરૂઆત કેમ થાય કે “ એક હતો રાજા અને એક હતી રાની તેઓ સુખેથી રહતા હતા ,ત્યારે રાજ્ય માં એક રાક્ષસ આવ્યો વગેરે વગેરે ”  

હવે આજ વાર્તા વાંઢા માટે લખવી હોય તો એક હતો વાંઢો અને એ એક રાણી શોધતો હતો તે ખૂબ દુખી  હતો જ્યાં સુધી રાણી આવે નહીં ત્યાં સુધી તો રાક્ષસ ની રચના થવાની નથી.

હવે આમાં મૂળ તથ્ય એ છે તમે વાંઢા હોય તો પણ સ્થિતિ બદલાતી નથી અને પરણેલા હોય તો પણ સ્થિતિ બદલાતી નથી હવે આ હાસ્ય કથા અમારા એક મિત્ર ની હરિલાલ પટેલ તેમજ તેમની સામે પરણેલા  બધા મિત્રોની છે.”હરિલાલ !એક વાંઢા ની પ્રેમ કહાની ”

હરીલાલ પટેલ આમતો મૂળ રાજકોટના વતની પરંતુ કન્યા ની શોધમાં સુરત આવીને વસેલા. કન્યાની શોધ કરતાં કરતાં તેઓ ત્રિસી વટાવી ચૂક્યા હતા. સંસ્કાર ,પરિવાર બધુ બરાબર, ખાધે-પીધે એટલા સુખીકે વજન 85 કિલો સુધી જતું રહ્યું પણ વજન ઘટાડવા જેવી કન્યા હજીસુધી મળી નહીં.

હરિલાલ ના ગ્રુપ માં બધા પરણેલા, બિચારા તે એક જ કુંવારા એટલે તેમની વ્યથા અને પરણેલા ઓની કથા માં એટલૂ દ્વંદ થતું કે ન પૂછો વાત. હરીલાલ પટેલ સુરતમાં તેમના પિતરાઇ ભાઈ નવીન પટેલ સાથે સાડીની દુકાન ચલાવતા હતા.ધંધો પણ કેવો ? મન ને ઠેસ પહોચડે તેવો,સાડીનો.

સાડીને સંકેલતા જાય અને મનોમન દુખી થતાં જાય કે આ સાડી પહેરવા વાળી ક્યારે આવશે ? ક્યારે મારી જીવનલીલા રંગો થી ભરી દેશે.

હરિલાલ કયાં નવીન ને કહે કે ભાઈ મારૂ કાઇક ગોઠવી આપોને હવે,નવીનભાઈ મનોમન હસતાં જાય કે તારું ગોઠવાય જાય તો ખબર પડે કે કેટલી 20 એ 100 થાય છે .

હરિલાલ આમ તો બધી રીતે બરોબર પણ જનમ જાત કંજૂશ, કાયમ રૂપિયા ની છ પાવલી ગોતતા હોય આમ પણ કૂવારા રહી જવામાં એમની કંજૂસાઈ નો પણ વાંક હતો. કેળાં તો કોય દી ખાય નહીં, નાળિયેર પાણી ઉપર ગુસ્સો,

પૂછો કેમ ? કેમ કે કેળાની છાલ ફેકી દીવી પડે અને નાળિયેર પાણી પી ને ફેકી દેવાનું , જે ફેકીદેવું પડે એના પૈસા કેમ આપવા બોલો હવે આને પહોચાય કેમ ?

ખમણ લેવા જાય તો વજન પેપર કાઢીને કરાવે, પેપર ના પૈસા થોડા અપાય , આમ એમની વાત બરોબર છે , પણ આ સમય પ્રમાણે ચાલે નહીં તે…….મૂળ એટલે કન્યા શોધવામાં થોડી તકલીફ પડતી હતી .

હવે તેમના પિતરાઇ ભાઈ નવીન સાવ વિરોધાભાસી, ખાવા-પીવાના શોખીન , તમામ જગ્યાએ 100 હાથના પૂરા. હરિલાલ તેમની સાથેજ રહેતા . નવીનભાઈ ના પત્ની શ્રીમતી નીલમદેવી એ તો 200 હાથના પૂરા જો પ્રધાનમંત્રી બનાવી દઈએ તો ઇંદિરાગાંધીજી પણ ટુંકા પડે .

નિલમદેવી નું એક હથ્થું શાસન ઘર માં ચાલે , બિચારા નવીનભાઈ તો સેનાપતિની જેમ એમના આદેશનું પાલન કરતાં જાય .આમ ઘરનું સંચાલન કરવાંમાં નીલમદેવી પાકા ખિલાડી પણ નવીનભાઈ નું કાઇ ચાલે નહીં . નવીનભાઈ વળી ક્રિકેટ ના ભારે શોખીન ; મિત્રોની સાથે ક્રિકેટ રમવા જતાં હોય અને નિલમદેવી કપડાં ધોકાવાનો ધોકો ઉપડે એટલે નવીનભાઈ “રિટાયર્ડ હર્ટ” થાયને પેવેલિયન માં પાછા આવી જાય. આવી  પરણેલા નવીનભાઈની કથા હતી . આવી પરિસ્થિત માં હરિલાલ પાછા નવીનભાઈને કહે......

હરિલાલ : “ આવી આવી ઘસકાવવાળી મને ક્યારે મળશે. “

નવીનભાઈ  : “એ ભાઈ ! તું સુખી છો ,આzaદ છો, હવે શું કરવા આગમાં પડવું છે તારે. “

હરિલાલ  : “ભાઈ  તમે તો લાડવો  ખાય લીધો,હવે મારૂ પણ ગોઠવોને, જેવી હોય તેવી, ચાલસે ભાઈ ! મારી સામુ તો જુઓ તમને હવે માથાના વાળ ધોળા થવા લાગ્યા છે

નવીનભાઈ  : “ ભાઈ પછી માથા માં ઢોકળા હો તે થાય !

આવી વાતું ચાલતી હતી ત્યાં વળી નવીનભાઈ ના બીજા મિત્ર વિજયભાઈ ઘરે આવ્યા ,

વિજયભાઈ :  અરે ઢોકળા બનાવ્યા લાગે છે લાવો લાવો,

નવીનભાઇ :  વિજયા, તને ખાવા સિવાય બીજું કાઇ સુઝે છે.

વિજયભાઇ :  અરે નીલમભાભી લાવો ઢોકલા હોય તો ચાખીએ,

નીલમભાભી રસોડામાથી બૂમો મારે છે

નીલમભાભી : ઘરનું ખાઈ ખાઈને કંટાળી ગયા છીયે તમારા ભાઈ હોટલમાય લઈ નથી જાતા અઠવાડિયે એકવાર  તો અમને બહારનું ખાવાનું મન થાય કે નહીં

હરિલાલ : સાચી વાત છે, મને આવું  કેવા વાળી ક્યારે મળશે ?હવે તો રેવાંતું નથી,

નવીનભાઈ : પેલા કેળાં અને નાળિયેર ખાવાનું ચાલુ કર પછી મળશે.

વિજયભાઈ : હાલો, એમાં શું, કાલે આપણે હોટલ માં જવાનો પ્રોગ્રામ બનાવીએ,

હરિલાલ : હા, હો.... જાઈ બધા,

વિજય ભાઈ : કપલ માં જવાનું છે વાંઢાઓને નહીં……

હરિલાલ પાછા કોમાં માં ખોવાય ગયા. એમને થયું મારો વારો ક્યારે આવશે આમ કપલમાં બહાર જવાનો . વાંઢાઓનો  તો આ સમાજે  બહિષ્કાર કર્યો હોય એમ લાગે છે.ક્યાય પણ જવું તો કપલમાં, અમે શું ગુનો કર્યો છે? એટલા ગુસ્સામાં આવી ગયા કે લાગ્યું કે હમણાં આમરણ ઉપવાસ ઉપર બેસી જાસે.

          હવે વિજયભાઈ ની વાત કરયે તો, વિજયભાઈ અને નવીનભાઈ ધંધાભાઈઓ અને મિત્રો પણ ખરા,વિજયભાઈ નું સાસરું નવીનભાઈ ની સોસાયટી “અજમલ ધામ” માં એટલે વિજયભાઈ અવારનવાર “ધામ” માં એટલે સસરાણે  ત્યાં આવતા જાતા હોય એટલે નવીનભાઈ સાથે પાકી મિત્રતા .

કદાચ ,નવીનભાઈ ભરપૂર ગરમી માં એમ કહે કે આજે શિયાળો છે એટ્લે વિજય ભાઈ સ્વેટર પેરી ને આવે નયન ભાઈ એમ કહે ક આજે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે જીતસે એટ્લે વિજય ભાઈ અફઘાનિસ્તાન ની ટીમ ના વખાણ કરવા લાગે ,પછી ભલે અફ્ઘાનિસ્તાન ના પ્લેયર ના નામ ગૂગલ માથી ગોટવા પડે આટલી બધી પાકી મિત્રતા ,ખાલી એટલો ફરક હતો કે નીલમભાભી નવીનભાઈ ના પુર્ણ પત્ની હતા તો વિજયભાઈ તેમના અપૂર્ણ પત્ની હતા.

નવીનભાઈ :અરે ગયા રવિવારે તો આપણે ગયા હતા ,કાકા ની ભાજી ખાવા.

નીલમ ભાભી : કાકા ની ને કાકીની ભાજી ખાઈ ને હું કંટાળી ગાય છું,પિજા ખાવાની ઈચ્છા છે,કેટલો સમય થય ગયો પિજા ખાધા તેને, છેલે મારા મમ્મી આવ્યા હતા ત્યારે ખાધા હતા.

હરિલાલ: લય જાવ ને ભાઈ ,મને તો આવું કોઈ કેવા વાળું મળતું નથી, નકર ત્રણ ટાઇમ હોટેલ માં લઈ જાવ

હવે શકુની પણ જ્યાં ટૂંકો પડે એવા વિજયભાઈ ના હાથ માં જોરદાર લાગ આવ્યો હતો.

વિજય:હરિલાલ ની વાત સાચી છે ,એમનો જીવ પણ ઘણો મોટો છે ,એ કોઈ દી ના નો પાડે,મે એમને ના પાડતા જોયા નથી,એટ્લે જ મે એમની વાત એક જગ્યા એ ચલાવી છે.કેમ હરિલાલ, કાલ ની પાર્ટી તમારી તરફ થી .

આમ વિજય ભાઈ શકુની હતા તો હરિલાલ પણ ઉણા ઉતરે એવા નો હતા

હરિલાલ :વાંઢા ઓ ને તો તમે ના  પાડી છે,નકર હું જરૂર પાર્ટી માં લય જાત

જાણે ચારસો થી પાંચસો કરોડ ની નુકશાની ગય હોય એવો અફસોસ વિજય ને થયો,સાલું ક્યાં બોલાય ગયું કે  પરણેલા ઓ નેજ જવાનું છે.

નવીનભાઈ : અરે એમાં શું હરિયા (હુલામણું નામ),ચાલ ભાઈ તું તો ઘર નો માણસ કેવાય, કાલ ની પાર્ટી તારી તરફ થી ,

નવીનભાઈ નો આદેશ એટ્લે હરિલાલ માટે હાઈકોર્ટ નો આદેશ ,હરિલાલ વિચાર કરતાં હતા કે કાલે 1000 થી 1500 નો ચૂનો લાગસે ,પછી ચિંતા ખંખેરી ને 135 નો માવો ખાવા નીચે ઉતરે છે.

 પાન ની દુકાને હરિલાલ એની ધૂન માં માવો ખાતા હોય છે ને ત્યાં તેને હકૂડો નામ નો ખતરનાક માણસ મળે છે .ખતરનાક એટ્લે એ આતંકવાદી પ્રવુંતિ નથી ચલાવતો પણ તેની પ્રવુતિ આતંકવાદી થી કમ નથી હોતી.હકૂડો અને હરિલાલ બનેવ ને 36 મો નહીં પરંતુ 36,72 અને 144 ના  આંકડાઓ હતા .

હકૂડા નો પરિચય આપીએ તો હકૂડો પણ નવીનભાઈ ન ધંધા ભાઈ હતો .તેનું હુલામણું નામ હકૂડો હતું.

સાચું નામ “સુનિલ”,પરંતુ હકૂડા ના બાપુજી પાસે થી એવું જાણવા મળ્યું હતું કે હકૂડો નાનપણ માં નીંદર માં કુતરા ની જેમ “હૂંક””હૂંક” એમ હૂંકતો હતો ,ત્યારથી તેનું નામ હકૂડો પડી ગયું હતું.

આમતો હકૂડો બધીરીતે શાંત માણસ પણ ક્યારેક ક્યારેક હકૂડા ને હડકવા ઉપડે ત્યારે સામે વાળા ની દેવાય જાય.તેનું આવું ભયાનક વર્ણન કરવા પાછળ ઘણા કિસ્સા ઓ છે ,એમાંનો એક કિસ્સો તમને જાણવું છું .

ગુજરાત એટ્લે ગાંધીજી ની જન્મભૂમિ અને જ્યાં ગાંધીજી હોય ત્યાં મદિરા પાન ની સખત મનાય હોય,પણ જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં વારે તહેવારે જુગાડ તો થય જ જાય.એક વાર હકૂડો તેના ધર્મપત્ની સોનલ જોડે તેમના 1 વર્ષ ના બાળક “લવ” ને પણ સાથે લય ને નાસિક સાઈબાબા ના દર્શન કરવા ગયા. હકૂડા નું મિત્ર સર્કલ ઘણું મોટું હતું,એમાં વળી સુરત ના  કોઈ મિત્ર એ નાસિક થી મદિરા ની એક બોટલ મગાવી હસે,એટલે હકૂડા એ કપડાં ના થેલા માં બોત્તલ લય ને નાખી દીધી.(મિત્ર એ માંગવી છે એવું હકૂડા એ સોનલ ને કીધેલું બાકી બૉટલ તો તેના માટેજ હતી)

હવે તેઓ જે બસ માં આવતા હતા તે બસ માં પોલીસ નું ચેકિંગ આવ્યું,એટ્લે સોનલ ભાભી તો મુંજાણા

પણ હકૂડો તો લખણ નો પૂરો એટ્લે જેવુ ચેકિંગ આવ્યું એટ્લે હકૂડા એ તેના દીકરા લવ ને જોરથી ચીમ્ટો ભર્યો ,એટ્લે લવ જોર જોરથી બરાડા પાડવા લાગ્યો, ને આખી બસ માથે લીધી.

હકૂડો : સોનલ,ધ્યાન રાખને ,કેમ રોવે છે ?

સોનલ : તમારી પાસે જ રોવે છે ,લાવો મારી પાસે.

આમ બેવ માણાં ખોટું ખોટું લડવા લાગ્યા ,બિચારા સાહેબ હકૂડા પરિવાર નો કકળાટ જોય ને ચેકિંગ કર્યા વગર નીકળી ગયા ,હકૂડા નો પ્લાન સફળ થયો ,એક ભાઈ હકૂડા ની આગળ ની સીટ પરથી,

“વાહ ,બેટા બચી ગયા ,થેંકસ “

હકૂડો : લાવો 100 રૂપિયા ,થેંકસ ની માંને દેય છે ,છોકરો રોવે છે એ નથી દેખાતું,અને દારૂ ની બૉટલ લય ને આંટા મારો છો,

પેલા ભાઈ ત્યાં થી ભાગી ને આગળ ની સીટ પર બેસી ગયા.

આવો હતો હકૂડો ,હવે મૂળ વાત પર પાછા ફરીએ તો હરિલાલ અને હકૂડો પાન ની દુકાન પર ભેગા થય ગયા ,

હકૂડો : કેમ હરી આયા ?(હકૂડો 10 કિલોમીટર દૂર થી આયા આવ્યો ને હરી ના  ઘર પાસે આવી ને હરી ને પૂછે છે)

હરિલાલ : અકળાઇ ને મારે તને પૂછવાનું હોય કે તું આયા ઠેઠ કેમ આવ્યો,

હકૂડો : હોશિયાર નો દીકરો ,હૂઁ તો નવીનભાઈ ને મળવા આવ્યો છું ,મે એવું સાંભળ્યુ છે ક તું કાલે છોકરી જોવા ગયો હતો,શું થયું પછી?

હરિલાલ લાલ પીળા થાય ને બોલે છે “કામ ની વાત કરને “

હકૂડો: તો પછી તું કાલે પાર્ટી શેની આપવાનો છે ?(વિજય ભાઈ એ ફોને કરી દીધો હતો)

હરિલાલ: હોશિયાર નો દીકરો ,તને ફોન કરી દીધો લાગે છે શેઠે(નવીનભાઈ)

હરિલાલ મન માં વિચારે છે ક બીલ તો મોટું થવાનું છે ,શેઠ ગમે તેમ આમંત્રણ આપવા લાગ્યા છે ,કઈ ક કરવું પડશે,

હકૂડો: શું વિચારે છે હરી?બીલ મોટું આવસે એમ ને?એમાં શુ થય ગયું,

હરિલાલ મનમાં વિચારે છે આ મેલી વિધ્યા વાળો લાગે છે ,જે વિચારીએ એને ખબર પડી જાય છે

હરિલાલ : ના  ભાઈ હૂઁ વિચારું છું કે, લવ નાનો છે એટ્લે તું તો પાર્ટી માં નહીં આવે ને?

હકૂડો : ના હરિલાલ, એ પણ પિજા ખાય છે ,હું તો આવાનો છું ,તારી પાર્ટી માં બીજો મોકો મળે ન મળે

              એટલા માં હરિલાલના ફોનની રિંગ વાગે છે .ફોનમાં માધવભાઈ કરીને એક મિત્ર નો ફોને આવે છે.

              હવે માધવભાઈ નો પરિચય આપીએ તો એ પણ હરિલાલ ના મિત્ર અને એ પણ પરણેલા,એ આમ તો મૂળ મિત્ર વિજયભાઈ ના પણ વિજયભાઈ અને માધવભાઈ એક જ સોસાયટી માં રહે,એટલે તેમની સાથે “ધામ” માં એટલે વિજયભાઈ ના સસરાને ત્યાં અવારનવાર આવતા હોય એટલે નવીનભાઈ અને હકૂડો સાથે પણ સારી મિત્રતા થઈ ગઈ હતી.તેઓ ઇંન્કમટેક્સ અને લોને ક્ન્સલટન્સી નું કામ કરતાં, થોડા ભણેલા એટલે કાયદા ની જાણકારી ખરી મૂળ સ્વભાવ તેજ,ગરમ થતાં વાર નો લાગે પણ ફટાફટ ઠંડા પણ થઈ જાય.

               વિજયભાઈ અને હકૂડા જેવા હોશિયાર લોકો સાથે રહીને હવે તેઓ શાંત થઈ ગયા હતા.

માધવભાઈ   હેલ્લો ! હરિ, તારો બાયોડેટા અને ફોટો વોટ્સઅપ કર એક જગ્યા એ વાત ચલાવાની છે .

હરિલાલ તો આ સાંભળીને રાજીના રેડ થાય ગયા ,

હરિલાલ : હમણાં જ મોકલું, છોકરી શું કરે છે , માધવભાઈ ?

માધવભાઈ : હજુ કાલે જોવા જઈ એ પછી ખબર પડે, મારે ત્યાં એક ક્લાયન્ટ છે બિહાર બાજુના ,તેની ભત્રીજી છે.

                 હરીલાલ ભાઈ મુંજાણા પણ પાછા મનમાં, વિચારવા લાગ્યા કે “ન મામા કરતાં કાણો મામો સારો”

હરિલાલ : કાઇ નહીં , હમણાં મોકલું છું.નવરા હોય તો આવો પાનમાવો ખાવા,હકૂડો,વિજય,શેઠ,બધા આવ્યા છે આવો બેસવા,માધવભાઈ ફોને મૂકે છે

હકૂડો : હું આયા ક્યારનો ઊભો છું મને તે પાન માવા નું પૂછ્યું નહીં ને બીજાને પાન માવો ખાવા બોલાવે છે.

હરિલાલ : અરે માધવભાઈ હતા, માંગુ લઈને આવે છે અને તને તો કાલે પાર્ટી આપું છું પછી શું પૂછવાનું એમ કઈને, પાન ના પૈસા આપ્યા વગર હરિલાલ હાલતી પકડે છે.મારે ઉતાવળ છે, બાયોડેટા બનાવો છે.

 બિચારા હકૂડા ને પૈસા અપવા પડે છે .

 હરિલાલ હરખાતા હરખાતા ઘરે પહોચે છે .

 હરિલાલ : શેઠ(નવીનભાઈ નું હુલામણું નામે) સાહેબ (માધવભાઈ નું હુલામણું નામ)મારી માટે એક માગું લાવ્યા છે,બાયોડેટા મોકલવાનો  છે, ફોટો મોકલવાનો છે.

વિજય : જોયું તે ખાલી પાર્ટી આપવાનું કીધું એટલે માગા આવવા લાગ્યા , મે એટલે જ તને કીધું કે કાલની પાર્ટી હરિલાલ તરફથી, હવે તો સાહેબને પણ પાર્ટીમાં બોલાવવા જોઈશે .

            હરિલાલ પાછા મુંજાણા, હારુ કાલે તો સીસોટી વાગવાની છે હવે કોઈ વધે નહિ તો સારૂ (પાર્ટીમાં)

        થોડીવારમાં હકૂડો અને પ્રદીપ (રસ્તામાં મળી જાય છે) શેઠના ઘરે આવે છે. નવીનભાઈ આવો આવો પ્રદીપ, આવ હકૂડો.

        પ્રદીપની વાત કરીયે તો હરિલાલ અને હકૂડાનું મિશ્રણ, એ જે જગ્યાએ બેઠો હોય ત્યાં હાસ્યની છોળો ઉછળે. મૂળ તો એ નવીનભાઈનો નિશાળનો ભાઈબંધ, બંને વચ્ચે પાકી દોસ્તી એક રીતે કહીયે તો વિજય તેની અપૂર્ણ પત્ની હતા તો પ્રદીપ તેમની પ્રેમિકા (હા...હા....હા....)

        અને આમ પ્રદીપભાઇ , હરિલાલ ના સાઢુભાઈ એટલે પ્રદીપભાઇ પણ કૂવારા એ પણ ત્રિસી વટાવી ચૂકેલા

        હરિલાલને કંજુસાયની સમસ્યા હતી તો પ્રદીપભાઇને આળસની સમસ્યા. પ્રદીપભાઇનું આખું શરીર એટલે ભોદા જેવુ શરીર, ચાલતો હોય તો એમ લાગે સેલ વાળુ રમકડું, સેલ ખાલી થઇ ગયા પછી હાલ્યું આવતું એમ લાગે, શર્ટ કોઈદી પેરે નહીં એટલે મારો કેવાનો મતલબ છે ટી-શર્ટ પહેરે કારણકે શર્ટ માં બટન દેવા પડે તે કોણ માથા કૂટ કરે પાટલૂન ઇલાસ્ટિક વાળુ પહેરે

          જ્યાં બેસી જાય ત્યાં થી પછી ઊભો ના થાય તેનું સૂત્ર હતું “ આજ કરે સો કલ કર,કલ કરે સો પરસો , ઈતની ક્યાં જલ્દીહે જબ જીના હે બરસો”

           આમને આમ ભાઈ હરિલાલ ના સાઢુભાઈ બની ગયા હતા . તેની આળસ માં એક અપવાદ હતો પ્રદીપ એમ બી એ સુધી ભણેલો હતો. હવે શેઠ ના ઘરે વિજય , હકૂડો , પ્રદીપ , હરિલાલ , સાહેબ(માધવભાઈ) બધા ભેગા થાય છે .

           વિજય નો ફોને રણકે છે (પાયો જી મેને રામ રતન ધન પાયો)

           ત્યાં તો વિજય ના ધર્મ પત્ની મીનાબા નો ફોન હતો “ ક્યારે આવો છો ? આમ ને આમ રખડ્યા કરો છો,ઘર માં ટાટિયો ટક્તો નથી ”

           બિચારા વિજયભાઈ ની સીસોટી વાગી જાય છે.

વિજય : આવું છું હમણાં , એક મિટિંગ માં બેઠો છું .

હરિલાલ : “મીના બા નો ફોન હતો ? ”

            હરિલાલને પરણેલા ની લાઇફ માં દખલગીરી કરવાની ખૂબ મજા આવતી

           હવે “મીના  બા” એટલે તેઓ દરબાર નહોતા,મૂળનામ “મીના” વિજય ની ધર્મ પત્ની પરંતુ બધા વહાલ થી “ મિનાબા” કહેતા, કારણ, મીનાબા કોઈ મહેમાન ને  આવકારો આપે તો આખો પહોળી અને મોટા ડોળા કાઢીને કહે “આવો આવો” બિચારો માંડ માંડ ઘરમાં આવે. કોઈક જમવા આવ્યું હોય તો પીરસતી વખતે તાણ એવી  કરે જાણે દાદાગીરી કરતાં હોય “ આપું, ભાત ખાવાનો , દાળ આપું”મોટી આખો અને હાવભાવ જોઈ જેવા તેવા માણસ ને તો એટેક આવી જાય એટલે એમનું નામ “મિનાબા”પડી ગયું.  

વિજય :  હરિલાલ તારા ભાભીનો ફોન હતો ,ક્યારે આવો છો પૂછતાં હતા ?

સાહેબ : પૂછતાં નહીં હોય ,ઘસકાવતા હશે.

નવીન શેઠ :  પરણેલા ઓને ટાઇમે ઘરે પહોચવું પડે, વાંઢાઑ ગમે ત્યારે જાય તો ચાલે તોય આ હરિલાલ અને પ્રદીપને પરણવાની ઉતાવળ કેટલી છે .

પ્રદીપ : આને ઉતાવળ કેવાય , ત્રીસ વર્ષ થય ગયા , હવે કઈ થોડો અમારો વાક છે

હકૂડો : પ્રદીપભાઇ તમને તો નિરાંતે કામ કરવાની આદત છે .

વિજય : હવે માથાકૂટ છોડો,કાલ ની પાર્ટીનું શું છે, નક્કી કરો , કાલે કયાં અને કેટલા વાગે જવાનું છે.

નવીનભાઈ : જકાતનાકા , ડોમિનોઝ પિઝા માં ભેગા થાઈ બધા સાંજે 7 વાગે .

સાહેબ : કાલે સવારે  10 વાગે તો આપણે કન્યા જોવા જાવાનું છે.હરિલાલ તૈયાર રેજે.

હકૂડો : ઇ તો વર્ષો થી તૈયાર છે સામે વાળા તૈયાર થતાં નથી , સાહેબ .

હરિલાલ : હોશિયારનો દીકરો , તારી જેમ અમારે લફરા કરી ને લગન નથી કરવા , સમજ્યો નકર તો કયાર ના થઇ ગયા હોય.

(હકૂડા ના લવ મેરેજ થયેલા હતા)

હકૂડો : એને  પ્રેમ કહેવાય હરિ,લફડા નહીં,બકા .

હરિલાલ : હા ભાઈ , અમનેય પ્રેમ જ કરવો છે . લગન થઈ ગયા પછી , કઈ મેળે આવતો નથી, જોઈએ હવે કાલે .

હકૂડો : જો ભાઈ , કાલે તારું ફાઇનલ થાય કે ન થાય સાંજે પાર્ટી આપવાની ફાઇનલ છે , ફરી ના જતો

સાહેબ : થાય જસે ભાઈ ફાઇનલ , ન થાય તો બીજી કન્યા શોધશું ,પાર્ટી ફાઇનલ છે ભાઈ

                આમ બધા સવારે છોકરીને જોવા જવાનો પ્લાન તેમજ સાંજની પાર્ટીનો પ્લાન બનાવે છે.સવારે પ્રદીપ, હરિલાલ, માધવભાઈ અને નવીનભાઈ નક્કી કરે છે, સવારે છોકરી જોવા જવાનું .

                પ્રદીપ અને હરિલાલ બને પાકા મિત્રો એટલે એ છોકરી જોવામાં સાથે તેમજ બંને એકબીજાને સલાહ આપ્યા કરે, સમ-દુખીયા ખરા ને, ઘરે જતાં જતાં પ્રદીપ હરિલાલ ને કહે છે

પ્રદીપ : હરિલાલ , જો ભાઈ બોવ ટેન્શન ના લેતો છોકરી ના પડે તો ડોફે મારે જાય આપણે બીજી શોધી લેશું.

હરિલાલ : અરે આમ ને આમ ડોફે મારે જાય તો પછી આપણી જિંદગી ડોફે મારે જસે ભાઈ .

           હરિલાલ ને તો આખીરાત નીંદર આવતી નથી ,છોકરી બિહાર ની છે,ગુજરાતી આવડતું હશે કે નહીં,ઇ તો ઠીક છે પાછું આપણને હિન્દી ક્યાં આવડે છે.આમ ને આમ વિચાર કરતાં સવાર પડી જાય છે.

સવાર માં હરિલાલ ,પ્રદીપ ,સાહેબ ,નવીનભાઈ અને નીલમ ભાભી બધા ભેગા થાય છે,

સાહેબ તેના ક્લાઈંટ કેશવલાલ મિશ્રા ને ફોન કરે છે.

સાહેબ: મિશ્રાજી,રામ રામ,ભૈયા હમ નિકલ રહે હે ,આધે ઘંટે મે પહોચ જાયેંગે,

મિશ્રા: અરે સાહેબ ,આપ નીકલો , સબ તૈયારી હો ગયી હે ,લડકી ભી ગાવ સે આઇ હુઈ હે ,ઉસકા ભાઈ ઔર માતાજી ભી હે ,આપ આ જાઓ ,

હરિલાલ : અરે સાહેબ, છોકરી તો સારી છે ને ,સાહેબ આ હિન્દી ભાષી હારે કેમ મેલ પડસે,

પ્રદીપ વચે બોલે છે

પ્રદીપ : આ ઉમરે ભાષા નો જોવાની હોય,ઇ તો આવડી જાય,છોકરી તારી કરતાં તો સારી જ હસે,એ તો સારું તને હિન્દી નથી આવડતું, તેને ગુજરાતી નથી આવડતું ,કોઈ દી,બાધવાનું થાય જ નહીં,સમજાય તો થાય ને

સાહેબ : અરે ભાઈ ,છોકરી 20 વર્ષ ની છે, બિહાર માં છોકરી વાળા ને દહેજ ઘણું આપવું પડે ,ત્રણ બેન છે માં બાપ સાવ ગરીબ છે,પાછું દહેજ આપ્યા પછી પણ છોકરો સારો નીકળે તેની કોઈ ગૅરંટી નહીં,દારૂડિયો પણ નીકળે ,એ લોકો ના સમાજ માં બહુ તકલીફ છે,એટ્લે મે કીધું છે કે ભાઈ આપણે ખાલી છોકરી જોઇયે છે,એક રૂપિયો જોતો નથી,લગન પણ અમે કરાવી આપશું અને મિશ્રાજી મને ઘણા ટાઈમ થી ઓળખે છે,તેની ભત્રીજી જ છે,બધી જવાબદારી તેમણે લીધી છે,છોકરી સુખ માં આવતી હોય તો શું વાંધો હોય કોય ને,      ઉમર નો ફરક છે થોડો ,પણ આ બધી ચોખવટ મે કરી દીધી છે.

નવીનભાઈ : સાહેબ ની વાત સાચી છે,હવે હરિલાલ જયા મળે ત્યાં કરી નાખવાનું હોય,ઘર સાચવી લે એટ્લે બહુ થયું

નીલમ ભાભી : એ તો હું બધુ શીખવાડી દઇશ ,હરિ ,તમતમારે ઉપાધિ કરો માં ,

નવીનભાઈ : ઉપાધિ તો પછી શૂરું થશે ,

નીલંમ ભાભી: શું બોલ્યા હળવેક થી ?

નવીનભાઈ  : કઈ નહીં ,ઉપાધિ શું કરવાની ,એમ ,

આમ બધા હરિલાલ ની મીની જાન લય ને ઉપડે છે.

ગાડી ધીમે ધીમે ઉતરભારતિયો ના વિસ્તાર માં પહોચે છે,સોસાયટી ના ગેટ ઉપર જ મિશ્રાજી ઊભા હતા બધા ને મીઠો આવકારો આપી ઘરે લય જાય છે .

મિશ્રાજી : આને મે કોઈ તકલીફ તો નહીં હુઈ ,

સાહેબ : નહીં નહીં, મિશ્રાજી, યે હે લડકા ,હરિલાલ ,હમ ઉસે પ્યાર સે હરિ બુલાતે હૈ ,યે ઉનકે બડે પાપા કે લડકે નવીનભાઈ ઓર ઉનકી ધર્મપત્ની નીલમબેન ઓર યે હરિ કે  મિત્ર પ્રદીપ,

બધા એક બીજા ને રામ રામ કરે છે ,

મિશ્રાજી : તો હરિજી આપ ક્યાં કરતે હો,

હરિ ની માથે આભ તૂટ્યું હિન્દી આવડે નહીં ,તોય હિમ્મત ભેગી કરી ને ,

હરિલાલ : સાડી કા લે વેચ કા કામ હે ,

મિશ્રાજી : કહા તક પઢે હો,

હરિલાલ : અભી તો મારા ત્રીસ માં વરસ ચાલુ હે,

પ્રદીપ: (કોણી મારી ને) ,અરે બઢે હો નહીં ભાઈ પઢે હો,કેટલું ભણ્યો એમ પૂછે છે

હરિલાલ : દસ ધોરણ સુધી પઢાઈ હે

સાહેબ ને મન માં વિચાર આવે છે આ હરિ સાથે વધુ વાત ચાલી તો લોચો થય જસે,એટ્લે વાત બદલાવતા કહે છે,

સાહેબ: મિશ્રાજી લડકી કહા હે ,

મિશ્રાજી : અરે હા મે તો ભૂલ હી ગયા ,અરે સાવિત્રી ,બેટા ,પાની લે કે આઓ

હરિલાલ ના મન માં લાડવા નો વરસાદ થવા લાગ્યો .કેટલા સમય પછી હરિલાલ ની ઈચ્છા પૂરી થવાની હતી ,તેને રાઝ પિક્ચર નો ડાયલોગ યાદ આવ્યો “ કિતને સાલ હો ગયે ઇસ પ્યાસી જમીન પર બરસાત કી એક બુંદ તક નહીં ગિરિ “

હરિલાલ : “લેકિન આજ યહાં તુફાન આયેગા “એમ મન માં બોલતા સાચુકલા બોલાય ગયું,

પ્રદીપ : કોણ તોફાન કરે છે હરિ ....હરિ....હરિયા

ત્યાં તો હરિ ના વિચારો ભંગ થાય છે ને સામે જ સાવિત્રી પાણી નો ગ્લાસ લય ને હાથ હરિ તરફ લંબાવે છે હરિ ના જીવન માં જાણે વર્ષારાણી આવી હોય તેમ સાવિત્રી ના ચેહરા પર નજર નાખે છે અને જાણે બળતણ માટે કોલસો લેવા ગયા હોય ને હીરો હાથ માં આવી જાય એવો અનુભવ થાય છે.

રૂપ જાણે ચંદ્રમા નો પ્રકાશ ,લાજ જાણે લજામણી નો છોડ અને આંખો જાણે નીલ કમલ, એવી હતી સાવિત્રી,

બધા ને પાણી આપી સાવિત્રી અંદર ના રૂમ માં ચાલી જાય છે,

સાહેબ: મિશ્રાજી,લડકા ઓર લડકી દોનો કો અકેલે મે બાત કર ને કે લિયે અકેલા છોડ દેતે હે,

મિશ્રા: હા ક્યો નહીં,ચાલો હરિજી અંદર આ જાઓ ,

હરિલાલને તો પરસેવો વલ્યો,”પદીયા (પ્રદીપ) ચાલ ને તું પણ મારી સાથે “હાથ પકડી ને હરિલાલ પદીયા ને પરાણે રૂમ માં લય જાય છે,

રૂમ માં બેજ ખુરશી હોય છે, હરિલાલ ખુરશી પર બેસે છે ,પ્રદીપ બાજુમાં ઊભો રહે છે ,સાવિત્રી હરિલાલ ની સામે નીચે નજર નાખી ને બેઠી છે,

રૂમ માં નીરવ શાંતિ છે,પ્રદીપ થી બહુ ચૂપ રેવાય નહીં ,"કૈસાન બા સાવિત્રીજી ,સબ ઠીકઠાક હૈ "

સાવિત્રી એ ધીમે ક થી માથું ઊંચું કરી પ્રદીપ સામું જોય ને "ઠીક બા,સબ ઠીક "

પ્રદીપ : કાગડો દહીથરું લય ગયો,એની માને કેટલી જોરદાર છોકરી છે,

હરિલાલ : પદીયા ,ચૂપ થા ,શું કૈ પણ બોલે છે,

પ્રદીપ : એને ક્યાં ગુજરાતી આવડે છે,વાત તારે કરવાની છે ,તું વાત કર ,

હરિલાલ હિમ્મત ભેગી કરી ને :" નિશાળ ક્યાં સુધી ગયે હો ?

પ્રદીપ: મતલબ કે કહા તક પઢે હો આપ,

સાવિત્રી શરમાય ને જવાબ આપે છે : હમ બી.એ કિયે હે ,ઓર આપ ?

પ્રદીપ : હમ એમ બી એ કિયે હે

હરિલાલ : તું છોકરી જોવા આવ્યો છે કે  હું ?

પ્રદીપ  : તો તું વાત કરને ,હું તો આ ચાલ્યો આમ કહી પ્રદીપ બાર નીકળી જાય છે.

હરિલાલ બિચારા કાય બોલે નહીં ને શું કરવું કાય સમજ પડે નહીં,મન માં વિચાર કરે છોકરી તો મસ્ત છે પણ વાત શું કરવી? છેવટે હિમ્મત કરી ને "તું મને ગમ ગયી હો ,મે લગન કરને માટે તૈયાર હું"એમ કહી બાર નીકળી જાય છે.

બધા બાર ના રૂમ માં બેસી ચા પાણી પી ને,પાછા ઘર બાજુ રવાના થાય છે,નવીનભાઈ ગાડી ચાલુ કરી ને "શું હરિ છોકરી ગમી કે  નહીં "

નીલમભાભી : છોકરી ને એ ગમ્યા કે નહીં ,એ જાણવું જોઈ ,આ છોકરી તો સરસ હતી ,

સાહેબ : કાલે મિશ્રા જી ને પૂછી ને ફાઇનલ કરી નાખીએ ,

હરિલાલ : કાલે નહીં સાહેબ આજે જ ફાઇનલ કરી નાખો,પાછું કૈ ક વિઘ્ન નો આવી જાય ,

સાહેબ : શાંતિ રાખો ,બધુ આપના હાથ માજ છે ,આજે સાંજે પાર્ટી માં ભેગા મળી ને ચર્ચા કરીયે ,હરિલાલ ને ઘોડીએ ચઢાવીએ ,

પ્રદીપ: સાહેબ ,મારૂ પણ કાઈક ગોઠવો ને,આપણે પણ બિહાર બાજુ હાલસે ,જોરદાર છોકરી છે ,પાછી ભણેલી પણ છે...હરિલાલ ફાવી ગયા...

સાહેબ : ચાલો ભાઈ,મારૂ ઘર આવી ગયું ,સાંજે બધા ભેગા મળીએ ,

આમ બધા સાંજે મળવાનું કહી ને છૂટા પડે છે

હરિલાલ ભાઈ તો મન માં ને મનમાં એવા ફૂલાણા કે સાંજે જવાબ ક્યારે આવસે તેની રાહ માં ગુજરાતી ટૂ હિન્દી શીખવાની ચોપડી લેવા ચાલ્યા ગયા.

સાંજે 7 વાગે બધા જકાતનાકા ભેગા થાય છે.હરિલાલ સાહેબ ને ગોતે છે,”સાહેબ ક્યાય દેખાતા નથી”

હકૂડો : હરિલાલ તારું ફાઇનલ નો થાય તોય પાર્ટી તારે જ આપવાની છે

હરિલાલ : તો શેની પાર્ટી ભાઈ ?તો હું બિલ નહીં આપું

હકૂડો : એટ્લે તને હજુ પાકું નથી એમને ,

વિજયભાઈ :અરે ,હરિલાલ ભાઈ હા જ આવસે ,તમતમારે હાલો ઓર્ડર આપો ત્યાં સાહેબ આવી જસે

બધા ઓર્ડર આપે છે ,

ડોમિનોજ માં પેલા પૈસા આપવાના હોય પછી ઓર્ડર લેવામાં આવે ,હરિલાલ કંજૂસ ખરા એટ્લે મન માં વિચારે છે,સાલું ઉપર થી ના આવી તો ?પાર્ટી ફોગટ જસે ,

હકૂડો: હરી,એમ વિચારે છે કે, “ના” આવી તો પાર્ટી મફત જસે,

હરિ મન માં વિચારે છે સાલો ગજબ નો છે ,હું વિચારું એ ખબર પડી જાય છે,

ત્યાં સાહેબ આવે છે,ઓર્ડર  અને પૈસા બને અપાય જાય છે,હકૂડા ને “હાશ” થાય છે ,

સાહેબ સીધા નવીન શેઠ પાસે જાય છે “નવીન ,યાર લોચો થય ગયો “હરિલાલ પણ બાજુમાં આવે છે

હરિલાલ : શું થયું સાહેબ? ના નથી પાડી ને ?

સાહેબ : હરિ ના ખભા ઉપર હાથ મૂકી ને કહે છે ,દોસ્ત ના તો નથી પાડી પણ હરિ તું એને ધ્યાન માં આવ્યો નથી,તારે પ્રદીપ ને હારે લય જવાની શું જરૂર હતી?

હરિલાલ : એટ્લે તમારો મતલબ છે પ્રદીપ ધ્યાન માં આવી ગયો?

સાહેબ : હા ,સાવિત્રી પોતે ભણેલી છે,એટ્લે તેને આજીજી કરી કે સાહેબ જી હમ લૉગ તો ગરીબ લોગ હે હમે કોઈ પૂછતાં ભી નહીં,કે લડકા કેસા પસંદ હે ,હમારે મે કોઈ પઢાલીખા તો હોતા નહીં,તો અગર હો શકે તો વો એમ બી એ કિયા હુઆ લડકા મુજે પસંદ હે

જમવા ના ટેબલ પર સન્નાટો છવાય ગયો,હકૂડો મન માં ને મન માં હસતો હતો,

જો કોઈ ને વધુ મજા આવી હોય તો તે પ્રદીપ હતો ,લાડવો સીધો મોં માં આવી ગયો,પણ તો પણ બધા ને બતાવા માટે નીમાંણો થય ને બેઠો હતો ,

હરિલાલ ની હાલત કાપો તો પણ લોહી ના નીકળે એવી થય ગય ,ત્યાં પિઝા ટેબલ ઉપર ઓર્ડર  આવી જાય છે,

વેઇટર: મિસ્ટર હરિલાલ ,યોર ઓર્ડર ઇસ રેડી ,

હરિલાલ વેયટર ની સામે દુખ ભરી નજર નાખી ને કહે છે “જિંદગી ના ઓર્ડર ની મા- બેન એક થય ગય છે,

હવે તારા આ ઓર્ડર રેડી હે તો મે ક્યાં આના અથાણાં કરું”

પ્રદીપ : કાય નહીં હરિ ,બીજી મળી જસે ,છોકરિયું તો એક જાય ને બીજી આવે ,તું કેતો હોય તો હું પણ ના પાડી દવ ,બોલ , એમાં ઉદાસ હું થવાનું ,ચાલ પિજા ખા ને મોજ કર,

હરિલાલ : સાલા ,એક તો તારે લીધે મારી જિંદગી ની ચોપાટ ની બધી કૂકરી શહીદ થય ગય ને મને શિખામણ આપે છે , ના પાડી ડે બહુ પેટ મા બળતું હોય તો મારુ,

 સાલું કેતા તો કેવાય ગયું પ્રદીપ થી ,પણ અંદર તો તેના મનમાં ઈચ્છા તો હતી કે આપણે લગન કરી નાખીએ ....

હકૂડો : અરે હરિ,પિઝા ખાઈ લે ભાઈ,પૈસા અપાય ગયા છે, પ્રદીપ નું થતું હોય તો આપણે શું વાંધો છે,એ ક્યાં બહાર નો માણસ છે ,સાહેબ , પ્રદીપ નું કરી નાખો ,એમાં કઈ વાંધો નહીં ,

પ્રદીપ ને થયું હમણાં ઊભો થાય ને હકૂડા ને બકો ભરી લવ ,

નવીનભાઈ : સાચી વાત છે,છોકરી ને જે ગમે તે સાચું હરિ, છોકરી સારી કેવાય ચોખવટ કરી ને વાત કરી ,

લગન પછી કાય તકલીફ પડી હોય તો ,બરાબર છે સાહેબ ,હવે પ્રદીપ ની વાત ચલાઓ ,

નીલમ ભાભી ,મીનાબા,સોનલ અને કિંજલ( સાહેબ ના પત્ની) આરામ થી બીજા ટેબલ ઉપર પિજા ની મિજબાની કરી રહ્યા છે, એ લોકો ને આ બાજુના ટેબલ માં શું થાય છે કઈ ખબર નથી ,મસ્ત પાર્ટી કરી ને બધી લેડિસ આ બાજુ જેન્ટસ ના ટેબલ ઉપર આવી ને ......

નીલમ ભાભી : સાહેબ ,કઈ જવાબ આવ્યો હરિલાલ નો,

બધા જેન્ટસ એક બીજા ની સામું જોય ને હરિલાલ ની સામું  જોવે છે.......

સાહેબ :ભાભી ,હરિલાલ તો છોકરી ને ગમ્યા નથી પણ, પ્રદીપ ગમી ગયો છે બોલો .........

નીલમ ભાભી મન માં વિચારે છે છોકરી પણ ગાંડી લાગે છે “એમ થોડું ચાલે સાહેબ ,જે જોવા આવ્યા તા તેને “ના” અને સાથે આવવા વાળા ને “હા” ,તમે પેલા મિશ્રાજી ને પ્રેશર આપો ,”

હરિલાલ ની આંખો માં ચમક આવે છે ....પ્રદીપ મુંજાય છે....

વિજયભાઈ : હા બરાબર છે, એમ થોડું ચાલે ,બિચારા હરિલાલ ને આમાં શું સમજવું?

વિજયભાઇ ને એમ કે શેઠ ભાભી નો વિરોધ કરસે નહીં ,એટલે સારું લગાડવા માટે બોલ્યા ,

શેઠ આમ તો નીલમ ભાભી નો વિરોધ કરે નહીં ,પણ વાત જ્યારે સત્ય અસત્ય ની હોય ત્યારે શેઠ નો પિત્તો સાતમાં આસમાને ચાલ્યો જાય.

નવીનભાઈ : ચૂપ થા ને હવે ,તને શું ખબર પડે ,છોકરી ને ગમતો નો હોય તો પણ પરાણે થોડું કરાય,તમે પિઝા ખાય લીધા હવે તમારું કામ કરો જાવ ,

બધા મિત્રો તો સ્તબ્ધ થય ગયા ,

વિજય ભાઈ : હા ,બરાબર છે,પરાણે થોડું કરાય ,

નીલમ ભાભી : તમે વિજય ભાઈ ,બેવ બાજુ ઢોલ વગાડો છો,નારદ જેવુ તમારું કામ છે.

એમ કહી ને બધી લેડિસ બીજા ટેબલ પર ચાલી જાય છે.

સાહેબ : તો હવે પ્રદીપ નું નક્કી કરી નાખીએ ,શું કેવું મિત્રો બધાનું ,

પ્રદીપ : તમારી બધા ની ઈચ્છા હોય તો એમ કરો.......

હકૂડો : ચાલો હવે પિજા ખાય  ને બાકી ની વાત કરીયે

હરિલાલ નો પિત્તો જાય છે “ તને ક્યારના પિજા ખાવા છે ,આલે મારા ભાગ ના પણ ખાય જા ,આયા મારા જીવન ની સિસોટી વાગી ગય છે ને તારે પિઝા ખાવા છે,તમે કોઈ યે મારૂ વિચાર્યું ,હવે મારૂ શું ?

હકૂડો : બીજી પાર્ટી ,નવી છોકરી ફાઇનલ થાય એટ્લે

હરિલાલ : હવે સભ્યતા રાખજે ,નકર મજા નહીં આવે.

હકૂડો : ભાઈ ,બીજા નો ગુસ્સો મારા પર શું ઉતારે છે,

વિજયભાઈ : અરે ,જઘડો માં ,પબ્લિક પ્લેસ પર સારું નો લાગે,

સાહેબ : હરિલાલ શાંતિ રાખો,તમારા માટે 1 મહિના ની અંદર છોકરી ગોતી લાવીશ ,આ મારુ વચન છે,પણ આ વખતે કોઈ ને હારે લેતા નહીં ,ને હવે હું મિશ્રા ને ફોને કરી ને પ્રદીપ તરફ થી પણ હા કઈ દવ છું ચાલો હવે પિઝા ખાય ને ફોન કરીયે, ચાલ હરિ,

હરિલાલ ભારે હૈયે પિઝા ખાય છે ,પણ સાહેબ ઉપર તેને ભરોસો હતો એટ્લે એમને થોડી શાંતિ થાય છે ,

હકૂડો : હરિ,પિઝા ભાવે છે ને ,ખાજે હો ભૂખ્યો નો રહેતો ,

પ્રદીપ : બસ હરિલાલ ,હવે મારાથી રેવાતું નથી, સાંભળો બધા ,આજે બપોરે જ સાવિત્રી નો ફોન હરિલાલ ઉપર આવી ગયો હતો ,હું હરિ સાથે જ હતો, કે મારા થી મારા કાકા ને ના નહીં પડાય ,તમે જ મને રિજેક્ટ કરી દેજો ,મારે ભણેલા છોકરા સાથે લગન કરવા છે ,હું ના પાડીશ તો મારૂ કોઈ માન સે નહીં ,એટ્લે બિચારા હરિલાલે એક પણ પળ નો વિચાર કર્યા વગર સાવિત્રી ને મારી વાત કરી કે મારો આ મિત્ર ભણેલો બી છે ને સુખી પણ છે, એટ્લે અમે પ્લાન બનાવ્યો ,મે સાવિત્રી ને કીધું કે  તું તારા કાકા મિશ્રાજી ને એમ કે જે કે તને પ્રદીપ ગમે છે ,આટલે મિશ્રાજી સાહેબ ને વાત કરસે એટલે હરિ ને સાવિત્રી ને રિજેક્ટ પણ નહીં કરવી પડે અને આપનું કામ પણ થય જાય, હું કઈ ગાંડો નથી કે મિત્ર ના સુખ માં આડો આવું ,આ તો હરિલાલ જેવા મિત્ર મળ્યા ઇનો મને આનંદ છે,કે તેને સાવિત્રી નું પણ માન રાખ્યું અને મારૂ ઘર પણ બાંધી આપ્યું, એટ્લે અમે નાટક કરતાં હતા પણ હકૂડો તેના લખણ મૂકી ના સકયો એટ્લે મારે કેવું પડ્યું ,

હકૂડો : દેખા ,અબ આયા ના લાઇન પે, હું કઈ બોલ્યો નો હોત તો સાચી વાત જાણવા નો મળત

તો હરિ ,તે આ પાર્ટી ના પૈસા નહીં આપ્યા હોય 100 ટકા ,

હરિલાલ : હું થોડો ગાંડો છું ,બેગાના લગન મે અબ્દુલ્લા થોડા દીવાના થતાં હે ,મે બપોરે જ 2000 લય લીધા હતા પદયા પાસે થી.....

બધા ન ચહેરા પર હાસ્ય ફરી વળે છે ......

હકૂડો : હરિ ,હોશિયાર નો દીકરો ,મને સાહેબ ને .....બધા ને રમાડી ગયો .....તો હવે તારી પાર્ટી ક્યારે આપવી છે ....હવે છોકરી હું ગોતીશ તારી માટે ....

હરિલાલ : વાહ સુનિલ વાહ....તારો આભાર .... આ સાંભળી ને હકૂડા ના  મોં માથી પિઝા બાર નીકળી જાય છે ને ઉધરસ ચડી જાય છે....

કિંજલ ભાભી ,નીલમ ભાભી અને મીનાબા ત્રણે એક સાથે પૂછે છે “સુનિલ કોન “

હકૂડો :હું ,બીજું કોણ,હરિલાલ તે આજે મને મારા નામ થી બોલાવ્યો વાહ, મે તારી બોવ રમત કરી યાર સોરી,

હરિલાલ અને હકૂડો બનેવ ના આંકડા ઓ સુધરતા જતાં હતા ....

હરિલાલ : મજાક તે એકલા એ થોડી કરી હતી .....તું નાનો હતો ત્યારે તું કુતરા ની જેમ હૂંકતો એટ્લે તારું નામ હકૂડો પાડ્યું તારા બાપુજી એ ,એ સ્ટોરી તો મે બનાવેલી ને મેજ ગ્રુપ માં તારું નામ હકૂડો પાડ્યું હતું“

બધા ના ચહેરા પર હાસ્ય ફરી વળે છે હકુડો :”હોશિયાર નો દીકરો ,તે મારુ નામ પાડ્યું ?હવે તારી હારે સંબંધ નથી સુધારવો “

હરિલાલ : આટલું જ નહીં તું જે બસ માં મદિરા ની બૉટલ લય ને આવતો હતો તેનો પોલિસ ને ફોન પણ મેજ કર્યો હતો ,

હકૂડો : હરિ, તે તો મારી પત્તર ઠોકી નાખી,છુપા રૂસ્તમ ,

હરિલાલ : તને શું લાગે છે પત્તર ઠોકતા તને એક ને જ આવડે છે ,અને મારાથી વધુ તો પત્તર તારી ઠોકાય નથી ,

બધા મિત્રો હાસ્ય ની છોળો સાથે હરિલાલ માટે જોરદાર તાલી ઓ પાડે છે “વાહ તારા જેવા મિત્રો બધા ને મળે “એટલા માં મિશ્રાજી નો ફોને સાહેબ ઉપર આવે છે સાહેબ ફોન સ્પીકર પર રાખે છે,

સાહેબ: બધા સાંભળો ,શાંતિ રાખો ,

મિશ્રાજી : અરે સાહેબ ,રામ રામ ,હમારી તરફ સે પ્રદીપ કા રિશ્તા પકા સમજો ઓર એક ખુશખબરી ઓર હે કી હરિલાલ કે લિયે મેરી ભાંજી કા રિશ્તા હે “લક્ષ્મી “,વો આઠવી તક હી પઢી હે ,ઉસને હરિજી કા ફોટો ફોન પે દેખા હૈ ઉસકો લડકા પસંદ આ ગયા હૈ

હરિલાલ તો આ વાત સાંભળી કૂદી પડે છે .......”હવે ની બધી પાર્ટી મારી તરફ થી હકૂડા,પદયા લાવ મારી ચોપડી હવે હિન્દી શીખવું પડશે પાછું”

આમ છેવટે બેવ વાંઢા ઓ નું નક્કી થય જાય છે ,બનેવ ના લગન કોર્ટ માં સાહેબ કરાવી આપે છે ,

હરિલાલ –લક્ષ્મી,પ્રદીપ –સાવિત્રી નું લગ્ન જીવન સુખ માં ચાલે છે ને બધા ખાઈ પી ને જલ્સા કરે છે

હરિલાલ :સાલા, હિન્દી અભી ભી આવડતા નહીં હૈ

લક્ષ્મી : કોઈ બાત નહીં ,મને તો ગુજરાતી આવડી ગયું ને .................

મેહુલ દેસાઇ 

૯૦૩૩૧૧૦૮૪૮

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Nikunj Domadiya 1 અઠવાડિયા પહેલા

Verified icon

Mahendra 1 માસ પહેલા

Verified icon

Kalpana Thakkar 1 માસ પહેલા

Verified icon

Mk Kamini 1 માસ પહેલા

Verified icon

Jhanvi 1 માસ પહેલા

શેર કરો