Aatmahatya books and stories free download online pdf in Gujarati

આત્મહત્યા

" ચીઠ્ઠીના ના કોઈ સંદેશ, જાને વો કૌનસા દેશ
જહાં તુમ ચલે ગયે ..........

સાગર ચૌહાણ જે 65 થી70 કિલો વજન , 6 ફુટ 5 ઈંચ જેટલી ઉંચાઈ , ચમકદાર ચહેરો, નાના હેરકટ અને ક્લિન સેવ વાળો ચહેરા સાથે કઈક કરી બતાવાની પ્રબળ ચાહના અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર એક સીધો, સાધો,સુંદર અને માત્ર 22 વષૅ નો યુવાન હતો.

પોતે એક પ્રાકૃતિક વાતાવરણમાં પોતાના મમ્મી-પપ્પાની સાથે ગામડામાં એક પાકા મકાન માં રહેતો હતો. અને પોતે ચાર-ચાર બહેનોનો એકના એક લાડકવાયો ભાઈ હતો.

સાગર અને મારી પ્રથમ મુલાકાત જી. ડી. મોદી કોલેજમાં એમ.એ. ના પ્રથમ સેમીસ્ટર દરમિયાન થઈ હતી. સાગરના મીલનસાર સ્વભાવના લીધે માત્ર ત્રણ-ચાર મુલાકાતમાં જ અમારા બંને વચ્ચે મિત્રતા બધાઈ જાય છે અમે સામાન્ય રીતે વગૅમાં એક બેન્ચ પર જ બેસતા. એમ.એ. ના પ્રથમ સેમેસ્ટર દરમિયાન અમારા મિત્રોનું એક ગ્રુપ બને છે જેમાં છોકરા-છોકરી મળી લગભગ 20-22 જણ હતા અને એમાં મારા અને સાગરના મિત્રો કોમન જ હતા. ગ્રુપમાં બધા ભણવા માટે આતુર, એક-બીજાના હરિફ અને તેની સાથે-સાથે પ્રેમ અને લાગણીઓથી બંધાયેલા હતા. તેમા સાગર પણ એક હતો.

ભણવાની સાથે-સાથે અમે બધા મિત્રો મોજીલા અને સરારતી હતા. લેક્ચર બન્ક કરવા, કેન્ટિનમા સાથે મળી ચા-પૌઆ સાથે ખુબ વાતો કરવી, અને એક બીજાની મજાક કરવામાં તો કઇ બાકી રાખતા જ ન હતા. સાથે-સાથે ચાલુ લેક્ચરમાં વાતો, લાયબ્રેરીમા વાંચવુ, કોલેજ પછી પાણીપુરી,નાસ્તો, આઈસક્રીમ અને ક્યારેક-કયારેક તો હોટલમાં જમવા અને મુવી જોવા પણ જતા અને તેમા સાગરની હાજરી જરૂર હોય.

સાગર સ્વભાવે દયાળુ હતો. તેનુ ઉદાહરણ એ હતુ કે જયારે અમે એમ. એ. માં જોડાયા ત્યારે અભ્યાસક્રમ નવો જ આવ્યો હતો તેથી મટરિયલ મળવુ મુશ્કેલ હતુ. પણ સાગરે પહેલ કરી મટરિયલ અને અસાઈમેન્ટ બનાવી બીજાને પણ લખવા આપી મદદગાર થતો. કોમ્પેટિટીવ પરીક્ષા માટે પણ મદદ કરતો. અને આથી વગૅમાં પણ બધા તેને ઓળખવા લાગ્યા હતા.

મોજમસ્તીમાં સમય ક્યા જાય છે ખબર જ નથી પડતી અને સેમેસ્ટેર-1 ની પરીક્ષા પણ આવી જાય છે અને રીજલ્ટ પણ બોડૅ પર લાગી જાય છે પોતાની ધારણા કરતા વિરુદ્ધ પરિણામ આવે છે પણ સાગર પોતાના પરિણામમાં ખુશ હોય છે.

સેમેસ્ટર-૧ નું ઉનાળુ વેકેશન પણ પતી જાય છે અને સેમેસ્ટર-૨ પણ એજ મિત્રોની મોજમસ્તીમાં ક્યારે પુરૂ થઇ જાય છે ખબર જ નઈ પડતી. અને જોતજોતામા તો સેમેસ્ટર-૩ પણ આવી પહોંચે છે પણ તે સેમેસ્ટર -૧-૨ કરતાં ઘણુ અલગ હોય છે આ સમય એ સાગર માટે ઘણું બધું પરિવર્તન લઇ ને આવે છે.

સેમેસ્ટર-૩ ની શરુઆત રાબેતામુજબ થાય છે. અને આ સમયગાળા દરમિયાન સાગરની સગાઈ થાય છે. તે પોતાની મંગેતર સાથે અનહદ પ્રેમની લાગણીઓ માં બંધાય છે. તે ખુબ જ ખુશ હતો આ સમય દરમિયાન. તે તેની મંગેતર સાથે ઘણો સમય વીતાવતો. મોબાઈલમાં વાતો, વોટ્શએપ કે પછી ટેક્સ મેસેજ તે પોતાની મંગેતર સાથે જોડાયલો રહેતો. અને તે આ સમય માં ઘણો જ ખુશ રહેતો. કયારેક-કયારેક તો તેઓ બંને ડેટ પર પણ જતા. અને આમ તે તેના પ્રેમમાં સંપૂર્ણ ડુબી જાય છે.


આમ સમય પસાર થતો રહે છે એક બાજુ ભણવામાં ને એક બાજુ પ્રેમ માં અને જોત જોતામાં જ સેમેસ્ટર -૩ પરીક્ષા આવી અને જતી પણ રહી. અને સમેસ્ટર-૩ના વેકેશનમાં તો સાગર ના ધામધૂમથી લગન લેવાય છે અને સાગરના માટે આ દિવસો ખુશીઓ લઇ આવે છે.

પણ સમય ને કોણ ઓળખી શકે સાહેબ, બસ થોડા જ સમય માં સાગરની આ ખુશીઓ ને ખબર નઈ કોની નજર લાગી જાય છે. તેના વિવાહિત જીવનમાં તેની પત્ની સાથે નાના-નાના ઝગડા થવા લાગે છે. વધુ પડતા પ્રેમ ના કારણે પોતે દુઃખી થાય છે. અને તેનુ કારણ શાયદ તેની પત્ની ની પાસેથી વધુ એક્સેપ્ટેશન રાખતો પોતે તે હોઈ શકે.

બીજી બાજુ એમ. એ. નુ છેલ્લુ સેમેસ્ટર-૪ પણ શરૂ થઈ જાય છે. પણ સાગર કોલેજ આવતો ન હતો.

અચાનક એક દિવસ અમારા એમ. એ. ના મિત્રોનું એક વોટ્શએપ ગ્રુપ હોય છે તેમાં એક મિત્ર મેસેજ કરે છે કે " સાગર ડીપ્રેશનમાં આવી ગયો છે અને પોતે આત્મહત્યા કરી લેવાની રટ લગાવી બેઠો છે અને તેને પોતાના હાથની નસ કાપી દિધી છે તેના કારણે તેને પાલનપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે " આ મેસેજ જોતા જ બધા મિત્રો દુઃખી થાય છે અને તે ના વિશે થોડી ચર્ચા કરે છે અને બીજા દિવસે જ બધા મિત્રો તેને મળવા જવાનુ નક્કી કરે છે.

મેસેજ કરનાર મિત્ર હોસ્પિટલની બાજુમાં પોતાની હોટેલમાં હોય છે અને ત્યા સાગર ની બહેન સાથે મુલાકાત થતા તેને સાગરની હાલત વિશે જાણ્યું ને પછી અમને જણાવ્યું.

બીજા દિવસે સવારે ૯ - ૧૦ વાગ્યા જેવા અમે બધા મિત્રો સાગર ને મળવા હોસ્પિટલમાં જઈએ છીએ. " સાગર ને બીજા ફ્લોર પર એક સ્પેશિયલ રૂમમાં એડમિટ કરવામાં આવેલ હોય છે જ્યાં એક બેડ, આરામ દાયક બેન્ચ, અને લોખંડનુ એક ટેબલ હોય છે સાથે હોસ્પિટલનું વાતાવરણ પણ ચોખ્ખું અને શાંત હતું.


જ્યારે બધા મિત્રો સાગરના રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે તે બેડ પર સૂતો હોય છે તેના એક હાથમા સોય અને એક હાથમાં પટ્ટી લગાવેલી હોય છે અમને બધા ને જોતા જ તેની આંખો માંથી આસું સરી પડે છે તે આસું દુઃખના હતા કે સુખના કહેવુ મુશ્કેલ હતુ. એક પછી એક મિત્રો સાગરને મળે છે અને સમાચાર પુછે છે . બાજુમાં બેન્ચ પર બેઠેલા સાગર ના મમ્મી બધા મિત્રો માટે ચા લેવા માટે જાય છે. આ બાજુ સાગર ને બધા જ મિત્રો સમજાવે છે અને તેના દુઃખમાં પણ બધા તેને સાથ આપવાનુ જણાવીએ છીએ. પણ તે તો શારીરીક દુઃખ કરતા પણ માનસિક રીત વધુ પીડાઈ રહયો હતો. બધા મિત્રો ચા પીવે છે અને તેની સાથે ઘણીબધી વાતો અને સાથે સમજણ પણ આપીએ છીએ. અને પછી બધા ત્યાથી ફરી મળવાનું કહી સાગર ને ભેટી બહાર નીકળીયે છીએ.


રૂમ ની બહારના ભાગમાં સાગરના મમ્મી અને બહેન ઊભા હોય છે તેમને કેટલા મિત્રો દિલાસો આપે છે ત્યારે સાગર ના મમ્મી રડી પડે છે અને તેના બેનતો પહેલાં થી જ રડી રહ્યાં હોય છે તે દિવસે એક માં નો દિકરા પ્રત્યેનો પ્રેમ અને બહેન નો ભાઈ પ્રત્યેના પ્રેમની ઝલક દેખી જે પહેલા ક્યારેય નહતી જોઈ. તે બંનેની આંખોમાં આંસુ સાથે એક દિકરા અને ભાઈ માટેની ચિંતા પણ દેખાતી હતી.


આ પછી હું અને બીજા થોડા મિત્રો ૩-૪ દિવસ સુધી હોસ્પિટલ જઈએ છીએ અને સાગર સાથે સમય પસાર કરીયે છીએ . સાગરની તબિયત ધીમે-ધીમે સુધરે છે અને લગભગ ૫ માં કે છઠ્ઠા દિવસે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. તે અઠવાડિયા પછી કોલેજ આવે છે પણ સાહેબ તેની વર્તણૂકમાં હુજુ સંપૂર્ણ બદલાવ દેખાતો ન હતો. અને આ દિવસ પછી તેનુ કોલેજ આવવાનું પણ બંધ થઇ જાય છે.

મહિના જેટલો સમય વીતી જાય છે ને હવે સાગર ની તબિયત ઘણી સુધરી હતી. પણ તે હજુ કોલેજ આવતો ન હતો.

થોડા દિવસ પછી સમાચાર મળે છે કે સાગરે જે કંડક્ટરની પરીક્ષા આપી હતી તેમા તે પાસ થઈ ગયો છે અને જોબ જોઈન કરવાનો પરિપત્ર પણ તેના હાથમાં આવી જાય છે. તે પછી એક દિવસ તે કોલેજ આવે છે ત્યાં બધા મિત્રો તેને અભિનંદન પાઠવે છે. અને તે થોડા સમયમાં તો તે જોબ શરૂ પણ કરી દે છે. એકાદ મહિનો પણ વિતાવી દે છે જોબ પર.

બીજી બાજુ સેમેસ્ટર-૪ની ઈન્ટરનલ પરીક્ષા આવી પહોંચી હતી. સવારનો સમય હતો પ્રથમ પેપર આપી બધા મિત્રો ભેગા થાય છે પણ સાગર આ પરીક્ષામાં હાજરી આપતો નથી. શાયદ તેનુ કારણ જોબ હતું કે કઈ બીજુ તે જાણવા ન મળ્યું પણ સાગરે પરીક્ષા ન આપવાનુ કારણ તેને જોબ પરથી રજા મળી ન હતી એ જણાવ્યું.

પરીક્ષા પછી ૧૦-૧૫ દિવસનું વેકેશન પડે છે અને તેની પછી તરત જ એમ .એ. ની ફાઈનલ પરીક્ષા હોય છે. તો બધા મિત્રો વેકેશનમા ફાઈનલ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે.

અને આ વેકેશનમાં તારીખ ૦૬-૦૪-૨૦૧૮ ના રોજ લગભગ સવારે ૮:૦૦ વાગ્યા જેવો મારા એક મિત્ર કિરણનો કોલ આવે છે મારી ઉપર

હું : હેલ્લો.

કિરણ : એક દુઃખદ સમાચાર છે.

હું : ( ધીમેથી ) શું થયું ?

કિરણ : ( રડમસ સ્વરે ) સાગરે આત્મહત્યા કરી લીધી છે.

હું : ( હેબતાઈ ને ) શું મજાક કરી રહ્યો છે ?

કિરણ : સીરિયસલી યાર પોતાની જોબ પર જ ગળે ફાંસો લગાવી દિધો છે.

હું : વિશ્વાસ નથી થતો યાર....!

કિરણ : તુ જલ્દીથી પાલનપુર આવીજા આપણે જવાનું છે.

હું : ( ઉદગાર સાથે ) સારું....!


ફોન મુકયા ની સાથે જ મારૂ મન વિચારો થી ઘેરાવા લાગ્યુ. સાથે સાથે કેટલા પ્રશ્નો ઉદ્ભવે છે. આ બધા પ્રશ્નો અને વિચારો સાથે હું પાલનપુર પહોંચ્યો. કેટલાક મિત્રો પહેલાં થી જ ત્યા હાજર હોય છે. પછી બધા એકબીજા સાથે વાતો કરવા લાગે છે. પોતાના વિચારો એકબીજાને જણાવે છે.

પાલનપુર આવી મિત્રો ને મળ્યા પછી મને જાણવા મળ્યું કે, સાગરે પોતાની કંડકટરની ચાલુ જોબે જ ૬-૪-૨૦૧૮ ના લગભગ સવારે ૫:૦૦ થી ૭:૦૦ ના ગાળા માં પોતાના ઘરથી લગભગ ૨૩૦ કિલોમીટર દુર રાપર ના ડેપોના એક બાથરૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હોય છે અને એ પણ બેસી ને એક બારી ના સહારે. તેની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણતો જાણવા ન મળ્યું પણ મારા મિત્રો કઈક આ પ્રમાણે અટકળો લગાવી રહ્યા હતા.

કોઇ કહી રહ્યું હતું કે શાયદ વધું પડતા ડીપ્રેશનમાં આવી ગયો હશે? કેમ કે પહેલા પણ તે એક વખત ડીપ્રેશન નો શીકાર બન્યો હતો. તો કોઈ કહેતા હતા કે કદાચ એના બૈરા સાથે કઈ રકઝક થઇ હોય અને સાગરે આવેશમાં આવી આ ડગલું ભર્યું હોય?. કેટલાક તો એમ પણ જણાવ્યું કે શાયદ આ આત્મહત્યા નહી પણ હત્યા હોય?

આ સમય દરમિયાન એક મહેન્દ્ર કરી ને મિત્ર હોય છે તે અમને વોટ્શએપ માં સાગરની આત્મહત્યા વાળો ફોટો અને શ્યુસાઈડ નોંધ ની ચબરખી નો પણ ફોટો મોકલે છે. તે ફોટા જોતા જ મારા રોગંટે-રોંગટા ખડા થઇ ગયા હતા.

થોડા સમય પછી લગભગ અમે બધા જ મિત્રો પાલનપુરમાં ભેગા થઇ જઇએ છીએ . સાગર ને અંતિમ વિદાય આપવા તેના ઘરે જવા પણ હજુ તેનુ પાર્થિવ શરીર તેના ઘરે આવ્યું ન હતું. તે પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યું હતું. સાહેબ મને એ વિચારી ને દુઃખ થતુ હતું કે આ સમયે સાગરના મમ્મી-પપ્પા,બહેનો અને તેના સ્નેહિજનો પર શુ ગુજરી રહી હશે જે સવારથી માડી ને પોતાના દિકરા-ભાઈની રાહ દેખી રહ્યાં છે જે તેમને મુકી હંમેશાં માટે જતો રહ્યો છે.

લગભગ ૩:૦૦ - ૪:૦૦ વાગ્યા હોય છે બધા મિત્રો ભેગા મળી બેઠા હતા ત્યારે એક મિત્ર નો કોલ આવ્યો અને જાણવા મળ્યું કે સાગરનુ પાર્થિવ શરીર હવે અડધા-એક કલાક માં તેના ઘરે પહોંચી જશે. અને અમે પણ બધા મિત્રો બાઇકો લઇ ને તેના ઘરે જવા રવાના થઈએ છીએ. પાલનપુરથી તેના ઘરનો રસ્તો ૨૦-૨૫ મીનીટ નો જ હતો. અમે તેના ઘરે પહોંચી ગયા પણ હજુ સાગરનુ પાર્થિવ શરીર તેના ઘરે આવ્યું ન હતું.

સાગરના ઘરે પહોંચ્યા પછી તેના ઘરનુ વાતાવરણ જોઈ મારૂ હ્યદયદ્રવિ ઊઠે છે. ચારે બાજુ કેટલાય માણસો ભેગા થઇ રહ્યાં હોય છે સર્વત્ર જગ્યાએથી માત્ર રોવા-કકળવાનો જ અવાજ સંભળાય છે. તેના મમ્મી-પપ્પા અને તેની બહેનો ની હાલત રડી-રડી ને એટલી હદ સુધી ખરાબ થઈ જાય છે કે તે ઠિકથી રડી પણ નહોતા શકતા. તેના બીજા કેટલાય સ્વજનો પણ પોક મુકી-મુકી રડી રહ્યા હતા. અને આ સમય દરમિયાન સાગરના એક બહેનની હાલત રડવાથી એટલા હદે ખરાબ થઈ કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે.

અમને આવ્યા પછી પણ અડધો કલાક વીતી ગયો પણ સાગરનુ પાર્થિવ શરીર હજુ આવ્યું ન હતુ. અમે બધા મિત્રો સાગરના ઘરના બિલકુલ સામે ઊભા હતા. આ પહેલા મે આવુ હ્યદયદ્રાવક વાતાવરણ ક્યારેય પણ નહોતુ જોયુ.

અને એટલામાં જ એક બસ આવી ને સાગરના ઘર આગળ ઊભી રહી. જેમાં સાગર નું પાર્થિવ શરીર લાવવામાં આવ્યુ હતું. અમે બધા મિત્રો દુર ઊભા ઊભા જોઈ રહ્યા હતા. પાસે જઈ શકાય એમ ન હતુ ઘણા બધા લોકો બસને ઘેરી વળ્યાં હતા. ત્યાં ત્રણ-ચાર જણ બસમાં થી સાગરના પાર્થિવ શરીરને ઘરમાં લઈ જાય છે પણ ઘર સુધી પહોંચતા સુધી તેના સ્વજનો ઘેરી વળે છે અને તેની સાથે રડવાના અવાજ પણ ખુબ વધી ગયા હતા. વાતાવરણમાં અચાનક કરૂણતા પ્રસરી જાય છે આનુ વર્ણન હું નહી કરી શકતો કેમ કે આ એવો સમય હતો જેને શબ્દોમાં વર્ણવો મુશ્કેલ હતો.

સાગરના પાર્થિવ શરીરને ૧૫-૨૦ મનિટ માં તો અંતિમ વિદાય માટેની સેજ પર સુવડાવી દેવામાં આવે છે ત્યાં બધા તેના અંતિમ દશૅન કરે છે. પણ સાગર મૃત દેહ ને જોયા પછી સાગરના પરિવારની હાલત ખુબ જ ખરાબ થઈ ગઇ હોય છે. તેમને માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય છે. આખા દિવસ રડવાથી તેમની આંખો પણ સુઝી ગઇ હતી. તેમનુ દુઃખતો શબ્દોના વર્ણન કરતા ઘણુ વધુ હતું.

બીજી બાજુ સાગરની અંતિમ વિદાય માટેની વેલ શણગારાઈ ગઇ હોય છે . જેને આઠ-દશ માણસો રામના નામ સાથે પાલખી ઊપાડી સ્મશાન તરફ પ્રયાણ કરે છે. અમે બધા મિત્રો પણ એક દુઃખદ લાગણી અનુભવતા સાગરની અંતિમ યાત્રામાં સ્મશાન તરફ પ્રયાણ કરતા હતા.

૧૦-૧૫ મિનિટમાં સ્મશાન આવી જાય છે. જ્યાં પહેલાથી જ લંબચોરસ પ્રકારનો એક ખાડો ખોદીને રાખવામાં આવ્યો હોય છે. તે ખાડા ની બાજુમાં સાગરના પાર્થિવ શરીરને ઉતારવા માં આવે છે. અને કંઈક વિધિ કરવામાં આવે છે પછી તેને ધરતીમાં ના ખોળામાં પોઢાડી દેવામાં આવે છે.

આ સમય ગાળા દરમિયાન હું અને મારા બધા જ મિત્રો હાથમાં માટી લઇ તેની સમાધિમાં અર્પણ કરી અને ભીની આંખે શ્રધ્ધાજંલી આપી અને સાથે પ્રાથૅના પણ કરી કે ભગવાન તેની આત્માને શાંતિ અર્પે.

મારી જીવનમાં આ સૌથી દુઃખદ પલ હતી કે એક અનમોલ મિત્ર અમને મૂકી ચાલ્યો ગયો.

એ દિવસે અમે બધા રાત્રે ૮:૦૦ કે ૮:૩૦ જેવા પોત-પોતાના ઘરે પહોંચ્યા હતા. એ રાત્રે હુ બિલકુલ ઊંઘી શક્યો ન હતો. થોડો દિવસ સુધી તો મને સાગર અને તેના પરિવારના જ વિચારો આવ્યા હતા. અને આજે પણ આ દિવસની યાદ આવતા મારૂ દિલ રડી પડે છે.


દોસ્ત તો દોસ્ત હોતા હૈ.
વહી તો ખુદા હોતા હૈ.
ઉસકા પતા તબ ચલતા હૈ.
જબ વો હમસે જુદા હોતા હૈ.

બીજા રસપ્રદ વિકલ્પો