અમંગળા - ભાગ ૩ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

અમંગળા - ભાગ ૩

ભાગ  

  બે ત્રણ મહિના પછી ચાલી છોડીને મંગળા અને સુયશ બંગલે રહેવા ગયા. ત્યાં સુધીમાં સુયશ પણ નોકરી છોડીને એક કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ ગયો હતો. સુયશ હવે હાઈ સોસાયટીમાં સામેલ થઇ ગયો હતો અને તેનો આનંદ માણી રહ્યો હતો. તે મંગળાને સારી રીતે રાખતો હતો પણ પણ ધીમે ધીમે મંગળા કુંઠિત થઇ રહી હતી તેમાં કારણભુત સુયશનું ઉપરછલ્લું વર્તન ઉપરાંત મંગળનો અપરાધબોધ.

 તે બંગલામાં રહેવા ગઈ હતી છતાં કોઈ પણ જાતનો શૃંગાર કરતી નહિ. જેમ કાચબો પોતાના અંગો સમેટી લે તેમ તેણે પોતાને એક કોચલામાં પુરી દીધી હતી. બીજી તરફ સુયશ કંપનીની મિટિંગો હાઈ સોસાયટીની પાર્ટીઓમાં વ્યસ્ત હતો. શરૂઆતમાં તે મંગળાને પાર્ટીમાં આવવાનો આગ્રહ કરતો અને શરૂઆતમાં તે ગઈ, પણ મંગળાને તે ક્લચર માફક ન આવ્યું એટલે તેણે પાર્ટીઓમાં જવાનું બંધ કર્યું.

તેનું સ્થાન હવે સુયશની સેક્રેટરી સુરભીએ લઇ લીધું હતું. તે પણ મિડલક્લાસ ફેમિલીમાં મોટી થઇ હતી પણ તે હાઈ સોસાયટીના ક્લચરથી આકર્ષિત હતી અને તેને સુયશરૂપે પ્રવેશદ્વાર મળી ગયું હતું. આ બધાથી દૂર મંગળા દર થોડાદિવસે ચાલીમાં જઈને નિમીભાભી અને બાકી મહિલામંડળને મળતી.

      એક વખત એવું બન્યું કે તે ચાલીમાંથી નીકળીને રીક્ષા પકડવા જઈ રહી હતી ત્યારે કોઈએ પાછળથી અવાજ આપીને રોકી, મંગળાએ પાછળ વાળીને જોયું તો તેના હૃદયના ધબકારા વધી ગયા. તેને પાછળથી અવાજ આપનાર જીતેન હતો. જીતેન નાનપણથી તેની સાથે ભણ્યો હતો અને તે જીતેનને પસંદ કરતી હતી. પણ જીતેન પણ બાકી લોકોની જેમ અવોઇડ કરતો.

 તેણે મંગળાને નજીક આવીને પૂછ્યું,”અરે મંગળા! તું અહીં કેવી રીતે?”

 મંગળાએ કહ્યું,”હું તો વડોદરામાં જ રહું છું પણ તું અહીં કેવી રીતે?”

 જીતેને કહ્યું,” હમણાં જ વડોદરામાં શિફ્ટ થયો છું. અહીં એક સારી કંપનીમાં નોકરી મળી છે. ચાલ સારું થયું તું મળી ગઈ બહારગામ જાઓ અને કોઈ ઓળખીતું મળે તેનો આનંદ જ કંઈ ઓર હોય છે. એક કામ કરીએ નજીકમાં એક સારી રેસ્ટોરન્ટ છે, ત્યાં જઈને ચા પીતાં પીતાંવાત કરીએ.

 મંગળા હજી અવઢવમાં હતી કે સ્કુલ માંડ કોઈ દિવસ વાત કરી હશે છતાં તેણે કહ્યું,”ઠીક છે! ચાલ.”

 બંને રેસ્ટોરન્ટમાં ગયા અને જીતેને બંને માટે કોફી ઓર્ડર કરી અને કહ્યું,” મંગળા, તું વિચારતી હોઈશ કે સ્કુલમાં તારી સાથે કોઈ દિવસ વાત ન કરનાર, આજે કેમ આટલી બધી વાત કરી રહ્યો છે? તો તને કહી દઉં કે સ્કુલટાઈમમાં પણ હું તને પસંદ કરતો હતો, પણ મારી મોટી બહેને તારી સાથે દોસ્તી કરવાની ના પડી હતી, તેથી હું તારાથી દૂર રહેતો અને વાત નહોતો કરતો અને જે એક બે વખત આપણે વાત કરી છે તેના માટે પણ મેં માર ખાધો હતો. બધા તને અપશકુની માનતા પણ મેં કદી એવું નહોતું વિચાર્યું, ઉલ્ટાનું સ્કૂલમાં આવ્યા પછી જો સૌથી પહેલા તને જોઈ હોય તો મારો દિવસ સારો જતો અને મને તારી આંખો ખુબ ગમતી. તારી આંખો ખુબ આકર્ષક છે અને વાળ પણ.”

 અજાણતામાં મંગળનો હાથ પોતાના વાળ ઉપર ગયો. પછી જીતેનને થયું કે એક્સાઇમેન્ટમાં વધુ બોલી ગયો એટલે તેણે તરત જોડ્યું,”આ સ્કુલટાઈમની વાત છે આઈ હોપ તને ખોટું નહિ લાગ્યું હોય.”

 મંગળાએ કહ્યું,”ના! ના! કોઈ વાંધો નહિ.” 

જીતેને કહ્યું,”તું તારા વિશે કહે અહીં ચાલીમાં રહે છે?”

 મંગળાએ કહ્યું,”ના હું તો રેસકોર્સ વિસ્તારમાં રહું છું અહીં તો એક પરિચિતને મળવા આવી હતી.”

 પછી મોબાઈલ નંબરની આપ લે કરીને તેઓ છુટ્ટા પડ્યા.

            ઘરે પહોંચ્યા પછી મંગળાએ પોતાને અરીસામાં નિહાળી અને હસી પડી. કદાચ કોઈએ પ્રથમવાર જ તેની તારીફ કરી હતી. ધીમેથી પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને આંખો પટપટાવી. આજે તે ખુબ ખુશ હતી જેને તે પસંદ કરતી હતી તે પણ તેને પસંદ કરતો હતો એની તેને આજે જ ખબર પડી હતી તે મનોમન કલ્પના કરવા લાગી કે કાશ તેના લગ્ન જીતેન સાથે થયા હોત.

તે જીતેન અને સુયશની સરખામણી કરવા લાગી. એટલામાં તેના મોબાઈલમાં નોટિફિકેશનની ટોન વાગી જોયું તો જીતેનનો મેસેજ હતો તેમાં લખ્યું હતું ‘મને ખબર છે તારા લગ્ન થઇ ગયા છે, પણ હું મારા મનની વાત કરતા રોકી શક્યો નહિ જો કંઈ ખોટું કહેવાઈ ગયું હોય તો સોરી!’

 મંગળાએ જવાબમાં ફક્ત એટલું જ લખ્યું, ‘ઇટ્સ ઓકે.’

  તે દિવસ પછી રોજ સવારે અને રોજ રાત્રે જીતેનનો ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટનો મેસેજ આવતો અને કોઈ વખત સારો જોક. મંગળા પણ રીપ્લાય કરતી અને ચેટ હિસ્ટરી ડીલીટ કરી દેતી.

 પછી એક દિવસ સવારે જીતેનનો મેસેજ આવ્યો,’આજે સમય હોય તો મને મળીશ?’

 મંગળાએ સામે પૂછ્યું,’કોઈ ખાસ કારણ?’

 જીતેને લખ્યું,’ કેમ કોઈ ખાસ કારણ વગર ન મળાય?’

 મંગળાએ લખ્યું,’ઓકે ઓકે, સાંજે મળીએ.’

પછી સાંજે છ વાગ્યાનો સમય નક્કી કરીને જીતેને મળવાની જગ્યાનું એડ્રેસ મોકલ્યું. સાંજે તૈયાર થતી વખતે મંગળાએ અરીસામાં પોતાને નિહાળી અને વાળમાં હાથ ફેરવ્યો.પછી સરસ રીતે તૈયાર થઈને નીકળી આજે તેણે મોરપીંછી રંગની સાડી પહેરી હતી જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. મંગળા થિયેટર પહોંચી ત્યારે જીતેન તેની રાહ જોઈ રહ્યો હતો.

 તેને જોઈને જીતેને તરત કહ્યું,”વોવ! આજે તો સ્વર્ગની અપ્સરા જેવી લાગે છે.”

 મંગળાએ કહ્યું,”થેન્ક્સ, પણ આજે કોઈ ખાસ કારણ?”

 જીતેને થોડા નમીને કહ્યું,” બંદાનો આજે જન્મ દિવસ છે અને આજની સાંજ હું કોઈ સારી અને પ્રિય વ્યક્તિ સાથે વિતાવવા માંગતો હતો.”

 મંગળાએ કહ્યું,” પહેલાં કહેવું જોઈએ ને તારા માટે ગિફ્ટ લાવી હોત એની વે હૅપ્પી બર્થ ડે. તો પ્રોગ્રામ શું છે?”

 જીતેને કહ્યું,”પહેલા મુવી, પછી ડિનર.”

 મંગળાએ કહ્યું,”એમાં તો મોડું થઇ જશે.”

 જીતેને કહ્યું,”આખું વરસ તો તારા પતિને આપે છે, એક દિવસ મને આપ અને તેને કહી દે આજે આવવામાં મોડું થશે અને દસ વાગ્યા પહેલા તો તું પહોંચી જઈશ.”

મંગળાએ સુયશને ફોન જોડ્યો અને કહ્યું,” આજે મને ઘરે આવતા મોડું થશે.”

 સુયશે કહ્યું,”વાંધો નહિ!  મારે પણ ઓફિસમાં મિટિંગ છે રાત્રે અગિયાર વાગશે એટલે જમીને જ આવીશ.”

 પછી ટિકિટ લઈને તેઓ પોતાની સીટ પર ગોઠવાયા. મુવી સ્ટાર્ટ થયા પછી એક કપલ થિયેટરમાં દાખલ થયું અને સ્ક્રીનના આછા ઉજાશમાં મંગળા આગંતુકને ઓળખી ગઈ, તે સુયશ અને તેની સેક્રેટરી સુરભી હતા.

મંગળાએ જીતેનના કાનમાં કહ્યું,” બહાર જઇએ.” અને તે ઉભી થઈને બહાર નીકળી.

બહાર આવ્યા પછી જીતેને કહ્યું,” સારું થયું! બહાર આવી ગઈ મને પણ કંટાળો આવવા લાગ્યો હતો. હવે ક્યાં જઈશું?”

 મંગળાએ કહ્યું,”તું લઇ જાય ત્યાં પણ ત્યાં એકાંત હોવું જોઈએ.”

 જીતેને કહ્યું,”તો પછી મારા ઘરે જઇએ, પણ તું થોડી ડિસ્ટર્બ થઇ ગઈ હોય એવું લાગે છે. તબિયત તો બરાબર છે ને?”

 મંગળાએ કહ્યું,”ઠીક છે! થોડું માથું દુખતું હતું તેથી બહાર આવી.” મંગળા વિચારવા લાગી કે મિટિંગનું બહાનું કાઢીને સુયશ અત્યારે થિયેટરમાં કેમ છે? શું દર વખતે તે મોડું કરે છે તે વખતે આવી રીતે બહાર હોય છે અને તેની સેક્રેટેરી સાથે સંબંધો ફકત મુવી જોવા સુધી સીમિત છે કે પછી આગળ વધી ગયા હશે? શું કરવું તેની તેને ખબર પડતી ન હતી તેનું મગજ બહેર મારી ગયું હતું.

જીતેનના ઘરે પહોંચ્યા પછી તે હૉલના સોફામાં ગોઠવાઈ અને જીતેન કિચન તરફ ગયો.

તેણે મંગળાને પૂછ્યું,”તું કોલ્ડડ્રિન્ક પીશ.” મંગળાએ હા કહ્યું એટલે તેણે ફ્રીજમાંથી એક કોલ્ડડ્રિન્કની બોટલ કાઢી અને બે ગ્લાસ ભર્યા અને મંગળના ગ્લાસમાં એક ગોળી નાખી દીધી.

કોલ્ડડ્રિન્કનો ગ્લાસ મંગળા એક જ શ્વાસમાં ગટગટાવી ગઈ.

થોડીવાર પછી તે રડવા લાગી અને કહેવા લાગી,”તને ખબર છે હું થિયેટરમાંથી બહાર કેમ આવી? ત્યાં મારો પતિ તેની સેક્રેટરી સાથે આવ્યો હતો.”

 જીતેને પૂછ્યું,”પણ તેણે તો તને મિટિંગ છે એવું કહ્યું હતું ને?”

 પણ મંગળાએ જાણે તેનો પ્રશ્ન જ સાંભળ્યો ન હોય તેમ કહી રહી હતી,”મને મિટિંગનું કહીને ખબર નહિ તે ક્યાં ક્યાં ફરતો હશે ! અને તેમના સંબંધો ક્યાં સુધી પહોંચ્યા હશે શું ખબર? અને તેમાં સુયશનો પણ દોષ નથી આજ સુધી હું તેને શૈયાસુખ આપી શકી નથી તો તે પણ શું કરે!”

 મંગળા નશામાં હોય તેમ બોલી રહી હતી”મને કોઈ પુરુષનો સ્પર્શ પસંદ નથી, તેમાં મારો પણ દોષ નથી.” જીતેન તેની તરફ એકીટશે જોઈ રહ્યો હતો.

 મંગળાએ કહ્યું,”બધો દોષ મારા નરાધમ મામાનો છે.”