સ્વીટ હાર્ટ - ભાગ 3 Hardik Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વીટ હાર્ટ - ભાગ 3

આગળ ના ભાગ માં આપણે જોયુ કે સ્વીટી સુહ્ય્દ ને દરવાજા પર રોકી ને પોતાનું કામ કરવા માટે કહે છે. તો આવો જાણીએ શુ કામ હતું સ્વીટી ને સુહ્ય્દ નું....


સ્વીટી : સાંભળ ચાંપલા આવતા નેક્સટ વિક થી નવરાત્રી ચાલુ થાય છે. મારે સુરત માં સૌથી સારી નવરાત્રી થતી હોય ત્યાં જવું છે રમવા માટે. તું ગમે તેમ કરી ને સિઝન પાસ લઇ આવજે. ના લાવવા નો ડાયો થતો નહિ.

સુહ્ય્દ : સારું સારું માતાજી લઈ આવીશ !!

બિંદુ બેન
(આવે છે બહાર અને સ્વીટી ને ખીજાઇ ને કહે છે) : બિચારા ને અંદર તો આવવા દે....

બધા ઘર માં જાય છે. જમી પરવારી ને દિવસે જે પણ ખરીદી કરી ને આવ્યા હોય છે તે બધા ને બતાવે છે. સ્વીટી એ સુહ્ય્દ માટે એક શર્ટ લીધો હોય છે તે આપે છે અને કહે છે. "આ મહિના માં તારો બર્થડે આવે છે. તો મેં તારા માટે લીધો છે. ગમે કે ના ગમે બદલાવવા માં આવશે નહિ પહેરવો પડશે." પછી થોડી વાતો કરી ને બધા સુઈ જાય છે.

સુહ્ય્દ ને ઊંઘ નથી આવતી. પાસ ક્યાંથી લાવશે તેના વિચાર માં ને વિચાર મા... કારણ કે ઘર ની પરિસ્થિતિ પણ એટલી સારી નથી હોતી અને પોતે પણ હજુ અભ્યાસ કરતો હોવાથી આટલા મોંઘા પાસ લેવા તેના માટે અશક્ય હતા પણ સ્વીટી માટે તે કાઈ પણ કરવા તૈયાર હતો.

સવારે પોતાના નિત્યક્રમ મુજબ તૈયાર થઈ ને કોલેજ જાય છે. કોલેજ જઈ ને જુએ છે તો નોટિસ બોર્ડ પર બધા છોકરા છોકરી ઓ ટોળે વળી ને કંઈક જોતા હોય છે ત્યાં સુહ્ય્દ પણ જાય છે. તેના ફ્રેન્ડ રાજ ને બોલાવે છે.

સુહ્ય્દ : એલા રાજ્યા શેની નોટિસ છે જોયું તે ?

રાજ : કાઈ નય આપડા કામ નું નથ.

સુહ્ય્દ : અરે પણ શુ છે કે તો ખરો.

રાજ : આ ઓલા ઇન્ડોર સ્ટેડિયમ ના ગરબા ના સિઝન પાસ હાટુ કોમ્પિટિશન આવીસે. જે આવતા બુધવારે વકતૃત્વ સ્પર્ધા માં જીતશે એને 2 પાસ મળશે.

સુહ્ય્દ : એલા રાજ્યા આતો બોવ ઈમ્પોર્ટન્ટ કોમ્પિટિશન છે.

રાજ : પણ કોના માટે... મને તો આવડતું નથ ને તનેય નથ આવડતું...

સુહ્ય્દ : તો શુ થયું નથી આવડતું તો ? આપણે તો ભાગ લેવાના. હું જાવ છું રજીસ્ટ્રેશન કરાવવા માટે..

સુહ્ય્દ જઇ ને રજીસ્ટ્રેશન કરાવે છે અને વિચારે છે કે હવે કેવી રીતે બોલીશ ? ક્યાં વિષય પર બોલીશ ? અચાનક યાદ આવે છે તેના ગુજરાતી ના શિક્ષક રસિક ભાઈ. સુહ્ય્દ સાહેબ ને ફોન કરીને મળવા જાય છે.

રસિક ભાઈ : આવ બેટા !! ઘણા ટાઈમ પછી આવ્યો સર ને મળવા.

સુહ્ય્દ : હા સર... કામ જ એવું પડ્યું કે તમને મળ્યા વગર છૂટકો જ નહોતો...

રસિક ભાઈ : એતો ખબર પડી ગઈ બેટા... 10 વર્ષ ભણાવ્યો છે તને તારી રગ રગ થી વાકેફ છું. બોલ શુ કામ પડ્યું મારુ ?

સુહ્ય્દ : એવું નથી સર... કામ માં એવું હતું કે મેં આજે કોલેજ માં વકતૃત્વ સ્પર્ધા માં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો વિષય અને કેવી રીતે બોલવું તેનું માર્ગદર્શન લેવા આવ્યો છું.

રસિક ભાઈ : અરે વાહ બેટા !! ખૂબ સરસ. બેસ હું તને વિષય ની તૈયારી કરવું અને આપણે સ્પીચ તૈયાર કરીએ તારા માટે...

રસીક ભાઈ સુહ્ય્દ માટે એક વિષય તૈયાર કરે છે અને તેની તૈયારી કરાવે છે.

શું સુહ્ય્દ જીતશે ? શું સુહ્ય્દ સ્વીટી ને લઈ ને ગરબા માટે જશે ? થોડા જ દિવસો માં ફરી મળીશું આ બધા સવાલો ના જવાબ સાથે. ત્યાં સુધી વાંચતા રહો... વંચાવતા રહો...