Sweet heart - 2 books and stories free download online pdf in Gujarati

સ્વીટ હાર્ટ - ભાગ 2

આગળ ના ભાગ માં આપણે જોયું સુહ્યદ ને સ્વીટી ગમવા લાગે છે. એ દિવસે સવારે બિન્દુ બેન અને સ્વીટી સુરત આવી રહ્યા હોય છે એટલે ભગવતી બેન ના કહેવાથી સુહ્યદ એ લોકો ને લેવા સ્ટેશન જાય છે. હવે આગળ…


સ્વીટી ને જોઇ ને સુહ્યદ ઘણો ખુશ થઇ જાય છે. એ લોકો પાસે જઇને બિંદુ બેન ના આશિર્વાદ લઇને બધા ના ખબર અંતર પુછે છે. હવે આવતા પંદર દિવસ એ લોકો સુહ્યદ ના ઘરે જ રહેવાના હતા એટલે સુહ્યદ ઘણો ઉત્સહિત હતો. સ્વીટી ની મોટી બહેન શિતલ ના લગ્ન હોય છે એટલે બધી ખરીદી કરવા માટે આવ્યા હોય છે. આ પંદર દિવસ દરમિયાન સુહ્યદે નક્કી કર્યુ હોય છે કે પોતાના મન ની વાત સ્વીટી ને કરવી.


અડધા કલાક પછી બધા ઘરે પહોચે છે. ભગવતી બેન એ લોકો નું સ્વાગત કરે છે. થોડીવાર બેસી ને વાતો કર્યા પછી ભગવતી બેન એ બંને ને ફ્રેશ થવાનું કહી પોતે રસોડા મા ચા-નાસ્તા ની તૈયારી કરવા જાય છે. સુહ્યદ બેસી ને ટી.વી. જોઇ રહ્યો હોય છે ત્યાં અચાનક સુહ્યદ ની નજર હોલ માં પ્રવેશી રહેલી સ્વીટી પર જાય છે. સ્વીટી હજુ નહાઇ ને માથા ના વાળ સુકવતી સુકવતી હોલ મા પ્રવેશ કરે છે. સુહ્યદ બસ એ રુપ ના અંબાર જેવી લાગતી સ્વીટી ને જોયા કરે છે. એના ભીના વાળ માંથી ટપક્તાં પાણી નાં ટીપાં સુહ્યદ મા ખોવાઇ રહ્યો હોય છે. પુનમ ના ચાંદ ને શરમાવે તેવી સુંદરતા મા સુહ્યદ મોહિત થઇ ગયો હોય છે. સ્વીટી પણ જાણે મલાઇ થી સ્નાન કરી ને આવી હોય એવી રીતે એનો મુલાયમ, સુંદર ચહેરો ચમકી રહ્યો હોય છે. સુહ્યદ ને આ રીતે પોતાને નીરખી રહેલો જોઇ ને સ્વીટી ચપટી વગાડી ને સુહ્યદ ને સ્વર્ગ માંથી પાછો લાવે છે.


સ્વીટી (સુહ્યદ ની ફીરકી લેવા માટે કહે છે.) : ઓ હેલ્લો !! નથી જોઇ કે શું મને આજ પહેલાં ક્યારેય ?

સુહ્યદ : જોઇ છે ને....

સ્વીટી : તો ?

સુહ્યદ : આવી રીતે પહેલી વાર જોઇ… (અનાયાસે સુહ્યદ ના મોં માથી નીક્ળી જાય છે.)

સ્વીટી : શું ?

સુહ્યદ : ક..ક..કઇ નઇ કઇ નઇ.. આતો ખાલી એમ જ બસ.

સ્વીટી : આમ ટગર ટગર કેમ જોવે છે બાઘા ની જેમ ?

સુહ્યદ : અરે કીધું ને કઇ નઈ યાર તું તો જીવ ખાઇશ એવું લાગે…


ત્યાં ભગવતી બેન બધાં ને ચા-નાસ્તો કરવા બોલાવે છે. આ દરમિયાન જ આખા દિવસ નો પ્લાન તૈયાર કરે છે. સુહ્યદ ને કામ હોવાથી તે જલ્દી તૈયર થઇને નીક્ળી જાય છે પણ આજે એનું મન કોઇ કામ માં લાગતું નથી. નજર સામે બસ એ ભીનાં વાળ વાળી સ્વીટી જ આવ્યાં કરે છે. એનાં વાળ ની ખુશ્બુ હજી પણ સુહ્યદ ને મહેસુસ થાય છે. સાંજે જ્યારે ઘરે આવે તો બધાં ખરીદી કરી ને આવી ગયાં હોય છે.


સુહ્યદ ને આવેલો જોઇ બહાર જ જાણે એની રાહ જોઇને ઉભેલી સ્વીટી બાઇક પાર્ક કરતા સુહ્યદ ની પાસે જઇને કહે છે.

" અલા ઓય તારે પહેલા મારું એક કામ કરવાનું છે પછી જ ઘર માં એન્ટ્રી મળશે. "

સુહ્યદ : બોલો જો હુકુમ !!! આમ પણ તું કોઇ નું માનવાની તો નથી જ બોલ જલ્દી શું કામ છે તારું ? મને ભુખ લાગી છે.

સ્વીટી : યે હુઇ ના બાત !!


શું કામ હશે સ્વીટી ને ? શું આ પંદર દિવસ મા સુહ્યદ ને તેની સ્વીટી મળશે ? જો મળશે તો સમાજ આ પ્રેમ ને સ્વીકારશે ? તમે શું વિચારો છો જણાવો તમારા વિચાર કોમેંટ મા. જો આ ભાગ ગમે તો રેટીંગ આપો, કોમેંટ કરો અને જો ના ગમે તો પણ રેટીંગ આપી ને તમારા વિચારો જણાવો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED