The Author Maylu અનુસરો Current Read તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ - ૪ By Maylu ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books વનવાસ લખપત - એક ભૂલાએલો ઇતિહાસ ફરે તે ફરફરે - 53 ફરે તે ફરફરે - ૫૩ "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ... શ્રીનિવાસ રામાનુજન ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામા... ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Maylu દ્વારા ગુજરાતી પ્રેરક કથા કુલ એપિસોડ્સ : 4 શેયર કરો તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ - ૪ (8) 1.4k 4.2k લોપા ના ઘરેથી પ્રેમલગ્ન માટે ના હતી..એના કારણે લોપા એ ધ્રુવ ને જાણી જોઈને ઈગ્નોર કર્યો હતો ... પરંતુ યુગ ને કારણે ફરી બંને ભેગા થયા હતાં... હવે લોપા ના ઘરે વાત કરવાની હતી ને મનાવવાના હતાં... પરંતુ લોપા ના પપ્પા અને એમના કુટુંબ એમ આસાનીથી માને એમ હતાં નહીં... પરંતુ યુગને સત્ય કહેવામાં સહેજ પણ વાર લાગતી નહોતી અને યુગની નિશ્ચિંતતા અને નિભૅયતાને કારણે જ નિસું, આસ્કા, લોપા અને ધ્રુવ ને યુગ પર ઘણો ભરોસો હતો... યુગ એ બધાં ને સમજાવ્યા ..કે આપણી ઉંમર હમણાં નાની છે પણ આપણે ઘણા મેચ્યોર છે પરંતુ આપણા બધાયના ઘરે આ વાત કોઈ માને નહીં ... પણ તો પણ આપણે લોપા ના ઘરે વાત તો કરવી જ પડશે કારણકે લોપાથી ડિસીઝન લઈ લેવાય એ માટે...બધાં એ યુગ નો સાથ આપવાનો નિર્ણય કર્યો ... કોઈ પણ પરિસ્થિતિમાં બધાંએ યુગ ને જ સાથ આપશે એમ કહ્યું....લોપા ના કોલેજના લાસ્ટ સેમની એક્ઝામ પછી લોપા ના ઘરે જઈશું એમ યુગે નિર્ણય કર્યો... યુગ ના નિણર્ય ને બધાંએ આવકારી લીધો... અને બધા એ પોતાના કેરિયર પર ધ્યાન આપવાનું શરૂ કરી દિધું... લોપાના કોલેજ ના અભ્યાસ બાદ એ દિવસ આવી જ ગયો જેની રાહ જોવાતી હતી અને નિસું , આસ્કા , ધ્રુવ , લોપા અને યુગ ભેગા થયા.... અને બધાંય લોપા ના ઘરે ગયા... ધ્રુવ ના ઘરે બધી ખબર જ હતી...પણ યુગ ના ઘરે ખબર નહોતી...ને નિસું અને આસ્કા ના ઘરે પણ ખબર નહોતી... ધ્રુવ ના પેરેન્ટસ એ એમનાથી બનતી બધી મદદ કરવાની તૈયારી દર્શાવી...સાથે આવવાનું પણ કહ્યું પરંતુ યુગ અને ધ્રુવ એ ના પાડી ... અને જરુર પડશે તો ફોન કરશે એમ કહ્યું... ધ્રુવ ના ઘરેથી કાર માં સવાર થઈ બધા લોપા ના ઘરે ગયા...લોપા ના ઘરે રજાનો દિવસ હોવાથી બધા ઘરે જ હતાં.... ઘરની બહાર કાર પાર્ક કરી ... પાંચેય મિત્રો ઘરમાં ગયા... ઘરમાં જઈને યુગ એ વાત કરવાની શરૂઆત કરી...અંકલ આજે અમે ઘણી મહત્વની વાત કરવા આવ્યા છે ...યુગ તરફ ગુસ્સામાં બોલીને " હા બોલો... શું કહેવું છે તમારે ??? "લોપા ના પપ્પા એ કહ્યું..." અંકલ અમારે ધ્રુવ અને લોપા વિશે વાત કરવી છે ..." હા બોલો લોપા ના પપ્પાએ માથું હલાવતા ઈશારો કર્યો... યુગે વાત શરુ કરી ..અંકલ લોપા અને ધ્રુવ એકબીજાને પ્રેમ કરે છે અને મેરેજ કરવા માંગે છે પણ તમે રાજી થાવ .. માની જાવ...ધ્રુવ ના ઘરે બધા માની ગયા છે... એટલાં માં જ વાત કાપતા લોપા ના પપ્પા એ કહ્યું " તમારી આ બકવાસ સાંભળવા માટે મારા પાસે ટાઈમ નથી .. તું અહીં થી જતો રહે અને આ તારા બધા દોસ્તોને પણ લઈ જા...અંકલ અમે જતા રહીશું પણ તમે શાંતિથી એક વાર વિચાર કરી જોવો ને ..નિશું એ કહ્યું...અંકલ હવે પહેલાંના જમાનાની જેમ નથી રહ્યું હવે દિકરીઓને પણ પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે... આસ્કા એ કહ્યું... ત્યાં જ ધ્રુવ એ કહ્યું પ્લીઝ અંકલ માની જાવ ને હું ને લોપા ઘણા ખુશ રહીશું...અમે એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ... યુગે કહ્યું અંકલ લોપાની ને ધ્રુવ ની લાઈફનો સવાલ છે.. બંને ને રાજી ખુશીથી અપનાવી લે બંને પરિવારો તો અમારા બધાંય ઉપર તમારો અહેસાન રહેશે... પ્લીઝ માની જાવ .. ત્યાં તો એકાએક લોપા ના પપ્પાએ લોપા ને બધાની સામે થપ્પડ મારી દીધી... ધ્રુવ વચ્ચે પડ્યો અને ધ્રુવ ને પણ થપ્પડ ખાવો પડ્યો...યુગ ..!! ધ્રુવ અને લોપા ને બચાવવા વચ્ચે આવ્યો અને યુગને પણ માર પડ્યો...એકાએક લોપા ના પપ્પા એ ગુસ્સામાં ને ગુસ્સામાં યુગ જોડે ઝપાઝપી કરવા માંડી... અને યુગને ધક્કો માર્યો ત્યાં યુગ ટેબલ જોડે અથડાયો અને યુગને માથાના આગળના ભાગમાં વાગ્યું... અને લોહી નીકળવા માંડ્યું...આ જોઈને લોપા એકદમ બેહોશ થઈ ગઈ...લોપા ના પપ્પા સૂન મારી ગયા... એમણે કાંઈ સૂઝતું ન હતું..એ રડે જતાં હતાં... ધ્રુવ એ લોપાનું માથું પોતાના ખોળામાં મૂકીને આસ્કા અને નિસું ને પાણી માટે બૂમ પાડી...લોપાની મમ્મીએ દોટ લગાવી અને તરત જ રડતાં રડતાં પાણી લઈ આવ્યા ને લોપા ના મોઢા પર છાંટ્યું પણ લોપા ને હોશ આવ્યો નહીં... યુગે પોતાના માથામાં થી વહેતાં લોહી સાથે જ તરત જ ધ્રુવ ને કહ્યું " આપણે લોપાને હોસ્પિટલમાં લઈ જવી પડશે ચાલ ભાઈ ઉભો થા ! ને હિંમત રાખ..." ધ્રુવ અને યુગે લોપા ને ઉંચકીને કારમાં બેસાડી ને લોપા ના મમ્મી, પપ્પા , નિસું ,આસ્કા ને સાથે લઈને હોસ્પિટલ જવા નીકળી ગયા... હોસ્પિટલમાં i.c.u.માં લોપા ને દાખલ કરી દેવામાં આવી...લોપા ના મમ્મી ,પપ્પા , ધ્રુવ , આસ્કા , નિસું બધાંય રડતાં હતાં ત્યાં યુગે કહ્યું તમે બધા શાંત રહો લોપા ને કઈ નહી થાય...એ હમણાં હોંશ માં આવી જશે... ત્યાં એક બીજા ડોક્ટરે યુગનો લોહી ના ડાઘા વાળો શટૅ જોયો અને યુગના માથાનો ઘા જોયો... ડોક્ટરે તરત જ યુગ ને ડ્રેસિંગ કરવા કહ્યું... યુગે ડ્રેસિંગ કરાવી પાટો મરાવ્યો....ને તરત જ બહાર લોબીમાં લોપા ના પપ્પા પાસે પહોંચી ગયો... અને કહ્યું " અંકલ ડોન્ટ વરી ...લોપા ને કઈ નહી થાય...તમે ટેન્શન ના લેશો..."! એટલા માં તો લોપા ના પપ્પા એ યુગ ના હાથ પકડી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.... યુગે કહ્યું " અંકલ જ્યારે લોપા બેહોશ થઈ ત્યારે તમને આંચકો લાગ્યો ને સૂન મારી ગયા તા...પણ ધ્રુવ નોમૅલ હતો અને લોપા ને હોશમાં લાવવા પ્રયત્ન કરતો હતો જ્યારે આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધ્રુવ પોતાની જાતને સંભાળી શકતો હોય તો એ લોપાને જરુર ખુશ રાખી શકશે અને એના દુઃખ અને સુખ માં સાથે જ ઉભો રહેશે... " એટલામાં જ લોપા ના મમ્મી બોલી ઉઠ્યા આપણાં માટે લોકલાજ મહત્વની નથી લોપા અને એનું જીવન મહત્વનું છે એટલે હવે માની જાવ ...લોપાની ખુશીમાં જ આપણી ખુશી છે...લોપા ના પપ્પા એ હકારાત્મક અભિગમ માં માથું હલાવ્યું... ધ્રુવ એ પાણી આપ્યું...લોપા ના પપ્પાએ ધ્રુવ ની અને યુગની માફી માંગી... અને મેરેજ કરાવવા માટે રાજી થઈ ગયા અને ધ્રુવ ને એના ઘરે જણાવવા કહ્યું...ધ્રુવે એના ઘરે ફોન કરીને સમગ્ર વાત કરી અને હોસ્પિટલ નું સરનામું આપ્યું...પણ હજુ લોપાને હોશ આવતું ન હતું...યુગ અને ધ્રુવ બંને નજીક નાં મંદિરે ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા ત્યાં અચાનક પ્રાર્થના કરતાં કરતાં ધ્રુવ રડવા લાગ્યો યુગે ધ્રુવ ને શાંત કર્યો... અને કહ્યું બધું સરસ થઈ જશે આ ભગવાન બેઠા છે ને એ આપણું અહિત ક્યારેય નહીં કરે... હજુ તો તારા અને લોપા ના મેરેજ માં ભગવાન ખુશી ખુશી આવવાના છે... અને અમે બધા ખૂબ ડીજે પાર્ટીમાં નાચવાના છીએ...ને હું તો નાગિન ડાન્સ કરવાનો છું...એમ સાંભળતા જ ધ્રુવ હસી પડે છે અને હળવો થાય છે... ત્યાં ધ્રુવ પર ધ્રુવ ના પપ્પાનો ફોન આવે છે કે અમે હોસ્પિટલમાં આવી ગયા છીએ... અને લોપાના પપ્પા મમ્મી ને પણ મળી લીધું છે અને તમે બંને પણ જલ્દીથી અહીં આવી જાવ લોપા ને હોશ આવી ગયો છે.... ધ્રુવ ફોન કાપી નાખે છે અને યુગને બધું કહે છે ... યુગ તરત જ પોતાના બંને હાથ ધ્રુવ ના ખભા પર મૂકે છે અને કહે છે " ઓહ માય ડિઅર ફ્રેન્ડ કહ્યું તું ને ભગવાન આપણું ક્યારેય અહિત ના કરે... ચાલ હવે ભગવાન ને થેંક્યું કહી દઈએ એટલે આપણે નીકળીએ...?" આમ , થેંક્યું કહી ને અને તમે આમ જ સાથે રહેજો એવું કહીને માથું ટેકવીને યુગ અને ધ્રુવ મંદિરેથી હોસ્પિટલ જવા નીકળી જાય છે... હોસ્પિટલમાં તરત જ બંને લોપા પાસે જાય છે ...i.c.u માં ફક્ત બે જ વ્યક્તિ ને મળવા દેતા હોય છે... બધાંએ મલી લીધું હોય છે ...યુગ અને ધ્રુવ અંદર જાય છે ત્યાં જ લોપા ધ્રુવ ને અને યુગને જોઈને રડવા લાગે છે....તરત જ ધ્રુવ લોપાની આંખો લુછે છે અને કહે છે લોપું હવે કેમ રડે છે .. બધાંય માની ગયા છે હવે તો આપણે ધૂમધામથી મેરેજ કરવાનાં... ત્યાં યુગ બોલી ઉઠે છે હા મારું ફૂટેલું ટકલું બસ ફક્ત એ સાજુ થાય એટલી જ રાહ જોવાની છે આમ બધા હસી પડે છે....!!!?? ‹ પાછળનું પ્રકરણતારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ -૩ Download Our App