Featured Books
શ્રેણી
શેયર કરો

તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ???

કેમ છો મિત્રો ??? આજે મસ્ત ટોપીક પર વાત કરીશું... પહેલાનાં જમાનામાં મોબાઇલ ફોન ન હતાં..તે સમયે પણ લોકો બ્લોક તો કરતાં જ મોબાઇલ માં નઈ હો face to face ... જેને હમણાં ની ભાષામાં આપણે ઈગ્નોર પણ કહી શકીએ...એક બાજુ જોવા જઈએ તો ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ગતિ એ પ્રગતિ થઈ છે અને મોબાઇલ ફોન આવ્યા પછી તો ખરેખર ટીવી અને કોમ્પ્યુટર પણ ઘરે વધારાના સામાન તરીકે ગણાવા લાગ્યા છે ... આજકાલ જોવા જઈએ તો મોબાઈલ ફોનમાં જેટલું મળી શકે છે એટલું ટીવી કે કમ્પ્યુટરમાં ક્યાં મળે છે ??? અને હા જો કદાચ મળી પણ જતું હોય તો કોઈ પણ મોબાઈલ ફોન ને સાઈટ પર મૂકવા માંગતું નથી ... હમણાં જ કેટલાક દિવસો પહેલાં સોસીયલ મિડિયા વ્હોટસએપ પર જોક્સ આવ્યો તો ....જોક્સ એમ હતો કે " મોબાઇલ ફોન ( ટેલીફોન ) ની શોધ એકબીજા સાથે વાત કરવા અને દુર રહેતા વ્યક્તિ જોડે વાત કરવા માટે થઈ હતી ... જેનાથી એકબીજા નો અવાજ સાંભળી શકાય અને ખબર-અંતર પુછી શકાય....હા હા હા હા...." આ વાંચીને મને તો વાત એકદમ સાચી જ લાગી પણ સાથે એમ પણ થયું કે આ વાત તો સાચી જ છે પણ જોક્સ તરીકે કેમ આવી ?? પછી સમજાયું કે આજકાલ એકબીજાનો અવાજ સાંભળવા માટે લોકો પાસે ફોન જ ક્યાં છે ...આ મોબાઈલ ફોન તો સાઈલન્ટ દુનિયાનો બેતાજ બાદશાહ છે.... અને આ સાઈલન્ટ દુનિયાનો બેતાજ બાદશાહ બન્યો કેવી રીતે ??? પછી સમજાયું કે સોસિયલ મીડિયા અને મેસેજનું ઓપ્શન આવવાથી લોકો એકબીજા સાથે face to face વાત કરતાં સદંતર બંધ થઈ ગયા છે પણ પછી થયું કે વિડિયો કોલ નો ઓપ્શન પણ આવે જ છે ને તો પણ જે વાતું ચિતુ સાઈલ્નટ દુનિયામાં થાય છે અને થતી જ રહેશે જેનો કોઈ કિનારો નથી...હા હા હા ... હવે આ સાઈલ્નટ દુનિયામાં ડિજિટલ પ્રેમ ની સાથે ડિજિટલ નફરત નો પણ સમાવેશ થઈ ગયો છે ... જેનું નામ છે ...( બ્લોક )...હા હા હા... આજકાલ અમુક વ્યક્તિઓને ડિજિટલ જ પ્રેમ થાય છે અને ડિજિટલ નફરત પણ થઈ જાય છે ... અને પરિણામ આવે છે બ્લોક...હા હા ... બ્લોક શબ્દ સાંભળતા જ હવે તો સૌથી પહેલાં સોસિયલ મીડિયા યાદ આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે ... અમુકવાર કોઈક વધારે હેરાન કરે અને પોતાના અંગત જીવનમાં દખલઅંદાજી કરી આપણને ડીસ્ટૅબ કરે તો બ્લોક કરવું જરૂરી છે પણ અમુકવાર કોઈ અસંમજસ ને કારણે પણ લોકો બ્લોક કરી દે છે ... આપણે એક નાનકડી સ્ટોરી દ્વારા સમજીએ...યુગે પોતાના SSC ના પરિણામ બાદ ડિપ્લોમા જોઈન કયુૅ...યુગ ગામડામાં રહે છે અને દરરોજ 45 km સરકારી બસ માં રોજ અપ ડાઉન કરે છે ...SSC પોતાના જ ગામમાં હાઈસ્કુલ માં પુરું કયૉ બાદ માત્ર એના ગામ માંથી યુગ નો જ મેરીટ પ્રમાણે નંબર લાગે છે ... કોલેજ જીવન સ્કૂલ જેવું હોતું નથી ...યુગના કોઈ પણ સ્કૂલ ના કે ગામના મિત્રો યુગ સાથે એડમિશન લેતાં નથી કારણ એ હોય છે કે બધાંય એમ જ સમજે છે કે 12 ભણવું તો જરુરી જ છે અને ત્યારબાદ કોલેજ લાઈફ અને જલસા .... યુવાન વયે ... અને માં બાપ ને પણ એમ હોય છે કે નાની ઉંમરે પોતાના બાળકને કોલેજમાં મુકવાથી એમના પર અંકુશ ના રહે અને એ પણ છકી જાય ...હા હા હા હા ....ભણવાની વાત તો બાજુ પર જ રહી કારણ આજકાલ ના યુવાનોનો વધતો જતો મોબાઇલ નો ઉપયોગ ... અને ગ્રેજ્યુએશન પૂરું કયૉ પછી પણ ઘરે બેસી જવું કા તો નોકરી ન મળવી ... અને જો મળી પણ જાય તો જે ભણ્યા હોઈએ તે trade ની ના હોય ... અને એમ પણ trade છોડીને કોઈ બીજા કામ કરવા માટે આજકાલ ના સ્માર્ટ યુવાનો બીજે કશે કામ કરવા તૈયાર થતા નથી સિવાય કે મજબુરી ... હવે યુગનું એડમિશન ડિપ્લોમાં ની સરકારી કોલેજમાં થઈ જાય છે અને વહેલી સવારે યુગ ઘરે માતા-પિતાને જય શ્રી કૃષ્ણ કહીને કોલેજમાં જવા નીકળી જાય છે ...જતાં જતાં ગામના પાદરે આવેલું ભોળાનાથજી ના મંદિરે આરતી ના દશૅન કરી યુગ સવારના પહોરની પહેલી સરકારી બસ પકડે છે અને ટિકિટ ખરિદે છે ત્યાં જ કંડકટર કહે છે "બેટા આ બેગ લઈને ક્યાં જાય છે ?? લાગે છે તારું એડમિશન થઈ ગયું છે શહેરમાં ...ભણવા માટે જાય છે ??" યુગ હરખઘેલો થઈને જવાબ આપે છે ..."હા કાકા મારું એડમિશન ડિપ્લોમાં ની કોલેજમાં થઈ ગયું છે ... " કંડકટર કાકા વળતો જવાબ આપે છે " બેટા ખુબ સરસ કહેવાય કે તારું એડમિશન થઈ ગયું પણ સાવચેત રહેજે આ દુનિયા તારા જેવી ભોળી નથી અને ખડખડાટ હસવા લાગે છે ... અને હા બેટા જો તારે દરરોજ આ જ બસમાં કે કોઈ પણ સરકારી બસ માં અપડાઉન કરવાનું હોય તો પાસ કરાવી લેજે અને તને કોલેજમાંથી વિદ્યાર્થી તરીકે કનસેસન પણ મલશે" ... યુગ જવાબ માં પોતાનું માથું હલાવી કહે છે "હા કાકા ભલે ..." યુગ પછી ટિકિટ લઈ પોતાની સીટ પર બારી માંથી બહાર જોવા લાગે છે અને ત્યાં તો બીજું ગામ આવે છે અને બસ પેસેન્જર લેવા ઉભી રહે છે ત્યાં તો ત્રણ છોકરી બસમાં ચડે છે ...બસ ચાલવા લાગે છે અને ત્યાં તો ત્રણેય છોકરીઓના હાથમાં મોબાઈલ અને કાનમાં ઈઅરફોન ... યુગની સીટ પાસે આવીને કહે છે "ઓય હિરો ચલ ઉભો થા ... અમારી જગ્યા ખાલી કર" ... યુગ સીધો જ કંકકટર બાજુ જુવે છે અને ત્યાં જ કંડકટર ફરીથી બોલે છે "બેટા મેં કીધું તું ને કે આ દુનિયા તારા જેવી ભોળી નથી" ...આમ સાંભળતા જ યુગ ત્યાં થી ઉભો થઈને "સોરી કહી ને મને નતી ખબર કે આ જગ્યા તમારી છે" આમ કહીને પાછળ ચાલ્યો જાય છે અને વિચારો કરવા લાગે છે ... એવા માં બીજું ગામ આવે છે અને તે ગામમાંથી પણ ઘણાં લોકો બસમા ચડે છે અને પોતાની સીટ લઈને બેસી જાય છે ... યુગ ઉભો રહે છે અને વિચાર કરતો હોય છે ...તે સમયે જ પેલી ત્રણ છોકરીઓ યુગ ને પોતાની સમીપ બોલાવે છે "ઓ ભાઈ અહીં આવ ... અહીંયા અમારા સાથે બેસ... " યુગ ના પાડે છે તો એમાંથી એક છોકરી જેનું નામ લોપા...તે કહે છે " સરમાઈશ તો કરમાઈ જઈશ" એમ બોલતાં બોલતાં ત્રણેય જણ હસી પડે છે ... યુગ ત્યાં જાય છે અને ત્યાં એની જગ્યા થઈ જાય છે ... ચારેય જણા એકબીજાનો પરિચય મેળવે છે અને વાતો કરતાં કરતાં શહેરમાં બસ ડેપો એ ઉતરી જાય છે ... પરિચયમાં માલુમ પડે છે કે લોપા પણ યુગની જ કોલેજમાં ભણતી હોય છે ..એક વર્ષ આગળ... અને બીજી બે છોકરી નામે નિસું અને આસ્કા બીજી કોલેજમાં ભણતાં હોય છે ...લોપા યુગ ને એનો ક્લાસ બતાવીને પોતાના ક્લાસ માં જાય છે અને સાથે કહે છે કે " જતાં વખત પણ સાથે જઈશું નઈ તો તારા જેવા શર્મીલા સહેજાદાને જગ્યા કોઈ નઈ આપે..." એમ કહેતાં બંને હસી પડે છે ... યુગ આખો દિવસ લેક્ચર ભરે છે લેબ ભરે છે અને નવા મિત્રો જોડે પરિચય કરી ટાઈમટેબલ લખીને આખો દિવસ વ્યસ્તતાને કારણે લોપા એ કહેલી વાત ભૂલી જાય છે અને એકલો જ બસ સ્ટેશને જતો રહે છે ...પણ અચાનક ત્યાં બસસ્ટેશન એ એને યાદ આવે છે કે લોપા એ સાથે આવવાનું કહ્યું હતું તે તરત જ ઉભો થઈને કોલેજ બાજુ ચાલવા લાગે છે અને ત્યાં અચાનક સામે થી લોપા આવતી દેખાય છે અને સાથે નિસું અને આસ્કા પણ .... જોત જોતામાં તો એ ત્રણેય યુગની નજીક આવી જાય છે અને નિસું કહે છે " કેમ મિસ્ટર યુગ અમારી જીગરી લોપા ને ત્યાં જ મુકીને આવતો રહ્યો ... આવું કરવાનું અમે તને બસ માં જગ્યા આપી અને તું અમારો ઉપકાર પણ ભુલી ગયો ..." એમ કહેતાં ત્રણેય હસવા લાગે છે ... યુગ મનોમન પોતાની જાતને દોષી માનતો હોય એ રીતે નીચું માથું કરીને શાંત થઈ જાય છે ... અને તરત જ ત્યાં લોપા નિસુંને ધક્કો મારી ને યુગ પાસે આવીને બોલે છે ... "નફ્ફટ સોરી તો બોલ"  ....એમ કહી હસી પડે છે ...યુગ સોરી બોલે છે અને લોપા કહે છે "જા તુજે માફ કિયા "એમ કહી હસી પડે છે .... અને આ ચારેય બસ આવી જતા એમાં ચડી જાય છે અને લોપા એની સાથે યુગને બેસાડી દે છે ...નિસું અને આસ્કા બેસી જાય છે .... અને બસ ઉપડે છે ....લોપા એક ઈઅરફોન એના કાનમાંથી કાઢી યુગ ને આપે છે અને સરસ મજાના ગરબા ચાલુ કરે છે ત્યાં જ યુગ એ એક હેડફોન પાછું આપી દે છે અને કહે છે મને ગરબા પસંદ નથી ત્યાં જ લોપા કહે છે કે તો એમ બોલને કે કોઈ સોન્ગ વગાડ ... ઈઅરફોન શું કામ પાછું આપે છે ... અને હસી પડે છે ત્યાં જ યુગ કહે છે કે "લોપા જો હું આજે થાકી ગયો છું સહેજ પણ મુડ નથી.." એમ કહેતાં જ તરત જ લોપા બોલી ઉઠે છે કે "ઓય મિસ્ટર યુગ ટેવાય જાવ અા તો રોજનું થવાનું છે " હવે એમ કહી ને હસી પડે છે... અને બંને ઈઅરફોન પોતાના કાનમાં નાખી આંખો મીંચી સીટ પર માથું ઢાળી દે છે અને યુગ પણ સુઈ જાય છે...એકદમ અચાનક કંકકટર યુગ ને ઉઠાડે છે અને ત્યાં તો યુગ જોવે છે તો પોતાનું ગામ આવી ગયું હોય છે... અને સીટ પર પણ એકલો જ હોય છે .... આખરે યુગ ત્યાં બસ સ્ટેશને ઊતરી જાય છે અને ઘરે ખાધા પીધા વગર જ સુઈ જાય છે ....બીજે દિવસે સવારે ઉઠતાં જ યુગ ઘડિયાળ બાજુ જુવે છે તો સવારના ૧૦ વાગી ગયા હોય છે ...તરત જ એના મમ્મીને બોલાવે છે ને કહે છે "મને કેમ ના ઉઠાડ્યો મારે કોલેજ જવાનું હતું ".... મમ્મી એ કહ્યું " મેં ઉઠાડ્યો તો તે કહ્યું આજે નથી જવું ખૂબ થાકી ગયો છું એમ કહી તું સુઈ ગયો..." યુગ એ કહ્યું " સારું ...હશે અવે...કાલે જઈશ.." આખો દિવસ પોતાનું ટાઈમ ટેબલ અને પોતાના trade ના પુસ્તકો જોઈ તપાસી ને પસાર કર્યો.. રાત્રે મિત્રો જોડે કોલેજની વાતો કરી યુગ ૧૧ વાગ્યે સુઈ જાય છે... સવારે ઉઠે છે ... તૈયાર થઈને કોલેજ જવા નીકળી જાય છે... આગલા ગામથી લોપા, નિસું અને આસ્થા ચડે છે તે દિવસની જેમ જ કાનમાં ઈઅરફોન નાંખી ને અને ત્રણેય યુગ જોડે આવી ને બેસી જાય છે ... અને આસ્કા કહે છે " કેમ હિરો કાલે નતો આવ્યો અેક જ દિવસમાં થાકી ગયો ??" ...હા હા ...એમ કહી હસવા લાગે છે ... વધુ આવતા અંકે... મિત્રો તમને જણાવી દઉં કે આ ચારેય આગળ જતાં બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે પરંતુ યુગ ના જીવન માં એક બીજી વ્યક્તિ આવે છે અને યુગ એ વ્યક્તિ જોડે પ્રેમના તાંતણે બંધાય જાય છે અને એક ડિજિટલ નફરત બ્લોકના કારણે આ ચારેય બેસ્ટ ફ્રેન્ડની હાલત શું થાય છે એ આગળ જોવું રહ્યું...