તારુ મારુ બ્રેકઅપ - 5 Nandita Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારુ મારુ બ્રેકઅપ - 5

વિર :- અરે ભાઈ પાછું બ્રેકઅપ ?
અજય :- હા ભાઈ એને આદત પડી ગઈ હતી .
પણ સાચે એ આવી રીતે રીસાતી પછી હુ બહાર થી એના માટે કાઈક લઈ આવતો ને અને મનાવતો ને તો એ તરત જ માની જાતી હો.
એક દિવસ રાતે હુ ટીવી જોતો હતો ને મે આરતી ને કીધુ કે કાલે મારે મિટિંગ છે. તો ઓફિસે વહેલુ જવાનુ છે તો તુ આલારામ મુકીદેજે અને એ મને કહે કે તુ મુકીદે હુ કપડા ની ઘડી કરુ છુ તુ આમ પણ નવરો જ છે તો તુ જ મુકી દે, અને હુ ટીવી મા એટલો ખોવાયેલો કે વાત ના પુછ અને હુંં આલારામ મુકતા ભુલી ગયો. બીજા દીવસે ઉઠવામા મોડુ થયુ . અને ત્યારે મે એને ગુસ્સા મા કેટલુ બધુ ના કહેવા નુ કહીને ઓફીસ વયો ગયો. અને હુ ઓફિસે ફ્રી થઈને બેઠો હતો, ત્યારે મને યાદ આવ્યુ કે વાક તો મારો જ હતો અને હુ એને કેટલુ બધુ કહીને આવતો રહ્યો હતો. પણ પછી શુ થાય મે સાંજે ઘરે જઈ ને એની માફી માગી પણ એ કાઈ સામે બોલીજ નહી મરા પર ત્યારે ગુસ્સો પણ ના કર્યો તો મે તેને પુછ્યુ કે દરોજ મને સામે જવાબ આપવા વાડી કેમ આજે રવારે મને કાઈ ના કીધુ. તો એ મને કહે કે તમારો વાક હતો એ મને ખબર હતી એટલે સામે ના બોલી કેમ કે જો હુ સામે બોલત તો તમે ઓફીસે જઈને સારુ કામ પણ ના કરી સકત અને મે જો કાઈ કહ્યુ હોત તો તમે એજ વિચારત અને તમને તમારી ભુલ ના સમજાત. પણ હુ શાંત રહી એટલે તમને યાદ આવ્યુ કે વાક તમારો હતો અને જુવો તમે મારી માફી પણ માગી.
વિર :- પછી તો શુ થયુ ?
અજય:- પછી શુ હુ તો વિચારતો જ રહી ગયો ક આ આટલી બધી સમજ દાર છે ?
એને પછી મે તેને કીધુ કે હુતો તને ડોબી સમજતો હતો અને તુ તો સમજદાર નીકડી હો !
પછી તો મે પણ ખુશ થઈ ને એને પુછ્યુ બોલ તારે શુ જૌયે છે ? તો એ મને કે મારે કાઈ નથી જોતુ મને જે જોતુ હતુ એ તો મને હમણા થોડા દિવસ પહેલા જ મળી ગયુ. જે મારુ સપનુ હતુ .
મે એને પુછ્યુ કે એવુ બધુ તે તને શું મળ્યુ એતો કે ?
એ કહે કે “ તમને યાદ છે ? થોડા દિવસ પહેલા તમે મને કહેલુ ક તુજ મનાવ મમ્મી ને મુવી માટે એ મારુ નહી માને તારુ માનશે. ” બસ આજ તો જોતુ તુ મને.
મે એને પુછ્યુ કે એમા તને શું મળ્યુ?
એ કહે કે તમે હજુ ના સમજ્યા , તો મે કહ્યુ કે નઈ તુજ કે.
તો એ બોલી કે પતી દેવ હુ આ ઘરની વહુ માથી દિકરી બની ગઈ . જ્યારે એક દિકરો એની મા ને માવવા ની ના પડે ને એની પત્નિ ને કહે કે મા મારુ નહી માને અને તુ માનાવ ત્યારે એનો મતલબ એજ થયો કે ઘરના સભ્યો પણ મને દિકરી માને છે ત્યારે જ તુ આવુ કહી સકે ડોબા.
વિર :- પછી શુ થયુ ?
અજય :- હુ તો થોડી વખત આશ્ચયચકીત થઈ ગયો.
અરે યાર હુ જેને ડોબી સમજતો હતો એ મને ડોબો કહી ગઈ.
એ પછી તો જગડા તો થતા જ બ્રેકઅપ પણ ખુબ થતા પણ જીવન જીવવા ની ખુબ મજા હતી ભાઈ એની સાથે.
અને તને ખબર છે એમારી 50 મી wedding anniversary ના આગલા દિવસે હસતા હસતા કહેતી ગઈ કે તારુ મારુ બ્રેકઅપ ત્યાર પછી એણે મને ક્યારેય આ શબ્દો નથી કીધા ભાઈ (ઉદાસ થઈને ?) .
વિર :- ભાભી હવે આ દુનીયા મા નથી રહ્યા?
અજય :- હા ભાઈ એ મરી સાથે સાચ્ચે જ બ્રેકઅપ કરી ને આ દુનીયા છોડી ને જતી રહી.
વિર :- આ બધુ ક્યારે થયુ ભાઈ ? અને તે મને જણાવ્યુ પણ નહી .
અજય :- એ બે વર્ષ પહેલાં જ્યારે અમારી wedding anniversary ની તૈયારી ચાલતી હતી ત્યારે અમે બન્ને dances precies કરતા હતા ત્યારે એને મને હળવે થી હસતા - હસતા મારા કાનમા કહ્યુ કે તારુ મારુ બ્રેકઅપ અને એ ત્યાજ ઠળી પડી ને સ્વાસ છોડી દીધા.
અજય :- તને ખબર છે ભાઈ આજે એ આ દુનીયા છોડીને જરુર ગઈ છે પણ મારા રોમ રોમ. મા એ વસે છે.
હુ આજે પણ એની યાદ મા રોજ રાતે સુતી વખતે એની બીંદી કબાટ ના અરીસામા ચોટાડુ છુ અને સવારે જાતેજ એ કાચ સાફ કરુ છુ.
*********************

આ હતી સુહાની સફર અજય અને આરતી ની.
આ વાર્તા ની સરૂવાત બેવકુફી થી કરવા નુ કારણ બસ એક જ કતુ કે મારે આ વાર્તા દ્વારા એક સંદેશ પોચાડવો હતો તમારા બઘા સુધી. કે સબંધો જો બેવકુફ બનીને નીભાવસુ તોજ એ સબંધો ટકસે એને એ સબંધ આજીવન તો નહી પણ માણસ ના મૃત્યુ પછી પણ સબંધ એટલો જ યાદ ગાર અને મજબુત રહેશે.
છેલ્લે બસ એટલુ જ કહીસ કે
“ બેવકુફ નુ પાત્ર નાટક માં ભજવવુ તો અધરુ જ હોય છે. પણ હકીકતમા બેવકુફ બનીને સબંધો સાચવવા એનાથી પણ વધારે અધરૂ હોય છે.”
બધાજ વાચકો નો ખુબ ખુબ આભાર , તમે બધા એ આ વાર્તા વાચીને તમારા રીવ્યુઝ આપવા માટે.
કેમ કે તમે બધા વાચકો ના રીવ્યુઝ થી તો મારા જેવા લેખકો નો ઉત્સાહ વધે છે અને આગળ વધારે સારુ કરવા માટે ની કોસીસ કરીયે છીયે.
Thank you so much all of you ??
:- nandita pandya