કોલેજ લાઈફ - ભાગ ૩ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ લાઈફ - ભાગ ૩


બે વર્ષ પહેલાં
ત્યારે હુ દસમા ધોરણમાં હતો જ્યારે મે પહેલી વાર પાયલ ને જોઈ હતી. પહેલી વખત જોતા જ ગમી ગઈ હતી તેમણે ફ્રેમ વગરના ચશ્માં પહેર્યાં હતા બ્લેક ડ્રેસ કાળા શીલ્કી વાળ ઘઉવર્ણી ચહેરાનો રંગ તેને વધારે મોહક અને આકર્ષીત બનાવતો હતો.
૩૬, પટેલ બંગલો તેના ઘરનુ એડ્રેસ હતુ તેના પિતા ડાયમંડ કંપનીમા જોબ કરતા.
બે બહેન અને એક ભાઈ બધામા પાયલ સૌથી મોટી હતી મારાથી જેટલી માહીતી મેળવી શકાય એટલી મેળવી લીધી
પણ માહીતી ભેગી કરતા વર્ષ પુરૂ થઈ ગયુ મને લાગ્યુ હવે હુ તેને કદી જોઈ પણ નહી શકુ.
નિશાએ પાયલની બેસ્ટ ફ્રેન્ડ હતી એટલે તેને ખબર હતી કે હુ પાયલને પસંદ કરૂ છું.
હુ પાછો વર્તમાનમાં આવી ગયો તેને ભુલવાની દરેક કોશિશ હુ કરતો પણ તેનો ચહેરો દિલમાંથી દુર થતો જ નહોતો
અંજલી મેડમનો લેક્ચર પુરો થયા બાદ ૧૦ મિનીટ લેક્ચર બ્રેક હતો
મે મારો ફોન બહાર કાઢ્યો અને ફેસબુક ખોલીને જોયુ તેમણે મારી રીક્વેસ્ટ એકસેપ્ટ કરી કે નહી
પાયલ મહેતા નામ સર્ચ કર્યું નહી હજુ પણ તેમણે ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ નહોતી કરી
છેલ્લા ચાર મહિનાથી હુ રોજ તેના પ્રોફાઈલ ફોટાને જોતો તેમણે મુકેલા ફોટામાં જ હુ તેને જોઈ લેતો.
કોઈ મેડમ ક્લાસમા આવ્યા એટલે મે ફોન અંદર મુક્યો
તે તેની ઉમર કરતા વધારે ઉમરના લાગતા હતા. સારીકા જૈન નામ હતુ તેમનુ આવતાની સાથે જ અંગ્રેજી ભાષામાં લેક્ચર ચાલુ કરી દીધો તેમાંથી માંડ બે ત્રણ વાક્યો મગજમાં ગયા હશે બાકીના બાઉન્સ જ ગયા. તે સી.એસ ના લેક્ચરર હતા
સાવ બોરીંગ લેક્ચર હતો આ પીસ્તાલીસ મિનિટ માંડ કાઢી શક્યો ત્યાર બાદ લંચ હતો


હુ ક્લાસમાં જ હતો બહાર નીકળી રહ્યો હતો ત્યાં પાછળ થી અવાજ આવ્યો ચિરાગ: તે અવાજ જાણીતો હતો


પાછળ નીશા મારાથી એકાદ ફુટના અંતરે ઉભી હતી


મને આશા નહોતી તુ મને બોલાવીશ: મે મારી જાતને મનમાં કહ્યુ

નીચે જાય છે

હા

હુ આવુ તારી સાથે

તારી ઈચ્છા, મારી ઈચ્છા તો હા કહેવાની જ હતી છતાં નિર્ણય તે લે એવી રીતે જવાબ આપ્યો

તે મારી સાથે આવી અમે બાજુમાં આવેલ ગાર્ડનમાં બેસવા માટે ગયા

કેટલા ટકા આવ્યા તારે: મે વાતની શરૂઆત કરતા પુછ્યુ

૭૫

કોલેજનુ રીઝલ્ટ બહુ સારૂ છે એટલે મે અહી એડમિશન લીધું:નિશાએ કહ્યું

હા, મે તેની વેબસાઈટ ચેક કરી હતી

પણ છતા મજા નથી આવતી એકલતા લાગે છે: મે કહ્યુ

કેમ, પાયલ નથી એટલે: તેણે કહ્યું

પુછ્યુમારો મતલબ મારા બધા ફ્રેન્ડ બીજી કોલેજમાં છે અહી હુ એકલો જ છુ એટલે એકલતા લાગે છે મે ક્લીયરલી કહ્યું

પાયલ વિશે હુ આમ પણ કાઈ જાણવા નથી માંગતો મે મનોમન કહ્યું

એ તો છે .હુ પણ એકલી જ છુ એટલે વિચાર્યું તારી સાથે થોડી વાત થાય તો સારૂ તેણે કહ્યું

બધી મારી જ ભુલ હતી પહેલાં રાઉન્ડમાં બી્.કોમમાં એડમિશન લીધું બધા મિત્રોએ બી.બી.એ મા લીધુ એટલે મે બીજા રાઉન્ડમાં બી.બી.એ લીધું: મે કહ્યુ તેને મને પુછ્યુ નહોતું તેમ છતા.

આમ પણ છોકરાઓ કોઈને કોઈ વાત શોધતા હોય છે છોકરી સાથે સમય પસાર કરવા
તારે આગળ શું કરવુ છે
એમ.બી.એ: તેણે કહ્યું

પાયલ કઈ કોલેજમાં છે: હુ નહોતો પુછવા માંગતો છતા પુછાય ગયુ .

તે વાડિયા વિમેન્સ કોલેજમાં છે અઠવાલાઈન્સ તે બી.કોમ કરે છે

તુ તેને હજુ પસંદ કરે છે: તેણે પુછ્યું

ખબર નહીં

કેમ?

હુ નક્કી નથી કરી શકતો કે આ માત્ર આકર્ષણ છે કે પછી પ્રેમ

હુ કહુ કે તે પણ તને પસંદ કરતી હતી તો

શુ તે મને પસંદ કરતી?

હા, એ વાત મારાથી વધારે તો કોણ જાણતુ હોય