ચા ની ચાહત - 2 - ચિઠ્ઠી-ચિઠ્ઠી Rayththa Viral દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા ની ચાહત - 2 - ચિઠ્ઠી-ચિઠ્ઠી

આપણે અત્યાર સુધી “ ચા ની ચાહત ” માં જોયું કે રાજવીર તેના મિત્રો સાથે નવરાત્રિ જોવા જાય છે ,ત્યાં તે લોકોની અપાર ભીડ માં જોવે છે અને વિચારે છે કે બધા લોકો ગરબા રમવા માટે થઈને ગાંડાતુર થયા છે જાણે આજ પછી ક્યારે નવરાત્રિ આવવાની જ ના હોય.રાજવીર ને ગરબા રમતા નહતા ફાવતા એટલે તે પ્રેક્ષકો ની ભીડ માં પ્રેક્ષક બની ને બેસે છે , અને ગરબા રમી રહેલા લોકો ને જોવે છે.એ દરમ્યાન ત્યાં ગરબા રમી રહેલા હજારો લોકોની ભીડ માં તેને એક પીળા રંગ ની ચણિયાચોળી વાળી છોકરી જોવા મળે છે.જે બિન્દાસ અને પૂર્ણ આત્મવિશ્વાસ ની સાથે ગરબા રમી રહી હોય છે , તેને જોઈને રાજવીર વિચારે છે કે આ છોકરી ને કેટલો આત્મવિશ્વાસ છે કે તેના જેટલા સારા ગરબા આ આખા ગરબી ચોક માં કોઈ નથી રમી રહ્યું.રાજવીર ને ચા થી કઇંક અલગ જ પ્રેમ હોય છે , અને તેની આ ચા ની ચાહત તેના મિત્રો જાણતા હોય છે.બીજી નવરાત્રિ માં રાજવીર તેના મિત્રો ને ગરબી જોવા જવાની ના પાડે છે અને SG હાઇવે પર પોતાની કાર લઈને ચા પીવા નીકળી પડે છે , એટલામાં તેને એક છોકરી દેખાય છે જેનું નામ પ્રિય કોટક હોય છે , જેની સ્કૂટી ખરાબ થઈ ગઈ હોય છે. રાજવીર તેને લિફિટ આપે છે અને તે છોકરી ને જે નવરાત્રિ માં જવું હોય છે ત્યાં તેને મૂકવા જાય છે.જ્યારે તે ત્યાં પોહચે છે ત્યાં તે જોવે છે કે આગાલી રાત્રે જે છોકરી પીળા રંગની ચણિયાચોળી માં આવી હતી તે આજે બ્લૂ રંગ ની ચણિયાચોળી માં આવી છે અને તે પ્રિયા ની મિત્ર છે.અને તેને ત્યારબાદ ખબર પડે છે કે આ બ્લૂ રંગ ની ચણિયાચોળી વાળી છોકરી નું નામ ચાહત છે.

હવે અહીથી આગળ....

નવરાત્રિ ની નવ રાત્રિ પૂરી થઈ અને પહેલી વખત રાજવીર ને આ નવરાત્રિ યાદગાર બનીને રહી.રાજવીર હવે કોઈ પણ ભોગે ચાહત ને મળવા માંગતો હતો , તેને ચાહતથી કોઈ પ્રેમ નહતો થયો.પરંતુ તેનું ચાહત નું મળવાનું એક માત્ર કારણ હતું નવરાત્રિ માં જોયેલો ચાહત નો આત્મવિશ્વાસ.રાજવીર ને જાણવું હતું કે આટલો આત્મવિશ્વાસ કોઈ વ્યક્તિ માં કઈ રીતે હોય શકે.રાજવીર એ facebook માં ચાહત ની id શોધી , અને તેને મળી પણ ગઈ.પરંતુ તેને થયું શું આમ ચાહત ને request મૂકવી યોગ્ય છે ..?? આમ પણ તેની ચાહત સાથે ની પહેલી મુલાકાત કઈ સારી નહતી રહી , અને એમાં ચાહત નો ચા પ્રત્યે નો અણગમો.આ બધુ વિચાર્યા પછી રાજવીર એ request મૂકવાનું માંડી વાળ્યું.

હજુ તો રાજવીર આ બધુ વિચારી રહ્યો હતો એટલા માં રાજવીર ના ફોન પર પ્રિયા નો ફોન આવ્યો. “ હેલ્લો રાજવીર , આવતી કાલે મારો જન્મદિવસ છે. તો તારે કરન અને જીગર એ મારી બર્થડે પાર્ટી માં આવાનું છે , હું એડ્રૈસ તને મેસેજ કરું છું “ આટલું કઈ પ્રિયા એ ફોન મૂકી દીધો. પહેલા તો રાજવીર ના પાડી રહ્યો હતો પરંતુ પ્રિયા ના વધુ પડતાં આગ્રહ ને કારણે તે માની ગયો.રાજવીર પણ અંદર થી ક્યાંક ને ક્યાંક રાજી હતો કારણકે તેને થયું પ્રિયા ની પાર્ટી માં ચાહત ની હાજરી તો હશે જ હશે.

“ રાજવીર ક્યાં પોહચ્યાં તમે લોકો ..?? ” પ્રિયાએ રાજવીર ને ફોન પર કહ્યું.

“ બસ પાર્કિંગ માં છીએ ૨ મિનિટ માં આવ્યા ” રાજવીરએ આટલું કહી ને ફોન મૂક્યો.

રાજવીર પ્રિયા ની બર્થડે પાર્ટી માં અંદર પોહચ્યો અને તેને જોયું કે અહિયાં માત્ર ૧૭ થી ૨૫ વર્ષ ના જુવાનિયા ઠેકડા મારી રહ્યા હતા , કોલ્ડડ્રિંક અને નાસ્તાની રમઝટ જામી હતી.રૂમ ની વચ્ચે એક ડાંસ ફ્લોર બનાવવામાં આવ્યો હતો , જ્યાં બધા છોકરા છોકરીઑ ડાંસ કરી રહ્યા હતા , અમુક કપલ ડાંસ તો અમુક સિંગલ જે ટૂંક સમય માં કપલ બનવાના હતા તે નાચી રહ્યા હતા.રાજવીરએ આમ તેમ નજર ફરાવી તો તેને થોડે દૂર પ્રિયા અને તેની આસપાસ અમુક છોકરા છોકરીઑ દેખાયા.રાજવીર તેના મિત્રો સાથે પ્રિયા ની પાસે પોહચ્યો અને તેને જન્મદિવસ ની શુભેક્છાઓ આપી અને તેના માટે લાવેલું ગિફિટ પણ આપ્યું.થોડીવાર થઈ એટલે રાજવીર ફરી આમતેમ નજર ફરવા લાગ્યો કારણકે હજુ તેને ચાહત ક્યાય પણ દેખાય નહતી રહી.એવામાં તેની નજર ડાંસ ફ્લોર પર પડી અને તે બસ જોતો રહી ગયો.. “ બ્લેક જાકીટ , અંદર રેડ ટોપ , પગ ના ઘૂટન સુધી આવે તેટલા બુટ અને અલગ અલગ ગીતો પર નાચતી ચાહત,આંખ માં થોડો કાજલ નું ટચ અને મુખ પર થોડો મેકઅપ,ગાલ પર એ જ ગુલાબ ની પંખુડી જેવી લાલશ ” , યોગાનુયોગ ત્યારે ગીત પણ વાગી રહ્યું હતું “ તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત ”.

રાજવીરએ જોયું કે આ વખતે પણ ચાહત બિન્દાસ થઈ ને નાચી રહી છે. એકદમ પારંપારિક કપડાં માં ગરબા રમતી ચાહત આજે વેસ્ટર્ન કપડાંમાં પણ એટલી જ અદભૂત અને કમાલ લાગી રહી હતી.રાજવીર ને થયું કે તે ચાહત પાસે જાય અને તેને કહે કે મારે તારી સાથે મૈત્રી કરવી છે.પણ પછી તેને થયું કે ભર સભા માં જો તે બધા ની વચ્ચે તેને ઉતારી પાડશે તો ..?

સમય હવે કઇંક જલ્દી જ પસાર થઈ રહ્યો હતો એવું રાજવીરને લાગ્યું.કેક કટિંગ થઈ ગયું હતું અને બધા પોતપોતાની મસ્તી માં હતા એવા માં એક જાહેરાત થઈ “ તો એ ક્ષણ આવી ગઈ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા , તમે બધા તૈયાર છો ને ..?? ”. “ વી ઓલ આર રેડિ ” ભીડ માથી આવાજ આવ્યો.

“ ભાઈ શેની તૈયારી થઈ ગઈ છે અને શું છે આ બધુ ..?? “ કરનએ રાજવીરને પૂછ્યું.

“ ભાઈ મને કઈ ખબર નથી હું પણ તમારી સાથે જ ઊભો છું ” રાજવીરે કહ્યું.

“ તને નથી ખબર ..? પ્રિયાએ તને કઈ કહ્યું નથી ..? ”જીગરએ કહ્યું.

“ ના ભાઈ એને મને ખાલી પાર્ટી માં આવનું કહ્યું હતું ” રાજવીરે કહ્યું.

“ તો જા પ્રિયા ને જઈને પૂછ , શું છે આ બધુ ”કરનએ રાજવીરને પ્રિયા પાસે જવા કહ્યું.

“ હાં ભાઈ પૂછું છું ” રાજવીરે કહ્યું.

“ પ્રિયા શેની તૈયારી થઈ ગઈ છે અને આ જાહેરાત શું હતી..?? “ રાજવીરે પ્રિયા પાસે જઈને પૂછ્યું.

સમજાવું રાજવીર , હવે બધા પોતપોતાના નામ ની ચિઠ્ઠી પેલા બાઉલ માં નાખશે , ત્યારબાદ વારાફરતી બધા નું નામ ત્યાંથી બોલવા માં આવશે.જેનું નામ બોલવામાં આવે તે ત્યાં સ્ટેજ પર જઈને ત્યાં પડેલા બીજા બાઉલ માથી ચિઠ્ઠી કાઢશે. “ તે બાઉલ માં કઈ ચિઠ્ઠી છે ..?? ” રાજવીરએ પ્રિયાને પૂછ્યું. “ તે બાઉલ માં અલગ અલગ શબ્દો ની ચિઠ્ઠી છે , તેમાં જે શબ્દ હોય તે શબ્દ પર ઓછામાં ઓછી ૪ થી ૫ મિનિટ બધા ની વચ્ચે બોલવાનું ”.

“ અને જો કોઈ ના બોલી શક્યું તો ..?? ” રાજવીરએ પોતાનો ડર જાહેર કર્યો.

“ તો પછી એ વ્યક્તિ એ બધા ની વચ્ચે સ્ટેજ પર મુરઘાં બનવાનું ” પ્રિયાએ રાજવીર ને ચોકવતા કહ્યું.

“ શું ...?? આવું તો થોડી હોય પ્રિયા મારે આવી કોઈ ગેમ નથી રમવી ” રાજવીરમાં રહેલો આત્મવિશ્વાસ નો અભાવ બોલી ઉઠ્યો.

“ શું નથી રમવું ભાઈ ...? અમારે તો રમવું છું અને તું પણ રમીશ જ ” કરણએ રાજવીરને આદેશ આપતા કહ્યું,

“ પણ ભાઈ તને ખબર છે કે મને આમ લોકો સામે બોલતા નથી ફાવતું અને તું બધા વચ્ચે તારા ભાઈ ને મુરઘો બનાવા માટે ઉત્સુક છે.” રાજવીરએ આજીજી ના ભાવ એ કરણ સામે જોઈને કહ્યું.

“ અરે ભાઈ શુ કામ આટલો લોડ લે છે , કઈ નહીં થાય.અને એમ પણ તું લેખક છે , કોઈ પણ શબ્દ આવે ચિઠ્ઠીમાં , તું ૪ – ૫ મિનિટ શું ૪-૫ કલાક બોલી શકે.અને ભાઈ મને ખબર તારા માં આત્મવિશ્વાસ નથી પણ તું આવી જગ્યાઓ પર અટલા લોકો વચ્ચે કઈ બોલીશ તો જ તારો આત્મવિશ્વાસ વધશે. ” કરણએ રાજવીર નો આત્મવિશ્વાસ જગાડતા કહ્યું.

હા , અને આ ગેમ નું નામ છે “ ચિઠ્ઠી-ચિઠ્ઠી ”. પ્રિયાએ ગેમ નું નામ કહેતા કહ્યું.

રાજવીર ભારી મને રમત રમવા માટે થઈને રાજી થયો.પરંતુ ક્યાંક ને ક્યાંક એને હતું કે આ રમત તેની ઇજ્જત ની પથારી ફેરવી નાખશે.બધા ની વચ્ચે અને એમાં પણ ખાશ કરીને ચાહતની સામે મુરઘાં બનવું એટલે.રાજવીર ને તો હમણાં થી જ મુરઘાં ના કૂકડે-કૂ સંભળાવા લાગ્યા હતા.તે ભગવાનને એક જ પ્રાથના કરવા લાગ્યો કે હે ભગવાન બસ ચિઠ્ઠી માં મારૂ પહેલું નામ ના આવે નહિતર પેલી વાર માં જ મુરઘાં બનવું સાવ ખરાબ લાગશે.

--- - - --- - - - - - - - - - - - - - - - - - - - -- - ----------- - - - - - - - - - -

“ તો બધા તૈયાર છો ને , હવે હું પહેલી ચિઠ્ઠી કાઢવા જઈ રહ્યો છું ” ગેમ ના એન્કર એ પહેલી ચિઠ્ઠી કાઢતા ગેમ શરૂ કરવાની જાહેરાત કરી.

તો પહેલું નામ છે “ કરણ મહેતા ”.

જેવુ કરણ નું નામ બોલવામાં આવ્યું એટલે સૌથી વધુ ખુશ રાજવીર થયો.કારણકે તે ઓપેનિંગ બેસ્ટમેન માથી પણ બચી ગયો અને પહેલા બોલ પર આઉટ થવાથી પણ.હવે કરણ સ્ટેજ પર ગયો અને તને ત્યાં પડેલા બાઉલ માથી શબ્દ વાળી ચિઠ્ઠી કાઢી અને તેને શબ્દ આવ્યો “ દોસ્ત ( મિત્ર,ફ્રેન્ડ) ”.

કરણ એ ચિઠ્ઠી કાઢ્યા પછી એક પણ મિનિટ વેડફયા વગર બોલવાની શરૂવાત કરી.” આમ તો આ શબ્દ માટે ૪ થી ૫ મિનિટ બોલવું એ શક્ય જ નથી , કારણકે દોસ્ત અને તેની દોસ્તી આપણાં મનુષ્ય જીવનને સૌથી અમૂલ્ય ભેટ છે. ભગવાને આપણને બધા સંબંધો આપણાં જન્મ પહેલાથી જ નક્કી કરી ને આપ્યા.જેમ કે માં-બાપ , ભાઈ-બહેન,કાકા-કાકી,મામા-મામી વગેરે વગેરે.પરંતુ દોસ્ત , દોસ્ત આપણે પોતાની મરજી થી બનાવી શકયે તેની છૂટ આપણને આપી. આપણાં માથી કોઈ એવું નહીં હોય જેને ભાઈબંધ કે બહેનપણી નહીં હોય.ગજબ છે ને જેના સાથે લોહી નો સબંધ નથી , છતાં સગા-વહાલાને શરમાવી દે એવા મિત્રો આપણે બધાને મળે છે.કહેવાય છે કે એક સારું પુસ્તક ૧૦ મિત્રો બરાબર હોય છે.હું આમાં એક વાત હજુ જોડીશ કે એક સારો મિત્ર આખા પુસ્તકાલય બરાબર હોય છે. જ્યાં શબ્દ ગોઠવ્યા વગર વાત કરી શકાય તે દોસ્તી કહેવાય. દોસ્તી એટલે એક ખભાનું સરનામું જ્યાં દુ:ખની ટપાલ ટિકિટ વિના પોસ્ટ કરી શકાય.દોસ્તીમાં વાત વિનાની વાતો હોય અને નાત વગરનો નાતો કાયમ બને.સુખ માં તો કદાચ ઘણા લોકો આપણી સાથે જોવા મળે છે પરંતુ જ્યારે દુખ પડે છે ત્યારે પીઠ પર હાથ રાખી ને “ ચિંતા ના કરીશ બકા , બધુ બરાબર થઈ જશે ” કહેવા વાળો પણ એક દોસ્ત જ હોય છે. સૌની પસંદગી ની ચા જે ખાંડ વગર અધૂરી છે એવી જ રીતે જિંદગી પણ દોસ્ત વગર અધૂરી છે... બસ હવે અંતે એટલું જ કહીશ કે પ્રેમ જેવા પવિત્ર ભાવ ની શરૂઆતનું પ્રથમ પગથિયું એટલે દોસ્તી “. આટલું કહી અને કરણ સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને ત્યાં આવેલા દરેક વ્યક્તીએ તેને તાળી ના ગળગળાટની સાથે વધાવી લીધો.

બહુ જ સરસ દોસ્તી ની વાત કરી મને પણ મારા દોસ્ત ની યાદ આવી ગઈ. પરંતુ હવે વારો છે નવી ચિઠ્ઠી કાઢવાનો.એન્કર જ્યારે ચિઠ્ઠી કાઢી રહ્યો હતો ત્યારે રાજવીરના ર્હદય ના ધબકારા ઝડપથી ભાગી રહેલી ટ્રેન ના એન્જિન ની જેમ ફુલ ગતિ થી વધી રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂવાત તો કરણએ જોરદાર રીતે કરી હતી.પરંતુ હવે વારો હતો આવનારા બેસ્ટમેનનો એટલે કે મિડિલ ઓર્ડર નો. હવે જે આ સ્ટેજ પર આવશે તેનું નામ છે.... “ બર્થડે ગર્લ “ પ્રિયા કોટક “ ”.

જેવુ પ્રિયા નું નામ ચિઠ્ઠી માં આવ્યું એટલે પ્રિયા સ્ટેજ પર ગઈ , અને સૌથી વધુ ખુશ રાજવીર થયો કારણકે તેને થોડો વધુ સમય મળી ગયો સ્ટેજ પર જતાં લોકો ને સાંભળવાનો અને તેમની આત્મવિશ્વાસ થી બોલવાની અને ત્યાં બેઠેલા બધા ને મજા કરવાની રીતને સમજવાનો.પ્રિયાએ બાઉલ માથી બીજી ચિઠ્ઠી કાઢી , અને તેને જે શબ્દ આવ્યો જેના વિશે હવે તે બોલવાની હતી તે હતો.. “ માં ”.

ચિઠ્ઠી ખોલતાની સાથે જ પ્રિયાના ચહેરા પર એક અલગ જ ખુશી અને મુસ્કાન આવી ગઈ. કારણકે લગભગ ૨ કે ૩ ધોરણ થી જે એક માત્ર નિબંધ ગુજરાતી , હિન્દી અને અંગ્રેજી ના પેપર માં પુછવામાં આવતો હતો તે એટલે કે માં. પ્રિયા એ બોલવાની શરૂવાત કરી ” કદાચ સૌથી સહેલું અને સૌથી અઘરું હોય છે ભગવાની આ સૌથી આલોકિક અને અદભૂત કલાકૃતિ વિશે લખવું અને બોલવું.મા વિશે જો કેવાં જાઉં તો શબ્દો, સમય, અને ઉંમર બધું જ ખૂટી જાય. તેમ છતાં હું મા વિશે કેવા ની કોશિશ કરું છું.મા એ વ્યક્તિ છે જેનો પ્રેમ મેળવવા ભગવાન ને પણ ધરતી પર જન્મ લેવો પડ્યો હતો.આપણાં બધા ના જીવનમાં રહેલી આપણાં માટે અણમોલ અને અદભૂત વ્યકતી , એક એવી કમાલ ની શક્તિ કે જેના ખોળામાં રાત્રે આપણું માથું રાખવા માત્ર થી આખા દિવસનો થાક અને કરોડા રૂપિયા આપ્યા પછી પણ ના મળતી નીંદર આવી જાય છે.પિતા આર્થિક રીતે પરિવાર માં એક મોટો ભાગ ભજવે છે જ્યારે ઘરના બાળકો ને સંસ્કાર આપવાનું કામ માતા પર રાખવામા આવે છે , માં પર કેટલી મોટી જવાબદારી છે તેની કદાચ ખબર પણ આપણને નથી. અમુક વખત તો ઘરના બધા લોકો આપણી સામે ઊભા રહી જાય છે , ત્યારે એક માત્ર માં જ હોય છે જે કહે છે “ મને ભરોસો છે મારા દીકરા/દીકરી પર એ કોઈ ખોટું કામ ના કરે અને એક દિવસ એ બહુ મોટો વ્યકતી બનશે જ બનશે “. માં નો આપણાં પર આ વિશ્વાસ જ હોય છે જે આપણાં આત્મવિશ્વાસ ને ટોચ પર પોહચાડે છે.સફળ થતાં દરેક વ્યકતી ની એક વાત મુખત્યે સરખી હોય છે કે “ હું મારી માં ની આંખો માં મારા માટે સન્માન જોવા માંગુ છું ”.પણ આમાં એક વાત હજુ કહી શકીએ કે આપણાં જન્મ વખતે જ્યારે આપણી માં આપણને ખોળા માં લે છે ત્યારે નીકળતા જે આંસુ હોય છે તે જ સન્માનના હોય છે. કોઈ વ્યક્તી પોતાના જીવન માં આટલું નિશ્વાર્થ જીવન કોઈ ના માટે કઈ રીતે જીવી શકે જેટલું એક માં પોતાના સંતાનો માટે જીવે છે ખરેખર ભગવાને પણ કમાલ ની રચના કરી છે માં ની જ્યાં એક પૈસા નો પણ સ્વાર્થ નથી માત્ર અને માત્ર પ્રેમ જ જોવા મળે છે.એક માં કોઈના જીવન માં કેટલું મહત્વ ધરાવે છે તે કહેવા કરતાં મહેસુસ કરવામાં વધુ આનદ આવશે.માટે આપણે બધા એ વાત ને મહેસુસ કરીયે અને હું મારી વાતની અહી જ સમાપ્ત કરું છું “. આટલું કહી અને પ્રિયા સ્ટેજ ની નીચે ઉતરી આ વખતે પણ તાળી તો એટલી જ વાગી રહી હતી પરંતુ અમુક જગ્યા પર આંખો પણ ભીની હતી.

એકદમ જોરદાર વાત કરી પ્રિયાએ મજા આવી ગઈ અને માં પર તો કેટલું બધુ લખાયું છે કેટલા સાહિત્યકારોએ માં પર કેવી અદભૂત રચનાઓ કરી છે , અને એક માં શું કરી શકે છે તેની કલ્પના તો કદાચ ભગવાન પણ નથી કરી શકતા.પણ હવે ચિઠ્ઠી માં નવું નામ કોનું આવશે તેની કલ્પના તો આપણે કરી જ શકયે.રમત હવે કઇંક વધુ જ રોમાંચક અને રસપ્રદ બની રહી હતી , આવનારો દરેક વ્યકતી પોતાની વાતો થી લોકો નું દિલ જીતી રહ્યો હતો.બધા ને હવે ઉત્સુકતા વધી રહી હતી કે કોણ હશે જે ચિઠ્ઠી માં આવેલા શબ્દ પર નહીં બોલી શકે અને મુરઘાં બનશે.હવે વારો છે નવી ચિઠ્ઠી કાઢવાનો અને આ વખતે જે વ્યક્તી અહી આવશે તેનું નામ છે “ સંધ્યા મુરારી .“

“ ભાઈ આ સંધ્યા કોણ છે ..?? “ જીગરએ કરણની સામે જોઈને પૂછ્યું.

“ ભાઈ મને કઈ જ ખબર નથી આ બધુ તું રાજવીરને પૂછ એ જ આપણને અહી લઈ આવ્યો છે.” કરણએ કહ્યું.

“ ઑ લેખક સાહેબ , કોણ છે આ સંધ્યા ..?? ” જીગરએ રાજવીરને પૂછ્યું.

“ કોણ જાણે ભાઈ , મને તો હમણાં દ્રોપદી જેવી ફીલિંગ આવી રહી છે.બધા ની વચ્ચે હું મુરઘાં બની રહ્યો છું, અને લોકો મારા પર હસતાં હશે. કરણ કઈ મદદ તો કર ભાઈ , મારે શું કરવાનું ત્યાં સ્ટેજ પર જઈને કઈ નથી સમજાતું.” રાજવીરએ કહ્યું.

“ ગજબ નો લોડ લે છે ભાઈ તું. લેખક ની કોમ પર ધબ્બો છે ધબ્બો , સાવ નબળો. ” જીગરએ ગુસ્સે થતાં થતાં કહ્યું.

“ તું જો તારો વારો આવશે ત્યારે તારી પણ આવી જ હાલત થશે ”રાજવીરએ કહ્યું.

“ આ બધુ છોડો , જો સંધ્યા આવી સ્ટેજ પર. શું હતી તેની અટક ..?? ‘હાં... મુરારી...‘ મને તો ભગવાનની માણસ લાગે છે. આમ પણ તેનો પહેરવેશ પણ એવો જ છે , ભાઈ મને લાગે છે તું બચી ગયો.આ પણ તારી જેમ જ ઢીલી છે , આ નક્કી મુરઘો બનશે ” કરણએ કહ્યું.

સંધ્યા સ્ટેજ પર આવી અને ત્યાં પડેલા બાઉલ માથી ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠી માં આવેલા નામ ની સાથે સંધ્યા ના ચહેરા પર એક અલગ જ રોનક આવી ગઈ , કારણકે સંધ્યા ને આવેલો શબ્દ હતો “ ભગવાન ”.

સંધ્યાએ ૨ મિનિટ ના મૌન પછી બોલવાનું શરૂ કર્યું “ “ ભગવાન “ આમ તો આ શબ્દ બહુ ગજબ નો છે , કારણકે એવી શક્તિ જેણે આપણાં માથી કોઈએ પણ જોઈ નથી.માત્ર અને માત્ર જેની અનુભૂતિ થી આપણે બધા પરિચિત છીએ.મારા સાંભળેલા મુજબ વિજ્ઞાન ભગવાન છે તેમાં નથી માનતું , પરંતુ વિજ્ઞાન કહે છે કે કોઈ એવી શક્તિ છે જે આ બધા જ્ઞાન અને વિજ્ઞાન થી ઉપર છે.ઘરે જો જમવામાં ૨ મિનિટ પણ મોળું થઈ જાય તો ઘરમાં બૂમાબૂમ કરી મૂકનાર લોકો , કલાકો સુધી ભગવાન ના દર્શન કરવા માટે થઈને ઊભા રહે છે.મારા મતે તો ભગવાન શબ્દ જ પૂરતો છે આપણો આત્મવિશ્વાસ વધારવા માટે , કારણકે ઘણી વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે “ ચિંતા ના કરીશ ભગવાન છે ને બધુ સંભાળી લેશે ”.આધુનિક સમય ના ભગવાન કહેવાતા એવા ડોક્ટર પણ ઘણી વખત કહી દે છે કે “ હવે આમને ભગવાન જ બચાવી શકે છે , બધુ ભગવાન ના હાથ માં છે ”. એક બહુ જ જોરદાર વાત હું તમને બધા ને જણાવું.. “ આપણે બધા ભગવાન ના દર્શન કરવા માટે થઈ ને લાઇન ઊભા હોઈએ છીએ , ત્યારે ભગવાન આપણને એકદમ સ્પષ્ટ દેખાય રહ્યા હોય છે.છતાં જ્યાં સુધી આપણે ભગવાન ની સામે ઊભા રહીને દર્શન ના કરી લઈએ ત્યાં સુધી આપણને સંતોષ નથી થતો “.

સંધ્યા પોતાની વાતો કરી રહી હતી અને રાજવીર નું ટેન્શન વધી રહ્યું હતું કારણકે સંધ્યાની વાતો પરથી લાગી રહ્યું હતું કે તે પણ મુરઘાં બનવાથી બચી જશે.સંધ્યાએ પોતાની વાત પૂરી કરી અને બધા તાળીઑ થી તેને વધાવી રહ્યા હતા. હવે તો એક પછી એક ચિઠ્ઠીઓ નીકળી રહી હતી અને લોકો સ્ટેજ પર આવી રહ્યા હતા અને તાળીઓ ના ગળગળાટ ની વચ્ચે નીચે ઉતરી રહ્યા હતા.આ બધા વચ્ચે રાજવીરને હવે નક્કી થઈ ગયું હતું કે એ જ મુરઘો બનશે.

તો હવે છેલ્લા ૨ વ્યકતીઓ બાકી છે અને બાઉલમાં છેલ્લી બે ચિઠ્ઠી બાકી છે. અત્યાર સુધી બધાનું વક્તવ્ય જોરદાર હતું અને આપણે આપણાં પહેલા મુરઘાં ભાઈ કે બહેન થી વંચીત હતા.પરંતુ હજુ બે ચિઠ્ઠી બાકી છે તમને શું લાગે છે કે આપણને આપણો પહેલો મુરઘાં બોય કે ગર્લ મળશે..??

“ હાં જરૂર મળશે ” લોકોએ જોરજોરથી કહ્યું.

હવે જે બે વ્યકતી બાકી રહ્યા છે તેમના નામ છે “ ચાહત અને રાજવીર ”.હવે જે વ્યકતી અહી સ્ટેજ પર આવી અને બોલશે તેનું નામ છે એન્કરે ચિઠ્ઠી કાઢતા કાઢતા કહ્યું. જેવુ એન્કર આવું કહ્યું એટલે રાજવીરને થઈ ગયું નક્કી હવે મારો નંબર છે.પણ રાજવીર ની ભવિષ્યવાણી ખોટી પડી કારણકે ચિઠ્ઠી માં નામ હતું ચાહત નું.

તો હવે આવે છે....” ચાહત ”. જેવુ એન્કરએ નામ જાહેર કર્યું રાજવીર રાજીનો રેળ થઈ ગયો કારણકે તેને થયું કે નક્કી હવે ચાહત સ્ટેજ પર જોરદાર વાતો કરશે અને તેનો આત્મવિશ્વાસ જોઈને મારો પણ આત્મવિશ્વાસ વધશે.

ચાહત સ્ટેજ પર આવી અને ત્યાં પડેલા બાઉલ માથી ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠી માં આવેલા શબ્દને જોઈને તે થોડી ચિડાઇ ગઈ કારણકે તેને આવેલો શબ્દ જે હતો તે વસ્તુ પર તેને સૌથી વધુ નફરત હતી. તે શબ્દ હતો.... “ ચા ”.

જેવુ એન્કરએ વાચી ને કહ્યું કે ચાહત હવે ચા શબ્દ પર બોલવાની છે એટલે સૌથી વધુ આનંદ અને ઉત્સાહ માં જો કોઈ હતું તો તે રાજવીર હતો.રાજવીર જાણતો હતો કે ચાહત ને ચા થી કેટલી નફરત છે અને કદાચ હવે રાજવીર મુરઘો બનવામાં એકલો નહીં પડે.આ વાત ની સાથે સાથે રાજવીર ને એમ પણ થયું કે આ બાઉલ માં ‘ ચા ’ નામ ની પણ ચિઠ્ઠી હતી , જો મને આ ચિઠ્ઠી મળી હોત તો મોજ પડી ગઈ હોટ અને સ્ટેજ પર ભૂકા બોલાવી નાખત.પણ મારૂ એવું નશીબ ક્યાં આપણે તો મુરઘાં જ બનવાનું છે. પ્રિયા અને ચાહત ની બીજી મિત્રોનો ને પણ આવું જ લાગી રહ્યું હતું કે હવે ચાહત પેલી એવી વ્યકતી હશે જે મુરઘાં બનશે , કારણકે ચાહત અને ચા બને સિક્કા ની અલગ અલગ બાજુ હતા. પહેલી વખત એવું બની રહી હતું કે સ્ટેજ પર આવેલું કોઈ વિચારવા માટે સમય લઈ રહ્યું હતું , કારણકે હમણાં સુધી આવેલા દરેકે વ્યકતીએ ચિઠ્ઠી ખોલ્યાની સાથે જ બોલવાનું શરૂ કરી દીધું હતું.સમય જઈ રહ્યો હતો અને ચાહત ની ટેન્શન વધી રહી હતી.એક ઊંડો શ્વાશ લઈને ચાહતએ બોલવાનું શરૂ કર્યું.

આમ તો આમાં આવેલા શબ્દ પર મને સૌથી વધુ નફરત છે , અને એનું કારણ છે કે હું ચા ને એક વ્યસન માનું છું. ઘણા એવા લોકો હોય છે કે જેમના માટે ચા એ અમ્રુત સમાન છે.મારા મતે ચા વ્યકતી ની એક મર્યાદા નક્કી કરે છે. ઘણા એવા લોકો હશે જે કહેતા હશે કે જો મને સવારે સારી ચા ના મળે તો મારો આખો દિવસ ખરાબ જાય.આનો મતલબ તો એ થયો ને કે તેમનો દિવસ કેવો જશે તે તેમના ઘરમાં ચા બનાવનારા વ્યક્તી ના હાથ માં છે. ચા ની પાછળ એવા ગાંડા લોકો મે જોયા છે અને એમના વિશે સાંભળ્યુ છે કે અમે તો અહી થી ૧૦-૧૦ કિલોમીટર દૂર ચા પીવા જઈએ. ત્યારે તેવા લોકો ને કહેવાનું મન થાય કે તમારાથી મોટું કોઈ બેવકૂફ ઇન્સાન મે આ દુનિયા માં નથી જોયું. જો ચા આ દુનિયા નું સૌથી છેલ્લું પીણું હશે ને તો પણ હું તે નહીં લઉં , આમ વ્યક્તિગત રીતે મને ચા થી કોઈ દુશ્મની નથી પણ ચા મને પસંદ નથી. મારી પહેલા અહી આવેલા દરેકે તેમણે મળેલા શબ્દ ને હકારાત્મક વાતો કરી ને આપણાં બધા ને મોજ કરાવી.બની શકે કે ચા પર ના મારા આ વિચારો થી અહી બેઠેલા ઘણા લોકો સહમત નહી હોય. , પરંતુ મારા માટે તો ચા એ ઝહેર સમાન છે.આટલું કહી ને ચાહત સ્ટેજ ની નીચે ઉતરવા લાગી , જે રીતે ચાહત આટલું નાનું પરંતુ પ્રભાવશાળી , અને આત્મવિશ્વાસ થી ભરપૂર વક્તવ્ય આપી ને નીચે ઉતરી રહી હતી , હૉલમાં બેઠેલા દરેક લોકો તેની સામે જોઈ રહ્યા. આખા રૂમ માં ચાહત જેટલો આત્મવિશ્વાસ કોઇની પાસે નહતો એ બધા જાણતા હતા.પરંતુ છેલ્લો નિર્ણય એન્કર ના હાથ માં હતો , કારણકે ચાહતનું વકૃત્વ બહુ જ નાનું હતું અને તેમાં વાતો પણ બહુ ઓછી હતી.

આમ તો હું પણ ચા પીવું છું પરંતુ આવી ડરાવની વાતો ક્યારે નથી સાંભળી.છતાં ચાહતના ચા પર ના વિરોધથી આપણે બધા પરિચિત છીએ.આટલો ભરપૂર વિરોધ હોવા છતાં ચાહતએ જે રીતે ચા પર બોલી છે અને જે આત્મવિશ્વાસ થી બોલી છે તે ખરેખર કમાલ છે.પરંતુ જે સમયે ચાહત ચા પર ના પોતાના કટાક્ષ રજૂ કરી રહી હતી ત્યારે અહી બેઠેલા લોકો માથી કોઈએ એક મજા ની વાત કહી છે કે “ ચા એ આપણું રાષ્ટ્રીય પીણું છે “. હવે ચાહત મુરઘાં બનશે કે કેમ એ જાણવા માટે આપણે થોડી રાહ જોવી પડશે , કારણકે હવે એક જ ચિઠ્ઠી બાકી છે.તો બધી ચિઠ્ઠી ખૂલી જાય અને બધા લોકો બોલી લે પછી જ નિર્ણય જાહેર કરીશું .

હવે આ રમત ની છેલ્લી ચિઠ્ઠી હું નિકાળવા જઇ રહ્યો છું અને મને આશા છે કે આ ચિઠ્ઠી માં આવનારા નામ ની સાથે આપણને આપણો પહેલો મુરઘો મળી જશે. હજુ ચાહત નું રિજલ્ટ તો બાકી જ છે પરંતુ જો એક થી વધુ મુરઘાં મળે તો લોકો ને વધુ મજા આવશે. તો હવે આવે છે... “ રાજવીર ઠક્કર ”

રાજવીર ડરતા ડરતા સ્ટેજ પર જઇ રહ્યો હતો , કારણકે જે ચાહત ને તે ગુરુ માની રહ્યો હતો તેનું રિજલ્ટ હજુ આવ્યું નહતું.અને તેના વક્તવ્ય પરથી લાગી રહ્યું હતું કે કદાચ તે પણ મુરઘાં બનવાની રેશ માં તેની સાથે જ છે.રાજવીરએ ભારી મને બાઉલ માથી ચિઠ્ઠી કાઢી અને ખોલી.જેવી તેને ચિઠ્ઠી ખોલી તેની આંખો ફાટી ગઈ , પગ નીચેથી જમીન ખશી ગઈ , કપાળ પર પરસેવો આવા લાગ્યો.જે શબ્દ ની તેના જીવન માં સૌથી વધુ ખોટ હતી , કદાચ બીજા કોઈ શબ્દ પર તો હજુ તે કઇંક બોલવાનો પ્રયતન કરી શકત , પણ જે શબ્દ તેને ચિઠ્ઠી માં આવ્યો હતો તેના પર તેનું બોલવું લગભગ અશક્ય હતું. અને તેને મળેલો શબ્દ હતો..... “ આત્મવિશ્વાસ ”

( ક્રમશ...)

To Be Continued…

તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.