safad lagnjivan - 2 books and stories free download online pdf in Gujarati

સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - ૨



રાધા તેની દીકરી નીરજા સાથે રહેતી હતી. નીરજા ના લગ્નની વાત માટે રાધાના ભાઈ ઉત્કર્ષ એ એક સરસ છોકરો દેખાડ્યો હતો. પરંતુ નીરજાને લગ્ન જ નહોતા કરવા એટલે તેણે તેની મમ્મી ને મામા ને મનાઈ કરવા કહી દીધું હતું. રાધા રીંગ સાંભળતા જ વિચારોમાં થી બહાર આવી. ફોન ઉપાડ્યો સામે લાઈન પર રાધાનો ભાઈ ઉત્કર્ષ હતો. " ભાઈ નીરજા માનતી જ નથી , ના જ પાડી રહી છે કોઈ પણ છોકરો જોવા માટે " રાધા એ કહ્યું. "રાધા એમ થોડી ચાલે , જિંદગી એકલી કાઢવી કેટલી અઘરી છે તું તો જાણે જ છે ને સમજાવ અને કહે કે બધા લગ્નજીવન અસફળ ન હોય. " "એમાં જુવાન છોકરી કેટલાય તાકી ને બેઠા હોય " ઉત્કર્ષ એ કહ્યું. "આ છોકરાની તો હું પોતે જવાબદારી લઉં હીરો છે હીરો, દીવો લઇ શોધીએ તો પણ ન જડે." ઉત્કર્ષ ફરી કહ્યું. "ભાઈ દીવો તો પપ્પા પણ લઈ ને જ નીકળ્યા હતાં મારા માટે છોકરો શોધવા પણ હીરાની ચમકમાં કાચનો ટુકડો તો હાથમાં આવ્યો અને એવો ખુંચ્યો કે તેનાં લોહીના ફુંવારા હજી ઉડ્યા રાખે છે." રાધા ને ગમ્યું નહીં પણ તેણે ફોન કાપી નાખ્યો.

થોડો સમય તો આંખમાં થી આંસુ રોકાયા જ નહીં ફરી ભૂતકાળ માં સરી ગઈ. રાધા માટે તેનાં પિતાનું સન્માન બહુ મહત્વનું હતું. દેખીતો ભેદ રાધા ને ઉત્કર્ષ વચ્ચે ક્યારેય નથી રખાયો છતાં તું દીકરી છો હોય કે દીકરીની જાત ને વારે વારે ડગલે ને પગલે સાંભળેલ. લગ્નના દિવસે રાધાને તેનાં પપ્પા એ કહેલ કે તું આપણા ઘરનું નાક છે બેટા આપણે દીકરીઓ સાસરીમાં જ શોભે, સુખ દુઃખ તડકો છાયો બધું હવે તારે ત્યાં જ, બસ આ વાત ની ગાંઠ બાંધેલ છૂટી જ નહીં રાધાના પપ્પા એટેક આવવાની મૃત્યુ પામી ગયા હતાં પણ તેણે આપેલ સંસ્કારો ના પોટલાનો ભાર રાધા ના માથા પર હતો. નીરજા ના જન્મ થી ખુશ કોઈ ન હતું સમાજ સામે નાટક ચાલતું પણ ખરેખર ક્યારેક નીરજા રોતી હોય કે ભીનું કર્યું હોય તો રાધાની રાહ જોવાતી. એક વખત તો હદ જ થઈ ગઈ ઘરમાં બધાં હતા માત્ર રાધા કોઈ કારણોસર બહાર ગયેલ નીરજા નું ડાયપર કોઈએ ન બદલ્યું તે નીરજા ને તાવ આવી ગયેલ. સંજય તો ક્યારેય ઘરે જ ન રહેતો અને જો ઘરે હોય તો કાં ટીવી સામે અથવા બાજુમાં રહેતાં મહેતા ભાઈના ઘરે જ હોય. વર્ષો થી પાડોશમાં રહેતાં એટલે ઘર જેવું થઈ ગયેલ , મેહતા ભાઈ તો ચાર દિવસ થી બહાર ગયેલ , રાધા સંજયને કહીને ગયેલ છતાં સંજય બાજુમાં ચાલ્યો ગયેલ. આવું ઘણી વખત થતું કે સંજય બાજુના ઘરમાં થી જ જમીને આવતો ઘણી વખત તે મોડી રાત સુધી ત્યાં જ હોય. રાધા જાણતી પણ હતી કે સંજય ને બાજુવાળા ભાભી સાથે કોઈ સંબંધ તો જરૂર હતાં.

નીરજા દીકરી હતી એટલે રાધાને સાસરા માં થી પણ કોઈ સપોર્ટ નહીં. ક્યારેય રાધા કંઈ કહે તો ઘરનાં એટલાં ખરાબ ખરાબ શબ્દો બોલે કે રાધાના હ્રદય ને વીંધી નાખે. પપ્પા તો રહ્યા ન હતાં ભાઈના લગ્ન થઈ ગયા હતાં ભાભી મમ્મીને માંડ રાખતાં હતાં ત્યાં પાછા જવાનો તો સવાલ જ ન હતો. ક્યારેય ઘરની બહાર નીકળી કામ પણ નહોતું કરેલ કે તે હિંમત પણ આવે. સંજય તેના પપ્પા ની હોસ્પિટલની લેબોરેટરી સંભાળતો હતો પણ ઉંમર થવાને લીધે રાધાના સસરાની પ્રેક્ટિસ પણ બહુ ચાલતી ન હતી. રાધા પાસે સહન કરવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો. જેને કોમ્પ્રોમાઇઝ નું નામ આપવામાં આવતું એક વખત તેણે તેના ભાઈને કહેલ પણ ખરું કે "ભાઈ તે ઘરમાં રહેવું મારા માટે અસહ્ય બની રહ્યું છે. નીરજા પણ મોટી થાય છે તે મારા સાસરા વાળા ના વર્તન ને લીધે સવાલો કરતી થઈ છે. હું તારા ઘરનું કામ કરી દઈશ પણ તું મને પાછી આવવા દે." ઉત્કર્ષ ચોખ્ખી ના પાડી દીધી. જો કે ઘર બંને ની મા ના નામનું હતું પણ દીકરી નો હક થોડો હોય બધો હક દીકરાનો જ હોય અને રાધા એ ક્યારેય તેના માતા પિતાની મિલકતમાં ભાગ માંગવાનું વિચારેલ પણ નહીં. પરંતુ ઉત્કર્ષ ને તેની પત્નિ એ ચડાવી કહેલ કે જો બહેન અહી આવશે તો કાયદાકીય રીતે આપણે 50% ભાગ દેવો પડશે એટલે તમે મચક જ ન આપતાં. રાધા દિવસે દિવસે નબળી પડતી જતી હતી. નીરજા પણ સ્કૂલે જવા લાગી હતી. સંજય એક બાપ તરીકેની કોઈ ફરજ પૂરી કરતો ન હતો. સાસુ રીટાયર પ્રિન્સિપાલ હતાં પણ નીરજાને શહેરની અતિ સામાન્ય સ્કુલમાં જ એડમિશન આપવામાં આવેલ. રાધાની નણંદ ને એક એન આર આઈ છોકરો મળી ગયેલ જેની સાથે પરણી તે ભારત બહાર જતી રહેલ, પરંતુ રાધા ના જીવનમાં થી નહોતી ગયેલ નીરજા ના દરેક નિર્ણય હોય કે રાધા ના જીવનમાં દખલ તો તે દૂર બેઠી બેઠી કરતી હતી. નીરજા ને ઘણી વખત થતું કે બધાના ડેડી તો આવે છે સ્કૂલે મારા ડેડી તો કેમ ક્યાંય મારી સાથે નથી આવતાં. ઘણી વખત રાધા અને સંજયની વાતો સાંભળીને સૂનમૂન પડી રહેતી નીરજા ધીમે ધીમે અંતર્મુખી બનવા લાગી હતી. કોઈ સાથે બોલવું નહીં, તેની ઉંમરના બાળકો સાથે રમવું નહીં બસ એ એની એક ઢીંગલી જે રાધા એ તેનાં જન્મદિવસે આપેલ તે સાથે વાતો કરે અને રમ્યા રાખતી હતી. હવે તો રાધાના સાસુ પણ અવસાન પામ્યા હતાં. સસરા ની તબિયત નરમ ગરમ રહેતી હોવાથી હોસ્પિટલ ભાડે આપી દીધી હતી જેમાં સંજય નોકરી કરતો હતો. પણ ઘરમાં ક્યારેય એક પાઈ પણ પગાર ની આપી ન હતી. નીરજા મોટી થઈ રહી હતી ખર્ચા વધતા જતાં હતાં સસરા ની આવક માં હવે હોસ્પિટલના ભાડા સિવાય કંઇ ન હતું જે મોટા ભાગે સસરાની દવા અને દારૂમાં જ વપરાય જતું હતું. સાસુના પેન્શન નો જે ભાગ આવતો તેમાં ઘરનાં અનાજ કરિયાણાના માંડ નીકળતાં હતાં.

સંજય ને એક વખત કહેલ પણ ખરું પણ સંજય પોતાના શોખ માંથી બહાર જ ન આવતો. રાધા પાસે એવી કોઈ આવડત પણ નહોતી અને જવાબદારીને લીધે ઘર બહાર નીકળી કમાવવાનું શક્ય પણ ન હતું ત્યારે તેણે ઘર બેસી ટિફિન શરૂ કર્યા. શરૂ શરૂ માં લોકો ઘરે જમવા આવતાં તો સંજયને શંકા જતી માટે માત્ર ટિફિન જ ચાલું રાખ્યાં. રાધા માટે નીરજા ની જવાબદારી હતી બાકી તો તે આત્મહત્યા જ કરી લેવાની હતી એવું એક વખત પ્રયત્ન પણ કરેલ પણ નીરજા એ માને સાચવી લીધી. નીરજા હવે તેના પિતાને નફરત કરવા લાગી હતી. ઘણી વખત તે કહેતી પણ ખરી કે મા ચાલને આ માણસને છોડી દે ને, પણ રાધાને તેના બાપના બોલ યાદ આવતાં ને જે સંસ્કાર હતાં તે નડતા. પાંચ સાત વર્ષ સસરાની સેવા કરીને સસરા મૃત્યુ પામ્યા ત્યારે નણંદ મિલકતનો ભાગ માંગવા આવી ગઈ અને દરેક મિલકત ના બે ભાગ કરવામાં આવ્યાં. જેમાં માત્ર ઘર જ સંજય ના નામે રહ્યું હતું. રાધા માટે હવે રોજીંદુ જીવન ચલાવવું અઘરું બનતું જતું હતું (#MMO) એક દિવસ તો સંજય ખૂબ જ પી ને આવ્યો અને રાધા પર ભડક્યો કારણ રાધા ટિફિન લઈ જતાં રિક્ષાવાળા ભાઈ સાથે હિસાબ કરતી હતી. કહેવાય છે ને કે 'જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એટલે પોતે લંપટ હતો એટલે જગ આખું એવું જ લાગવા લાગ્યું હતું. તે દિવસે રાધા ખૂબ રડી હતી. ભલે શારીરિક અત્યાચાર ક્યારેય સંજયે કર્યો ન હતો પણ માનસિક જે શાબ્દિક અત્યાચાર કર્યો તે નાસૂર બનતાં જતાં હતાં. નીરજા કોલેજ માં હતી એટલે જે બન્યું તે માત્ર સાંભળી ને હચમચી ગઈ હતી અને તે આખી રાત સંજયને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. "મા આ હવે નહીં ચલાવું , આ માણસ ને ઘરમાં થી કાઢ કા ચાલ આપડે ચાલ્યા જઈએ, હવે તો સંસ્કારના પોટલાં ને બાજુમાં મુક આ સંસ્કાર નથી નબળાઈ છે. રાધા શૂન્યમનસ્ક બની બેઠી રહી. (#ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED