અધૂરો પણ મધુરો પ્રેમ

હેલો ..પંક્તિ કેમ છો તું ? તારા માટે એક સરપ્રાઇઝ છે, હું અમદાવાદ આવી છું , તારા શહેરમાં ...ફોન પર સારા હતી..પંક્તિ ની બેસ્ટ ફ્રેંડ.

પંક્તિ : અરે વાહ ! ! મારા જીજુ પણ સાથે આવ્યા છે ને ?

સારા : હા હવે તો એમને સાથે જ રાખવા પડે ને ..
( અને બંને સાથે હઁસી પડ્યા )

પંક્તિ : સૉરી યાર હું તારા મેરેજમાં ના આવી શકી ,

સારા : ઇટ્સ ઓકે ડિયર ..હું સમજી શકુ છું..

પંક્તિ : મારા એટલી વાર કહ્યા છતા પણ તે મારા જીજુ નો ફોટો ના મોકલ્યો ..

સારા : ફોટો શું યાર આખે આખા એમને લાવી છું તને માળવા માટે..

પંક્તિ : હા તો જલ્દીથી ઘરે આવી જાવ .

સારા : ના , યાર આજ રાતની જ રિટર્ન ફ્લાઇટ છે અમારી અને તારા જીજુ પણ અત્યારે કામથી બહાર ગયા છે. એ આવે ત્યા સુધીમાં તું અને સમર્થ જીજુ અહીં આવી જાવ. હું તને હોટેલ નું અડ્રેસ મોકલું છું
( પંક્તિએ સારા ની વાત આખરે માનવી જ પડી )

પંક્તિ તેના રૂમમાંથી નીચે હૉલ તરફ જાય છે પંક્તિને આટલી ઉત્સાહ માં જોઈ ને સમર્થે કહ્યું શું વાત છે આજે મારી સ્વીટ વાઇફ બોવ ખુશ દેખાય છે. પંક્તિએ જવાબ આપતા કહ્યું વાત જ એવી છે. કેમ મારા સાસુ સસરા આવે છે, કે ભાઈ ભાભી કે પછી ક્યાંય સાડીઓનો સેલ લાગ્યો છે (સમર્થ એ હસતા હસતા કહ્યું )

હા, તમને તો બધી વાતમાં મજાક જ દેખાય પંક્તિ બોલી ..
સમર્થે પંક્તિને હાથ પકડી બાજુમાં બેસાડી અને કહ્યું, " અરે બકુ આમ ગુસ્સો ના કર અને કે તો ખરા કેમ આટલી ખુશ છો.."

જવાબ આપતા પંક્તિ એ કહ્યું સારા આવી છે અને તેને આપણને મળવા માટે બોલાવ્યા છે, સમર્થ કંઈ પણ બોલે એ પેલા જ સારા બોલી ગઈ. હું જાણુ છું તમારે આજે ઈમ્પોર્ટન્ટ મીટિંગમાં જવાનું છે હું એકલી મળી આવીશ ..

સમર્થે કારની ચાવી પંક્તિ ના હાથ માં આપતા કહ્યું, સંભાળી ને જજે અને સારા માટે સારી એવી ગિફ્ટ લઈ જજે મારા તરફથી અને હા રાતનાં ડીનરની ચિંતા ના કરીશ, આજે ડીનર હું બનાવીશ . સમર્થનાં ગાલ પર ચીંટિયોં ભરતા પંક્તિ એ કહ્યું યૂ આર સો સ્વીટ. તું કેટલો સારો છે. આમ બોલીને પંક્તિ કાર તરફ જવા લાગે છે પાછડ થી સમર્થનો અવાજ આવે છે ટેક કેર. તેને હા નો જવાબ પૂરતા પંક્તિ કારમાં બેસી અને કાર ચલાવવા લાગી..

પંક્તિ રસ્તામાં અચાનક જ કારને બ્રેક લગાવે છે અને ગિફ્ટ શોપ તરફ જવા લાગે છે, અચાનક જ પાછડથી એક અવાજ આવે છે. હેલો મેમ.. કેન આઈ હેલ્પ યુ..? અને પાછડ ફરી અને જોવે છે તો એના આશ્ચર્ય નો પર નય.. કાવ્ય ! ! ! એ મનમાં જ કાવ્ય નું નામ લે છે.. પંક્તિના મનમાં એક મીઠું વાવાજોડું ફરી વડે છે અને બંને એકબીજાની આંખોમાં જોઈ રહે છે ..કંઈ પણ બોલ્યા વગર જાણે ઘણું બધું કહી સંભાળી લીધું હોઈ એમ બંને છુટા પડે છે.. પંક્તિ ફરી કારમાં બેસે છે અને બધું ભૂલી જાય છે અને કાવ્યનાં જ વિચારમાં ખોવાય જાય છે ...............

અત્યારે પંક્તિ તેની કોલેજના દિવસોની યાદમાં ખોવાય જાય છે ....

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
( ૫ વર્ષ પહેલા )

( પંક્તિનાં કોલેજ સમયની વાત છે )

કાવ્ય બની પંક્તિ માટે તરસું ,
જાણે વાદળ થઈ નદી પર વરસું

જેટલો પામે તું વિસ્તાર ,
એટલો જ મારો સાર

કરી લે એક વાર વિશ્વાસ ,
જીંદગી ભર બનીશ તારો શ્વાસ

કાવ્ય બની પંક્તિ માટે તરસું ,
જાણે વાદળ થઈ નદી પર વરસું

કાવ્ય દ્વારા આ કવિતા બોલતાની સાથે જ આખો ફંક્શન હૉલ તાળીઓથી ગુંજી ઊઠ્યો, બધા શ્રોતા માટે આ ફક્ત એક કવીતા જ હતી પરંતુ કાવ્ય માટે તો આ એના દીલમાંથી નીકળેલી લાગણી હતી.. અને એની કવિતામાં પણ ક્યાંક ને ક્યાંક પંક્તિ પ્રત્યે નો તેનો પ્રેમ છલકતો હતો ..

પંક્તિ પણ આ વાત સારી રીતે સમજતી હતી અને એ પણ મનોમન કાવ્ય ને ચાહતી હતી. પરંતુ આજ સુધી બંને માંથી કોઈએ વાત કહેવા માટે પહેલ કરી નહોતી.. કાવ્ય આમ જ કવિતા માં પોતની વાત કહેતો.

પંક્તિ કાવ્ય ને ચાહતી જરૂર હતી પરંતુ એ જીવનસાથી તરીકે કાવ્યને અપનાવી શકે એમ નહોતી, આ જ કારણ હતું કે પંક્તિ કાવ્યથી દૂર રહેતી..

પંક્તિ સમજદાર હતી અને એ ખૂબ જ ભાવુક હતી .
પંક્તિના ઘરમાં બધા લોકો ખુબ જ રૂઢિચુસ્ત હતા અને કાવ્ય એમની જ્ઞાતિ નો નહતો, પંક્તિ સારી રીતે જાણતી હતી કે કાવ્ય સાથેના તેમના લગ્ન ક્યારેય શક્ય નથી.. " પંક્તિ એવું વિચારતી કે બે વર્ષનાં પ્રેમ કાવ્યને પામવા માટે હું જો બાવીશ વર્ષ ની મારા મતા-પિતા ની લાગણી દુભવું તો મારા થી મોટું મૂર્ખ દુનિયામાં કોઈ ના હોઈ.."

અને આ એક કારણ હતું કે જે તેને કાવ્ય થી દૂર રહેવા મજબૂર કરતું, અને બીજું કારણ એ હતું કે એ કાવ્ય સાથે થોડા ટાઇમ માટે રહી અને એને દુ:ખી કરવા કે એને ખોટા સપના બતાવવા નહોતી માગતી કારણ કે એ જાણતી હતી કે કાવ્ય સાથે તેના લગ્ન શક્ય જ નથી..

કાવ્ય ઘણી વાર પંક્તિ સાથે વાત કરવાની કોશિશ કરતો પરંતુ પંક્તિ તેને જરાય ભાવ ના આપતી અને એ મનમાં જ પોતની લાગણી છુપાવતી એ નોહતી ઇચ્છતી કે કાવ્ય ને આ વાત ની ખબર પડે કે તે પણ એને પ્રેમ કરે છે.. હવે જેમ સમય પસાર થતો એમ કાવ્યની પંક્તિને મેળવવા ની ઇચ્છા વધતી જ જતી હતી આમ પણ આ હવે તો તેની કોલેજ ના બે-ત્રણ મહિના જ બાકી હતા.. કાવ્યનાં વર્તન માં પણ પંક્તિ પ્રત્યેનો એનો પ્રેમ ક્યાંક ને ક્યાંક છલકાઈ આવતો હતો, પંક્તિએ વિચાર્યું કે હવે કાવ્ય સાથે સીધી વાત કરી લેવી જોઈએ જેથી એ પંક્તિ સાથેના વધારે સપના ના જોવે..

પણ આ વાત એને સમજાવવી કઈ રીત.. પછી એને વિચાર આવ્યો કે કાવ્યને એની ભાષામાં જ સમજાવવું પડશે, અને કાવ્યની ભાષા એટલે કવિતા ..

થોડા સમય બાદ કોલેજમાં તેનું ફેરવેલ ફંક્શન હતું તેમા પોતની વાત કાવ્યને સમજવી દઈશ એવું પંક્તિએ વિચાર્યું. ક્યાંક ને ક્યાંક એને કાવ્યને ખોઈ દેવાનો ડર સતાવતો હતો.
પણ એની પાસે આના સિવાય કોઈ ઉપાય જ ન હતો. તેને કાવ્ય ને પોતાની જિંદગીમાંથી ભુલવા સિવાય કોઈ રસ્તો જ ન હતો..

ફેરવેલ પાર્ટી શરૂ થઈ અને બધા પોતપોતાની રીતે સ્ટેજ પર આવીને તેમની વાત કહેતા હતા , કાવ્યનો વારો આવ્યો અને કાવ્યમાં તો નામ જેવા જ એના ગુણ હતા કવિતાનો બેતાબ બાદશાહ હતો બધાંને એની કવિતા પણ ખૂબ જ પસંદ આવતી.. કાવ્યનાં સ્ટેજ પર આવ્યાની સાથે જ તાળીઓ પડવા લાગી...

ફક્ત આંખોમાં જ થઈ છે વાતો ,
તેના ખ્યાલમાં વીતી જાય છે રાતો

એક સપનું લઈ રહ્યું આકર ,
તું જ કરીશ જેને સાકર

દીલથી કરું છું એવી આશ ,
તું સદાય રહે મારી પાસ

પ્રેમ છે આપણો મધુરો ,
પંક્તિ વિના કાવ્ય સદાય અધુરો

કાવ્ય ની કવિતા પૂરી થયા બાદ તે પોતાની સીટ પર બેસતા જ સ્ટેજ પરથી પંક્તિનું નામ એનાઉન્સ કરવામાં આવ્યું, પંક્તિની સ્પીચ ખૂબ સારી હતી તેથી બધાં ને લાગ્યું કે એ જરૂર સ્પીચ આપવાની હશે પરંતુ પંક્તિએ તો કંઈક નવી જ શરૂઆત કરી ....

આપનાં પ્રેમનું રાખું છું માન ,
ધરાવું છું લાગણી સમાન

સમજી રહ્યા આપ જેને અમ્રુતજળ ,
એ છે ફક્ત એક મ્રુગજળ

આડે આવે છે થોડી લાચારી ,
નિભાવવા આ દુનિયાદારી

ચાહે હોય આપણો પ્રેમ અધુરો ,
પણ રહેશે સદાય મધુરો ..

પંક્તિ નું કાવ્ય પૂરું થતા જ બધા તેના વખાણ કરવા લગ્યા.. આજે એમને કંઈક નવું જ કર્યું હતું..

કાવ્ય હવે પંક્તિનાં મનની વાત, પંક્તિ ની મજબૂરી અને તેનો પ્રેમ સારી રીતે સમજી ગયો હતો. એ એવું જ ઇચ્છતો હતો કે પંક્તિ ખુશ રહે તેથી તેને પંક્તિની ભવના સમજી અને તેને કોઈ પણ જાત ની મુશ્કેલી ના આવે એ માટે તેનાથી દૂર રહેવા લાગ્યો.. બંને એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતાં પરંતુ તે નોહતા ઇચ્છતા કે તેમના પ્રેમનાં લીધે પરિવારની લાગણી ઘવાય અને પંક્તિ પરનો તેમા પરિવાર નો વિશ્વાસ તૂટે.....
બસ આ પછી બંને એકબીજાથી દૂર રહેવા લગ્યા અને એકબીજા માટે ખુશીની દુઆ માંગતા હતા.

થોડા સમય બાદ પંક્તિનાં લગ્ન તેના પપ્પાનાં મિત્રના દીકરા એટલે કે સમર્થ સાથે નક્કી કરવામાં આવ્યા અને લગ્ન બાદ સમર્થને જ પંક્તિએ પોતાની જીંદગી બનાવી લીધો હતો અને સમર્થ પણ પંક્તિને ખૂબ ખુશ રાખતો..

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
( વર્તમાન )

ટ્રીનનન .... ટ્રીનનન ..... પંક્તિના મોબાઇલ પર ઘંટડી વાગી .
અને અચાનક જ પંક્તિ તેના ભૂતકાળના સપનામાંથી પાછી ફરી..

ફોન પર સારા હતી ઓય્ય પંક્તિ તું ક્યારે આવીશ હું અહીં આતુરતાથી તારી રાહ જોઈ રહી છું. બસ પહોંચું જ છું પંક્તિ એ જવાબ આપ્યો. પંક્તિ હજુ પણ કાવ્યનાં વિચરોમાં હતી .

પંક્તિ હોટેલ પહોંચી અને સારા રૂમમાં પ્રવેશી બંને એકબીજા ને જોઈ ને બધું જ ભૂલી ગયા જાણે કુંભ ના મેળામાં ખોવાયેલા ભાઈઓ મળ્યા હોઈ... અને બંને એકબીજા ના હાલચાલ પૂછવા લગ્યા. એટલામાં રૂમ નો દરવાજો ખુલે છે. અને અને જોવે છે તો કાવ્ય ! ! ! પંક્તિ તો કાવ્યને ત્યા જોઈ ને ડરી જ ગઈ અને એને મનમાં જ વિચાર્યું કે કાવ્ય એની પાછડ અહીં સુધી પહોંચી ગયો. ! હવે એ સારાને શું કહેશે એવું વિચરતી હતી ...

પંક્તિ કંઈ બોલે એની પહેલા જ સારાએ કહ્યું આવી ગયા તમે.. તું આમને ઓડખે છે?? પંક્તિથી અચાનક જ બોલાય ગયું ..
સારા અને કાવ્ય એક બીજા સામે જોઈ ને હસવા લગ્યા.. પંક્તિ ને હજુ કંઈ જ સમજતું ન હતું. સારા એ કહ્યું હા હવે લગ્ન કર્યા છે તો ઓડખાણ તો પાડવી જ પડેને અને ફરીથી સારા હસવા લાગી...

આ બધુ સાંભળી પંક્તિતો મંત્રમુગ્ધ જ બની ગય. પરંતુ સારા અને કાવ્ય સાથે છે તે વિચારીને પંક્તિને ખૂબ જ આનંદ થયો. કાવ્યએ સારાને તેના ભૂતકાળ વિશે બધી વાત કરી હતી પરંતુ એને સારાને પંક્તિ જ એ છોકરી હતી એ જણાવ્યું નહતું. અને એ વાતની જાણ સારા ને ના થાય એમા જ સમજદારી છે એમ વિચાર્યું.

આજે પંક્તિ અને કાવ્ય બંને પોતના જીવનસાથી સાથે ખૂબ જ ખુશ છે. બંને એકબીજા સાથે નથી તો શું થયું પરંતુ ખુશ તો છે. અને પંક્તિ એ પોતના પરિવારની મર્યાદા જાળવી એનો તેને સંતોષ પણ છે.

" જીંદગી માં પણ આવું જ છે. ઘણી વાર લોકો પોતના પ્રેમ ને મેળવવા માટે પરિવારનો સાથ છોડે છે. પરંતુ આ જરા પણ યોગ્ય નથી.. એવો તે કેવો પ્રેમ કે એની પાછડ એ પોતના માતા- પિતા અને પરિવાર ને પણ છોડી શકે. હકીકત માં તો આવો પ્રેમ કરનારઓ ને પ્રેમ એટલે શું એની ખબર જ નથી હોતી.."

                                               ખ્યાતિ કે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharat Saspara 2 અઠવાડિયા પહેલા

Verified icon

name 2 માસ પહેલા

Verified icon

Vaishali Gohil 2 માસ પહેલા

Verified icon

SMChauhan 2 માસ પહેલા

Verified icon

Rutvi Chaudhari 2 માસ પહેલા

શેર કરો