યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 7 Ravi senjaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 7

શિક્ષકો ને સાચી માહિતી આપવી:-
આજે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં જાય છે ત્યારે તે શું કરે છે તે આવે છે કે નથી આવતા અને તે આવે છે તો શું કરે છે તે જોવાની શિક્ષકની જવાબદારી છે પણ તેની સાથે માતાપિતાની પણ જવાબદારી છે અહીં માતા–પિતાએ જોવું જોઈએ કે બાળકો શાળા કે કોલેજ જઈને શું કરે છે તે જોવું જોઈએ અને શિક્ષકો પાસે જઈને તેની બધી જ માહિતી મેળવાની છે અને તે શું કરે છે અને તે ક્લાસમાં આવે છે કે નથી આવતા. કલાસમાં આવીને ભણવામાં ધ્યાન આપે છે કે નથી આપતાં એટલે કે તેની સંપૂર્ણ માહિતી લેવાની છે. અહીં શિક્ષકો એ એક પણ માહિતી છુપાવવાની નથી અને જો વિદ્યાર્થી કોઈ ભૂલ કરતો હોય તો તેને સાચી દિશા બતાવાની છે અને વિરુદ્ધ દિશામાં જતો અટકવાનો છે. અહીં માતાપિતા અમુક સમય તેના શાળા કે કોલેજમાં જવું જોઈએ અને શિક્ષકો સાથે મુલાકાત લેવી જોઈએ અહીં શિક્ષકો અને માતાપિતા બંને એ એકાબીજાના સંપર્કમાં રેહવું પડે છે માતાપિતા અને શિક્ષકોની જવાબદારી છે કે ખોટા માર્ગ પરથી પાછો વાળવો જોઈએ અને તેને સાચી દિશા બતાવી જોઈએ અહીં શિક્ષકો અને માતાપિતા એક સાકળ રૂપી કાર્ય કરવાનું છે પણ તે અહીં જોવા મળતું નથી. આજે જેવી રીતે નદીમાં કચરોનાખીને નદી ગંદી થઈ જાય અને તે નદીનું પાણી કોઈ કામ આવતું નથી અને તે ગંદકીને એક બાજુ કરી દેવામાં આવે તો તે જ નદીનું પાણી કેટલું ઉપયોગી થાય છે પણ તેવી જ રીતે આજના યુવા પેઢી વિચારો પણ ગંદકીવાળા થઈ ગયા છે કારણ કે આજના વિદ્યાર્થીને સારા વિચારો આવતા જ નથી જે નથી વિચારવાનું તે વિચારે છે પણ વિદ્યાર્થીના વિચાર ખરાબ હોતા નથી પણ કરી દેવામાં આવે છે પણ જે ગંદકી વાળા વિચારોને સાફ કરવાની જરૂર છે બાકી વિદ્યાર્થીના વિચારો અંદરથી સારા જ હોય છે
વિદ્યાર્થી ની ધમકી :-
શિક્ષકો જ્યારે વિદ્યાર્થીને સમજાવતા હોય છે જ્યારે જરૂર કરતા વધારે મસ્તી કરતા હોય શિક્ષકો તેને શાંત રેહવાનું કહેતા હોય છે છતા પણનો રહેતા હોય ત્યારે અને જ્યારે શિક્ષકો તેના વડીલો કે બીજું કોઈ પણ કારણથી તેને સજા આપવામાં આવે ત્યારે વિદ્યાર્થી શિક્ષકોને ધમકી મારવામાં અને જ્યારે પરિક્ષા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આજુબાજુમાં જોતા હોય છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ શિક્ષકોને ધમકી આપતા હોય છે કે આને આમાં જો શિક્ષકોને ધમકી આપવામાં આવે તો શિક્ષકો પણ શું કરવાના જે શિક્ષકો વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરવાનું છે તે જ શિક્ષકોને જ વિદ્યાર્થી ધમકી આપવામાં આવે છે આમાં શિક્ષકો વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવી શકે? જો વિદ્યાર્થીઓ જ આમ કરવામાં આવે છે અને જે દેશનું ભવિષ્ય છે તે જ આમ કરે છે તો શિક્ષકો વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકે અને ધીરે ધીરે શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણવાની જે મજા આવવી જોય તેઓછી થઈ જાય છે અને તેના શિક્ષકોને ખરેખર જે સમજવાનું હોય છે તે સમજાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ ઉપર જતા એમ કહે છે કે શિક્ષકો આપણને કંઈ કેહતા નથી તેને આપણાથી ડર લાગે છે જો વિદ્યાર્થીઓ શિક્ષકોને ધમકી આપવામાં આવે તો તે દેશનું શિક્ષણ પણ એટલું જ નબળું હોય અને તેના માતાપિતાના સંસ્કાર પણ એટલા જ નબળા હોય છે વિદ્યાર્થીએ શિક્ષકોને ધમકી આપવી જોઈએ નહિ જો તે વિદ્યાર્થીઓ શિક્ષકને ધમકી આપવામાં આવે છે તેના કારણે બીજા વિદ્યાર્થીઓ ધમકી આપે છે આમાં શિક્ષકો પોતાનું કાર્ય કેવી રીતેના કરી શકે વિદ્યાર્થીઓએ જ્ઞાન લેવા જવાનું છે, ધમકી મારવા જવાનું નથી અહીં શિક્ષકોને માન આપવાની જગ્યા એ શિક્ષકોને જ માન તો નથી મળતું પણ ધમકીઓ મળે છે.
ભાષાનું સ્તર નીચું ગયું છે:-
આજે દુનિયામાં કેટલી ભાષા હોય છે તે બધી ભાષા શીખતા નથી પણ જેટલી વધુમાં વધુ શીખી શકો તેટલી શીખાય પણ બધી ભાષાઓને માન આપુવું એ આપણી ફરજ છે પણ રાષ્ટ્રીય ભાષા અને માતૃભાષા આપણે પહેલા માન આપવું જોઈએ પણ આજે યુવા પેઢી બધી ભાષાઓ શીખે છે પણ આપની રાષ્ટ્રીયભાષા કે માતૃભાષા તો શીખતા નથી બધી જ ભાષા પહેલા રાષ્ટ્રીયભાષા અને માતૃભાષા શીખવી જોઈએ અને આ ભાષાને માન પણ મળવું જોઈએ અને આજે શિક્ષણ આપણી ભાષાનું લેવલ નીચું છે ત્યારે બીજી ભાષાનું લેવલ ઉચું છે પણ ત્યારે આપણીનું લેવલ ઉચું કરવાનું છે જો બીજી ભાષા શિખીને આગળ વધી શકતા હોય તો આપણી ભાષાના લોકો કેમ આગળ ન વધી શકે. જો આપણી ભાષા પાસે સંસ્કાર, ગુણ અને અન્ય ઘણી વિશેષતા રહેલી છે
નીતિમત્તા રહી નથી:-
વિદ્યાર્થીઓ માટે શાળા કે કોલેજમાં ઘણા નીતિ નિયમો બનતા હોય છે પણ વિદ્યાર્થીઓમાં હજી નીતિમત્તા આવી જ નથી પણ આજે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે પણ તે જ શિક્ષણ આજે નીતિમત્તા શીખવાડી શકતું નથી. આજે વિદ્યાર્થી જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરીયા પછી વિદ્યાર્થીઓમાંનીતામતા આવી જ નથી જેમ કે આજે વિદ્યાર્થીઓને કચરો ક્યાં ફેંકવો તે હજી શીખ્યા નથી. આજે મોટા સામે કેમ બોલવું તે હજી આવડતું નથી. આપણે આજુબાજુ માન કે સન્માન દેતા હજી આવડતું નથી આજે વિદ્યાર્થીઓ શિક્ષકને માન કે સન્માન દેતા હજી આવડતું નથી આજે વિદ્યાર્થીને પહેલા તેને નીતિમત્તા શીખવાડવું જોઈએ શિક્ષણનું અનેક કાર્યમાંથી એક આ કાર્ય પણ શિક્ષકનું છે. નિયમો બને છે પણ પાલન થતા નથી નિયમો માટે દંડ પણ લેવામાં આવે છે અને વિદ્યાર્થી દંડ આપે છે તો પણ નીતિ નિયમોનું પાલન થતું નથી અને એક રીતે જોવી તો સંસ્કાર એ એક નીતિમત્તાનો જ એક ભાગ છે પણ આ બને અલગ અલગ પરિબળોમાં રજુ કરવામાં આવે છે સંસ્કાર એ પરિવારમાં આપવામાં આવે છે નીતિનીયોમો એ પરિવાર તથા શિક્ષણમાં આપવામાં આવે છે પણ છે તો બંને એક છે વિદ્યાર્થીઓનીતિનીયોમુંનું પાલન કરે તે માટે તેવી વ્યવસ્થા કરવી પડે અને આમાં પરિવર્તન લાવાની જરૂર છે.

ક્ષેત્ર પસંદગીમાં ગૂંચ થાય છે:-
આજે વિદ્યાર્થીને જે ક્ષેત્રમાં જવાનું હોય છે તે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ આભ્યાસ કરે છે પણ તે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં પૂરતું જ્ઞાન આપવામાં આવતું નથી. શિક્ષણ એક પ્રકારની તાલીમ છે, જ્યારે તાલીમ સરખી આપવામાં ન આવે અથવા તો જે ક્ષેત્રમાં જાવું છે તે ક્ષેત્રમાં જ્ઞાન આપવામાં આવતું નથી પણ બીજા વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. જ્યારે નોકરી કે ધંધો કરવા આવે છે ત્યારે તેને મોટા ભાગનું કાર્ય શીખવાનું બાકી હોય છે તો શિક્ષણમાં ઓછામાં ઓછા ૨૦ વર્ષમાં જે શીખવાડવામાં આવ્યું છે તે તો કોઈ જગ્યા એ વ્યવહારુ રીતે તો કંઈ કામમાં નથી આવતું તો આ શિક્ષણનું કાર્ય શું? અને વિદ્યાર્થીના ઓછામાં ઓછા ૨૦ વર્ષનો સમયનો બગાડ થાય છે. વિદ્યાર્થી ને જે તાલીમ આપવામાં આવે અને તેમાં ઘણા સમયથી જે સમસ્યા છે તે સમસ્યાથી દેશના વિકાસમાં પણ અવરોધ રૂપ બને છે કોઈ પણ તાલીમ એટલે લેવામાં આવે છે કે તે વસ્તુ તે બરોબર શીખી જાય એના માટે શિક્ષણ લેવામાં આવે છે પણ અહીં તો એવું તો કંઈ જ શીખવાડતા નથી શિક્ષણ અર્થ જ બદલી નાખ્યો છે અને વિદ્યાર્થી જે ક્ષેત્રમાં જવાનું હોય છે તે ક્ષેત્રનું મહેનત કરવાની જગ્યા બીજી જગ્યા એ ધ્યાન આપવામાં આવે છે
સગવડોએ શિક્ષણનો દાટ વાળ્યો છે:-
આજે આધુનિક સમયમાં બધી વસ્તુઓનો વિકાસ થયો છે અને તેમાં પણ શિક્ષણને પણ આધુનિક બનવામાં આવ્યું છે અને શાળા કે કોલેજનો વિકાસ થયો છે પણ શિક્ષણ કે વિદ્યાર્થીનો જે ખરેખર વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે વિદ્યાર્થીને સગવડ આપવામાં આવી છે જેમ કે સારી શાળા કે કોલેજ, સારા કલાસ રૂમ અન્ય એવી ઘણી સગવડો આપવામાં આવી છે તે બધી સગવડોમાંથી અભ્યાસમાં કેટલી ઉપયોગી છે? વધારાની સગવડો જે વિદ્યાર્થીને આપવામાં આવે છે તેના કારણે આજે વિદ્યાર્થીઓ આજે આળસુ બનતા જાય છે અને વિદ્યાર્થીને સગવડ આપવાની છે તે સગવડ તો કોઈ આપતા નથી વધારાની સગવડો આપે છે અને આજે વિદ્યાર્થી સગવડવાળું શિક્ષણ નહિ પણ વિદ્યાર્થીઓને મહેનતવાળા શિક્ષણની જરૂર છે. આજે વિદ્યાર્થી મહેનત કરતા શિખવાડવાનું છે અને આ બધી સગવડો આપ્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થી આજે આળસુ બની ગયા છે તો આવી સગવડો શું કામની અને પણ આજે શાળામાં જે સામન્ય જે વસ્તુ જરૂરિયાત હોય તે વસ્તુ આપવી જોઈએ આજે આવી બધી સગવડોનો કારણે દિવસે ને દિવસે આળસુ બનતો જાય છે છે પણ જે સગવડો વિદ્યાર્થીને મહેનતવાળા બનાવે એવી સગવડો આપવાની છે.
વિદ્યાર્થીને શાળા કે કોલેજમાં પરિવાર ફી ભરવા રૂપિયા આપે છે પણ અમુક વિદ્યાર્થી તે ફી શાળા કે કોલેજમાં ભરતા નથી પણ તે રૂપિયા તે પોતેજ વાપરી જાય છે અને આજે શાળા કે કોલેજની આજુબાજુ એક એવી દુકાનો જોવા મળે છે કે જ્યાં વિદ્યાર્થીઓ પોતે મોજમસ્તી કે વ્યસન માટે જતા હોય છે અને તે રૂપિયાનો સાવ બગાડવામાં આવે છે આજે વિદ્યાર્થી જ્યાં જરૂર છે ત્યાં તે વાપરતા નથી અને નથી જરૂર છે ત્યાં તે વાપરે છે છે વિદ્યાર્થીઓ શિક્ષણ કરતા તે વસ્તુ મહત્ત્વ છે અને આ વસ્તુ દિવસે ને દિવસે વધતી જાય છે જ્યારે વિદ્યાર્થીને રૂપિયાની કદરનો હોય ત્યારે તેને કદર કરતા શીખવાડવાની છે અને જ્યારે તેને કદર થાય ત્યારે જ તે વસ્તુને સમજાય ત્યારે જ તેનું મહત્ત્વ જણાઈ આવે છે.
દેશના વિકાસ માટે શિક્ષણ જ પાયો:-
દેશના વિકાસ માટે શિક્ષણ જરૂરિયાત છે અને શિક્ષણનો પાયો પહેલેથી મજબૂત હોવો જોઈએ પણ આજે શિક્ષણમાં શરૂઆતથી જ પાયો નબળો છે જ્યારે પાયો જ નબળો હોય તો વિદ્યાર્થીનો વિકાસ પણ નબળો જ રહેવાનો છે આજે શિક્ષણનો પાયોને પરિવર્તન લાવાની જરૂર છે આજે શિક્ષણમાં વિદ્યાર્થીને 3 વર્ષનું થાય ત્યાં તો વિદ્યાર્થીને શાળામાં બેસાડી દેવામાં આવે છે પણ શિક્ષણ શરૂઆત ૬-૭ વર્ષથી થાય છે વિદ્યાર્થીને ખરેખર શિક્ષણ ૬ વર્ષ જ શરૂઆત થવી જોઈએ. અમુક વસ્તુ માટે અમુક સમય નક્કી હોય તે વસ્તુ સમય પહેલાનો અપાય અને સમય પછીનો અપાય જે વસ્તુનો જ્યારે સમય આવતો હોય ત્યારે જ તે વસ્તુ આપવી જોઈએ આજે જેટલો પાયો મજબુત હશે તેટલું શિક્ષણ મજબૂત હશે તેટલો દેશ મજબુત થશે પણ પાયો મજબુત કરવા માટે તેમાં પરિવર્તન અને સુધારો કરવો પડશે.
શિક્ષક કોઈ દિવસ સાધારણ હોતા નથી કારણ કે દેશના વિકાસ માટે શિક્ષકોની ભૂમિકા મહત્ત્વની ગણાય છે પણ આજના મોટા ભાગના શિક્ષકો સાઘારણ છે કારણ કે આજે શિક્ષકો ક્લાસમાં ભણાવ્યા પછી વિદ્યાર્થીને કોઈ વસ્તુનો આવડતી હોય ત્યારે વિદ્યાર્થી શિક્ષકો પાસે જતા હોય છે અમુક શિક્ષકો સમજાવતા હોય છે પણ જ્યારે અમુક શિક્ષકો જેવું તેવું સમજાવે છે અથવા તો પુરતું સમજાવતા નથી અથવા તો અમુક શિક્ષકો તો એવા હોય છે કે તે વસ્તુ પોતાને જનો ખબર પડે અને શાળા કે કોલેજ પૂરી થઈ ગયા પછી જો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હોય તો તે વિદ્યાર્થીને શાળા કે કોલેજના સમય પૂરતું જ મહત્ત્વનું ગણાય છે એટલા માટે આજે શિક્ષકો સામાન્ય કે સાધારણ ગણવામાં આવે છે. બીજું એ કે આજે જ્યારે શિક્ષકો વિદ્યાર્થીને અભ્યાસ કરાવતા હોય છે ત્યારે વિદ્યાર્થીના મન તેના વિષય પ્રશ્ન થવા જ જોઈએ પણ આજે શિક્ષકો વિદ્યાર્થીને ભણાવતા હોય છે ત્યારે વિદ્યાર્થીને મનમાં પ્રશ્ન જ નો આવતા હોય જ્યાં સુધી જે વસ્તુ સમજાવતા હોય તે વસ્તુમાં પ્રશ્ન ન થાય ત્યાં સુધી આપણે તે વસ્તુમાં કંઈ જ નથી સમજ્યા અને આજે મોટા ભાગના શિક્ષકો પોતાનું જે કાર્ય છે તે કાર્ય બેદરકારીથી બાજવામાં આવે છે એટલા જ માટે આજનો શિક્ષકો સાધારણ અને સામન્ય પણ છે.
અધૂરું શિક્ષણ અધૂરા જ્ઞાન બરાબર:-
વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા જાય છે ત્યારે જે કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ અધૂરું શિક્ષણ લેવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી શિક્ષણ લેવાનું બંધ કરી દેય છે અને અધૂરું શિક્ષણ એ શિક્ષણ નહીં લીધા બરાબર છે અને આવું શિક્ષણ કોઈ જગ્યા એ કામ નથી આવતું અને આ શિક્ષણમાં જે ખર્ચ કર્યો છે તે ખર્ચ વેડફાય જાય છે અને અધૂરું શિક્ષણ એ સમયનો પણ બગાડ થાય છે જે અધૂરું શિક્ષણ એ કોઈ જગ્યા એ કામમાં નથી આવતું અને દરકે વિદ્યાર્થીને પુરતું શિક્ષણ લેવો એ આપણો અધિકાર છે અને અધૂરું શિક્ષણ એ આપણો કે સમાજનો વિકાસ થઈ શકતો નથી.
શિક્ષણમાં લાગવગશાહી અને ભ્રષ્ટાચાર:-
વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે લગભગ વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જતા હોય છે પણ આજે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષકો કહે છે કે અમે જ ક્લાસીસ કરાવીએ છીએ તે વિદ્યાર્થીઓને અમારી પાસે મોકલો અને અમુક જગ્યા એ તો ફરજિયાત હોય છે અને જો વિદ્યાર્થીઓ તે કલાસીસમાં ન જાય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં એનું પેપર કડક રીતે ચેક કરવામાં આવે છે અને જેમ બને તેમ ઓછા માર્ક આપવામાં આવે અને તેની પાસે જતા વિદ્યાર્થીઓને વધુ માર્ક આપવામાં આવે છે અથવા તો તેના ક્લાસીસમાં જતા વિદ્યાર્થીને પરીક્ષાનું આખું પેપર આપી દેવામાં આવે છે અને આ એક રીતે કહે તો અહીં શિક્ષણ આપતું નથી પણ શિક્ષણ વહેંચાય છે. આવું શિક્ષણ વિદ્યાર્થીના વિકાસમાં અડચણ રૂપ કહેવાય છે અને અહીં જો વિદ્યાર્થીઓ શાળામાં જ જતા હોય છે તો વિદ્યાર્થીઓને કલાસીસ રાખવાની શું જરૂર છે જે કંઈ પ્રશ્ન ન હોય તે શાળાના શિક્ષકોને કહી શકાય છે અને જો કલાસીસ રાખવામાં આવે તો શાળામાં શિક્ષકો પોતાની ભૂમિકા સરખી ભજવી શકતા નથી એવું પણ કહી શકાય.
શિક્ષણ મૂડીરોકાણ હોવું જોઈએ:-
પરિવાર કે સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચો કરે છે તે એક પ્રકારનું મૂડીરોકાણ કહેવાય અને આ મૂડીરોકાણ એ લાંબા ગાળાનું છે અને આ વળતર એ લાંબા ગાળે તમને મળે છે પણ જો આ મૂડીરોકાણ એ સરખી જગ્યા એ વપરાય તો આ કામનું છે પણ આજે આ રોકાણ એ ગેરમાર્ગ વપરાય છે આ મૂડીરોકાણ જેટલું ધ્યાન રાખે છે તેટલું વળતર મળે છે પણ આજે આ મૂડીરોકાણનો સરખો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ મૂડીરોકાણનો ગેરમાર્ગ વપરાય જાય છે અને આના કારણે વિદ્યાર્થીઓને નુકસાન જાય છે અને સમાજ અને દેશને પણ સાથેસાથે નુકસાન જાય છે અને આ મૂડીરોકાણમાં વળતર છે પણ વિદ્યાર્થીઓ એ શિક્ષણમાં ધ્યાન રાખવાનું છે અને લાંબા સમય વળતર આપવાનું છે પણ આ મૂડીરોકાણ આજે વધતા નથી પણ આ મૂડીરોકાણમાં ઘટાડો થાય છે અને આ જે રોકાણ કરવામાં આવે ત્યારે શિક્ષણ પણ મજબુત હોવું જોઈએ પણ આજે શિક્ષણ મજબુત સ્થિતિમાં નથી અને આ મૂડીરોકાણ એ મુશ્કેલીમાં મુકાણું છે અને આજે જે શિક્ષણમાં જેટલો પણ ખર્ચો થાય તેમાં તમમાં પ્રકારના ખર્ચા આવી જાય છે અને શિક્ષણ કાર્ય ચાલુ થાય એટલે જે કંઈ ખર્ચ થાય તે તમામ પ્રકારના ખર્ચ એ મૂડીરોકાણ કેહેવાય પણ આજના વિદ્યાર્થી આ મૂડીરોકાણનો ઉપયોગ સરખો થતો નથી આની માટે જવાબદાર શાળા,કોલેજ અને પરિવાર પણ છે
શાળા કે કોલેજ શિક્ષણ અપાય છે પણ શિક્ષકો બધું શિક્ષણ આપી શકતા નથી અને તે આપી પણ ન શકે ગમે તેટલો મહાન શિક્ષક કેમ ન હોય! શાળા કે કોલેજ સિવાય બીજા એક શિક્ષક તે માતા છે માતા એક શિક્ષક તરીકેની પણ ભૂમિકા ભજવાની હોય છે કારણ કે જે શિક્ષકો શીખવી શકતા નથી તે એક માતા શીખવવાની શક્તિ હોય છે પણ આજે જોવી તો જે માતા છે તેના વિદ્યાર્થી જે શીખવાનું હોય છે તે તો કંઈ શીખવતા નથી જે સમય તેને શીખવાનું હોય તે સમયસર શીખવી શકતા નથી આના કારણે બાળકો શીખવાનું બાકી રહી જાય છે અને આ વસ્તુ બાળકો કે યુવા પેઢી વિકાસમાં એક તબક્કો બાકી રહી જાય છે પણ આ વાત કોઈ પણ માતા માનશે નહિ.
to be continued