શીખવા માં મુશ્કેલી :-
આજે અમુક યુવા પેઢીને કંઈક શીખવું હોય તો તેનો પરિવાર તેને નડતરરૂપ બને છે. કારણ કે, એમાં તો યુવા પેઢી અને વડીલો બંનેની ભૂલ છે તેમાંથી મોટું નુકસાન એ છે કે જેને શીખવું છે તે યુવાનો શીખી નથી શકતાં. એમાંથી આજની યુવા પેઢીને શીખવાની જે ધગશ હોય છે એ ઊડી જાય છે. જ્યારે અમુક વખત કોઈ છોકરો કે છોકરી બંનેમાંથી કોઈકને જ્યારે કાઈ આવડતું ન હોય ત્યારે અમુક સમયે તે છોકરાને છોકરી પાસેથી કે તે છોકરીને છોકરા પાસેથી શીખવાનું હોય ત્યારે તેનો પરિવાર તેને તે શીખવામાં નડતરરૂપ બને છે. જ્યારે તે તેનાં ઘરે છોકરો કે છોકરીને શીખવવા જાય તો તેને ઘરેથી જ ના પાડી દેતાં હોય છે અથવા તો તેના પર ગુસ્સો કરે છે પરંતુ એવું થોડું છે કે બધાને બધું આવડતું જ હોય અને જો તે છોકરો કે છોકરી બહાર શીખે અને તેને કોઈ જોઈ જાય તો તેને સજા આપે અને તેની ઉપર ગુસ્સો પણ કરે છે એનું કારણ એ છે કે આપણી સોસાયટી અને સમાજ તે બધાં તેનાં વિષે શું વિચારશે તેનાં કારણે અમુક પરિવાર તેને શીખવાની ના પાડી દે છે પણ તેના પરિવારને તે નથી ખબર કે જ્યારે ભવિષ્યમાં કંઈક બને છે ત્યારે તે જ લોકો તેની પાસે આવે છે. તેનાં બધાનાં કારણે તેને જ તે શીખવાનું બાકી રહી જાય અને તેનું ભવિષ્યમાં પણ તે નડતરરૂપ બની જાય આમાં તો પરિવારની ભૂલ છે ત્યારે અમુક વખતે યુવા પેઢીની ભૂલ છે. અમુક યુવા પેઢી તે છોકરા અને છોકરી ગમે ત્યાં રખડતાં હોય અને તે બધા વડીલો જોતાં હોય ત્યારે જ તેને છોકરા અને છોકરી બંને એ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે અને તેને કારણે આપણા પરિવાર છોકરા કે છોકરીને સાથે રહેવાની ના પાડે છે. તે તમને જ નુકસાનકારક છે. પરંતુ, જેને કાઈક શીખવું છે જેને નવું શીખવું છે અને જેને પોતાને આગળ વધવું છે તેને માટે આ નુકસાનકારક છે પણ જેને પોતાનું ભવિષ્ય બનાવવું છે જેને આગળ વધવું છે તેને માટે આ નુકસાનકારક છે. આમાં તો બંનેની ભૂલ લાગે છે શીખવાનું છે તેનેના અને બાકી નથી શીખવું તેને હા આમ તો બંને તરફથી ભૂલ છે.
યુવા પેઢી કંઈ પણ શીખતા હોય તો તેને શીખવા દેવાનું છે અથવા બીજા કોઈને શીખવાડે તો હોય તો તેને શીખવાડવાની છે. પરિવાર તેમાં તેને ના નથી પાડવાની અને તે પછી કોઈ પણ હોય અને તે આજે નહીં શીખે તો પછી ક્યારે શીખે છે અને યુવા પેઢીએ પણ જોવાનું છે કે વડીલો એ આમાં તમને આઝાદી આપે છે પણ યુવા પેઢી કે બાળકોએ તે આઝાદીનો દુરુપયોગ કરવાનો નથી અને આજે જોવી તો યુવા પેઢી આનો દુરુપયોગ કરે છે અને જો યુવા પેઢી તેનો દુરુપયોગનો કરે તેને જે આઝાદી આપી છે તેનો સાચો ઉપયોગ કરે તો યુવા પેઢી ઘણું બધું શીખી શકે છે તો જ વડીલો તમને તો જ આઝાદી આપી શકે અને કોઈ પણ વસ્તુ શીખવાની હોય અને આવડતું તો ઘણા બધાને હોય પણ તેમાં શ્રેષ્ઠ વસ્તુ જેને આવડતી હોય તેની પાસેથી શીખવાનું હોય અને વડીલો અને યુવા પેઢી ખરેખર પહેલાં તો બંનેના વિચારોમાં પરિવર્તન લાવવાની જરૂર છે અહીં પર તેના વિચારો બદલવાની જરૂર છે અને જ્યાં સુધી તમારા વિચારો નઈ બદલે ત્યાં સુધી તમે આગળ જ નહીં વધી શકો અને ખરેખર વડીલો એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે અને કોઈ પણ વ્યક્તિ તમને તમારા ઘર પર શીખવાડવા આવે છે ત્યારે સોસાયટી અને સમાજના લોકોએ પણ તેના વિચારોમાં પરિવર્તન કરવાની જરૂર છે કારણ કે આના લીધે પણ શીખી શકતા નથી. અહીં પણ એ હોવું જોઈએ કે શીખવામાં કેમ સરળ પડે છે તે હોવું જોઈએ તેનામાં મુશ્કેલી ઊભી નથી કરવાની કારણે કે એ વસ્તુ પણ વિચાર જોકે, તે ઘરે શીખવાડવા આવે છે ત્યારે તેને શીખવું હશે ત્યારે જ આવતા હશેને અને જો તેને મોજમસ્તી કરવાની હોય તો તે તો બહાર જઈને કરી શકે છે
સ્વકેન્દ્રિત અને તેને અટકવાના ઉપાયો :-
આજકાલની યુવા પેઢીએ સ્વકેન્દ્રિત કેમ બની ગઈ છે? પરિણામ જોવા જઈએ તો તેની પાછળ પરિવારનું વર્તન જવાબદાર હોવાનું ચોક્કસ બહાર આવે છે. જ્યારે કોઈ A બાળક B બાળકને કંઈ શીખવતો હોય છે, ત્યારે B બાળક A બાળક કરતાં તે આગળ નીકળી જતો હોય ત્યારે તેનો પરિવાર A બાળકની પર ગુસ્સો કરે હોય છે અને અમુક તો તે A બાળકને સજા પણ આપતા જ હોય છે પછી તે A બાળક ક્યારેય કોઈને શીખવતો નથી અને તેના કરતાં પાછળ રહેનાર બાળકને પણ તે શીખવતા નથી અને તે A બાળક અમુક વસ્તુ ન આવડતી હોય ત્યારે કોઈ અન્ય બાળકને આવડતી હોય ત્યારે તે અન્ય બાળક પણ તે A બાળકને નહિ શીખવાડે આના કારણે ધીરે ધીરે બાળક મતલબી બની જાય છે. હું એવું કહેવા માગું છું કે, અમુક જગ્યાએ જ મતલબી બનવું, બધી જગ્યાએ નહિ. જ્યારે તેને શીખવાનું હોય ત્યારે તેનો મિત્ર બીજું કોઈ પણ હોય તેને એના કહેતો હોય ત્યારે તે મતલબી બનતા નથી ત્યાં તો તે લાગણીઓ દર્શાવે છે. જ્યાં મતલબી બનવાનું નથી ત્યાં તો તે મતલબી બની જાય છે અને જ્યાં મતલબી બનવાનું છે ત્યાં તો તે મતલબી નથી બનતા. મોટા ભાગે બીજું એ કે જ્યાં શીખવાનું હોય છે ત્યાં કેમ મતલબી નથી બનતા અને જ્યાં શીખવવાનું છે ત્યાં એ કેમ મતલબી બની જાય છે? તો એનું કારણ પણ પરિવાર છે. જ્યારે ‘A’ વ્યક્તિ ‘B’ વ્યક્તિને શીખવે અને તે ‘B’ વ્યક્તિ આગળ નીકળી ગયો હોય ત્યારે તે ‘A’ વ્યક્તિનો પરિવાર તેનાં પર ગુસ્સો કરતાં હતાં. પરંતુ, તે ‘A’ વ્યક્તિ ભલે ને પાછળ રહી ગયો પણ તેનો પરિવાર એ નથી જોતાં કે આજે ભલે ‘B’ વ્યક્તિ આગળ નીકળી ગયો. પરંતુ જ્યારે પોતાના પરિવારના ‘A’ વ્યક્તિને જ આગળ આવડતું નહિ હોય ત્યારે તે ‘B’ વ્યક્તિ જ ‘A’ વ્યક્તિને શીખવે છે. ત્યારે તે ‘A’ વ્યક્તિ આગળનીકળી જાય ત્યારે તેના પરિવારને કાઈ વાંધો નથી. આના કારણે જો બધા મતલબી બની જઈએ તો જ્યારે એકબીજાને શીખવવાનું હોય ત્યારે શીખવશે કોણ? બધાને બધું જ આવડતું હોય એવું ન હોય. આથી, મતલબી જ્યાં બનવાનું છે ત્યાં જ બનો બીજે મતલબી ન બનો. આથી, જો તમને આવડતું હોય તો બીજાને શીખવો તેને ના ન પાડો. પરંતુ, તેને શીખવો અને જો તે પાછળ રહીં જાય તો તેની ઉપર ગુસ્સો ન કરો અને તેને સજા ન આપવી જોઈએ. કારણ કે, કોઈ કાગળિયાં પર તેનું કોઈ દિવસ ભવિષ્ય નક્કી ન કરતાં. જો તેના પર નક્કી કરશો તો આજનું શિક્ષણ ઘટતું જાય છે અને આજની યુવા પેઢી મતલબી બનતી
આજે વડીલો પોતાનાં બાળકો કરતાં બીજા બાળકોનું વધારે ધ્યાન રાખે છે અને કોઈ બીજા બાળક કોઈ આગળ નીકળી ગયું હોય પોતાના બાળક ઉપર ગુસ્સો કરે છે પણ પોતાના બાળકની સરખામણી બીજા બાળકની સાથે નથી કરવાની જો કોઈ બાળક એક ક્ષેત્રમાં આગળ હોય તો બીજો કોઈ બાળકમાં તેનાં ક્ષેત્રમાં આગળ હોય જો કોઈ યુવા પેઢી કે બાળક તેનાં પરિણામ કરતાં બીજા કોઈ બાળકનું પરિણામ વધારે સારું આવ્યું હોય તો પોતાના બાળક જે પરિણામ આવ્યું હોય તેમાં તેની ઉપર ગુસ્સો કરવાનો નથી પણ તેને તેમ કહેવાનું છે જે પરિણામ આવ્યું તે સારું પરિણામ આવ્યું કારણ કે પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરતાં નથી પણ બીજું એ કે યુવા પેઢી પોતાને મહેનત કરવાની છે પરિણામ જે આવે તે પણ તેને પૂરેપૂરી મહેનત કરી લેવાની છે અને જો મહેનત કર્યાં પછી પણ જો પરિણામ ઓછું આવે તો પોતે ક્યાં ભૂલ કરી છે તે શોધવાની છે અને તે ભૂલ સુધારવાની છે.
સંતાનને સમજાવવાનું છે કે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ડિગ્રીનું કાગળથી આવડતનું મૂલ્યાંકન થતું નથી. તમારા બાળકોને જે કાગળિયાં કે પરિણામ ઉપરથી નક્કી નથી કરવાના તેનું ભવિષ્ય “એક એન્જિનિયરે ખુબ સારી વાત કરી હતી કે કોઈ પણ ક્ષેત્રમાં જાવ મહેનત સિવાય બીજો કોઈ પણ વિકલ્પ નથી. આજની યુવા પેઢી કે બાળકો જે શોર્ટકટ કીથી મહેનત કરે છે
પરિવાર ના ઝગડા ની લીઘે બાળકો પર અસર :-
જ્યારે ઘરમાં ઝઘડો થાય છે ત્યારે તેની અસર બાળકો પર પણ થાય છે અને તેના કારણે બાળકોના સ્વભાવ પર પણ અસર થાય છે. કારણ કે, જ્યારે પરિવારમાં ઝઘડો થાય છે ત્યારે પરિવારમાં ઝઘડો તો થાય જ છે પણ તેની સાથે અમુક જગ્યાએ અપશબ્દ બોલતા હોય છે ત્યારે તેની અસર આજે બાળકો અને યુવા પેઢી ઉપર થાય છે અને જ્યારે ઘરમાં જોઈએ તો યુવા પેઢી અને વડીલો બંને ઝઘડો કરતાં હોય છે ત્યારે વડીલો કહે કે, અમે સાચાં અને યુવા પેઢી કહે કે, અમે સાચા. અહીંયાં બંનેની વાત માનવામાં જ આવતી નથી ત્યારે અહીં પર જો બંને એકબીજાની વાત સાંભળે તો તેનો જવાબ મળી જાય પણ અહીં તો તે થતું જ નથી. વડીલો અને યુવા પેઢી બંને વટ કરે છે પણ અહીં તે નમતું મુકશે નહીં આની અસર યુવા પેઢી પર થાય છે અને તેનાં ભવિષ્યમાં તેને ખૂબ જ નુકસાન થાય છે. આજે તો પરિવાર તેનાં બાળકોને જ વિરુદ્ધ દિશામાં લઈ જતાં શીખવે છે કારણ કે, આજે પરિવાર તેનાં બાળકોને એક કરતાં વધારે કાર્ય કરવાનું કહે છે અને કાર્ય એક સાથે પૂરું કરવાનું કહે છે અને તે કાર્ય પૂરું ન થાય તો તેની ઉપર ગુસ્સો કરે છે અથવા જો તેને કાર્ય આપવામાં આવે અને તે કાર્ય જ્યાંથી કરવાનું હોય અને અમુક કારણોસર તે કાર્ય પૂરું ન થાય તો પણ તેની ઉપર પરિવાર તેના પર ગુસ્સો કરે છે અને જો ગમે તે કાર્ય પહેલીવાર તે કાર્ય કરે તો પણ તેની ઉપર ગુસ્સો કરે છે અને ગુસ્સો કરવાને બદલે તેને તે કાર્ય શીખવતાં નથી. આથી યુવા પેઢી વિરુદ્ધ દિશામાં જાય છે. જો ઘરમાંથી જ ઝઘડો કરવાનું શીખવે છે તો પછી તેની ઉપર આની અસરો તો થવાની જ છે. આજે પરિવારમાંથી કોઈને પણ કયારે શું બોલવું અને કયારે બોલવું અને કોની સામે બોલવું. તે જોતાં જ નથી અને એ બધું તમે જે બોલો છો તે તેમાંથી શીખે છે અને આના કારણે ખૂબ જ નુકસાન થાય છે. જો પરિવાર જ તેનાં બાળકોને જે શીખવે તો તે બાળકો શીખે છે ત્યારે તેનાં ભવિષ્ય પર ખૂબ જ અસર થાય છે અને પરિવાર એ જોતાં નથી.
આજે જ્યારે પરિવારમાં વડીલો અપશબ્દ બોલે તેને લીધે બાળકો પણ તે શીખે છે તેની જગ્યાએ ખરેખર કેવી પરિસ્થિતિ હોવી જોઈએ તો આજની યુવા પેઢી જ્યાં હોય ત્યાં પહેલાં વડીલો એ અપશબ્દ ન બોલવા જોઈએ તેની જગ્યાએ જ્યાં વડીલો એ યુવા પેઢીને સારી વસ્તુ શીખવાડવાની છે તેને અહીં વડીલો એ એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવાની છે ત્યારે વડીલો એ તેને વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવવાની છે વડીલો અને યુવા પેઢી બંને ભેગા થાય ત્યારે વડીલોએ એવી વાત કરવાની છે કે યુવા પેઢી કે બાળકોને તેમાંથી તેને ક્યાંક નવું શીખવા મળે અને સારી વસ્તુ શીખવા મળે જો વડીલો અપશબ્દ બોલે છે તો યુવા પેઢી પણ તે જ શીખે છે, જ્યાં યુવા પેઢી વડીલો પાસે હોય ત્યાં તેને નવી વાત અને સારી વાત કરવી જોઈએ યુવા પેઢી કેમ આગળનીકળે તે યુવા પેઢીને પણ જોવાનું છે પણ તે વડીલોને પણ જોવાનું છે અપશબ્દની જગ્યાએ તેનાં બાળકો શું કરે છે તે જોવાનું છે. જો તે વિરુદ્ધ દિશામાં જતાં હોય તો તેને વડીલોએ તેને સાચો માર્ગ બતાવવાનો છે અને ભૂલ પડે ત્યાં તેને સાચું માર્ગદર્શન અને દોરવણી આપવાની છે. પોતાના અનુભવથી જે કંઈ શીખ્યા છે તે પોતાનાં બાળકોને પણ શીખવવાનું છે.
પરિવારમાં અમુક એવા પ્રશ્નો હોય છે કે જેના લીધે બે કુટુંબો વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ જલદી પુરાતી નથી. જેવા કે હું આની ઘરે નહીં જાવ તે તમારી ઘરે આવે તો હું નહીં આવું વગેરે જેવા પ્રશ્ન હોય છે. આની અસર યુવા પેઢી કે બાળકો ઉપર પડે છે પણ ખરેખર એક બીજાની ઘરે તો જાવું સમાધાન કરાય અને નમતું મુકાય જ્યાં સંબધો હોયને ત્યાં જ નાનાં મોટાં તો પ્રશ્ન તો રહેવાના છે અને જ્યાં સંબંધો નહીં હોય ત્યાં એક એ પ્રશ્ન જ ન હોય. એટલે જ એક બીજાની ઘરે જવાનું રાખજો અને જે એમ કે જો આની ઘરે જાવ તો તમે મારી ઘરે નહીં આવતા એટલે પણ ખરેખર તમારે એમ નથી કરવાનું તમારે બંનેના ઘરે જવાનું છે અને શક્ય હોય તો બંને વચ્ચે સમાધાન કરવું જોઈએ આનાં કારણે અને જે એમ કે હું તામારી ઘરે નહીં આવું આપણે સમજીને પહેલાં તેની ઘરે જવાનું છે એટલે કે યુવા પેઢી અને બાળકો ઉપર સારી અસર પાડવાની છે. બીજું એ કે જ્યારે આપણો પરિવારના સભ્યોના વિચારો વિરુદ્ધ દિશામાં જતા હોય અને જો આપણને ખબર હોય અને આપણે તેને સાચા રસ્તે લાવવા જોઈએ આપણો પરિવાર એક હોવો જોઈએ આ કાર્ય એટલું સહેલું નથી પરિવાર એક હશે તો તેનાથી કેટલા ફાયદા છે અને બીજાના પરિવાર કરતાં આપણો પરિવાર સર્વશ્રેષ્ઠ બનાવીએ. ખરેખર તો હરીફાઈ આમ હોવી જોઈએ અને આપણા બાળકો કે યુવા પેઢીનો વિકાસ કેમ થાય અને જો આપણા પરિવારમાં કોઈના ઘરે મુશ્કેલી હોય અને તે સમય આપણો પરિવાર સાથે હોય અને તે સમય સાથ સહકાર આપ્યો હોય જો આપણો પરિવાર સર્વશ્રેષ્ઠ બનાવીએ તો બીજા પરિવાર પણ વિચારે આપણે પણ એ સર્વશ્રેષ્ઠ બનાવીએ.
to be continued