Return of shaitaan - 16 books and stories free download online pdf in Gujarati

Return of shaitaan - 16

"અમારા માં થી ઘણા ને લાગે છે કે તમારો નાશ થઇ ચુક્યો છે?"

"હા હા હા ગલતફહેમી કોઈ ને પણ થઇ શકે છે તમે બીજું શું જાણો છો અમારા વિષે?"

"શું જાણું છુ કે પછી એમ કહું કે બહુ જ ખરાબ બન્યું હતું એ ૪ સાયન્ટિસ્ટ જોડે જેમને મારી નાખવામાં આવ્યા હતા અને ડેડ બોડી ને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. જે એક સાઇલેન્ટ વોર્નિંગ હતી બીજા સાયન્ટિસ્ટ માટે કે તેઓ ઈલુમિનેટી ગ્રુપ જોઈન ના કરે." રાજ બોલ્યો.

" હા એક્સએક્ટલી અમે પણ આજ કરીશું ચાર સાયન્ટિસ્ટ ના બદલા માં ચાર કાર્ડીનલસ. તેમનું મ્ર્ત્યુ નિશ્ચિત જ છે.એક પછી એક , એક એક કલાક ના આંતરે ચાર કાર્ડીનલસ મૃત્યુ પામશે અને આ ખેલ શરુ થશે આઠ ના ટકોરે. આઠ વાગ્યે સૌથી પહેલા કાર્ડિનલ નું મોટ અને પછી ૯,૧૦, ૧૧ બસ મોત નો ખેલ ચાલુ જ રહેશે." ફોન પર હતો એ વ્યક્તિ બોલ્યો.

"તો શું તમે પણ ચારે કાર્ડિનલ્સ ના શરીર પર સળગતી વસ્તુ થી છાપો મારશો?"રાજે પૂછ્યું.

" History repeats itself હા પણ રોમન ચર્ચ એ કોઈ સેક્રેટ જગ્યાએ એ લોકો ને મારી નાખ્યા હતા પછી એમની લાશ રઝળતી મૂકી હતી પણ હું એટલો કાયર નથી "

"તમે શું વાત કરો છો? શું તમે જાહેર માં તેમનું ખૂન કરશો?" રાજે પૂછ્યું.

"વેરી ગુડ તમે સત્ય બોલ્યા હા જાહેર જગ્યા એ ચારે કાર્ડીનલસ નું મૃત્યુ થશે. ચર્ચ થી વધારે સારી જગ્યા ક્યાં મળશે "

"ઓહ્હ્હ તમે ચર્ચ માં ખૂન કરશો તેમના?"

"હા Gesture of kindness ઈશ્વર તેમને સીધા ત્યાંથી સ્વર્ગ માં જ બોલાવી લેશે.હા હા હા......"

"તમે મજાક કરી રહ્યા છો તમે ચર્ચ માં કેવી રીતે કોઈ નું ખૂન કરી શકો?"કમાન્ડર ઓલિવેટ બોલ્યા.

"મજાક અમે ભૂત ની જેમ તમારી અંદર ફરી રહ્યા છે તમારા ચાર કાર્ડિનલ્સ ને તમારી વચ્ચેથી જ ઉઠાવ્યા અને ડેડલી એક્સપ્લોઝિવ તમારી વચ્ચે મૂક્યું આ બધું શું તમને મજાક લાગી રહ્યું છે?જેમ જેમ એક એક કાર્ડિનલ્સ મારયા જશે તેમ તેમ મીડિયા અને આખી દુનિયા ની નજર અમારી પર આવશે અને તેમને ખબર પડી જશે કે ઈલુમિનેટી ગ્રુપ નો નાશ નથી થયો હજુ અમે જીવતા છે અને અમારી કસમ પુરી કરીશું જ."

"અને અમે દરેક ચર્ચ માં એક એક ગાર્ડ મૂકી દઈએ તો?" કમાન્ડર ઓલિવેટ બોલ્યા.

"હા હા હા.... રોમ માં કેટલા ચર્ચ છે? કૈથેડરલ ચેપલ અને બીજા ઘણા ચર્ચ તમારી મરજી છે જોઈએ છે કોણ જીતે છે તમારી પાસે ૯૦ મિનિટ નો સમય છે ?" એક પછી એક ,એક કલાક ની અંદર તૈયાર રહેજો હવે હું ફોન મુકું છુ."

"વેઇટ તમે કેટલા છાપ મારવાના છો?" રાજે પૂછ્યું.

"તમને ખબર જ છે કે પછી શું તમને ભરોષો નથી આવતો કે હું સાચું બોલું છુ?"

રાજ ને ખબર જ હતી કે ૫ નિશાની કે સિમ્બોલ હતા ઈલુમિનેટી ના જેમાંથી એક લિઓનાર્દો વેત્રા ની છાતી પર હતો અને હવે ચાર કાર્ડીનલસ અને ચાર નિશાની .

"હું ઈશ્વર ની કસમ કહી ને કહું છુ કે તમને પાતાળ માંથી પણ શોધી કાઢીશ અને આજ રાત સુધી નવા પૉપ પણ આવશે." ફાધર પીટર બોલ્યા.

"આ દુનિયા ને નવા પૉપ ની કોઈ જરૂર નથી આજ રાત પછી રોમ પર રુલ કરવા વાળું કોઈ પણ નહિ હોય. કેથોલિક ચર્ચ નો નાશ થઇ જશે આજ રાત સુધી માં તો ."

એકદમ ખામોશી વ્યાપી ગઈ કોઈ કઈ જ ના બોલ્યું.

"તમને કોઈ ગેર માર્ગે દોરી રહ્યું છે ચર્ચ ખાલી પથ્થર અને ઈંટો થી નથી બન્યું વિશ્વાસ થી બનેલું છે તમે ૨ હાજર વર્ષ નો વિશ્વાસ અને શ્રદ્ધા નો નાશ ના કરી શકો . કેથોલિક ચર્ચ એ વેટિકન સિટી સાથે નહિ તો વેટિકન સિટી વગર ચાલશે જ."ફાધર પીટર બોલ્યા.

"વેટિકન સિટી માં પેઇન્ટિંગ,જેવેલ્સ ,પ્રાઇસ લેસ પુસ્તકો ,ગોલ્ડ બુલિયન નો બિઝનેસ આ બધું મળી ને નહિ નહિ તો ૪૮.૫ બિલિયન ડોલર પર બેઠા છો તમે કાલે સવારે આ બધું જ રાખ માં મળી જશે કાલે સવારે ." જે ફોન પર હતો તે બોલ્યો.

કેથોલિક ચર્ચ પાસે પુસ્કળ રૂપિયા અને સંપત્તિ તે આ માણસ જાણતો જ હતો.

"શ્રદ્ધા પૈસા નહિ શ્રદ્ધા એ આ ચર્ચ નો બેક બોન છે." ફાધર પીટર બોલ્યા.

"કેટલું જૂઠ ફાધર પીટર ગયા વર્ષે તમે ૮૩ બિલિયન ડોલર વાપર્યા છે એનો કોઈ હિસાબ છે?" હત્યારા એ બોલ્યો.

" તો શું ડોનેશન નથી મડ્યું તમને આ રૂપિયા માં થી? ફાધર બોલ્યો.

"મારુ અપમાન ના કરશો ફાધર અમારી પાસે અપાર ધન છે."

"બસ એ જ રીતે અમારી પાસે પણ અપાર ધન છે પણ આ બધી વાત નો કોઈ મતલબ નથી હું તમને વિનંતી કરું છુ ચારે કાર્ડીનલસ ને છોડી દો. તેઓ વૃધ્દ છે તેઓ....."

"તેઓ કુંવારા છે .....હા હા હા...... શું તમને લાગે છે કે તેઓ આખી જિંદગી ભાર કુંવારાપણા નો ધર્મ પડ્યો હશે?" હત્યારો બહુ જ હસ્યો આ વાત કરી ને.

કોઈ કઈ જ ના બોલ્યું.

થોડી વાર પછી ફાધર પીટર બોલ્યા,"તેઓ ઈશ્વર માં વિશ્વાસ કરનારા માણસો છે તેમને મોત નો ભય નથી."

"હા.. હા.. હા... લિઓનાર્દો વેતરા પણ ઈશ્વર ના જ માણસ હતા તો પણ એમની આંખો માં ભય જોયો હતો એ ભય મેં દૂર કર્યો હતો એમનો." હત્યારો બોલ્યો.

લોરા જે અત્યાર સુધી શાંત હતી તે એક્દમ ગુસ્સામાં બોલી,"એ મારા પિતા હતા."

"તારા પિતા? લોરા શું વાત છે? તું અને અહીંયા સાચું કહું મને ખબર જ હતી કે તું અહીંયા આવીશ જ. કેમ કે તારા સિવાય કોણ છે જે વેટિકન સિટી ને બચાવી શકે છે? પણ તારે એ જાણવું બહુ જ જરૂરી છે કે તારા પિતા મ્ર્ત્યુ વખતે નાના બાળક ની જેમ રડ્યા હતા."

"હું મારા પિતા ની કસમ ખાઈ ને કહું છુ કે જયારે હું તને શોધી કાઢીશ ત્યારે તું....................." આટલા શબ્દો જાણે તલવાર ની ધાર ની જેમ લોરા ના મોં માંથી નીકળ્યા. અને સાથે લોરા ને એ પણ ખબર પડી ગઈ કે હત્યારો બહુ જ શાતીર છે તે લોરા ના નામ ની સાથે સાથે બધું જ જાણતો હતો. "

"ભાવના થી ભરેલી સ્ત્રી હા .. હા... હા..... હું પણ રાહ જ જોવ છુ કે તું મને શોધી કાઢે અને જયારે શોધીશ ત્યારે તું................. " બસ આટલું બોલી ને ફોન કટ થઇ ગયો.

***********************************************************************

કાર્ડિનલ મોરેની પસીનાથી રેબ ઝેબ હતા. તેમણે બ્લેક કલર નો ઝભ્ભો પહેર્યો હતો. અત્યારે તેઓ સિસ્ટિન ચેપેલમાં હતા. કોંકલેવ શરુ થવા માં માત્ર વિસ મિનિટ ની વાર હતી અને હજુ પણ ચાર કાર્ડીનલસ મિસિંગ હતા. તેમના તરફ થી કોઈ મેસૅજ આવ્યો ના હતો. બધા તેમની કાગ ની ડોળે રાહ જોઈ રહ્યા હતા

કાર્ડિનલ મોરેની ને બસ આટલી જ ખબર હતી કે ચારે કાર્ડીનલસ છેલ્લે ફાધર પીટર જોડે કોફી પીવા માટે ગયા હતા.પરંતુ અત્યારે તેઓ ક્યાં છે તેની તેમણે જરા પણ ખબર ના હતી. વેટિકન સિટી ના કાયદા કાનૂન પ્રમાણે અત્યારે આ ચારે કાર્ડિનલ્સ એ સિસ્ટિન ચેપેલ ની અંદર હોવું જોઈતું હતું.અને કાયદા પ્રમાણે જો તેઓ કોંકલેવ શરુ થતા પહેલા સિસ્ટિન ચેપેલ માં હાજર ના રહે તો તેઓ આ ઇલેકશન લડી શકે નહિ.

***********************************************************

રાજ ની નજર પૉપ ની ઓફિસ ની બહાર જોઈ રહી હતી. સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો અને અંધારું ધીરે ધીરે તેની હાજરી પુરાવા આવી ચૂક્યું હતુ. હજુ પણ રાજ ને ભરોષો થતો ના હતો કે તેને વર્ષો પુરાણી સભ્યતા ઈલુમિનેટી ના કોઇ સભ્ય જોડે વાત કરી હતી.ઈલુમિનેટી ભૂતકાળનો હિસ્સો જાણે કે આળસ મરડીને બેઠો થઇ રહ્યો હતી.કોઈ જ માંગ નહિ, કોઈ વાટ ઘાટ નહિ બસ સીધો બદલો. આટલા વર્ષો પછી સીધો જ બદલો.

લોરા ને પણ અત્યારે બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો જે રીતે સામે ફોન પર વ્યક્તિ એ વાત કરી હતી તેનો ગુસ્સો ઉકળી રહ્યો હતો. તે વિચારી રહી હતી કે હવે શું કરીશું? આગળ કેવી રીતે વધુ?

"ફાધર પીટર ૨૬ વર્ષ થી આ દેશ અને આ ચર્ચ ની રક્ષા કરતો આવ્યો છુ પરંતુ આજે હું નિષ્ફળ રહ્યો છુ ચારે કાર્ડિનલ્સ ની સુરક્ષા કરવામાં."કમાન્ડર ઓલિવેટ લગભગ રડતા અવાજ માં બોલ્યા.

"તમે અને મેં બંને એ આ દેશ ની અલગ અલગ રીતે સેવા કરી છે અને સેવા હંમેશા માન સાથે લઇને આવે છે આવી વાત ના કરો કમાન્ડર આપડે લડીશું આ દુશ્મન સામે તમે નિરાશ ના થશો." ફાધર પીટર બોલ્યા.

" હા પરંતુ આજે મને ખબર નથી પડી રહી કે હું શું કરું? આવા દુશ્મન સામે લડવાનું છે જે ક્યાં છે કોણ છે કઈ જ નથી ખબર સામી છાતી એ લડવા આવે તો હું અને બતાવી દેવ કે હું કોણ છુ પણ આ દુશ્મન નો કોઈ ચેહરો જ નથી." કમાન્ડર બોલ્યા.

" એ હવે આપણા હાથ માં નથી કમાન્ડર અને આપણે આગળ તો વધવું જ પડશે હું જાવ છુ અને કાર્ડિનલ મોરેની ને કહું છુ કે કોંકલેવ ચાલુ કરી દે." ફાધર પીટર બોલ્યા.

"ફાધર તમને ખબર છે ને કે વેટિકન સિટી અત્યારે ટાઈમે બૉમ્બ પર બેઠું છે અને કોંકલેવ ચાલુ કરવાની કેવી રીતે પરમીશન આપી શકાય?"

" શું મારી પાસે બીજું કોઈ ઓપ્શન છે?"

"આપણે બધા કાર્ડિનલ્સ ને સિસ્ટિન ચેપેલ માં થી બહાર કાઢી શકીએ છે."

"અને કાર્ડિનલ્સ ને કહીશું શું?"

" હા એ પણ ૧૬૪ કાર્ડિનલ્સ ને સિસ્ટિન ચેપેલ ની બહાર કાઢવા અને એપણ કોઈ ઠોસ કારણ વગર એ તો શક્ય નથી. અને આમ પણ સિસ્ટિનન ચેપેલ એ પથ્થર જેવું મજબૂત છે તે કોઈ પણ અટેક સહન કરી શકે છે . અને આમ પણ આજ સવાર થી સિસ્ટિન ચેપેલ ની સુરક્ષા હું જાતે કરી રહ્યો છુ હું સ્યોર છુ કે એન્ટી મેટર ત્યાં તો નથી જ .અત્યારે સિસ્ટિન ચેપેલ કરતા વધારે સુરક્ષિત કોઈ જગ્યા નથી."

લોરા અને રાજ ત્યાં ઉભા ઉભા તેમની વાત સાંભળી રહ્યા હતા.

" કમાન્ડર આપડી પાસે બીજી એક ચિંતા કરવા જેવી બાબત પણ છે અને એ છે કે આટલી મોટી માત્ર માં એન્ટી મેટર અહીંયા મોજુદ છે અને અગર જો બ્લાસ્ટ થશે તો તેની રેડીએસ કેટલી હશે એ અંદાજો લગાવો જ મુશ્કેલ છે .આજુ બાજુ ની સિટી ને પણ ખતરો છે અગર કેનિસ્ટર અહીંયા કે સિસ્ટિન ચેપેલ ની ૫૦૦ કે ૬૦૦ મિત્ર ની રેડીએસ માં હશે તો બધા કાર્ડીનલસ નો શું હાલ હશે એ મારે તમને કહેવાની જરૂર નથી ." લોરા બોલી.

"હા લોરા મને ખબર છે પણ કેનિસ્ટર બ્લાસ્ટ થશે તો ને?" કમાન્ડર બોલ્યા.

"શું મતલબ તમારો તમે કેનિસ્ટર શોધવાની વાત કરો છો? "લોરા એ પૂછ્યું.

"હા મને મારા સર્વેલેન્સ સ્પેશ્યલિસ્ટ જોડે વાત કરવા દો એક શક્યતા છે જો આપડે વેટિકન સિટી નો પાવર કટ કરી દઈએ અને બેકગ્રાઉન્ડ RF ને દૂર કરી દઈએ તો આપડી પાસે ચાન્સ છે કે કેનિસ્ટર ની નીચે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ શોધી શકાય." કમાન્ડર બોલ્યા.

"તમે વિટિકન સિટી નો પાવર કટ કરી શકશો?" લોરા ઇમ્પ્રેસ્સ હતી અને સરપ્રાઈઝ પણ કેમ કે આ વાત તેના દિમાગ માં કેમ ના આવી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED