વાયરલ વીડિયો - 3 PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાયરલ વીડિયો - 3

અવિશ્વાસ જ્યારે વિશ્વાસની જગ્યા લઈ લે ને ત્યારે ભલભલા મજબૂત સબંધો ને પણ એક જ પળમાં ધરાશાયી કરી દે છે. અહીંયા પણ રાહુલે બહુ ચાલાકીથી તનું ના મનમાં વિશાલ પ્રત્યે અવિશ્વાસ પેદા કરી દીધો. કારણ કે એ જાણતો હતો કે આ અવિશ્વાસ એક ને એકદિવસ નફરતમાં બદલાઈ જશે. ને વિશાલ નામનો કાંટો એના ફૂલ એટલે કે તનું થી હમેંશા માટે દૂર થઈ જશે.

પણ તનું ને વિશ્વાસ હતો પોતાની દોસ્તી પર એને હજુ પણ લાગતું હતું કે વિશાલ એકદમ નિર્દોષ છે. એને કોઈએ આ બધામાં ફસાવ્યો છે. એની સાથે કઈક ને કઈક તો ખોટું થયું છે.
એના સવાલો ના જવાબ મેળવવા એને એકવાર વિશાલ ને મળવું હતું. પણ ના જાણે કઈ ગુમનામ જિંદગીમાં ભટકતો હતો. કોઈને એની કશી જ ખબર જ નોહતી.

એને મળવા તનું એના ઘરે ગઈ..
ત્યાં એને જાણવા મળ્યું કે આ વાઇરલ વીડિયો ને કારણે સમાજમાં એના પરિવારની ખૂબ જ બદનામી થઈ. એના પિતા શહેરના એક પ્રતિષ્ઠાવાન સરકારી અમલદાર હતા. પણ આ વાઇરલ વીડિયો ને કારણે જાણે એની વર્ષોથી કમાયેલી પ્રતિષ્ઠા, આબરૂ એક જ પળમાં ધૂળમાં ભળી ગઈ.
એની મોટી દીકરી સ્મિતા ના લગ્ન તૂટી ગયા. ને એ માટે જવાબદાર વિશાલ ને એના પિતાએ ઘરમાંથી કાઢી મુક્યો. આજકાલ એ ક્યાં રહે છે કેમ રહે છે. કોઈ નોહતું જાણતું.

* * *

આ બધામાં જ રાહુલ એના મમ્મી પપ્પાને લઈને તનું ના ઘરે પણ આવી ગયો.
તનું ના મમ્મી પપ્પાએ પણ આ સંબંધ માટે આનુમતી આપી દીધી.
તનું આ સંબંધથી તો ખુશ હતી પણ એ વિશાલ ને નોહતી ભુલી શકી. વિશાલ નો એ બદનામ વાઇરલ વીડિયો એની આંખો સામે જ સતત તરવરતો.
આખેર એણે રાહુલ ને સાફ શબ્દોમાં કહી દીધું કે જ્યાં સુધી હું વિશાલ ને નિર્દોષ સાબિત ના કરી દવ ને ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરું.
'તને લાગે છે કે એ નિર્દોષ છે..?'
'મને વિશ્વાસ છે કે એ નિર્દોષ છે.'

'તનું ને જો ખબર પડી ગઈ કે આ બધું મેં કરાવ્યું છે તો..? એ મારી સાથે લગ્ન તોડી નાખશે તો..?'
રાહુલ ને ડર હતો કે તનું આ વાઇરલ વીડિયો પાછળનું સત્ય ના જાણી જાય. જો એને ખબર પડી જાય કે આ બધામાં એનો હાથ હતો તો એ એની સાથે લગ્ન કરશે જ નહીં. તનું ને પામવા માટેની તો આ બધી રમત હતી. અને આ બાજી જીતતા જીતતા એ હારી જાય એ પહેલાં જ એણે એની બાજી પલટવાની હતી. એણે નક્કી કરી નાખ્યું કે તનું સત્ય સુધી પોહચે એ પહેલાં જ સત્ય ને ખતમ કરી નાખે.
એણે આ વિશાલ નામના કાંટાને જડમૂળમાં થી ઉખાડવાની એક ખતરનાક યોજના બનાવી નાખી.
* * *

દુનિયા થી પોતાનું મોં છુપવતો વિશાલ એક અજાણ્યા ગામડામાં ગુમનામ જિંદગી જીવતો હતો.
અહીંના પનઘટ પર મહાદેવનું એક મોટું મંદિર હતું એ ત્યાં જ પૂજારી સાથે રહેતો.

આ બાજુ રાજકોટમાં તનું રાહુલ ના લેપટોપ પર કોલેજના કેટલાક ફોટાગ્રાફ જોતી હતી. ત્યારે જ એનું ધ્યાન એક રાહુલના એક ફોટોગ્રાફ પર પડી. જેમાં એક છોકરી એને હગ કરીને એકદમ એની નજીક ઉભી હતી.
તનું ને એ સમજતા વાર ના લાગી કે આ છોકરી અને પેલી વિશાલ ના વાઇરલ વીડિયોવાળી છોકરી બન્ને એક જ છે.
એનો તો એક જ અર્થ થાય કે રાહુલ એ છોકરી ને ઓળખે છે. અને જો એ એને પહેલેથી જ ઓળખતો હતો તો પછી એ વખતે જ્યારે મેં એને પૂછ્યું ત્યારે એ ખોટું શું કામ બોલ્યો.
ક્યાંક રાહુલ ના કહેવાથી જ એ છોકરીએ વિશાલ ને ફસાવ્યો નહીં હોય ને..?
એણે એ છોકરીની એકએક ડિટેઇલ્સ શોધી એમાં એને જાણવા મળ્યું કે એનું પૂરું નામ નીલમ વર્મા છે. એકવર્ષ પહેલા રાહુલ જે કોલેજમાં ભણતો હતો ત્યાં એ પણ એની સાથે હતી. આમ તો એ એની ખાસ ગર્લફ્રેન્ડ હતી. એને એ પણ જાણવા મળ્યું કે રાહુલે એને નહીં પણ એના પૈસા ને પ્રેમ કર્યો હતો. જ્યારે એ વાત ની એને ખબર પડી ત્યારે એણે રાહુલ ને છોડી દીધો.
આ બધી વાતમાં એની સામે રાહુલ સાચો ચહેરો આવ્યો. હીરો જેવી પર્સનાલિટી વાળો રાહુલ ખરેખર હકીકતમાં એક વિલન નીકળ્યો. એક એવો વિલન જે રાવણ ને પણ સારો કહેરાવે.

* * *

સારા ઘરની ભોળી છોકરીઓ ને પોતાની પ્રેમજાળમાં ફસાવવામાં એ ખેલાડી હતો. એ એવી એવી રમત રમતો, કે સામે વાળો માણસ એક પળમાં જ માત ખાઈ જતો.
એ ખુબસુરત ચહેરાઓ નો શોખીન હતો. એને જે ચહેરો પણ પસંદ આવતો એ એને પોતાનો કરી લેતો.
રાહુલ વિશે તનું બધું જ જાણી ગઈ હતી. હવે બસ એનો સાચો ચહેરો દુનિયાને બતાવવાનો હતો. આ કામ ઘણું જ અઘરું હતું કારણ કે સામેવાળો માણસ એક પાકો ખેલાડી હતો એની સામે રમત રમતા હારવાના ચાન્સ વધારે હતા.

તનું એ એની ફ્રેન્ડ સલોની અને છાયા ને પેલી નીલમ પર નજર રાખવા પહેલેથી જ કહી દીધું હતું. છાયા એ તનું ને એક વીડિયો મોકલ્યો તનું એ વીડિયો પ્લે કર્યો.
દુપ્પટ્ટાથી મોં કવર કરી એ ઉતાવળમાં ક્યાંક જઈ રહી હતી.
આગળ એ એક યુવાન ને મળે છે એ યુવાન કોઈ બીજું નહી પણ રાહુલ પોતે જ હતો.
એમની વચ્ચે ઉગ્ર વાતચીત થઈ..
'તે જે કહ્યું હતું મેં એ કર્યું તું..હવે ચૂપચાપ પેલી ડીવીડી આપ..'
રાહુલ હસ્યો, અને પાછળના પોકેટમાંથી એક ડીવીડી કાઢી એના હાથમાં મૂકી.
આ રહી, એ ડીવીડી અને સાંભળ આજ પછી આ સડેલો ચહેરો મને ના બતાવતી.
ડીવીડી લઈને નીલમ ચૂપચાપ જેમ આવી હતી એમ જ ઉતાવળે પગલે ત્યાંથી ચાલી ગઈ..
આ સબૂત હતો. એની કરતૂત નો એણે વિશાલ ને ફસાવવા માટે નીલમ ને બ્લેકમેઇલ કરી હતી.
તનું એ તરત જ એની બન્ને ફ્રેન્ડ્સ ને રાહુલ પર નજર રાખવા લગાવી દીધી. પણ એ એ નોહતી એ એ નોહતી જાણતી કે રાહુલ ને આ બધી વાતની પહેલે થી જ જાણ થઈ ગઈ છે.
એને એ પણ ખબર હતી એની ફ્રેન્ડે એનો અને નિલમનો વીડિયો બનાવ્યો છે. જે અત્યારે તનું ના મોબાઈલમાં છે. એને એ પણ ખબર હતી કે વિશાલ કોઈ અજાણ્યા ગામમાં કોઈ પંડિત ને ઘરે છુપાઈ ને બેઠો છે.

પણ એ એ નોહતો જાણતો કે એ અજાણ્યા ગામમાં વિશાલ એકલો નોહતો. તનું ને એની જાણ થતાં એ પણ ત્યાં એની પાસે પોહચી ગઈ હતી.
એણે જ વિશાલ ને રાહુલ ની બધી જ હકીકત બતાવી.
તનું ની વાતો પર થી વિશાલ ને એ સમજતા વાર ના લાગી કે તનું ને ફસાવવા જ એણે આ બધી રમત રમી છે.
વિશાલે તનું ને કહ્યું
'તનું, એ આજ સુધી બધા સાથે રમતો રમે છે ને. આજે એક રમત આપણે એની સાથે રમીએ..એને એની જ બાજીમાં હરાવીએ.'
તનું સમજી નહીં એણે પૂછ્યું
'એટલે.. તું કહેવા શુ માંગે છે..?'
'મારી પાસે એક પ્લાન છે..'
અને વિશાલે તનું ને પોતાનો પ્લાન કહ્યો.
* * *
TO BE CONTINUE...
રાહુલની આગલી ચાલ શુ હશે..? શુ તનું અને વિશાલ રાહુલને આ બધી રમતમાં હરાવી શકશે..? જાણવા માટે વાંચતા રહો મારી વાર્તા વાયરલ વિડીયો... અને મને પ્રતિભવામાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી..