પ્રેમ ...!!!!
પ્રેમ શું છે, એની ઉપર આજે આપણે ચર્ચા કરીયે તો મન મા જે વિચાર આવે છે એ છે કોઉટુંબીક પ્રેમ અથવા તો પ્રેમી અને પ્રેમિકા વાળો પ્રેમ અને કાં તો મિત્રો સાથે નો પ્રેમ.મિત્રો આજે મારે તમને જે પ્રેમ ની વાત કરવી છે એ કંઈક અલગ છે. આજે આપણે વાંચીશું પ્રેમ ની પરિભાષા એક સૈનિક ના પરિપ્રેક્ષ્ય થી.
એક સૈનિક જ્યારે સરહદ પર જાય છે ત્યારે એ પાછળ છોડે છે, એની પત્ની ,એના બાળક, એના માતા-પિતા ને. જરાક વિચાર કરજો સાહબ તો સમઝાવશે કે આટલા બધ્ધા ના પ્રેમ ને ત્યાગી ને એ સીમા પર જાય છે, ત્યાં લડે છે, પોતાના જીવ ને જોખમ મા નાખે છે, કોના માટે? આપણા માટે, આપણી માતૃભૂમિ માટે. એ સૈનિક માટે પ્રેમ એટલે માતૃભૂમિ ની સુરક્ષા, સરહદે કરકાતો તિરંગા નું ગૌરવ. એના માટે તિરંગો એ પેહલો અને અંતિમ પ્રેમ છે. એજ તિરંગો જેને ૧૫ ઓગસ્ટ પછી આપડે રસ્તા મા પડેલો જોઈએ છે. એ તિરંગા ને કોઈ જમીન પર ના લાવી દે, એના માટે પોતાનો દરેક શ્વાસ દાવ પર લગાવી દે છે, સાચા અર્થ મા આને અદભુત પ્રેમ કહેવાય.
પ્રેમ ની કોઈ સાચી પરીક્ષા હશે ને તો કદાચ એ એક સૈનિક ને વારંવાર આપવી પડતી હશે. એક એવી પરીક્ષા જે નિર્ભર કરે છે એના જીવ પર. ક્યારેક એવું પણ બને છે, કે એ એના માતા ને , અઠવા તો પ્રેયસી ને આપેલું વચન પણ પાડી નથી શકતો, અને સૌથી નિરાશાજનક વાત કોઈ હશે તો એ કે, એ વચન ના પાડવા બદ્દલ એને કોઈ વળી પણ નથી શકતું, કારણ એના માટે એની પાસે શ્વાસ ખૂટે છે. એ સૈનિક ભગવાન અથવા અલ્લાહ થી એકજ વસ્તુ માંગતો હશે, "હે પ્રભુ, હું જયારે પણ શહીદ થાઉં, મને થોડોક શ્વાસ ઉધાર આપજે, જેથી હું મારા માં- બાપ અને મારી પત્ની સાથે છેલ્લી વાર વાત કરી લઉં અને એમને આપેલું વચન ના પાડી શક્યો એની માટે ક્ષમા માંગી શકું"
આપણે તો સ્વજનો નો આખા દિવસ મા એક કોલ ના આવે તો બેચેન અથવા તો ગુસ્સે થઇ જઈએ છે. હવે જરાક વિચારો, એક સૈનિક કે જે ૧૦૦૦ કિલોમીટર દૂર છે, જ્યાં ફોન નું નેટવર્ક પણ ઢંગ થી પકડાતું ના હોય અને એની તીવ્ર ઈચ્છા છે વાત કરવાની, ત્યારે એવી સ્તિથી મા સ્વજનો સાથે વિતાવેલા સારા-ખરાબ બધ્ધાજ ક્ષણ ને મનોમન હસે છે, અને આંખ બંધ કરીને એનો ચેહરો જોઈ એના આંખ માંથી સરી પડતા એ આંસુ એના સાચા પ્રેમ નો પુરાવો આપે છે. એની માટે પ્રેમ એ ફક્ત યાદ બનીને રહી જાય છે. એવી યાદ કે જેના સહારે એ જીવન જીવે છે.
આપણે અહીંયા જો એક રોટલી જરાક બાળી જાય અથવા શાક નો મસાલો થોડો ઉપર નીચે થઇ જાય છે તો ઝગડી લઈએ છે. વિચાર કરો એ સૈનિક નો, જ્યારે જ્યારે એ ભોજન કરવા બેસતો હશે, ત્યારે એના માં ના હાથ નું ખાવાનું કેટલું યાદ કરતો હશે, એની માટે તો માં ના હાથ ની એ બળેલ રોટલી પણ અમૃત સમાન હશે. વળતા મા વિચાર કરો એ માં પાર શું વીતતી હશે, જયારે એ એના છોકરાનું ભાવતું ભોજન બનાવતી હશે, એની આંખો વરસી પડતી હશે એ વિચારીને ,"આ તો મારા દીકરા નું ખુબ ભાવે છે, કાશ એ અહીંયા હોત તો એને મારા હાથે જમાડતી, વ્હાલ થી એના માથે હાથ ફેરવતી". શું વીતતી હશે એ માં પર કે જેને દીકરો હોવા છતાં એના પ્રેમ થી વંચિત છે. ત્યાં એ સૈનિક એની માં એ આપેલા અથાણાં, લાડવા રડતો રડતો ખાતો હશે, આ આંસુ એ એના નિશ્ચલ પ્રેમ નો પુરાવો આપે છે. અહીંયા તો સાથે રહીને પણ ઘણા માતા- પિતા ને એકલાપણુ થાય છે, અને ત્યાં દૂર રહીને પણ એક સૈનિક એના માતા-પિતા ને દરેક સગવડ આપવાની કોશિશ કરે છે, સાચા અર્થ મા એ સૈનિક નો પ્રેમ સાચો અને લાગણીશીલ છે.
આપણે તો અવાર નવાર આપડી પત્ની ને કહીયે છે, કે જયારે તું આપણું બાળક ને જન્મ આપીશ ત્યારે એ વિકટ પરિસ્થિતિ મા હું તારી પડખે ઉભો રહીશ. જરા વિચારો એ સૈનિક ની મનોદશા કેવી હશે, જયારે એની પત્ની એમના બાળક ને જન્મ આપે છે, અને એ ત્યાં સીમા પર ઉભો છે. કેવું કઠણ હૃદય થી એ એના મુખ પર સ્મિત અને કોઈ પણ ભૂલ કાર્ય વિના સરહદ ની રક્ષા કરે છે. એની માટે વતન નો પ્રેમ એ પોતાની પત્ની ની પીડા કરતા પણ વધારે શ્રેષ્ઠ છે.પોતાના બાળક ને જોવા એ કેટલો ઉત્સુક હશે, એને હાથ મા લઇ માથે ચૂમવા એ કેટલો તડપતો હશે, આવી પરિસ્થિતિ મા પણ એના સ્વાર્થ ને બાજુ મા મૂકી ને બંદૂક પકડીને દુશ્મન પર અચૂક નિશાનો સાધે છે, એવો એનો મનોબળ કેટલો મજબૂત છે. વતન માટે આ નિશ્ચલ પ્રેમ એક સૈનિક જ રાખી શકે છે.
એક સામાન્ય માનવ માટે પ્રેમ બૌજ સસ્તો હોય છે, કારણ એની કિંમત એને જીવ આપીને ને નથી ચુકાવાની. ત્યાં એક સૈનિક માટે, નાની- નાની પ્રેમ ની ક્ષણો પણ બહુ કિંમતી હોય છે, કારણ એ ક્ષણો ને એ સરહદ પર સાથે લઈને જવાનો છે. અને એજ ક્ષણો કદાચ એના જીવન ની આખરી ક્ષણો પણ હોય શકે છે. તો બીજી વાર જયારે કોઈ સૈનિક ને મળો તો એને "thank you" અચૂક કેહજો, કારણ તમારા પ્રેમ ની રક્ષા કરવા કોઈક કયાંકે પોતાના પ્રેમ નું બલિદાન આપી રહ્યું છે.
જય હિન્દ..!!