યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 1 Ravi senjaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 1

યુવાપેઢી ની અર્થવ્યવસ્થા


આજે એક તરફ દેશ નો વિકાસ કરી રહે છે ત્યારે બીજી બાજુ આજ ના યુવાનો વિકાસ જેવો થવો જોઈએ તેવો થતો નથી લોકો એમ સમજે છે કે આપણે વિકાસ કરી રહ્યા છે પણ આજ નો વિકાસ એ શારીરક રીતે થાય છે પણ માનશીક રીતે જે વિકાસ થવો જોઈએ તે થતો નથી. પરિવાર અને શિક્ષણ યુવા પેઢીના વિકાસ માટે મહત્વના પાસા છે જો આ પાસા ઉલટા પડે તો યુવાપેઢી નો વિકાસ રુધાય છે. મિત્ર અને ઇન્ટરનેટ એ એવું પાસું છે જે તમે જેવું શોધો તેવું મળે છે આ બે પાસા એવા છે કે તમને અહી સાચી અને ખોટી માહિતી બને મળી શકે છે અહી યુવા પેઢી નો વિકાસ થય શકે છે અને વિકાસ રુધાય પણ શકે છે
શું પરીવાર એ બાળકો ને સાચી દોરવાની કે કેળવણી આપી રહયા છે ?, બાળકો ની જબદારી નિભાવી રહયા છે કે કેમ? શું બાળકો નો વિકાસ થય રહ્યો છે કે બાળકો નો વિકાસ રુધાય રહ્યો છે ? શું બાળકો ને સરખી તાલીમ આપી રહયા છે ? આજે બાળકો ને જવાબદારી લઈ શકે છે ? બાળકો આજે વસ્તુ નું મુલ્ય સમજી શકે છે કે કેમ ?
શિક્ષણ એ બાળકો નું ભવિષ્ય બનાવે છે શું આજે જે શિક્ષણ આપાય છે તે યોગ્ય છે ?આજે જ્ઞાન આપાય છે કે જ્ઞાન નું વેચાણ થાય છે ? આજે બાળકો ખરેખર શિક્ષણ લેવાય છે ? શું આજ ના શિક્ષણ માં સુધારો કરવાની જરૂર છે ?શું આજે શિક્ષણ એ બાળકો નું ભવિષ્ય બનાવે છે ?આજે શિક્ષણ એ જ્ઞાન આપવામાં આવે છે કે ગોખવા માં આવે છે ?શું આજે શિક્ષકો ને સન્માન આપવામાં આવે છે ?
મિત્ર અને ઈન્ટરનેટ એ આજ ના યુવા પેઢી પર આધારી છે એટેલે કે જેવું શોધો તેવું મળ છે શું મિત્ર આજે આપણે ને સાચી માહિતી આપે છે ?શું પોતાની જવાબદારી નિભાવે છે ?શું તે તે સાચો માર્ગ બતાવે છે? ઈન્ટરનેટ આજે સરખો ઉપયોગ કર્યે છે ?ઈન્ટરનેટ અને મિત્ર નો જેટલો ફાયદો છે તેટલો જ સામે ગેરલાભ છે આ બંને પાસા તમે જેવું શોધો તેવું મળે છે .
પરિવાર અને શિક્ષણ બીજ વાવે છે અલગ અને જોતું છે અલગ જેમ કે ગુલાબ નો પાક જોતો છે પણ વાવેતર બાવળ નું કરે છે જો તમે વાવેતર બાવળ નું કરો છો તો શા માટે તમે ગુલાબ ના પાક ની આશા રાખો છો તમે જેવું વાવેતર કર્યું હશે છે તેવો જ પાક આવ છે જો ગુલાબ નું વાવેતર જોતું હોય તો ગુલાબ નું જ બીજ રોપવું પડે છે તેવી જ રીતે શિક્ષણ અને પરિવાર વાવેતર બાવળ નું કરે છે અને તેને પાક ગુલાબ નો જોતો છે . યુવાપેઢી ને જેવું શિક્ષણ ,દોરવણી ,કેળવણી આપ છો તેવી જ યુવા પેઢી ત્યાર થશે છે શું આજે યુવા પેઢી ને યોગ્ય શિક્ષણ ,દોરવણી ,કેળવણી અપાય રહી છે ? જો યુવા પેઢી નો વિકાસ થશે તો પરિવાર, શિક્ષણ અને રાષ્ટ્ર નો વિકાસ થશે. કોઈ પણ રાષ્ટ્ર ના વિકાસ માટે યુવા પેઢી નો વિકાસ ખુબ જરૂરી છે. જ્યાં સુધી યુવા પેઢી નો વિકાસ નહી થાય ત્યાં સુધી રાષ્ટ્ર નો વિકાસ થયો ન ગણાય. જો દેશમાં યુવા પેઢી હોય અને તેને સાચી દિશા બતાવવામાં ન આવે તો તે યુવા પેઢી નકામી બને છે અને તે દેશ પણ પાંગળો બને છે.
યુવાપેઢી ની ચાર અર્થવ્યવસ્થા એ યુવાપેઢી ના વિકાસ માટે જરૂરિયાતો છે
યુવા પેઢી ની ચાર અર્થવ્યવસ્થા
૧. પરિવાર
૨. શિક્ષણ
૩. મિત્ર
૪. ઈન્ટરનેટ


1. પરિવાર
‘પરિવાર એટલે બધાં સાથે મળીને એક વિકાસના માર્ગ ઉપર જઈએ ત્યાંથી આપણને સારા સંસ્કાર,કેળવણી, માર્ગદર્શન અને દોરવણી મળે આપણને એક નવો માર્ગ મળે જરૂર પડે ત્યાં આપણને સહકાર મળે તેને પરિવાર કહેવાય છે.’
પરિવાર નો વિકાસ ત્યારે જ શક્ય છે કે, જ્યારે પરિવાર (બાળકો, વડીલો, યુવા પેઢી વગેરે) તરફથી પૂરતો સહકાર મળતો હોય; પણ વિકાસ ત્યારે રૂંધાય છે, જ્યારે પરિવાર તરફથી સહકાર ન મળતો હોય. આજની યુવા પેઢી પાસેથી વિકાસ જોવા મળતો નથી. અહીં, તો વિકાસ વડીલો તરફથી જ જોવા મળ્યો છે. ટૂંકમાં અમુક આજની યુવા પેઢીને વિરુદ્ધ દિશા તરફ લઈ જવા માટે આપણે બધા જવાબદાર છીએ.
મોબઈલ :-
આજનો આ યુવાન મોબાઇલનો વધારે ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ, મોબાઇલનો ખોટા માર્ગે ઉપયોગ કરી રહ્યો છે અને તેની પાછળ ખાલી ખોટો સમય બગાડે છે. બધાં યુવાનો આવાં હોતા નથી. અમુક લોકો સારા માર્ગ પર પણ ઉપયોગ કરે છે ત્યાં તો કંઈ વાંધો નથી પણ આનું પ્રમાણ સાવ ઓછું છે. મોબાઇલનો ખોટો ઉપયોગ કરનારાઓનું પ્રમાણ વધારે છે. આમાં આજના આ આધુનિક યુગમાં માતાપિતા પોતાના બાળકો હજી 7થી 8 વર્ષના થાય ત્યાં તો તેને મોબાઇલ અપાવી દે છે પછી તે કોઈ દિવસ એ નથી જોતાં કે તે મોબાઇલમાં શું કરે છે અને બસ આખો દિવસ તે મોબાઇલમાં પડ્યા રહે છે અને તેનું કારણ પરિવાર જ છે. અને કહે છે કે, તે કોઈ દિવસ રમવા બહાર નીકળતા નથી જો તે રમવા બહાર નીકળે તો વિકાસ થાય છે .
આજના આ આધુનિક યુગમાં બાળકો તથા યુવાનો પાસે મોબાઇલ હોય છે અને તે લોકો મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે. આ પરિણામ માટે જવાબદાર માત્ર પરિવાર જ છે. મોબાઇલ સિવાયની એક દુનિયા છે તે લોકો તેમાં રહેતાં નથી. બસ માત્ર મોબાઇલની દુનિયામાં જ રહે છે.
હવે તો આજનાં બાળકોનો જન્મ થાય તેનાં 2થી 3 વર્ષ ન થાય ત્યાં તો તેનાં હાથમાં મોબાઇલ આપી દીધો હોય. રડતા બાળકના હાથમાં પણ મોબાઇલ પકડાવી દેવામાં આવે છે. તેને પરિવારની ભૂલ જ ગણવી જોઈએ જેવી રીતે આંકડાનો પાયો શૂન્ય ગણાય છે અને તેમાં શૂન્ય (પ્લસ) હોય ત્યાં સુધી તેમાં કાઈ વાંધો નથી પણ તે જ્યારે – (માઇનસ) થાય ત્યારે નુકસાન થાય છે. તેવી જ રીતે, યુવા પેઢી મોબાઇલનો સારા માર્ગે ઉપયોગ કરે તો કાઈ વાંધો નથી પણ જ્યારે તે જ મોબાઇલનો ઉપયોગ વિરુદ્ધ દિશામાં કરે ત્યારે તે ખુબ જ નુકસાનકારક ગણાય છે. જ્યારે આજની યુવા પેઢીને 18 વર્ષ પછી મોબાઇલ તેના પરિવાર દ્વારા આપવામાં આવે અથવા તો જો 18 વર્ષ પહેલા મોબાઇલ લઈ આપવા માં આવે તો પરિવારે તેન અમુક કલાકો નક્કી કરવી જોઈએ.
આજે વડીલો પોતાના બાળકોને સગવડ માટે મોબાઇલ લઈ આપે છે પણ તે પોતાનાં કાર્ય માટે કે શીખવા માટે કે તેમાંથી નવું જાણવા માટે મોબાઈલ નો ઉપયોગ કરે છે કે કેમ ? અને તેનો યોગ્ય અને જરૂરિયાત મુજબ ઉપયોગ થય રહયો છે કે નહી, તે જાણવા ની અને કાળજી લેવાની જવાબદારી માતા-પિતા ની હોય છે. અમુક બાળકો કે યુવાપેઢી મોબાઇલ જેવા આધુનિક ઉપકરણો નો જરૂરિયાત મુજબ અથવા નવું શીખવા માટે કે જાણવા માટે ઉપયોગ કરતા હોય છે જયારે અમુક યુવાનો આ ઉપકરણ નો દુરુપયોગ કરતાં હોય છે આજે વડીલો પણ બાળકો ની જરૂરિયાત જાણીય વગર માત્ર એમની જીદ અને શોખ પુરા કરવા માટે મોબાઈલ જેવા ઉપકરણો ખરીદી આપે છે. જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તેનું ધ્યાન આપવા અથવા યોગ્ય કેળવણી આપવના બદલે તેમના હાથમાં મોબાઇલ આપી દેવા માં આવે છે અને તેના કારણે બાળક નું ધ્યાન તેમાં જ પોર્વાયેલું રહે છે તેથી બાળકો ને મોબઈલ આપવા માં ન આવે અથવા તો મોબાઈલ નો સમય મર્યાદા કરવા માં આવે તો બાળકો આભ્યાસ માં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને તેનાં મિત્ર સાથે નવી નવી વાતો કરી શકે છે અને તેમાંથી નવું શીખવા મળે છે અને તેનાં મિત્ર સાથે રમત કે ખેલકૂદ પણ કરે છે અને તેનાં પરિવારને પણ સમય આપવાનો છે આવા તો અનેક કારણો દુર થશે જ્યારે બાળક હજી તો જન્મ થયો હોય કે બાળક નાનું હોય ત્યારે તેને રમવા દો તેને એક જગ્યાએ બેસાડવા માટે કે તેને છાનો રાખવા માટે તેને હાથમાં મોબાઇલ ન આપવો એ જ તેના હિતમાં છે, તો જ બાળકોનો વિકાસ થશે. જો આમાં બાળકો મોબઈલ પર અંકુશ રાખવા માં ન આવે તો તે પરિવારની જ ભૂલ ગણાય છે
યુવા પેઢી અને વડીલો વચ્ચે વિવાદો :-
વડીલો અને યુવા પેઢી બંનેમાં અહંકાર આવી ગયો છે, એકબીજાના વિચારો નથી સમજતા. બંને એકબીજાની વાતમાં ભૂલ કાઢતા રહેતા હોય છે. હકીકતમાં બંનેએ એકબીજાની વાત સાંભળવી જોઈએ અને પછી નિર્ણય લેવા જોઈએ. અહીં પર વડીલો કે અમે સાચા ત્યારે આજની યુવા પેઢી કે અમે સાચા ત્યારે પહેલા બન્ને એકબીજાની વાત સાંભળો અને પછી જુઓ કે, કોની વાત સાચી છે તમે બંને સાચા છો. અહીં હું પહેલાં વડીલોની વાત કરીશ અહીં યુવા પેઢીને વડીલો શું કહેવા માંગે છે એ પહેલાં યુવાનોએ સમજવું જોઈએ. અહીં વડીલોએ તેને ગુસ્સાથી નથી કહેવાનું પરંતુ શાંતિથી કહેવાનું છે. અહીં પર યુવા પેઢીએ વડીલોની વાત સાંભળવાની છે અને તે શું કહેવાં માંગે છે તે પહેલાં વિચારવાનું છે. એમાં યુવા પેઢીએ વડીલોની તે વાતને સમજવાની છે અને પછી નિર્ણય લેવાનો છે
જો વડીલો જો કઈક વાત કરે તો યુવા પેઢીએ સાંભળવાની છે અને તેને જો કોઈ પ્રશ્ન કે તેમાં જો કોઈ વાતની ભૂલ જણાય અહીં યુવા પેઢીને જો કોઈ પ્રશ્ન થાય જેમ કે, આમ કઈ રીતે થાય? વડીલોએ તેનો જવાબ આપવાનો છે. આવું આમ થઈ શકે અને તે જવાબ આપતી વખતે તેને ગુસ્સો કરવાનો નથી. જો તેને એકવાર ન સમજાય તો ફરી વખત તેને સમજાવવાના છે અને જેટલી વાર ન સમજાય તેટલી વખત શાંતિથી સમજાવવાના છે. ગુસ્સાથી તમે જે સમજાવવા માંગો છો તે નહીં સમજાય.
અહીં વડીલોએ યુવા પેઢીને જે કંઈ પ્રશ્ન થાય તો તેને વડીલોએ તેનો જવાબ આપવાનો અને સમજવાનો છે અને જ્યારે વડીલો જો કોઈ વસ્તુની વાત કરતાં હોય કે આયોજન કરતાં હોય અને તેમાં જો યુવા પેઢીને કંઈક ભૂલ જણાતી હોય તો જેમ કે, આ વસ્તુ આમ ન કરો પણ આ વસ્તુ આમ કરવાથી વધારે સારું પડે છે તો વડીલો તેને તરત જ અમલ કરવાનો નથી પણ તેને બધાં પરિબળનો વિચાર કરવાનો હોય છે. અને પછી જે યોગ્ય હોય તેનો અમલ કરવાનો હોય છે. વડીલોએ યુવા પેઢીને તેની કામગીરીમાં દોરવણી આપવાની રહે છે અને યુવાનોએ પણ તેમનું સન્માન રાખી આગળ વધવાનું રહે છે. આવા સંજોગોમાં યુવા પેઢી અને વડીલો - બંનેને નવું શીખવા મળે છે. યુવાનો અને વડીલો બંને પેઢીએ એકબીજાની વાત સાંભળી-સમજી પોતે, પરિવારે અને સમાજમાં આગળ વધવાનું રહે છે.

વડીલો બાદ યુવા પેઢીની વાત કરીએ તો દરેક વખતે વડીલો જ સાચા હોય તે માની લેવું ભૂલભરેલું છે. અહીં, વડીલો યુવા પેઢીની વાત સાંભળતા જ નથી. અહીં, વડીલો કહે છે કે અમે સાચા અને યુવાનો કહે અમે સાચા અને અહીં વડીલો યુવા પેઢીની વાત જ સાંભળતા નથી પણ તે શું કહેવા માંગે છે તે પહેલાં જાણો અને પછી વિચારો કારણ કે, યુવાનોની વાત પણ સાચી હોઈ શકે છે. પરંતુ, અહીં યુવાનોની વાત માનવાથી તેને આનંદ થાય, તેનાથી પરિવારનો સહકાર મળે અને તે આગળ જતાં તે કોઈ મુશ્કેલીમાં પડ્યાં હોય તો તેનાં પરિવારને વાત કરી શકે અને તેનો રસ્તો કાઢી શકે.અને યુવાનો નિણર્શક્તિ માં વધારો થાય છે પરંતુ, બંનેએ એકબીજાની વાત માનવી જોઈએ તો જ આ શક્ય છે. જો વાત નહીં માને તો પરિવાર અને યુવા પેઢીનો વિકાસ નહીં થાય. અહીં એકબીજાની વાત સાંભળવી જોઈએ. જો આમ નહીં થાય તો યુવા પેઢી અને વડીલો અહીં બંને જવાબદાર છે.
સમજફેર કે કંઈ ભૂલ હશે તો પણ યુવા પેઢી નહીં કહી શકે અને એની પાસે સારા વિચારો કે આયોજન હશે. યુવા પેઢી તે વાત જ ન કરી શકે પણ જો તેની વાત સાંભળી હોય અને તેનો વિચાર કર્યો હોય પછી તેનો અમલ થયો હોય કે ન થયો હોય પણ યુવા પેઢી તેને અંદરથી આનંદ થાય અને તેની બીજી વખત સારા વિચારો કે કોઈ વસ્તુનું આયોજન કર્યું હોય અને તે વડીલો સામે કહેવામાં અચકાતો નથી ઘણી વખત વડીલોની ભૂલ હોય તો યુવા પેઢી કહી શકે છે પણ આ વસ્તુ ત્યારે શક્ય બને છે જ્યારે યુવા પેઢી અને વડીલો બંને એકબીજાની વાત સાથે સહમત થવાનું હોય છે તો પરિવારનો વિકાસ થઈ શકે છે. ટૂંકમાં, અહીં બંનેમાંથી કોઈ પણ વાત કરતાં હોય ત્યારે તેની મજાક ઉડાવવાની નથી પણ અહીં એકબીજાની વાત સમજવાની હોય છે તો જ તે યુવા પેઢી અને વડીલોનો વિકાસ થઈ શકે છે.
સગવડો :-
આજ વડીલોએ તેના બાળકને સારામાં સારી સગવડ આપી છે. તેનો મુખ્ય હેતુ તેનાં બાળકો સારામાં સારી રીતે તેનું કાર્ય કરે તેથી તેને સારામાં સારી સગવડ વડીલોએ આપી છે તેથી તેનું કાર્ય સરળતાથી થઈ શકે. પરંતુ, તે સગવડોનો વ્યવસ્થિત અને સારા માર્ગે ઉપયોગ ન થાય તો તે સગવડો કાઈ કામની નથી. તે સગવડોનો આજની યુવા પેઢી સારા માર્ગે ઉપયોગ કરતા નથી તે કાઈ કામનું નથી તેનો ઉપયોગ તે મોજશોખ માટે કરે છે. તેનો ઉપયોગ જે કાર્ય માટે કરવાનો હોય તે કાર્ય માટે નથી કરતાં પણ તેનો ઉપયોગ તે વિરુદ્ધ દિશામાં કરે છે. આમ, વડીલો પોતાનાં સંતાનોની સરળતા માટે સગવડો આપે છે પણ યુવાનો તેનો ખોટો ઉપયોગ કરે છે. પરિણામે યુવા પેઢી તે સગવડોનો ખોટી દિશામાં ઉપયોગ કરે છે અને તેના કારણે તે અવળા રસ્તે ચઢી જાય છે. આમ, તેનાં બાળક માટે તે સારામાં સારી રીતે તેનો ઉપયોગ કરે તે માટે તે સગવડો કરી આપતાં હોય છે પણ આજની યુવાનો તે કંઈ વિચારતા નથી અને તેનો ગમેતેમ ઉપયોગ કરે છે હવે તો તે નથી ખબર પડતી કે, આ લોકોને સગવડ આપી કે મુસીબત કરી આપી. હવે તો આજની યુવા પેઢી તે સગવડનો સારી રીતે ઉપયોગ કરનાર બહુ ઓછા હોય છે પણ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પણ આજના યુવાનોને સરળ પડે તે માટે વડીલોએ જે સગવડ આપી છે તે આજના આ આધુનિક યુગના યુવાનો મોટા ભાગે વિરુદ્ધ દિશામાં ઉપયોગ કરે છે અને વડીલોની વાત પણ માનતાં નથી અને તેની સગવડોનો ઉપયોગ પોતે મોજ-મસ્તી કરવાં માટે કરે છે. આના કારણે આપણું મગજ એકદમ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. આમ, પરિવારની કાઈ ભૂલ જ નથી. તેને તેનાં બાળકો માટે સારામાં સારું વિચાર્યું હતું પણ આજની યુવા પેઢીને જે માતાપિતા દ્વારા આધુનિક સગવડો આપવામાં આવી છે, તેનો ખોટી દિશામાં ઉપયોગ કરે છે.
વડીલોએ તેનાં બાળકો કે યુવા પેઢીને જરૂર કરતાં વધારે સગવડ આપી દીધી છે પણ ખરેખર યુવા પેઢી કે બાળકોને જેટલી કે મહત્ત્વની જરૂરિયાત હોય તેટલી જ સગવડ આપવાની છે તેના કરતાં વધારે સગવડ આપવાની જરૂર નથી અને જ્યારે જે વસ્તુનો સમય આવે ત્યારે તે વસ્તુ દેવાની છે અને એ વસ્તુનું પણ ધ્યાન રાખવાની છે કે તે વસ્તુની ખુબજ જરૂરિયાત હોય તો તે સગવડ આપવાની છે અને અને તે વસ્તુની જરૂર ન હોય તો તે વસ્તુ આપવાની જરૂર નથી કારણ કે આપણે તેને મહેનત કરાવતા શીખવાનું છે જો તેની જરૂર કરતાં વધારે સગવડ આપી દેવાથી આજની યુવા પેઢી મહેનત કરતાં ઓછા થઈ ગયા છે. યુવા પેઢી કે બાળકોને મહેનત શું છે તે દેખાડવાની છે. યુવા પેઢી કે બાળકો પાસે મહેનત કરાવવાની છે કારણ કે મહેનત વગર બધું જ નકામું છે અને જ્યારથી આ સગવડ આવી છે, ત્યારથી જ બધાંને મહેનત કરવી નથી કોઈ પણ વસ્તુને શોર્ટ કટથી પ્રાપ્ત કરવું છે અને તે વસ્તુ જલદીથી તે વસ્તુ પ્રાપ્ત કરવું અને આનાં લીધે મુશ્કેલીમાં મુકંઈ જાય છે પણ કોઈ પણ વસ્તુ મહેનત કરીને જ તે પ્રાપ્ત કરી શકે છે અને બીજું એકે આપણા વડીલો એ જે સગવડ આપી છે તે સગવડનો સરખો ઉપયોગ કરતો તે વસ્તુ કામની પણ આપણા વડીલો આપણને કામ આવે અને સરળ પડે તે માટે સગવડો કરી આપે છે પણ તેમાં મહેનતની જરૂર છે. જે સગવડો આપી છે તે આપણને કામ આવે તે માટે સગવડ કરી આપી છે. અન્યથા આ સગવડનો દુરુપયોગ થાય તો તે સગવડ કંઈ કામની નથી અને મહેનત હશે તો જ સફળતા મળે છે અને સગવડ હોય તો પણ મહેનતની જરૂર પડે છે. સગવડો એ આપણી સરળતા છે સફળતા નથી ત્યારે મહેનત એ આપણી સફળતા છે અને જો યુવા પેઢી તે સગવડોનો દુરુપયોગ કરતો હોય તેને તેની સામે પગલાં લેવાં પડે છે. સગવડોનો દુરુપયોગ નથી કરવાનો પણ તેને સાચી દિશામાં બતાવવાની છે તો તે મદદરૂપ બને છે.


to be continued