DARE TO LIVE - 1 books and stories free download online pdf in Gujarati

ડેર ટુ લિવ - 1

પ્રસ્થાવના

હું નામે વાણિયા અક્ષય અતુલભાઈ ૨૦ વષૅનો એક વિદ્યાર્થી છું. લેખનમાં રુચિ બાળપણથી રહેલ છે, પ્લેટફોર્મ મળતા તેની પૂતિૅ કરી રહ્યો છું. ગુજરાતી ભાષામાં જો મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું.

આ વાતાૅ સંપૂણૅપણે કાલ્પનિક છે. મારા વિચારોને મે શબ્દોમાં ઉતારવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તેમાં રહેલ દરેકે દરેક પળને મે અનુભવીને લખી છે અને તે તમે પણ અનુભવી શકો તેના માટે પ્રયાસ કરેલ છે. અને આ કૃતિ હું લખી શકયો તેના માટે તમામ લેખકોનો,મારા મિત્રોનો વિશેષ મારા પરિવાર અને ભગવાનનો આભારી છું.

આ કૃતિના અંગે અભિપ્રાય આપવા આપ સર્વેને વિનંતી જેથી હું મારા લેખનમાં સુધારા લાવી શકું
આપ મારો કોન્ટેકટ નીચેના માધ્યમો દ્વારા સાધી શકો છો.

Whatsapp-7405437105
Call-7016042293
Email-akshayvaniya89@gmail.com
Insta-i_am_akshay2411

તમારા સૌનું સ્વાગત છે આ સાહસથી ભરેલ દુનિયામાં કે જેનું નામ છે.

"ડેર ટુ લિવ"

Tital Image cradit goes to google images
Editing pics art
Story © akshay vaniya
અંતિમ એક મોનોલોગ ક્રેડિટ "ડેડપુલ મુવી"


INDEX (અનુક્રમણિકા)

૧-અજાણી દુનિયા
૨-સ્મૃતિ
૩-અણધાયોૅ કિસ્સો
૪-સપડાયો
૫-જીવનનો નિયમ
૬-સાવજનો ભેટો
૭-જીવંત મૃત્યુ
૮-પ્રતિબિંબ
૯-સરદાર
૧૦-અંતિમ મુલાકાત


Chapter 1

અજાણી દુનિયા

આ પ્રકાશ.....બંધ કર(ગુણગુણતા)
આ પ્રકાશ.....( જોરથી બૂમ નાખતા)
બંધ કરી દો આ અજવાશને જે મને અંધ કરી રહ્યો છે...
આંખ આડે હાથ કરતા હુ જોરથી બરાડી ઉઠયો....

કાનમાં સંભળાતો મચ્છરોનો ગણગણાટ અને તેમના તીક્ષ્ણ સોય સમાન ડંખ કે જે મારી ચામડીને વિંધીને લાલ રંગનું છૂંદણું(tattoo) કોતરી રહ્યા હતા,કે જેમને કારણે ભાગ્યે જ આવતો મારો ગુસ્સો અચાનક જ ચરમસીમાએ પહોંચી ગયો હતો.પ્રકાશ અને મચ્છરોએ મેનકા બનીને મારું ધ્યાનભગ્ન કરવામાં સફળતા મેળવી.બહાર ચાલી રહેલ આ તાંડવને કારણે ધીમે-ધીમે માંડ મે મારી આંખો ખોલી,આંખની પાંપણ જાણે વર્ષોથી ખુલી ના હોય તેમ કોઈ પહાળના તળે દબાયેલ લાગતી હતી. તેના પર ચોંટી ગયેલ માટી સાફ કરતાં સાવ ઝાંખી પડી ગયેલ નજરે મે આ ધૂંધળી દુનિયા નિહાળી..
તે ઝાંખી દ્રષ્ટિમાં પણ મે મારા હાથે રંગાયેલ લાલ રંગને ઓળખી કાઢ્યો જેણે મને સફાળો બેઠો કરી દીધો.
તરત જ ઝબકીને બેસવાની મારી આ ભૂલે મને મારા માથામાં અને પગમાં થયેલ ગંભીર ઈજાનો પરચો આપી દીધો....
માથું કદાચ કશેક અથડાતા તેમાંથી નીકળેલ લોહી સૂકાઈ ગયું હતું તેના પર માટી અને છોડના પત્તાંનુ જાણે કુદરતી આવરણ લાગી ગયું હતું. પગ પણ કદાચ મચકોડાઈ ગયેલ હતો. તેના પર આવેલ સોજો મને હાથીપગા સમાન લાગી રહ્યો હતો....

આ કયાં આવી પહોંચ્યો હું!!!????

હું નામે આરવ એ. કુમાર લોહીથી ખરડાયેલ પરિસ્થિતિમાં અજ્ઞાત જગ્યાએ પડયો હતો. સૂરજનાં કિરણોની વધતી જતી તીવ્રતા જાણે મારા ઘાવ પર મીઠાના જેવી અસર કરી રહ્યી હતી.

આસપાસ મારું ઘણું ખરુ વહેલું લોહી જોઈ ખ્યાલ આવતો હતો કે મારું શરીર ઘણાં સમયથી આ જ સ્થાને નિશ્ચેત પડેલું હતું... હાથના સહારે હું જેમ-તેમ કરી બેસવામાં સફળ રહ્યો. પણ આસપાસના દ્રશ્યો મારા માટે પૂણૅપણે અકલ્પનીય હતા!!!

સ્વપનમાં પણ ના વિચારેલ હોય એટલાં લાંબા વૃક્ષો કે જે કુતુબમિનારને પણ કદાચ આંબી જાય.કાળી ચિકણી માટી કે જે સામાન્ય પણે ભેજ વાળા પ્રદેશમાં જોવા મળતી હોય છે.આસપાસ દૂર-દૂર સુધી લીલા ઝાડવાં સિવાય કશું જ દ્રશ્યમાન ન હતું.બસ સંભળાતું હતું તો ઝરણાંનો ખળખળ અવાજ અને અતિભયાવહ લાગતી ગજૅનાઓ...
આ ગજૅનાઓએ મને અંદરથી ધ્રુજવી નાખ્યો.
જેમ-તેમ કરી હું પાસેના ઝાડનો સહારો લઈ ઊભો થયો. ઝાડની ડાળી પકડતાં જ મને ઠંડક અનુભવાઈ જે ધીમે ધીમે મારા હાથ પર વીંટળાઈ રહી હતી.આ ઠંડક બીજું કશું નહી પણ એક સરિસૃપ હતું!

એક લીલો સાપ કે જે આ જંગલમાં નરી આંખે પણ ના નજરે ચઢે તેવા ચમકીલા લીલા રંગની ચામડીથી આવરિત હતો.ડાળી પકડતાં ભૂલથી સાપને મેં પકડી રાખ્યો હતો!!! અને હવે હું સાપનાં સિકંજામાં હતો. ફણધારી એ સાપ ઉંચો થઈ મને જોઈ બે ક્ષણ જોઈ રહયો. હું કંઈ પણ વિચારું કે કંઈ કરી શકું તેની પહેલાં જ તેણે મને હાથ પર ભેટ સ્વરૂપે ૨ છિદ્રો આપી દીધા. ગભરાઈને મેં તેને દૂર ફંગોળયો તેની સાથે જ હું મૂૅછિત અવસ્થામાં આવી ગયો. હા, એ વાત અલગ છે કે તે બિન ઝેરી હતો પણ મારું આમ બેભાન થવું સ્વાભાવિક હતું.
ભાનમાં આવતા જ ઝરણાંની નજીક જઈ હું તેમાં જ પડી ગયો. કે જાણે સદીઓનો તરસ્યો ના હોય ...
ઝરણાંના તે પાણીએ મારામાં નવો જ પ્રાણ ફૂંકયો. હું સ્વસ્થ થયો.આસપાસ જોતા ફકત ડર જ જોવા મળ્યો. જમીન પર મસમોટી કીડીઓની સેના કે જે એક શ્વાન સુધ્ધાને ભરખી જવા સક્ષમ હતી., કાળા અને લાલ વીંછીઓનો પહેરો કે જે ઉડતાં પણ નજરે પડતાં હતા.ઝાડે-ઝાડે જોવા મળતા સાપ જેમની લંબાઈ આગળ તો જિરાફની ડોક પણ ટુંકી પડે અને તેમનાથી પણ મોટા અજગરો જેમનો ઘેરાવો જ ૪-૪ ફુટથી વધુનો હશે કે જે આળસુની માફક શિકારની ખોજમાં પડી રહેલા હતા. જેમાંથી ઘણી જાતીઓને હું ઓળખતા સુધ્ધા ન હતો. ના જાણે આ કંઈ અજાણી દુનિયામાં હું આવી ગયો હતો?? આ બધા જ જાણીતા જનાવરો પણ કેમ આજે અજીબ લાગે છે?? ૧૦૦ પ્રશ્ન મનમાં હતાં અને એક જ વસ્તુનો ખ્યાલ મનને ચિંતિત કરતો હતો કે જે નિશ્ચિત હતું.

"મારું મૃત્યુ!!! આ અજાણી દુનિયામાં...."

????????????????

બીજા રસપ્રદ વિકલ્પો