Featured Books
શ્રેણી
શેયર કરો

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૩૧

ક્યાં ખબર હતી મને કે..
પ્રેમ થઈ જશે...!!
મને તો બસ તારું હસવું જ,
સારું લાગતું હતું.....!!

બસ કર યાર...ભાગ - ૩૧.

મહેક નાં મુકામે એ અલોપ થઇ ગઇ..સમય નાં સથવારે સવાર ની ખુશનુમા વાતાવરણ સાથે હું બસ ની બારી માંથી દૂર દૂર નજર નાખતો રહ્યો...

ગામડું...ખરેખર રાષ્ટ્ર ની પરિભાષા છે..

સવાર ના સાત વાગી ગયા હતા..હું મારા ગામ ની ભાગોળ વટાવતાં ચાલતા મારા ઘર તરફ આવી પહોંચ્યો..

મારા આવવાના સમાચાર મે ઘરે પહેલેથી જ આપી દીધેલા..તેથી મારી નટખટ નાનકી મારી રાહ જોતી ઉંબરે જ ઊભી હતી..મને જોતા વેંત દોડી આવી..ને મારા સામાન પર કબજો જમાવી લીધો...
માં બાપ ની અમી દ્રષ્ટિ જ મારા અરમાનો પૂર્ણ કરવાના એકમાત્ર આશીર્વાદ રહ્યા...એમના સંવેદન..લાગણી ભર્યા હરખના હેત મારા નયન ને પણ ભીંજવવા મજબૂર કર્યા કરતા..હતા,

માં નાં મુખ પર નું હાસ્ય ભલે જરીક જણાઈ આવે..પણ એના હૃદય સમુદ્ર માં વલોવાઈ રહેલા મારા પ્રેમ માટે નાં મંથન ની પરાકાષ્ટા હું જ અનુભવી રહ્યો હતો..

આમ તો હું ગામડે એકાદ મહિને જરૂર આવતો રહેતો...પણ માત્ર બે દિવસ સુધી રહી પાછું નીકળી જવાનું થતું..

હું ફ્રેશ થઈ....ગામમાં જૂના મિત્રો અને ખાસ ભાઈ જેવા મિત્ર અલ્પેશ ને મળી આવ્યો...જૂની યાદો ભલા ક્યાં કોઈ ભૂલી શકે છે..!

એ વડલા ની ડાળ ના ઝૂલા..પ્રાથમિક શાળા માં નાના ભૂલકાં માટે નાં રમતગમત નાં સાધનો પર મસ્તી કરતા એ જૂના સંસ્મરણો...
ઘણું બધું ભુલાઈ ગયું હતું...જીવનના આ સેકંડ પડાવ માં..

ગામડે...સ્વાભાવિક નેટવર્ક ઘણું ઓછું આવતું..તો ઘણીવાર કોલ તો ઠીક છે..પણ ઇન્ટરનેટ દ્વારા સોશીયલ મિડીયા ચાલુ રાખવા રાતનો જ સમય સુપર્બ રહેતો...
ગામડાની રાત પણ હવે ગામડા જેવી નહોતી રહી...રાતે વાળું કરી શેરી નાં ચોગાને યાં ઓટલે થતી ઓટલા બેઠકો માં પણ પરિવર્તન આવી ગયું હતું...લોકો ને ખુશી થી સાથે ક્યાં બેસવા દે છે આ મોબાઇલ....વાળા...


રાત્રે મે પણ નેટવર્ક ચેક કર્યું... થોડુક સિગ્નલ મળ્યું..દિવસ દરમ્યાન મળેલા સહુ મિત્રોના મેસેજ જોયા....મહેક નો એક પણ મેસેજ નહોતો...કદાચ એને ત્યાં પણ...આ જ તકલીફ હશે....એમ સમજી મે જ એક મેસેજ કરી નાખ્યો..
રિપ્લાય ની રાહ જોતા જોતા ક્યારે આંખો એ શટર ડાઉન કરી નાખ્યું ખબર જ ના રહી...

છેલ્લા બે ત્રણ દિવસ થી કોઈ મેસેજ નાં મળતા મહેક પ્રત્યે થોડીક લાગણીઓ ચિંતિત બની..
નેહા..નો પ્રયત્ન કરતા ત્યાં થી પણ નકારાત્મક જવાબ મળ્યો....બીજા મિત્રો પાસે આડી અવળી રીતે વાત વાતમાં મહેક વિશે પૂછતાં તેઓ ની ટિળખ નાં ભોગ બની શરમિંદા થવું પડ્યું..દરેક પ્રયાસો કર્યા..ક્યાંય વાવડ નહોતા...
મહેક તા ફૂલ જેવી એ ખુશ્બૂ..નાં દીદાર નાં..!!


સમયે પોતાના રોજિંદી ઝડપ કરતાં હવે પુર વેગ પકડી હતી...એ પણ શહેરી લોકો ને ક્યાં મન ભરાઈ જાય ત્યાં સુધી ટકવા દે છે ગામડાની ધરોહર મોજ માં...!!

આવતા અઠવાડિયે તો કોલેજ સ્ટાર્ટ થઈ જવાની હતી..

ગામડાની યાદો અરુણ નાં નસ નસમાં પ્રસરી ગઈ હતી..એ ઈચ્છતો જ નહોતો કે પાછુ કોલેજ કરવા શહેર જવું...પણ, મહેક ની અધૂરી મુલાકાતો ને પૂર્ણ કરવા માટે અંતર વારંવાર ટકોરા દેતું..ને..સ્મૃતિ પટ પર જમાં થઈ જતાં... ગામડે જ રોકાઈ જવાના બધાય વિચારો નાં વૃંદ ને એક સામટા ક્યાંય દૂર કરી દેતું..

ત્રીજા અને લાસ્ટ યર માટે..હું તૈયારી પૂર્વક શહેર નાં રસ્તે જ હતો...બસ ની બારી માંથી દૂર દૂર સુધી ગામડાના સંસ્મરણો મને સતર્ક કરી રહ્યા હતા..
નવરા બેઠા એકાંત માં ગામ ની યાદો ઘેરી વળતી..માં..પિતાજી..નાનકી..નાં સ્નેહ નાં ઝરમરિયા મારી આંખોમાં ઝઝળિયા લાવી દેતી..
પ્રેમાળ પારેવડાં જેવા પાડોશીઓ...દરરોજ વાત વાતમાં,નાની નાની બાબતોમાં લડતા ઝગડતા પણ..સારા પ્રસંગે બધું ભુલાવી એક થઈ જતા એ ગામડાના લોકો ની વાત નિરાલી જ હતી..
મારા પ્રાથમિક શાળા ના એ માસ્તર જગા કાકા..હમેશા જરૂરી શબ્દો નો જ ઉપયોગ કરતા પણ..એમની આંખો નાં હેત ની લાગણીઓ આજેય હૃદય માં સંગ્રાઈ ગઈ હતી..ગામડા ના ઝાડ પણ કેટલા હેતાળ હોય છે..
ઝાડવા નાં પાંદડા પણ શાંત રહી પોતાની ખામોશી વ્યક્ત કરતા હતા.. કે અરુણ હવે ગામડે જ રોકાઈ જા....

વિચારો ની દુનિયામાં હું ખોવાઈ ગયો...છ સાત કલાક ની સફર જાણે દસ પંદર મિનિટ માં જ પૂર્ણ થઈ ગઈ...
હું જાગૃત થયો..ત્યાં જ મારા મુકામ નું શહેર આવી ગયું હતું..
એ જ શેરીઓ... એજ રસ્તાઓ..મને આવકારી રહ્યાં હતાં..
રસ્તામાં આવતી એક શેરી નાં નાકે થી કંઇક વાર એકલા ઊભાં જોયેલી મહેક ની યાદો એકદમ પ્યોર થઈ ગઈ..

આભાર...!!
મિત્રો...

ગણેશ વિસર્જન ની શુભ કામનાઓ..
આપણા માં રહેલા અહમ...દ્વેષ...અને..વ્યસન નું પણ વિસર્જન કરીએ ..

હસમુખ મેવાડા..