LAST VALENTINE Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

LAST VALENTINE






કાર્તિક અને મહેક એક જ college માં ભણતા સ્ટુડેંટ્સ હતા. બંને પ્રેમ તો એકબીજા ને ઘણો કરતા પરંતુ બન્ને વચ્ચે ઈગો પ્રોબ્લેમ હતો.અને એનાં જ લીધે બન્ને એકબીજા સામે પોતાની લાગણી દેખાડી શકતા નહોતા.

કાર્તિક ને એમ હતું કે મહેક એને propose કરશે અને એવી જ ઈચ્છા મહેકની હતી.આમ એકબીજા ની રાહ જોવામાં એ લોકો એ પાછલા 2-3 velentine week નકામા રહી ગયા.

પરંતુ આ વખતે college માં એમનો છેલ્લો velentine day હતો એટલે જો આ વખતે કાંઈ ના થયું તો આજીવન કશું જ નહીં થાય એ વાત બન્ને ને ખબર હતી એટલે બન્ને ના મન બેબાકળા બની રહ્યા હતા.

છેલ્લે velentine day આવી જ ગયો.એની આગલી રાતે કાર્તિકે એનાં ઈગો ને બાજુમાં રાખી આખી રાત જાગીને મહેક ને propose કરવાનું વિચાર્યું હતું.

મહેક college માં સૌથી સુંદર તો હતી જ સાથે એનો સ્વભાવ પણ એટલો જ સુંદર હતો.એટલે જ મહેકને રોજિંદા તો ઘણા proposals આવતા પરંતુ આજે velentine day હોવાથી કંઈક વધુ પડતું જ હતું.

college માં આવીને કાર્તિકે કલાસરૂમ અને કેન્ટીન માં મહેક ને ગોતવાની કોશિશ કરી પરંતુ એને એ ના મળી.પછી એને મહેક ની દોસ્ત ને પૂછ્યું એને પણ નહોતી ખબર.જયારે એ college ના પાછળના ભાગ માં ગોતવા ગયો ત્યારે મહેક એક છોકરા સાથે ઉભી હતી અને એનાં હાથમાં ગુલાબના ફૂલો પણ હતા.

આ જોઈને કાર્તિકને સમજતા વાર ના લાગી કે મહેક એ કોકનું પ્રોપોસલ accept કરી લીધું છે.કાર્તિક પણ મહેક માટે special ગુલાબના ફૂલોનો બૂકે લાવેલો પણ એને મહેકને આવી રીતે જોઈને એને પોતાનો બૂકે ત્યાં જ ફેંકી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો.

કાર્તિક ત્યાંથી નીકળી એનાં કોક દોસ્ત પાસેથી ciggarate નું બોક્સ લઇ ગયો અને college ના ધાબા પર જઈને ciggarate પીવા લાગ્યો. આમ એને કાંઈ વ્યસન નહોતું છતાંય એ પોતાના ઈગો ને ciggarate ના ધુમાડા માં ઉડાવા લાગ્યો.પોતે પહેલે મહેક ને પોતાના દિલ ની વાત કેમના કરી એ વિચાર કાર્તિક ને અંદરથી કોરી રહ્યો હતો.આજે કાર્તિકે પહેલી વખત પોતાની college life માં lacture બંક કરેલો.

જયારે આ બાજુ મહેક કાર્તિક ને કલાસારૂમ માં ગોતતી હતી ત્યારે એને કાર્તિક નો મિત્ર દર્પણ દેખાયો.

મહેક : તે કાર્તિક ને જોયો છે ક્યાય??

દર્પણ : અરે તે તને જ ગોતતો હશે.

મહેક : મને??

દર્પણ : હા, કારણકે આજે એ તને propose કરવાનો હતો. બૂકે નો ખર્ચો પણ કર્યો છે એને સવારે. હું જ ભેગો ગયો હતો બૂકે લેવા.

મહેક : ઓહ યાર!! તો college ની પાછળ એનો બૂકે પડ્યો હતો.

દર્પણ : શું થયું??

મહેક : મોટી misunderstanding થઈ ગઈ છે યાર....

દર્પણ : પેલે બોલ તો ખરા શું થયું??

મહેક : આપણે પછી મળીએ પેલે ભૂલ સુધારી લવ હું મારી..

બોલી ને મહેક કલાસરૂમ ની બહાર નીકળી જાય છે અને college ના કેન્ટીન,મંદિર,પાછળ નો ભાગ બઘી જગ્યા એ કાર્તિક ને ગોતે છે.

પછી છેલ્લે એને કોક કહે છે કે એને કાર્તિક ને છેલ્લે college ના ધાબા પર જતા જોયો હતો. તેથી મહેક ભાગીને ત્યાં જાય છે ત્યાં તો કાર્તિક ધાબા ની પારી પર બેસીને 3-4 ciggarate પીને નીચે નાખી દીધી હોય છે
અને હજુ પાંચમી ciggarate ચાલુ જ હોય છે. પહેલી વાર ciggarate પીવાના લીધે એની આંખો લાલ થઈ ગઈ હોય છે અને ગુસ્સા માં હોય છે.ત્યાં પાછળ થી તેને મહેક નો અવાજ સંભળાય છે. college ના સીધા છોકરાને
પોતાની લીધે આવી હાલતમાં જોઈને મહેકને રડવું આવી જાય છે.કાર્તિક તેને અહીંયા જોઈને ચોંકી જાય છે.

મહેક : તું સમજે છે શું તારા મન માં??

કાર્તિક : તું કહેવા શું માંગે છે??

મહેક : તું એમ બોલ ને તું અહીંયા ciggarate કેમ પીવે છે??

કાર્તિક : મને વ્યસન છે એટલે અને તું મને આવા સવાલ ના પૂછ.

મહેક : ઓહ અચ્છા એવુ !! તને વ્યસન છે એમને?? તો વ્યસન માં કોઈ એક ciggarate પીવે તે તો આજે આખુ બોક્સ પતાવવાનું નક્કી કર્યું લાગે.

કાર્તિક : તું અહીંયા શું કામ આવી એ બોલ..

મહેક : તું આજે મને propose કરવાનો હતો???

કાર્તિક : હા તો... મને પછી ખબર પડી કે હું થોડોક મોડો પડ્યો..

મહેક : અરે પાગલ મને રોજ proposals આવે છે છતાંય હું તારા લીધે હા નથી પાડતી તો આજે તું ક્યાંથી મોડો પડ્યો..

કાર્તિક : તો મેં જોયું એ.

મહેક : મેં એને ના પાડી દીધી...તે ખાલી એકવાર મને સીધું પૂછી લીધું હોત તો...

કાર્તિક : તું મારાં લીધે કોઈના પ્રોપોસલ નહીં સ્વીકારતી??

મહેક : હું તને પ્રેમ કરું છું college ના starting થી જ....

કાર્તિક : તો તે કીધુ કેમ નહીં મને??

મહેક : કીધુ તો તે પણ નથી મને.... તો શું થયું તું મારી રાહ માં રહી ગયો અને હું તારી...

કાર્તિક : મહેક I'm sorry યાર મેં તને કોઈ દિવસ હું તારા પ્રત્યે શું feel કરું છું એ નથી કીધુ....હું મારાં ઈગો ના કારણે જ તને ના પૂછી શક્યો... મને એમ હતું કે તું આવીશ... પરંતુ હું ભૂલી ગયો હતો કે પ્રેમ માં ઈગો ને કોઈને સ્થાન નથી....

મહેક : ભૂલ તો યાર મારી પણ હતી કે મેં તારી રાહ જ જોયા રાખી આટલા વર્ષ પણ કોઈ દિવસ તને કીધુ નહીં.... માફી તો મારે માંગવી જોઈએ....

કાર્તિક : એ બધું હવે ભૂલી જા.... હું મારી ભૂલ ને સુધારી લવ છું અત્યારે

એમ બોલી કાર્તિક મહેક પાસે ઘૂંટણ પર બેસી જાય છે અને પોતાના ખિસ્સા માંથી ડાયમંડ રિંગ કાઢે છે અને મહેક ને પૂછે છે..

કાર્તિક :જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મારાં જોડે રોજ velentine day મનાવવો ગમશે તને....મહેક I LOVE U

મહેક ખુશીથી ઉછળી પડે છે અને કાર્તિક ને ઉભો કરીને એને હગ કરી લે છે અને ખુશીથી એની આંખો માંથી આંસૂ આવી જાય છે અને કાર્તિક ને જવાબ આપે છે.

મહેક : I LOVE U TOO.....

મહેક અને કાર્તિકે સમયસર પોતાની લાગણી એકબીજાને કહી દીધી અને પોતાના પ્રેમ ને સફળ કર્યો.કાર્તિક અને મહેક જેવી જ પ્રોબ્લેમ આજકાલ બધા લોકો માં જોવા મળે છે.બધા છોકરાઓ માં ક્યાંક ને ક્યાંક કાર્તિક અને બધી છોકરીઓ માં ક્યાંક ને ક્યાંક મહેક હોય જ છે જે પોતાના ઈગો અને પોતાની feeling બીજાને કહેવા કરતા રાહ જોવામાં જ રહી જાય છે.જ્યાં સુધી પોતાનામાંથી નકામો ઈગો કાઢી નાખશે પછી જ અધૂરી love stories પુરી થશે.

તું તારા ઈગો માં એકલો રહી જઈશ અને તે તારી રાહ જોવામાં...
જો સમયસર પોતાની લાગણી ના કીધી તો જિંદગી આખી જતી રહેશે રોવામાં...

આજકાલ લોકો પોતાના ઈગો અને એકબીજા ની રાહ જોવામાં પોતાના જીવનના અમૂલ્ય મોમેન્ટ્સ ચુકી જાય છે અને અમુક love story બનતા પહેલા જ અધૂરી રહી જાય છે.

તો આ velentine day પર જેને દિલ થી ચાહતા હોવ એને propose કરી દો કોઈ પણ ડર વિના અને પોતાના velentine ને બનાવો special velentine નકર આજીવન જિંદગી માં બોજ લઈને જીવવું પડશે.

On insta @cauz.iamkartik