Featured Books
શ્રેણી
શેયર કરો

ઊંડા અંધકાર પછી ઉજાસના દિવસો - પ્રકરણ ૨

આશા ના કિરણો બદ્ધેજ તૂટી રહ્યા હતા ને હવે કરવું શું એ મારા ઉપર હતું છેલ્લે તો બધું જ મારા ઉપર હતું તે સમયે મને સલાહ મળી કે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લે કે જેમાં ફ્યુચર જોબ opportunity વધારે હોય છે થોડા વિચાર પછી કોઈ ને પણ પૂછયા વગર મે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લીધો અને તે પછી તેના માટે ની તૈયારી પણ કરી યુનિફોર્મ વગેરે ની

અને નવી કોમર્સે લાઈન માં પણ બોર રૂટિન શરૂ થયું સાડા પાચ વાગે ઊઠવાનું બસથી સ્કૂલ. મજવાનું જે ભણાવે એ ભણીને આવવાનું ને બપોરે ઘેર આવીને થોડો આરામ કરીને પછી વાંચવાનો ઢોંગ કરવાનો ને પછી મૂકી દેવાનું ને બીજા કામે
આમ સતત તેમાં આળસ પરોવતી ગઈ ને મે ૨ મહિના સુધી એવું pretend કર્યું કે મને કોમર્સ માં ફાવે છે પણ વાસ્તવિકતામાં તેવું હતું જ નઈ. મને વાણિજ્ય પ્રવાહ માં રસ નહોતો પણ હવે લેવાઈ ગયું તું તો કરવું પડે તેમ હતું પણ મને પછી ના સમય માં કંટાળો આવતો હતો કોમર્સ માં મે રાહ જોઈ દિવાળી ની ૬ માસિક પરીક્ષા ની ને reult આવ્યું ૭ માંથી ૩ માં નાપાસ અને પછી મે વિચાર્યુ કે હવે કોમર્સ કરવું નથી ને પણ વળી વેકેશન માં હું મારા ગામ તાપી જિલ્લાના
બાલદા ગામે ગયો ને ત્યાં જઈને જાણ કરી કે મારે ડ્રોપ મૂકવો છે કોમર્સ નથી કરવું

આવો મોટો અને અનિશ્ચિત વળાંક લેવા માં મને જરા પણ
ગુચવન ના અનુભવ્યું ને વિચાર્યુ કે ફરીથી ૧૧ સાયન્સ માં પ્રવેશ લેવો ને મે નક્કી કરી લીધું અને પછી મે બાલદા થી થોડા દૂર મહારાષ્ટ્ર માં ફરી કમ્પ્યુટર ક્લાસ ચાલુ કર્યા અને તે પછી એક કામ બાકી રહ્યું હતું કે આણંદ થી L.C કાઢવાનું પણ એના ફોર્મ માટે મારી હાજરી જોઈતી હતી પણ હું ત્યાં નહતો ગયો અને ત્યાં રહીને મયુરી આક્કાં ને કીધું કે તેઓ L.C કઢાવી લે પણ તેમના ઘણા પ્રયત્નો પછી પણ ના આપ્યું પણ છેલ્લે ના છૂટકે એમને આપી અને રાહત થઈ.

ત્યાંથી ઘણા બધાંના કટાક્ષો ના તીર તો જાણે ઊંડા ઘા કરતા હતા, લોકો ના ટોન્ટ, અને પરિવાર ના સભ્યો તો આશ્વાસન ને બદલે બળે લા પર નમક છાંટવું તેવા તેમના શબ્દો અને ત્યાર બાદ ઘણી સલાહો સાંભળી ને બધાએ કીધું કે મહારાષ્ટ્ર માં સાઈન્સ માં પ્રવેશ લેવો ને હવે રજાના દિવસો ના છેલ્લા દિવસો અને પ્રવેશ ચાલુજ થવા ના હતા પણ મહારાષ્ટ્ર માં ઓપનિંગ ડેટ મને ખબર નતી તે થી હું દરરોજ ત્યાં જતો અને એડમિશન ની તારીખો પણ સરખી નતા આપતા ને રોજ ધક્કા ખવડાવવા એ મહારાષ્ટ્ર ના સિસ્ટમ ની ભ્રષ્ટ નીતિ તો હોય જ છે જે મારા અનુભવ ઉપર થી કઉ છું
જેમાં હું દરરોજ જતો ને પાછો આવતો કોઈ તારીખ પણ નહોતું સરખું કેતું ને પ્રવેશ ચાલુ થઇ ગયો તેવા સમાચાર અચાનક મળ્યા ને હું ગયો ત્યાં ફોર્મ લઈ ને ફોર્મ ભર્યો ને હવે listing માટે ની રાહ ને તે દિવસો માં મને લાગતું કે મને પ્રવેશ મળસે કે નહિ ?

કયા મળસે ? કૉલેજ કેવી હસે ? મિત્રો કેવા મળશે ? આમ બધા પ્રશ્નોથી હું સતત ઘેરાયેલો રહ્યો પણ મૂળ વાત તો એડમીશન માટે મારું નામ આવશે કે નહિ ? તે ખૂબ મોટો પ્રશ્ન હતો આમ આગળ ની વાત આવતા પ્રકરણ માં.