નાજુક હૃદય ને કાયમ બોજ ન આપી શકું.
પ્રેમ છે જ એના પુરાવા રોજ ન આપી શકું.
આગળનો ભાગ આપને ગમ્યો હશે ..કદાચ...
મિત્રો...હવે આગળ...
બસ કર યાર..ભાગ ૨૯...
આજે એક દિવસ નાં થાક પછી હું ને પવન,વિજય સાથે સાથે કોલેજ માં હતા..
માઉન્ટ આબુ ની મધુરી યાદો હજુ પણ એક મેક નાં ચહેરે તાજી જણાઈ આવતી હતી...
કોલેજ માં દરેક સ્ટુડન્ટ્સ એકબીજાને પોતાના પ્રવાસ ની ચકમક વાર્તા શેઅર કરતા હતા..તો કોઈ પોતાની યાદો ને લાઈફ ટાઈમ માટે સંઘરી રાખવા ડાયરી માં ટપકાવી રહ્યા હતા..
હું પણ ..મારી સાથે મહેક નાં સીમિત સંગાથ ને કોઈ કાગળ કે બુક માં નહિ પણ...
દિલ ના એક ખૂણા માં અવાવરૂ પડેલી જગ્યા પર નવા રંગ રૂપો થી ચિત્રી રહ્યો હતો..
હું માઉન્ટ આબુ નાં પ્રવાસ પછી ખરેખર બદલાઈ ગયો હોઉં તેવી વાતો મિત્રો આજે કહેતા હતા..
તો જે મિત્રો પ્રવાસ માં ન આવેલા તેઓ તો ડાયરેક્ટ એટેક કરતા વિજય ને પૂછી રહ્યા હતા કે..અરુણ અને મહેક નું સેટિંગ થઈ ગયું કે શું..?
મારા કાને આ શબ્દો પડતા હું પણ મંદ મંદ હાસ્ય ને જીરવી ન શકતા...મોટેથી હસી પડ્યો .
ને સહુ મિત્રો એ એની અવાજે અરુણ પાસે પાર્ટી ની માંગણી કરી...વાતાવરણ પ્રેમ મય કરી મૂક્યું..
મહેક સાથે ના તૂટેલા બંધનો ને હવે પ્રમોશન મળ્યું હતું...હવે વધારે પડતાં વેગ થી મૈત્રી ખીલી રહી હતી....
મહેક પણ પોતાના જવાની નાં સ્ટેજ પર એક એક કદમ મૂકતા જોબન સાથે પોતાના હષ્ઠ પુષ્ઠ તન સાથે ખીલી રહી હતી..
સાલું..પ્રેમ જ એક એવી ચીજ છે જે માણસ નાં હાવભાવ બદલી શકે છે...અને બદલાય પણ છે..હો..
મહેક..નો પ્રેમ નિસ્વાર્થ જ હતો...કારણ કે એ ચાલુ લાઈફ મોજ થી માણવા માગતી હતી..લગ્ન કરી અરુણ સાથે સેટ થઈ જવાનું એના ભાગ્ય માં કદાચ શક્ય નહોતું...પણ, અરુણ ..અરે હા, એ પણ ક્યાં મહેક ને પરણી એના ઘરે લઈ જઈ શકે એટલો સામાજિક રીતે સક્ષમ હતો...છતાંય પ્રેમ ની સાયકલ ને બે પગે પૈડલ મારવા જ પડે...માટે મહેક ની જરૂર કોલેજ લાઈફ માં જરૂરી હતી...
****** ***** ****** *****
કોલેજ ના સેકન્ડ યર નું આ લાસ્ટ વિક હતું..અઠવાડિયા પછી સહુ પોતપોતાના મુકામે જસે..પૂરો એક મહિનો સહુથી છૂટા પડી જવાનો સમય થઇ ગયો હતો..
જરૂરી નથી સહુ છૂટા પડે...દૂર થી અહી કોલેજ કરવા આવેલા જરૂર પોતાના ગામ તરફી પ્રયાણ કરે..પણ અહી જ રહેતા સ્ટુડન્ટ્સ માટે તો આજ શહેર મુકામ અને મંજિલ હતું..
આમેય આજના ટેકનિકલ ડિજિટલ યુગમાં ક્યાં કોઈ દૂર થઈ જાય છે... ઓનલાઈન ગમે ત્યારે જોઈ શકાય છે..
અરુણે પોતાના ગામ તરફ ની જરૂરી તૈયારી કરી નાખી...સહુ છુટા પડ્યા...
અરુણે આજે જ વોટ્સઅપ માં એક મેસેજ મહેક ને કરી નાખ્યો..
"આજે લકી ગાર્ડન માં મળી શકીશ."
"આજે શક્ય નથી..પણ આઈ વીલ ટ્રાય.."
"ઓકે..આજે સાંજે...જ હું મારા ગામ નીકળું છું."
"રીયલી....?"
"હા..તો પછી હું તને નહિ મળી શકું....by"
મહેક નાં આ લાસ્ટ મેસેજ પછી એ ઓફ લાઈન થઈ ગઈ..
હું..વિચારતો રહ્યો..પળ પળ એના વોટ્સઅપ પર નજર કરતો કે ઓનલાઈન આવશે... બટ ઈમ્પોસિબલ..!!
મે પંદર વીસ મેસેજ મોકલી દીધા..હું એ મેસેજ ને વારે ઘડી બ્લુ ટિક નાં નિશાન માટે તરસી રહ્યો...પણ..તે સાંજ સુધી ઓનલાઇન નાં થઈ...
હું ફોન કરી શકતો હતો પણ...માઉન્ટ આબુ પર લવર પોઈન્ટ પર એકબીજાને કયારેય ફોન ન કરવાની પ્રતિજ્ઞા મને રોકી રહી હતી..
હું અસમંજસ અનુભવ કરી રહ્યો હતો...
છેવટે મારા ગામડા તરફ જતી એ બસ મારી રાહ જોતી હતી ..પવન અને વિજય મને બસ્ સ્ટોપ સુધી મુકવા આવેલા...સમય થઈ ગયો હતો..
અંતે..એ બસ આવી ગઈ..હું મારી કનફમ શીટ પર
ગોઠવાઉ ત્યાજ મોગરા ની ખુશ્બૂ એ આખી બસ ને ગાર્ડન ગાર્ડન કરી નાખી..
હા..એ મહેક જ હતી..
આગળ આવતા સંડે..
હસમુખ મેવાડા...