લેખક:- મનીષ ચુડાસમા
સુરજ સવારમાં ઊઠીને હજી શ્વેતાને જ ફોન કરવા માટે મોબાઇલ હાથમાં લે છે ત્યાં જ શ્વેતાનો મેસેજ આવેલો હોય છે, મેસેજ વાંચતાજ સુરજ ચોકી જાય છે, મેસેજમાં શ્વેતાએ લખ્યુ હોય છે કે સુરજ હું હમેશા માટે આ દુનિયા છોડીને જાઉ છુ, હું તારી ગુનેગાર છુ, હું માફીને લાયક પણ નથી કે હું તારી માફી માગી શકુ મે તારા પ્રેમને ઠુકરાઈને તને ખુબ જ તકલીફ આપી છે, હું તારા પ્રેમને ના સમજી શકી બાય શ્વેતા.
મેસેજ વાંચતાજ શુ કરવું તેની કઈ ખબર નથી પડતી, સુરજ શ્વેતાને ૪ થી ૫ વાર ફોન કરે છે પણ શ્વેતા ફોન ઊપાડતી નથી, સૂરજની ચિંતા વધતી જાય છે તેના મગજમાં ના આવવાના વિચારો આવે છે, ક્યાક શ્વેતાએ કઈ આડુ અવળુ પગલુ તો નહિ ભર્યું હોયને ? સુરજ તરત જ ચિરાગને ફોન કરીને કહે છે કે શ્વેતા તકલીફમાં છે તું જલ્દી મારા ઘરે આય, ચિરાગ પૂછે છે પણ શું થયું ? અરે એ બધુ પછી તુ પહેલા ઘરે આય, ચિરાગ થોડીવારમાં જ સૂરજના ઘરે પહોંચે છે, સુરજ ગભરાયેલો હોય છે ચિરાગ સૂરજને હિમ્મત આપતા કહે છે કે ચિંતા ના કર હુ છુ તારી સાથે, ચલ આપણે શ્વેતાના ઘરે જઇયે અને બંને જણા શ્વેતાના ઘરે પહોંચે છે, શ્વેતાના ઘરનો દરવાજો બંધ હોય છે, દરવાજો ખખડાવતા કોઈ દરવાજો ખોલતુ નથી, દરવાજા ખખડાવવાના અવાજથી પાડોશીઓ પણ ભેગા થઈ જાય છે અને પૂછે છે શુ થયુ ? ચિરાગ અને સુરજ પડોશીને વાત કરે છે કે ક્યારનો દરવાજો બંધ છે અને ફોન પણ નથી ઊપાડતી, બધા ભેગા થઈને દરવાજો તોડી નાખે છે અને અંદર પ્રવેશે છે, અંદર પ્રવેશતાની સાથે જ બધા શ્વેતાને ભેભાન હાલતમાં પડેલી જોવે છે, બધા જ ચોકી જાય છે, શ્વેતાના મોઢામાથી ફીણ નીકળી ગયેલા હોય છે, સુરજ શ્વેતાને આવી હાલતમાં જોઈને ગભરાઈ જાય છે અને રડવા લાગે છે, સુરજ શ્વેતાને જગાડવાની કોશિશ કરે છે શ્વેતા ઉઠ, શ્વેતા....શ્વેતા.... શ્વેતા તે આ શું કર્યું, ચિરાગ સૂરજને હિમ્મત આપતા કહે છે કે જો સુરજ આ સમય હિમ્મત હારવાનો નથી શ્વેતાને બચાવાનો છે અને ત્યાજ એક પાડોશી ૧૦૮ એમ્બુલન્સને ફોન કરીને બોલાવે છે અને બંને જણા શ્વેતાને હોસ્પિટલ લઈ જાય છે, ચિરાગની હોસ્પીટલમાં ઓળખાણ હોવાને કારણે પોલિસ કેસ ની મગજમારી નથી થતી અને ટ્રીટમેંટ પણ સમયસર શરૂ થઈ જાય છે, બંને જણા બહાર બાકડા પર બેઠા હોય છે, ચિરાગ સૂરજને પૂછે છે કે શ્વેતાએ આવુ પગલું કેમ ભર્યું ? ત્યારે સુરજ બંને વચ્ચે થયેલી આગલા દિવસની વાતો ચિરાગને કરે છે અને અત્યારે આયેલો મેસેજ પણ વંચાવે છે અને પોતાનો વિચાર પણ જણાવતા કહે છે કે હું શ્વેતાને પ્રકાશના ત્રાસમાથી છોડાવવા માગું છું, ચિરાગ કહે મતલબ ? મતલબ કે શ્વેતાના પ્રકાશ સાથે ડાઈવોર્સ કરાઈને હું શ્વેતા સાથે લગ્ન કરવા માગુ છુ જો શ્વેતા આ માટે રાજી હોય તો અને આ બાબતે હુ શ્વેતા સાથે આજે જ વાત કરવાનો હતો ત્યાં જ..... આટલું બોલતા સુરજ રડી પડે છે, ચિરાગ સુરજને આશ્વાસન આપતા કહે છે કે સુરજ અત્યારે શ્વેતાને તારી જરૂર છે, તારા પ્રેમની જરૂર છે સુરજ, અને તુ જ આમ હિમ્મત હારી જઈશ તો શ્વેતાનુ શુ થશે અને શ્વેતાને તારા પ્રેમને ઠુકરાવવા બદલ પસ્તાવો પણ છે તો શ્વેતા તારી વાત જરૂર માનશે બસ ભગવાનને પ્રાથના કર કે શ્વેતા જલ્દી સારી થઈ જાય અને મારા કાકા વકીલ છે તેને આપણે સાથે રાખીને શ્વેતાને પ્રકાશના ત્રાસમાથી છોડાઈ ને જ રહીશુ પણ હા સુરજ અત્યારેતો પહેલું કામ આપણે શ્વેતાની તબિયત ઠીક થઈ જાય એ જોવાનું છે અને હા પ્રકાશને પણ આપણે આ વાતની જાણ કરવી પડશે પણ પ્રકાશને તબિયત બગડવાનુ બીજુ કોઈ કારણ કહેવાનુ અને પ્રકાશ એમ પૂછે કે તમને કેવી રીતે ખબર પડી તો એમ કહેજે કે શ્વેતાએ જ મને ફોન કર્યો હતો કે મને ગભરામણ થાય છે તુ જલ્દી આય, બીજુ કે શ્વેતાના મોબાઇલ માથી શ્વેતાએ જે મેસેજ તને કર્યો છે તે તુ ડિલીટ કરી દે અને આ વાત તારા અને મારા વચ્ચેજ રહેવી જોઈએ ઓકે, અને હવે તુ મેસેજ ડિલીટ કરીને પ્રકાશને ફોન કર ત્યાં સુધી હું મારા કાકા સાથે વાત કરી લઉ, સુરજ પ્લાન મુજબ શ્વેતાના મોબાઇલમાંથી મેસેજ ડિલીટ કરીને પ્રકાશને ફોન કરીને જાણ કરે છે કે શ્વેતાની તબિયત અચાનક બગડી છે તો તેને હોસ્પિટલ માં એડમિટ કરી છે તો તમે આવો, પ્રકાશ સૂરજને કહે છે કે શુ થયુ ? સુરજ કે ગભરામણ થતી હતી એટલે મારા પર ફોન આવ્યો હતો એટલે હું અને ચિરાગ હોસ્પિટલ લઈને આયા છીએ, પણ હું બહારગામ છુ મારે આવતા સાંજ પડશે અને ખાલી ફોર્માલિટી કરતાં સૂરજને કહે છે કે તમે લોકો મારી શ્વેતાનું ધ્યાન રાખજો, સૂરજને એવો ગુસ્સો આવે છે પણ તે ચૂપ રહે છે ત્યાં જ ચિરાગ આવે છે અને સૂરજને કહે છે મારે કાકા જોડે વાત થઈ ગઈ છે અને ચિરાગ કાકા સાથે થયેલી વાત મુજબ સૂરજને આખો પ્લાન સમજાવે છે અને કહે છે કે જેવી શ્વેતા ભાનમાં આવે કે તરત જ તુ તારો વિચાર શ્વેતાને કહી દે જે, અને મારા કાકાના પ્લાન મુજબ શ્વેતાને કરવા કહી દે જે, ૩ કલાકની સરવાર બાદ શ્વેતાને આઈ. સી. યુ. રૂમ માં રાખવામાં આવે છે અને એક નર્સ સુરજ અને ચિરાગને બોલાવવા આવે છે કહે છે કે ડોક્ટર તમને તેમની કેબિનમાં બોલાવે છે, બંને જણા ડોક્ટરની કેબિનમાં જાય છે, ડોક્ટર કહે આવ ચિરાગ બેસો, ડોક્ટર વાતની શરૂઆત કરતા કહે છે કે.........ક્રમશ: