Sacha premni jeet - 5 books and stories free download online pdf in Gujarati

સાચા પ્રેમની જીત - ભાગ - ૫

લેખક:- મનીષ ચુડાસમા

હવે શ્વેતાબેન ખતરામાથી બહાર છે પણ તેને ભાનમાં આવતા ૧ થી ૨ દિવસ લાગી શકે છે જો તમે લોકો સમયસર ના લાયા હોત તો કદાચ ના બચી શક્યા હોત, સુરજ અને ચિરાગ બંને ડોક્ટરનો આભાર માનતા થેન્ક યુ કહે છે, ડોક્ટર કે આભાર મારો નહિ ભગવાનનો માનો, હા ચિરાગ હું તો માત્ર નિમિત બન્યો, બાકી તો ભગવાનનો પાર માનો કે શ્વેતાબેન બચી ગયા અને ડોક્ટર બાકીની થોડી કાળજી રાખવાની સલાહ આપે છે અને બંને જણા ડોક્ટર રૂમમાંથી બહાર આવે છે, સાંજ પડવા આવે છે બંને જણા આઈ. સી. યુ. રૂમની બહાર બેઠા બેઠા વાતો કરતા હોય છે ત્યાં જ પ્રકાશ આવે છે અને ખાલી દેખાવ કરતા કહે છે કે શું થયુ મારી શ્વેતાને સુરજ ? ક્યાં છે શ્વેતા ? ઠીક તો છે ને ? ડોક્ટરે શું કીધું ? આ બધુ નાટક જોઈને સૂરજ ગુસ્સે થઈને પ્રકાશને ગાળ બોલવા જ જતો હોય છે ત્યાં ચિરાગ સૂરજને ઈસારો કરતાં ચૂપ રહેવાનુ કહે છે અને ચિરાગ પ્રકાશને કહે છે કે ગભરામણ થતાં પડી ગઈ હતી તેથી માથાના ભાગમા વાગતા બેભાન થઈ ગઈ છે પણ કઈ ખાસ ચિંતા જેવુ નથી બધા રિપોર્ટસ નોર્મલ છે અને ડોક્ટરે કીધુ છે કે ૧ થી ૨ દિવસમાં ભાનમાં આવી જશે, તે દિવસે રાતે હોસ્પીટલમાં સુરજ અને પ્રકાશ રોકાય છે અને ચિરાગ ઘરે જાય છે, પ્રકાશ સૂરજને કહે છે કે હું થાક્યો છું થોડીવાર સૂઈ જાઉ છુ અને આરામથી સૂઈ જાય છે આખી રાત સુરજ જાગે છે, સવાર પડતા ચિરાગ હોસ્પિટલ આવે છે અને પ્રકાશને ઘરે ફ્રેશ થવા જવા કહે છે થોડીવાર પછી પ્રકાશ ઘરે જાય છે, સુરજે ગઈકાલનું કઈ ખાધુ હોતુ નથી ચિરાગ સુરજ માટે ચા અને નાસ્તો લઈને આવે છે અને સુરજને કહે છે કે તે ગઈ કાલનુ કશુ જ ખાધું નથી લે ખાઈલે પણ સુરજ ના પાડે છે, ચિરાગ સૂરજને કહે છે કે જો ચિરાગ બધુ ઠીક થઈ જશે ડોક્ટરે પણ કીધું છે ને કે હવે શ્વેતા ખતરાની બહાર છે અને જો તુ નહી ખાય કે પીવે તો તારી તબિયત પણ બગડશે અને આપણો પ્લાન પણ ફેલ જશે માટે ખાઈલે દોસ્ત, ચિરાગની વાત માનીને સુરજ થોડો ચા-નાસ્તો કરે છે, ત્યાં જ આઈ. સી. યુ. રૂમમાંથી નર્સ બહાર આવે છે, કદાચ નસીબ પણ સૂરજનો સાથ આપતુ હોય તેમ નર્સ કહે છે કે શ્વેતાબેન ના સગા શ્વેતાબેન ને મળી શકો છો તે ભાનમા આવી ગયા છે, ચિરાગ સૂરજને મળવા જવાનું કહે છે અને કહે છે આપણાં પ્લાન મુજબ શ્વેતા સાથે વાત કરી લે જે અને તેમ કરવા કહેજે, સુરજ આઈ. સી. યુ. રૂમમાં પ્રવેશે છે, શ્વેતાની પાસે પહોંચતા જ શ્વેતા હોસ્પિટલના આછા બ્લૂ કલરના ડ્રેસમા હોય છે, તેના નાકમાં નળીઓ લગાવેલી હોય છે અને વેન્ટિલેટર મશીનમાથી બીપ બીપ અવાજ આવે છે, આ બધુ જોતા જ સૂરજની આંખમાથી આંશુ આવી જાય છે, પણ સુરજ પોતાની જાત પર કંટ્રોલ કરે છે અને શ્વેતા પાસે બેસે છે, શ્વેતા સૂતી હોય છે, સુરજ શ્વેતાના માથા પર હાથ ફેરવે છે ત્યાં શ્વેતાની આંખ ખૂલી જાય છે સૂરજને તેની પાસે જોતા જ તે રડવા લાગે છે અને કહે છે કે સુરજ શું કરવા તે મને બચાઈ...... હજી તો શ્વેતા આગળ બોલવા જ જતી હોય છે ત્યાં સુરજ તેને બોલતી અટકાવે છે અને સુરજ શ્વેતાને કહે છે કે બસ શ્વેતા બહુ થયુ હવે હું તને આવી હાલતમાં નહી રેહવા દઉ, અને તેનો વિચાર કહે છે, અને તેના અને ચિરાગના પ્લાન વિશે કહે છે અને તેમ કરવા જણાવે છે, સુરજ મને માફ કરજે હું તારા પ્રેમને ના સમજી શકી, તે મને નવી જિંદગી આપી છે સુરજ, જો તુ ના હોત તો હુ આજે આ દુનિયામાં ના હોત, બસ શ્વેતા હું છું ને તારી સાથે અને થોડી વાતો કર્યા બાદ સુરજ આઈ. સી. યુ. રૂમમાંથી બહાર આવે છે અને ખુશ થઈને ચિરાગને કહે છે કે શ્વેતા માની ગઈ અને ચિરાગને કહે છે કે આપણા પ્લાન મુજબ શ્વેતા સાથે વાત થઈ ગઈ છે, ચિરાગ પણ ખુશ થઈ જાય છે અને કહે છે કે સરસ અને બંને જણા બહાર બાકડા પર બેસે છે 3 કલાક પછી પ્રકાશ ઘરેથી ફ્રેશ થઈને આવે છે સુરજ પ્રકાશને કહે છે કે શ્વેતા ભાનમા આવી ગઈ છે, પ્રકાશ પણ શ્વેતાને મળવા આઈ. સી. યુ. રૂમમાં જાય છે, પ્રકાશ પૂછે છે કે કેવી છે તબિયત ? શ્વેતા પણ પ્રકાશ સાથે ખાલી હસીને વાત કરવાનું નાટક કરતા કહે છે કે હવે સારી છે, થોડી વાત કર્યા બાદ પ્રકાશ પણ બહાર આવીને સુરજ અને ચિરાગ સાથે બેસે છે, તે દિવસે પણ હોસ્પીટલમાં સુરજ અને પ્રકાશ રાત રોકાય છે, બીજે દિવસે સવારે ચિરાગ બધા માટે ગરમા ગરમ ગાંઠિયા અને ચા લઈને આવે છે, ત્રણેય જણા નાસ્તો કરે છે, આજે શ્વેતાને ડિસ્ચાર્જ કરવાના હોવાથી પ્રકાશ અને સુરજ ડિસ્ચાર્જની પ્રોસેસ પૂરી કરે છે, તો આ બાજુ ચિરાગ તેના કાકાને ફોન કરે છે, તેના કાકા ફોન રિસીવ કરતા કહે છે હા બોલ ચિરાગ ? ચિરાગ કહે છે કે કાકા આજે હમણા લગભગ કલાક પછી શ્વેતાને ડિસ્ચાર્જ કરવાના છે, તેના કાકા ચિરાગને કહે છે કે ઓકે કઈ વાંધો નહિ મે કાગળિયા તૈયાર કરીને જ રાખ્યા છે, ખાલી તમે લોકો મે કહ્યા મુજબ કરો બાકીનુ હું જોઈ લઉ છુ, ઓકે કાકા કહેતા ચિરાગ ફોન મૂકે છે, લગભગ અડધો કલાક પછી શ્વેતાને હોસ્પિટલમાંથી રજા આપે છે, પ્રકાશ શ્વેતાને ઘરે લઈ જવા માટે રિક્ષા બોલાઈને આવે છે અને શ્વેતાને કહે છે કે ચલ શ્વેતા રિક્ષા આવી ગઈ છે, ત્યારે પ્લાન મુજબ શ્વેતા પ્રકાશને કહે છે કે બસ કર પ્રકાશ બહુ થયા તારા આ પ્રેમના નાટક, તારા જેવા દગાખોર શું સમજે કે પ્રેમ શું છે, મારી ભૂલ થઈ ગઈ તારા જેવા નરાધમને સમજવામાં, હું હમેશા માટે તને છોડીને જાઉ છુ, હું આજથી સૂરજની છુ, અને તને ડાઈવોર્સ આપવા માગુ છુ, અને આજ પછી મને તારુ મો સુધ્ધા ના બતાવતો સમજ્યો ચાલ્યો જ મારી નજર સામેથી, પ્રકાશ સુરજ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હેય સુરજ તે મારી સાથે સારુ નથી કર્યું, તે મારી સાથે દગો કર્યો છે હું તને નહિ છોડુ સુરજ આટલુ બોલીને સુરજ પર હાથ ઉપાડવા જાય છે પણ ચિરાગ પ્રકાશનો હાથ પકડીને તેને રોકે છે અને કહે છે કે સારું તો તે નથી કર્યું શ્વેતા સાથે, તારા કારનામા વિષે બધી જ વાત શ્વેતાએ અમને કરી દીધી છે, અને હવે આજથી તારે પોલિસના મહેમાન બનવાનુ છે સમજ્યો, પ્રકાશ ચિરાગ પર પણ હાથ ઉપાડે છે અને બંને વચ્ચે છૂટા હાથની મારામારી થતા શ્વેતા પ્લાન મુજબ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલિસને બોલાવે છે તો આ બાજુ હોસ્પિટલની પબ્લિક ભેગી થઈ જાય છે, સુરજ ચિરાગને બચાવવા વચ્ચે પડે છે, પ્રકાશ પોતાના ખિસામાથી છરી કાઢીને સુરજ પર હુમલો કરવા જાય છે ત્યાં ચિરાગ આડો આવતા ચિરાગને હાથના ભાગે છરી વાગે છે અને એટલામાં જ પોલિસ આવી પહોંચે છે અને પ્રકાશની શ્વેતા પર શારીરિક ત્રાસ ગુજારવા અને આત્મ હત્યા કરવા માટે મજબૂર કરવા માટે તથા સૂરજનુ ખૂન કરવાની કોશીશ કરવાના ગુનામા ધરપકડ કરે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે, થોડા સમયમા શ્વેતા અને પ્રકાશના ડાઈવોર્સ થાય છે અને સુરજ અને શ્વેતા બંને લગ્નની ગ્રંથિએ જોડાય છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED