કાચી ઉંમરનો પાક્કો પ્રેમ. Urvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાચી ઉંમરનો પાક્કો પ્રેમ.

સપનાઓની નગરી એટલે મહાનગરી મુંબઇ. કહેવાય છે કે લોકો પોતાના સપનાઓ પુરા કરવા અહીં મહાનગરીમાં આવી ને વસતાં હોય છે. આમ તો બધા સપનાઓ પુરા થવા એ આ નગરીની ખાસિયત છે,પણ પ્રેમની વાત કરીએ તો સાચો પ્રેમ તો ખાલી અહીં સપનામાં જ મળી શકે! બાકી તો કોઈક નસીબદારને જ સાચો પ્રેમ મળે..!!
આવી જ એક કહાની છે ઝીવાની. ઝીવા મુંબઇમાં રહેવાવાળી મોડર્ન છતાં સાવ સાદી સીધી અને સુંદર દેખાવડી છોકરી.સાદગી અને સાદાઈ એને વધારે પસંદ. અને ખરેખર કહીયે તો સાદાઈમાં જ એ વધારે સુંદર અને આકર્ષક લાગતી હોય!સાદગી અને સાદાઈ જ એનો જાણે ખજાનો જોઈ લો!

ઘૂંટણથી પણ થોડા નીચે સુધીના લાંબા અને બ્લેક & બ્રાઉન રંગના એના વાળ.થોડું લાંબુ અને થોડું ગોળ એનું મોં જાણે કોઈ શિલ્પકારે એની નિરાંતના પળમાં એના નિજાનંદ માટે કોતર્યો હોય એવો. એનાં થોડા ગુલાબી જેવા હોંઠ,ચહેરાનો રંગ ઘેરો અને એમાં પણ સોનામાં જાણે સુગંધ ભળે એમ એની ભૂખરી આંખો. ઝીવાનું આવું રૂપ કોઈને પણ પહેલી નજરમાં આકર્ષિત કરવા માટે કાફી હતું.
ખાલી દેખાવથી જ નહીં,પણ હૃદયથી પણ ઝીવા એટલી જ સુંદર હતી.ઝીવા એના મમ્મી-પપ્પાનું એકનું એક સંતાન.એટલે એના સંસ્કારમાં પણ કોઈ ખામી ન હતી. ઝીવાના પપ્પા એટલે કે સંજયભાઈ, મુંબઈનાં ખ્યાતનામ કન્સ્ટ્રકશન બિઝનેસમેન હતા. અને અવનીબેન,એટલે કે ઝીવાના મમ્મી. આમ તો એક ગૃહિણી,પણ એમનાં ખાલી રહેતા સમયમાં તેઓ એક યોગના ક્લાસ ચલાવતા. ઝીવા પણ એમને બહુ મદદરૂપ થતી.
ઝીવા દસમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.જે એના જીવનનું બહુ મહત્વપૂર્ણ વરસ અને એના કેરીયરનું પ્રથમ પગથીયું પણ હતું.ઝીવાના પપ્પા સંજયભાઈ કહેતા, બેટા તારી પરીક્ષાઓ પુરી થઈ જવા દે,પછી આપણે હર વર્ષની જેમ આ વેકેશનમાં પણ ક્યાંક ફરવા જઇશું.
સમય વીતતો ગયો,પરીક્ષાઓ પણ પુરી થઈ અને વેકેશન પણ આવી પહોંચ્યું. ઝીવાએ એના પપ્પાને પૂછ્યું ‘પપ્પા, આ વખતે શુ સરપ્રાઈઝ છે? આ વખતે ક્યાં જવાનું છે વેકેશનમાં ફરવા?’ સંજયભાઈ પણ ટોપ સિક્રેટ રાખવા માંગતા હોય એમ કીધું.”એતો આજે સાંજે ડાઈનીંગ ટેબલ પર મળીયે ત્યારે ખબર પડે બેટા!”અને એને ચીડવવા લાગ્યા અને ઓફીસ જવા નીકળે છે.
સાંજે ડાઈનીંગ ટેબલ પર એની વ્હાલી દીકરીને સરપ્રાઈઝ આપતાં સંજયભાઈએ ઝીવાને એનાં વતનની એટલે કે અમદાવાદ, ભાવનગર, ગુજરાતની ફ્લાઇટની ટીકીટ આપતા કહ્યું, ,”બેટા પાંચ વરસ પહેલાં તું ત્યાં ગઈ’તી. બહુ સમય થયો તું ત્યાં વતનમાં ગઈ નથી એટલે વિચાર્યું કે આ વેકેશન તો વતનની વાટે જ.” અને ફરી પૂછ્યું “કેવું લાગ્યું સરપ્રાઈઝ બેટા?” જવાબમાં ખુશ થઈ ગયેલી ઝીવા એના પપ્પાને ભેટી જ પડી. અને કહ્યું દુનિયાના બેસ્ટ પપ્પા એની એકની એક દીકરીને સરપ્રાઈઝ આપે એતો બેસ્ટ જ હોય ને!અને બધા હસી પડે છે.

ટિકિટ હાથમાં આવતા,હવે તો જવાની તારીખ પણ મળી ગઈ.એટલે ઝીવા એની મમ્મીને કહે છે “ મમ્મી પરમ દિવસે તો આપણે જવાનું છે વતનમાં.મારી બહુ બધી શોપિંગ બાકી પડી છે. આપણે કાલે જઈ આવીએ શોપિંગ માટે તો?”

એની મમ્મી થોડી ના પાડી શકે! આગલા દિવસે શોપિંગ પણ કરી લીધી. બસ હવે ફ્લાઇટના દિવસ એટલે કે આવતીકાલે સવારની રાહ જોવાની.

આગલા દિવસે વહેલી સવારે ફ્લાઇટના સમય પર પ્લેટફોર્મ પર ગોઠવાઈ જાય છે. ફ્લાઇટને હજી થોડી વાર હોય છે, તો એ રાહ જોઇને ઉભા રહે છે. બસ પછી શું! ઝીવા તો પ્લેટફોર્મ પર ઉભા ઉભા જ મનથી જ વતનમાં પહોંચી જાય છે. બહુ એક્સાઈટમેન્ટ છે ઘણા સમય પછી વતનમાં જવાની, વતનને જોવાની. કેટ-કેટલું બદલાઈ ગયું હશે એ બધું એ વિચારી રહી હતી ત્યાં જ ફ્લાઇટનો સમય થયો ને ફ્લાઇટ નું એનાઉન્સમેન્ટ થયું..ઝીવા ફરી પાછી વતનના વિચારોમાંથી પાછી ફરી પ્લેટફોર્મ પર આવી.ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા અને આંખના પલકારાના સમયમાં તો એ ત્યાં પહોંચી ગઈ. જાણે એ સપનું જ જોવે છે,એમ એને પોતાની આંખો પર વિશ્વાસ નથી હોતો
ઘણા સમય પછી વતન આવી હતી એટલે એકાદ દિવસ તો બધાની સાથે હળવા-મળવામાં જ વિતાવ્યો. ત્યારબાદ ફરવાનું પ્લાનિંગ નક્કી થયું. એક અઠવાડિયામાં તો કેટ-કેટલું ફરવાનું હતું! નવું જાણવાનું હતું, નવું માણવાનું હતું.અને એ પણ તૈયાર જ હતી.

એ વતનમાં હતી ત્યારે એના ફ્રેન્ડ્સના ફોન આવતા અને કહેતા, “અકેલે અકેલે ઘુમને ચલી ગઈ હૈ, હમારે સાથ ભી કભી ઘુમને ચલા કરો” અને એ ઓણ કહેતી” અરે બાબા, થોડા ઇનતઝાર કરો , મેં વાપીસ આઉગી તબ હમ સબ માથેરાન ચલેગે” કેમ કે બધાને વેકેશન હતું અને બધા કંટાળી જતા હતા તો માથેરાન જવાનું પ્રિ-પ્લાનિંગ વતનમાં બેઠાં બેઠાં જ કરી લીધું.

જોત-જોતાંમાં એક અઠવાડીયું તો આમ જ પસાર થઈ ગયું. ઘણું બધું ફર્યા. સંજયભાઈ અને અવનીબેનને પણ પ્રવાસ અને મુસાફરીનો શોખ, એટલે એમને પણ આ પ્રવાસ અને મુસાફરીને મન ભરીને માણ્યો.અને ઘણું બધું મનમાં ભરીને ફરી જૈસે થે... એમના ઘર તરફ પ્રયાણ કર્યું.

અહીં જેવી બધાને ખબર પડી કે ઝીવા મુંબઇ પાછી આવી ગઈ છે કે તરત જ બધાના કોલ્સ અને મેસેજીસ્ ચાલુ થઈ ગયા.અને બધાની એક જ વાત.. માથેરાન કબ ચલના હૈ.. માથેરાન કબ ચલના હૈ..!!

બસ પછી શું હતું! બીજા જ દિવસે માથેરાન જવાનું નક્કી કર્યું.ઝીવા આમ તો બહુ થાકેલી હતી, પણ પ્રવાસ અને મુસાફરીનો બહુ જ સોખ હતો.અને ઉપરથી બધા મિત્રોની મજાક મસ્તી... એને માની જવું પડ્યું..એને વાતને સ્વીકારી લીધી
માથેરાન જવાની આગલી રાતે દર્શનનો મેસેજ આવ્યો ઝીવા પર. અને એમાં લખ્યું હતું, “ મેરા દોસ્ત હૈ એક આરવ, અગર વોહ ભી હમારે સાથ ચલે તો કોઈ પ્રોબ્લેમ તો નહીં હૈ ના??”..દર્શન આમ તો ગુજરાતી હતો, પણ મજાક મસ્તીમાં ઝીવા અને દર્શન હિન્દીમાં જ વાત કરતા. કેમ કે દર્શન પર થોડું હિન્દી ફિલ્મોનું ભૂત સવાર રહેતું હંમેશા. ઝીવાને પણ શું પ્રોબ્લેમ હોય! એણે પણ ઓકે લખીને આરવને લીલીઝંડી આપી દીધી.

માથેરાનની મુસાફરી ટ્રેનની મુસાફરી હતી.એન્જોયમેન્ટ પણ ઘણી હતી. નાસ્તાના ડબ્બા પણ બધાએ સાથે જ લીધાં હતાં. માથેરાનનાં પ્રવાસમાં ઝીવા, દર્શન, દીપ, ઝિયા, જેનિલ,કરણ, મૈત્રી, તેજસ્વી એમ આખુંય મિત્ર વર્તુળ સાથે જ હતું. તો મજાક તો કંઈક ઔર જ હોવાની! અને સાથે એક નવો મિત્ર આરવ. આરવ આમ તો એમની સાથે સ્કૂલમાં ન હતો ભણતો, પણ દર્શનનાં ઘરની બાજુમાં રહેતો. એટલે દર્શન અને આરવ ખૂબ સારા મિત્રો હતા.

ઝીવાનાં મમ્મી પપ્પાને અને દર્શનનાં ઘરે પણ બધાને ખબર હતીબકે ઝીવા અને દર્શન બંને બેસ્ટ ફ્રેન્ડ્સ છે. અને કદાચ એટલે જ ઝીવાની મમ્મીએ ઝીવાને ત્યાં જવાની હા પાડી હતી! અને આમ પણ ઝીવાના મમ્મી પપ્પાને ઝીવા પર ભરોસો પણ એટલો જ હતો.

માથેરાન હિલ સ્ટેશન પરનું ટ્રેકિંગ પદયાત્રા થી જ કરવાનું બધાએ નક્કી કર્યું. બધા એકબીજા સાથે વાતો કરતા કરતા,એકબીજાને ચીડવતાં, મજાક મસ્તી કરતા કરતા આગળ વધી રહ્યા હતા. આ આખા સમયમાં ઝીવા અને દર્શન સાથે ને સાથે જ રહેતા. અને બંને એકબીજાને બહુ જ ચીડવતાં. ક્યારેક તો એકબીજાને મારી પણ લેતા. બધા એમને જોઈને તો એમને ટોમ એન્ડ જેરી કહીને જ બોલાવતાં. આરાવને પણ એકવાર મનમાં એવું જ લાગ્યું કે કદાચ બંને રિલેશનશિપમાં જ હશે! પણ ખરેખર તો એવું કંઈ જ ન હતું.
માથેરાન હિલ સ્ટેશન જતા જતા વચ્ચે પહોંચતા બધા થાકી ગયા હતાં. બધા નક્કી કરે છે કે ત્યાં ઢાબા ટાઈપ એક હોટલ છે ત્યાં મસ્ત રેસ્ટ કરી હતી, નાસ્તો કરીને પછી જ બટાલિયન આગળ વધશે..!
પણ ત્યાં પહેલેથી જ એક અંકલ બેઠા હતા. જેવી ઝીવા ત્યાં આવી ત્યારથી જ એ ઝીવાને જોઈ રહ્યા હતા. આ જોઈને દર્શન ઝીવાને બહુ જ ચીડવવા લાગ્યો. અને ઝીવા પણ શરમથી લાલ થઈ ગઈ હતી. દર્શને ઝીવાની નજીક આવીને કહ્યું.. દેખ દેખ વો અંકલ તુજે હી દેખ રહે હૈં. લગતા હૈ અંકલ કા દિલ આ ગયા હૈ તેરે પે. અને ખીજવવા લાગ્યો. પણ ઝીવાએ એને ધક્કો મારતાં કહ્યું.. ચલ હટ વાંદરા એવું કંઈ નથી.
ત્યાં જ એ અંકલે ઝીવાની નજીક આવીને કહ્યું,બેટા તારા વાળ બહુ લાંબા છે, તું બહુ નસીબદાર છો. આટલા મોટા અને લાંબા વાળ કોઈ નસીબદારને જ હોય. એમ કહી એ દુર ઉભેલી એમની વાઈફ પાસે જાય છે.. અને ઝીવાની તરફ ઈશારો કરી કંઈક કહે છે.. એ આંટી પણ થમ્સ અપ કરીને લાઈક આપીને આગળ નીકળે છે..પણ અહીં બધાં હસવા લાગે છે...બધાનો નિર્દોષ હાસ્ય વાતાવરણને હળવું બનાવે છે..
આમ તો વરસાદનો સમય કે મોસમ ન હતો. પણ કદાચ કુદરતને પણ આ બધાનું આગમન ગમ્યું હશે એટલે ઝરમર ઝરમર વરસવા લાગ્યો. વરસાદના કારણે ભીંજાયેલી માટીની સુગંધ જાણે વાતાવરણને મોહક બનાવી રહી હતી. પણ થોડી વાર રહીને એક ઝાપટું જોરદાર વરસવા લાગ્યું. બધાને ભીંજાવા કરતા એક છાપરાં નીચે આશરો લેવાનું વધારે યોગ્ય લાગ્યું..બધાં બાજુના એક છાપરા નીચે ગોઠવાઈ જાય છે. પણ છાપરું સાવ નાનું હોવાથી બધા એકબીજાની નજીક નજીક,એકબીજાને અડીને ઉભા રહી જાય છે.
પણ આ ઝીવાને ક્યાંય જગ્યા ના મળી એટલે એ આરવની બાજુમાં આવી ને ઉભી રહી જાય છે. એ બંને એટલા નજીક હતા કે બંને એકબીજાના સ્પર્શને અનુભવી શકતાં હતા. વળી ઉપરથી બંને ભીંજાયેલા પણ હતા. આરવને થોડું અજુગતું લાગ્યું. એને જરા અનકમ્ફર્ટેબલ લાગ્યું, એટલે એ દૂર થઈ ને તેના દોસ્ત દર્શન પાસે જઈ ને ઉભો રહી જાય છે. આ વાત બધા નોટ કરે છે. અને બધા ઝીવા સામે એક અલગ જ નઝરથી જોઈ રહે છે. આ આટલી ઘટના બની ત્યાં જ વરસાદ બંધ થયો.
બધા હવે ધીરે ધીરે આગળ વધે છે. ઘણું બધું એન્જોય કરીને ફરી પાછા સાંજે તો એ ઘરે પણ આવી ગયા હતા.

આ બધા કાર્યક્રમો વચ્ચે એ દિવસ આવી જ ગયો જેની બધા જ રાહ જોઈ ને બેઠાં હતાં.હા એ જ દિવસ, જે દિવસે દસમાં ધોરણનું પરિણામ જાહેર થવાનું હતું. બધાને એક્સાઈટમેન્ટ તો હતી જ,પણ સાથે જ થોડી નર્વસનેસ પણ અનુભવતા હતા. પણ આખરે પરિણામ જોયા પછી બધાના ચહેરા પર એક સંતોસ અને આનંદનો ભાવ હતો. અને હોય જ ને! મિત્ર વર્તુળમાં બધાને મહેનત અને એમની અપેક્ષા પ્રમાણેનું પરિણામ આવ્યું હતું. પણ હા,ટોપ પકર યો ઝીવા જ હતી. એની સ્કૂલમાં 84%સાથે એ સૌથી આગળ હતી.
સ્કૂલમાં બધા પરિણામના દિવસે ભેગા થાય છે.બધા પોતાના પરિણામકાર્ડ લઈ, એકબીજાને અભિનંદન-શુભેચ્છાઓ ની આપ લે કરી,આગળના અભ્યાસની થોડી ઘણી ચર્ચા કરી છુટા પડે છે.
પણ આ તો ફ્રેન્ડસ કહેવાય. પાર્ટી માટેતો કોઈ બહાનું જ જોઈએ. ઝીવાને બધા એમ જ થોડી જ છોડવાના હતા પાર્ટી લીધાં વગર! અને ઝીવા પણ થોડી જ ના પાડે એવી હતી. બધાની લાગણી અને માંગણીને માન આપી ને પાર્ટીની ગોઠવણ થઈ.
પ્લાનિંગ પ્રમાણે બધાં પાર્ટીનાં સ્થળે એકઠા થયા. પણ દર્શન ન દેખાયો. ઝીવાએ તો એનો રીતસરનો ઉધડો જ લીધો. કોલ રીસીવ કર્યાની સાથે જ ચાલુ થઈ ગઈ.”ક્યાં છો તું વાંદરા?હજી આવ્યો જ નહીં તું.અમારે શુ તારી રાહ જોવાની સ્પેશ્યલ ગેસ્ટની જેમ!” પણ સામે છેડેથી એક જ વાત સાંભળીને ઝીવાની બોલતી જ બંદ થઈ ગઈ.દર્શને એટલું જ કીધું.”અરે પાગલ આરવને પિક-અપ કરવા ગયો તો એટલે મોડું થઈ ગયું. એમાં શુ મો ફુલાવે છે !” ઝીવાએ પણ ઓક્કે જલ્દી આવ કહી ને કોલ કટ કર્યો.
કોલ કટ કાર્યની સાથે જ એ બંને પહોંચી આવ્યા. આરવ,આમ તો એ બહુ ઓછું બોલવા વાળો. અને ઝીવા સાથે ખાસ કંઈ પરિચય પણ નહીં.પણ બધા એ ઝીવાને હેન્ડસેક કરીને અભિનંદન આપ્યાં. તો એણે પણ ફોરમાલિટી માટે હેન્ડસેક કરી અભિનંદન આપ્યા.
બધાં એ ઝીવાની પાર્ટી એન્જોય કરી છુટા પડ્યા.
થોડાં દિવસો ગયા,બધાએ પોત પોતાની અનુકૂળતા અને પોતાના વિચારો પ્રમાણે યોગ્ય શાળા અને યોગ્ય ક્ષેત્રમાં એડમિશન પણ લઇ લીધા. બસ હવે રાહ જોવાની હતી તો બસ નવું સત્ર, નવી શાળાનાં પહેલા દિવસની!થોડાં દિવસોના ઈંન્તઝાર પછી એ દિવસ પણ આવી ગયો. બધામાં ઉત્સાહ હતો. અને આ ઉત્સાહની વચ્ચે નવી શાળાનો પહેલો દિવસ!
આમ, જો કહીયે તો સ્કુલ નવી હતી,કલાસરૂમ નવો હતો, પાટલીયો બદલાઈ હતી, બાકી તો મસ્તી તો એ જ જૂની જ હતી.!મિત્ર વર્તુળ પણ એજ હતો કોઈને પહેલા દીવસે ખાસ કંઈ નવું ના લાગ્યું. કેમ કે બધાં એના એ જ હતા. એમણે તો જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી જ ચાલુ કરવાનું હતું!
દિવસો પસાર થતા ગયા અને બધાની મસ્તી પણ એ જ ચાલુ રહેતી. ખાસ તો દર્શન-ઝીવા એટલે કે ટોમ & જેરી ની મજાક મસ્તી, નોંક -ઝોક ચાલુ જ રહેતી. પણ દર્શન ઝીવાને ખાસ આરવ માટે ચીડવાતો. એ વારે વારે એને એમ કહેતો કે જો જો એ તને જ જોવે છે. અને ફરી પાછી એમની નોંક ઝોક ચાલુ થઈ જાતી. આરવે પણ આ જ સ્કૂલમાં એડમિશન લીધું હતું. એને 91%મળ્યાં હતાં 10th માં .અને એ એની સ્કૂલ માં તો ટોપર હતો જ ,પણ યુનિવર્સિટીમાં પણ ટોપ 10 માં હતો અને આ વાતની થોડા દિવસોમાં બધાને ખબર પણ પડી ગઈ હતી.
આરવ પણ દેખાવમાં ઝીવાથી ઓછો ઉતરે એવો ન હતો.સ્ટાઈલિશ હતો,ગુડ લૂકીંગ હતો,હેન્ડસમ હતો. તે એક કોન્ફિડેન્ટ છોકરો. એનામાં આત્મવિશ્વાસ ભરપૂર હતો. આરવ હમેશાં તેના ચહેરા પર સ્મિત ફરકાવી રાખતો. અને એના વ્યક્તિત્વની કદાચ એ જ ખાસિયત હતી કે એ હસમુખા સ્વભાવનો હતો. અને હોશિયાર તો હતો જ!
અને અહીં બધાં ફ્રેન્ડ્સ બંને ટોપરની જોડી બનાવી ને ઝીવાને ખીજવવાનું ચાલુ રાખતાં. આરાવને તો આ વાતની હજી કોઈ સુગંધ પણ નતી આવી હજી સુધી! કેમ કે આ વાત માં એ બહુ સંસ્કારી હતો. પણ તે છતાં એક યુવાન હૃદય એની અંદર ધબકતું હતું. એકવખત અનાયાસે ઝીવા તરફ જોવાઈ ગયું.!
બરોબર તે જ વખતે ઝીવાએ પણ સામે જોયું. બંનેની આંખો મળી. ત્યારે પ્રથમ વખતે બંનેએ એકબીજાને આવી રીતે જોયાં હશે! પણ કોઈ ખરાબ ભાવ નહિ જ! એમની નજરમાં એક પવિત્રતા હતી.
આ વખતે તો ઝીવાને પણ થયું કે દર્શન હર વખતે થોડી જ મને ચીડવવા એવું બોલતો હશે! અને એને પણ હવે આરવને નોટિસ કરવાનું ચાલુ રાખ્યું.એના મનમાં હવે કેટ-કેટલાંય વિચારોની અવર જવર થવા લાગી. કે ખરેખર એવું હશે??કે માત્ર સઁયોગ થી જ અમારી નજર મળી??
આવો ક્રમ ઘણાં દિવસો સુધી ચાલ્યો. આરવની એક સ્ત્રી-મીત્ર હતી રિચા. એ આમ તો આરવની ખાસ મિત્ર હતી,પણ ઝીવા સાથે મુલાકાત થયા પછી ઝીવાની પણ ખાસ મિત્રોની લિસ્ટમાં હતી.
ધમાલ-મસ્તી,નોંક ઝોક અને સાથે ભણવાનું પણ.. આ બધાંમાં વરસ ક્યારે પૂરું થઈ ગયું ખબર પણ ના પડી. અહીં આરવ અને ઝીવા પણ એક બીજા ને જોવામાં જ આખો વરસ પસાર કરી ગયાં!
આગલા વર્ષે એટલે કે બારમા ધોરણમાં એક દિવસ ઝીવા રોડ પર પહોંચી ત્યારે આરવને જોવે છે.આરવ કોઈ મોટી ઉંમરના અંકલને રોડ પસાર કરાવવાં મદદ કરતો હતો. અને ટ્રાફિકમાંથી એમને સલામત સ્થળે પહોંચાડી દીધો. આ ઘટના એ જોઈ રહી હતી. આમ તો ઝીવાની નજર એના પરથી હટતી જ ન હતી.પણ એનો આ હેલ્પફુલ સ્વભાવથી એ એના તરફ વધારે આકર્ષિત થઈ ગઈ.!
અંકલને મૂકીને એ પાછો આવે છે ત્યારે તે ઝીવાને જોવે છે. બંનેની આંખો મળતાં આરવ ઝીવાને સ્મિત ફરકાવી ને નિકળી જાય છે. ત્યાં જ રિચા આવે છે.રિચાએ ઝીવાને પૂછ્યું “આરવ અહીં હતો કે?” ઝીવાએ તરત જ એ બાજુ હાથ લંબાવતા કહ્યું “હા એ હમણાં જ ત્યાં ગયો એ બાજુ” રિચાએ તરત જ ટોન્ટના મારકણા અંદાઝમાં કહ્યું “ ઓય હોય, શું વાત છે આજે તું અહીં એકલી એકલી આરવને જોવા માટે જ અહીં ઉભી હતી કે શું?” એને ચીડવવા માટે કહ્યું.
એટલામાં જ સામેથી ફરી આરવ આવતો દેખાયો.ફરી ઝીવાએ રિચાને કહ્યું.” જો એ ત્યાંથી આવે છે જો” ફરી રિચાએ એને ચીડવતાં કહ્યું” શુ વાત છે ઝીવા! મને તો આરવ ના દેખાયો એ આવતા ! તને કેમ દેખાઈ ગયો! કે એવું તો નથી ને કે તને બધે આરવ જ દેખાય છે!
ઝીવા થોડુ શરમાતી હોય એમ રિચાને ટપલી મારીને ચૂપ રેવાનું કહે છે. ત્યાં જ આરવ આવ્યો.
રિચા આરવને કહે છે “આને ઓળખે છે ને? આરવે કહ્યું “હા હા ઓળખું જ ને! આપણી ક્લાસમેટ છે તો! અને ઝીવા જેવી છોકરીને વળી કોણ ના ઓળખે! ત્યાં જ રિચા બોલી “ હ વાત સાચી છે પણ મેં તમને ક્યારેય એકબીજા સાથે વાત કરતા નથી જોયાને એટલે !”
ત્યારે આરવ ઝીવા સામે થોડી વાર જોઈ રહે છે અને પછી હાથ લંબાવે છે અને ફ્રેન્ડ્સ? એટલું જ બોલે છે!
ઝીવા માટે તો આ અનોખા સફરની પહેલી સીડી હતી. એણે પણ હકારમાં માથું હલાવી ,હાથ લાંબો કરી,હેન્ડસેક કરી મિત્રતા રિકવેસ્ટ સ્વીકારે છે. મોબાઈલ નંબરની પણ આપ-લે થાય છે. પણ આ ઘટના બંને માટે અવિસ્મરણીય રહી આરવ ખરેખર એટલો ખુશ હતો કે એ વિચારી પણ નતો શકતો કે ઝીવા જેવી કોઈ સારી છોકરી એની ફ્રેન્ડ બની છે એ! આ બાજુ ઝીવા પણ એટલી જ ખુશ હતી.. એ મનમાં ને મનમાં સ્મિત કર્યા કરતી.
મીત્રો બન્યા પછી તો આરવ-ઝીવા બંને એકબીજા સાથે વધુ ને વધુ સમય પસાર કરવા લાગ્યા. મેસેજ પર,કોલ પર વાત થતી રહેતી. એકબીજાની પસંદ ના-પસંદ
વગેરે જાણવા લાગ્યા. બંને એકબીજાના સ્વભાવથી પણ વાકેફ થઈ ગયા હતા.
દિવસો પસાર થતાં ગયા.વરસ પણ પૂરું થવા પર હતું. પરીક્ષાઓ પણ ઉપર હતી. અને વળી બારમું ધોરણ એટલે અગત્યનું વરસ. પણ આરવ તો પરીક્ષાથી વધારે વેલેન્ટાઈન ડે ની રાહ જોઈ રહ્યો હતો.કારણે પરીક્ષાથી વધારે મહત્વનું એની લાઈફની પરીક્ષા હતી. અને એમાં એ પાસ થવા માંગતો હતો.
ઇન્તેઝારીનો અંત આવ્યો.એ જેની રાહ જોઈ રહ્યો હતો એ વેલેન્ટાઈન ડે આવી જ ગયો! એણે મનમાં કેટ-કેટલું ગોઠવી રાખ્યું હતું એની જીંદગીની એકઝામ માટે. પણ હવે એ કઈ રીતે પાર પાળવું એ વિચારી રહ્યો હતો.ત્યારે એને એની બેસ્ટી રિચા યાદ આવી.એણે તરત જ એને કોલ કનેક્ટ કર્યો. અને રિચાને એનો આખો પ્લાન વિગતવાર સમજાવી દીધો. રિચા એ મજાકમાં કીધું..”ઠીક હૈ સર,જૈસા આપ બોલ રહે હો ઐસા હી હોગા.” કેમ કે રિચાને ખબર હતી કે આરવ ઝીવાને કેટલો પસંદ કરે છે..
પ્લાનીંગ પ્રણામે રિચાએ એ સાંજે ઝીવાને કોલ કર્યો.અને કીધું “ઝીવા પ્લીઝ આજે મારી સિસ્ટરનો બર્થ ડે છે અને હમણાં અચાનક એક પાર્ટીનું આયોજન કર્યું છે. આપણે એક હોટલમાં પાર્ટી માટે જવાનું છે. તો પ્લીઝ તું જલ્દી આવી જા. ઝીવા તો આ બધી વાતથી અજાણ હતી.એટલે એણે કોઈપણ ખચકાટ વિના હા કહીને નક્કી કરેલા સ્થળ પર પહોંચીને રિચાને મળે છે.
બધું પ્લાનીંગ પ્રમાણે ગોઠવાઈ રહ્યું હતું.રિચાએ જેવું વિચાર્યું હતું એ પ્રમાણે બધું ભજવાઈ રહ્યું હતું ત્યાં જ રિચાએ ઝીવાને કહ્યું.” ઝીવા એક કામ કર તું ત્યાં પહોંચ ઉપર હોટેલના છેલ્લા ફ્લોર પર.. હું મારી કઝીનને લઈને આવું છું મને થોડી વાર લાગશે.”
ઝીવા ઓકે કહીને ત્યાં ઉપર જવા લાગે છે.આમ તો આ એક રેસ્ટોરન્ટ ટાઈપ હતું.પણ 3 સ્ટાર કે 5 સ્ટાર હોટેલ જેવું લાગતું હતું.દેખાવમાં એ આકર્ષક લાગતું હતું.એ ધીરે ધીરે બધું જોતી ઉપર તરફ જાય છે. પણ આ શું!છેલ્લા ફ્લોરના પગથિયાં પર પહોંચે છે તો જુવે છે કે ત્યાં લખેલું હોય છે..”વેલકમ ઝીવા” આ જોઈને ઝીવાને થોડી નવાઈ લાગી. પણ હજી એ બધું નોર્મલ સમજીને આગળ જાય છે. આગળ જતાં જોવે છે તો હારબંધ કેન્ડલ્સ જાણે એને વેલકમ કરતાં હોય એમ ગોઠવેલા હોય છે. ઝીવા એ કેન્ડલ્સને ફોલોવ કરતી કરતી જાય છે. અને તે છેક અગાશી પર પહોંચી જાય છે.
અગાશી પર પહોંચતા જ જાણે બીજી એક સરપ્રાઈઝ એની જ રાહ જોઈ રહી હતી.અગાશી પર જ્યાં એની નજર પડે છે ત્યાં બધે જ લાલ રંગના બલૂન્સથી શણગારેલી જોવા મળે છે.અને જેવી અગાશી પર પહોંચી કે તરત જ બલૂન્સનો એક બંચ આકાશમાં ઉડવા લગે છે. આ બધાં જ બલૂન્સ પર ઝીવા નામ!આ બધું ઝીવા ફાટેલી આંખે જોઈ રહી.એને પહેલા તો કંઈ સમજ પડી નહી. પણ જરા આગળ જાય છે ત્યાં એક ટેબલ ગોઠવેલું જોયું અને એનાપર જેટલા બલૂન્સ હતા એ બધાં પર i love you લખેલું !અને એની સામે જ મિ. આરવ ઉભેલો દેખાયો.
એ કાંઈ સમજે એ પહેલાં જ આરવ ઝીવની સામે આવે છે. અને પોતાના ગોઠણીયે બેસી ઝીવાનો હાથ પોતાના હાથમાં લઈ, આંખોમાં આંખો પરોવી ફિલ્મી અંદાઝમાં અને રોમેન્ટિક અવાજમાં પ્રપોઝ કરે છે. અને કહે છે, “ઝીવા, ડિયર ઝીવા, વિલ યુ બી માય વેલેન્ટાઈન??”
ઝીવા અચાનક જ આ સરપ્રાઈઝ થી શૉક જ થઈ ગઈ! થોડી વાર તો એ કંઈજ બોલ્યા વગર આરવને જોઈ જ રહી. ક્યારેક ક્યારેક સપનાઓમાં જોયેલો સીન આજે આમ હકીકતમાં એની સામે ભજવાઈ રહ્યો છે એ જોઈને એ મનમાં ને મનમાં બહુ જ ખુશ હતી.પણ એણે એની ખુશી એના ચહેરા પર આવવા ન દીધી.
પહેલા તો એ ખોટા ગુસ્સાનું નાટક બહુ આબેહૂબ કરે છે. એ જોઈને આરવ રીતસરનો ભાંગી જ પડે છે. આરવને એ સમયે એવું લાગ્યું કે ઝીવા એનાથી નારાજ થઈને બહુ દૂર ચાલી જશે! હવે કદાચ ઝીવા એનાં મિત્રનાં લિસ્ટમાં પણ નહીં રહે!આરવ શરીરથી અગાશી પર હતો, પણ એનું મન તો થોડી જ ક્ષણોમાં ક્યાંય પહોંચી ગયું હતું.
અહીં ઝીવાએ ગુસ્સાનું નાટક ચાલુ રાખ્યું. અને આરાવની આવી હાલત જોઈને મનોમન હસી પણ રહી હતી.પણ આખરે તો એને પણ ગમતું મળી ગયું હતું. ઝીવાએ બે હાથ ફેલાવીને કહ્યું “ આરવ, પ્લીઝ કમ” આરવ રીતસરનો એને ભેટી જ પડે છે. ઝીવા પણ આરવનો આટલો પ્રેમ જોઈને પોતાની જાતને રોકી શકી નહીં.એની આંખમાં એક સંતોષ, એક ખુશીનાં આંસુ છલકાઈ આવ્યાં. બંને એકબીજાને ભેટીને મન મુકીને રડી પડે છે.થોડા સમય માટે નીરવ શાંતિ છવાઈ જાય છે.
થોડીવાર પછી સ્વસ્થ થાય છે બંને. અને આરવ ઝીવાને અળગી કરી,એના ચહેરા સામે જુવે છે.અને એની આંખોનાં આંસુ લૂછીને કહે છે. “પાગલ, ડરાવી જ નાખ્યો તે મને!આવું તે કંઈ કરાય યાર! અને હા હું તારી આંખોમાં આમ આંસુ જોવા નથી માંગતો. સો પ્લીઝ ક્યારેય આમ રડતી નહીં.!
ઝીવા ખાલી “સોરી” જ બોલી શકી અને ફરી એકબીજાંને ભેટી પડે છે અને ફરી આરવ બોલે છે.” હેયી ઝીવા, વિલ યુ બી માય વેલેન્ટાઈન?અને બંને હસી પડે છે.અને ઝીવા પોતાનો હાથ લાંબો કરે છે.
આરવ આજે પોતાના જીવનની સૌથી સુંદર પળ માણી રહ્યો હતો. એણે જે સમયની રાહ જોઈ હતી એ આવીને ઉભો હતો.બસ,આરવે એને કંકુ-ચોખાથી વધાવી લીધો. ઝીવાએ લંબાવેલા હાથની આંગળીમાં રિંગ પહેરાવી પોતાના જીવનની વસંતને વેલકમ કરે છે.
બંને આજે બહુ જ ખુશ હતાં. પોતાને ગમતું મળે એની ખુશી કોને ના હોય!આજે બંનેએ સાથે ડીનર કર્યું અને ઘણો સમય સાથે વિતાવ્યો. અને છુટા પળે છે.

રાતે ઘરે જઈને સૂતી વખતે આરવ ઝીવાને “થેંકયું” મેસેજ કરે છે.ઝીવાએ કહ્યું,”પાગલ સૂઈ જાઓ, કાલે સવારે કોલેજ પણ જવાનું છે એ ભૂલી ના જતા ખુશીમાં ને ખુશીમાં..” આમ પ્રેમભરી થોડી વાતો કરી શુભરાત્રીની શુભેચ્છા થી બંને એકબીજાને બાય કરે છે.

આ સિલસિલો હવે રોજનો થઈ ગયો! બંને વચ્ચે પ્રેમ પણ ખૂબ પાંગરેલો. બંને એકબીજાની રિસ્પેક્ટ પણ એટલી જ કરતાં. કેમ કે બંને એકબીજાને સમજી પણ એટલો જ શકતા હતા. અને બંને ને પોતાની લાઈફમાં એકબીજાની અહેમીયત પણ ખબર હતી.
આમ ને આમ 12th પૂરું થઈ ગયું.અને આગળના કોલેજનો અભ્યાસ પણ પૂરો થવા પર હતો.આરવનો સી. એ. ના અભ્યાસનો છેલ્લો વર્ષ હતો અને અહીં ઝીવા પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના છેલ્લા વર્ષમાં હતી
પાંચ વર્ષથી બંને એકબીજાના રિલેશનશિપમાં હતાં. અને બંને એકબીજાથી ખુશ હતા. પાંચ વર્ષમાં બધા વેલેન્ટાઈન ડે એમણે ઉજવ્યા હતાં. અને ફરી પાછો એક વેલેન્ટાઈન આવવાનો હતો.પણ આ વખતે ઝીવા આરવ કરતા વધારે ઉત્સાહ પૂર્વક રાહ જોઈ રહી હતી.
ઝીવા એક દિવસ મમ્મી-પપ્પાનો મૂડ જોઈને એમને કહે છે. “પપ્પા મારે કંઈક કહેવું છે.” ઝીવાના પપ્પાએ મીઠું સ્મિત આપીને જાણે વાતને જાણતા જ હોય એમ કહ્યું, “તને શું લાગે છે મને નથી ખબર એમ! મારી એકની એક દીકરીમાં આટલો બદલાવ આવે ને મને ખબરના પળે એમ!” અને ફરી એક સ્માઈલ કરે છે.
આટલું કહીને સંજયભાઈએ જાણે ઝીવાનું અડધું ટેન્શન ઓછું કરી નાખ્યું.અને પછી બોલે છે..”બોલ બેટા બોલ, વિના સંકોચે બોલ.”
“ પપ્પા, મારો એક ફ્રેન્ડ છે,આરવ” ઝીવાએ પપ્પા સામે જોતા કહ્યું.
એના પપ્પા એને ચીડવતાં વચ્ચે જ બોલ્યા “ હા હા.હોય ફ્રેન્ડ્સ એમાં સુ થયું. એક શુ ઘણાં ફ્રેન્ડ્સ હોય.”
ઝીવા એના પપ્પા પર મીઠો ગુસ્સો કરતા એમની બાજુમાં આવીને કહ્યું, “ પપ્પા ઘણાં ફ્રેન્ડ્સમાં એ કંઈક સ્પેશિયલ છે.એ બહુ સારો છોકરો છે.અને હું એને બહુ પસંદ કરું છું..અને એ પણ મને પસંદ કરે છે. અને......”
વાતને વચ્ચેથી જ અટકાવતા સંજયભાઈ એમની પત્ની સામે જોઈને કહે છે, “ બોલ,શુ કરશું? બોલાવી લઈએ એ આરવને આપણાં ઘરે? આપણે પણ તો જોઈએ કે આપણી રાજકુમારીની પસંદ કેવી છે એ!” આટલું સાંભળી અવનીબેનને પણ વાતને સહમતી આપતું સ્મિત આપ્યું.
બસ પછી શું હોય! આગલા દિવસે મુલાકાત ગોઠવાઈ.આરવને ખાલી સ્વાભાવિક રીતે મળવા જ બોલાવ્યો હોય બસ એ રીતે જ મુલાકાત ગોઠવાઈ. આરવ પહેલી વાર ઝીવાના પેરેન્ટ્સને મળે છે એટલે પગે લાગે છે.. પણ થોડો નર્વસ દેખાય છે.અને સ્વાભાવિક છે કે પહેલી વખત આવી રીતે મળે છે એટલે આવું અનુભવતો હશે!બીજી બધી વાત માટે ઝીવા એ બધાને ના પાડી હતી. કેમ કે ઝીવા આ બધું સિક્રેટ રાખીને આરવને વેલેન્ટાઈન સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતી હતી.
ઔપચારિક મુલાકાત પુરી થઈ. બધા છુટા પળે છે. આરવ જેવો દરવાજાની બહાર નીકળે છે કે ઝીવા તરત જ એના મમ્મી પપ્પા સામે એમની “ હા” સાંભળવા પહોંચી જાય છે. અને એમની સામે જોઈ રહે છે.
એના મમ્મી-પપ્પા પણ એને જોઈને થમ્સ અપ કરીને બિગ લાઈક આપતાં બોલે છે. “યોર ચોઇસ ઇસ સો ગુડ, ગો અહેડ વિથ આરવ..”
આટલું સાંભળતાં જ ઝીવા જાણે શરમથી જાણે પાણી પાણી થઇ ગઇ! એના મમ્મી પપ્પા તરફથી લીલીઝંડી મળતા એ શરમાળ સ્મિત કરીને એના રૂમ તરફ ઉતાવળે પગલે જાય છે.અને આવનાર વેલેન્ટાઈન ડે ને કઈ રીતે અવિસ્મરણીય બનાવવો એ વિચારમાં જ એ સૂઇ જાય છે..
વેલેન્ટાઈન ડે ને હજી એક અઠવાડિયાની વાર હતી.એટલે કે એની પાસે એક અટવાડિયું હતું.એના સરપ્રાઈઝ પ્લાન તૈયાર કરવા માટે.ઝીવાના પ્લાનીંગ પ્રમાણે ઝીવાના મમ્મી પપ્પા આરવના પપ્પાને મળે છે અને બધી વાત વિગતવાર કરે છે.લક્ષ્મીજી સામે પગલે ચાલીને આવતાં હોય તો કંકુ-ચોખાથી વધાવી લેવાય ની સમજદારી વાપરી આરવના પપ્પાએ વાતને સહર્ષ વધાવી લીધી.આરવ ત્યાં હાજર ન હતો. ઝીવાના પપ્પા આરવના પપ્પાને ઝીવાનો સરપ્રાઈઝ પ્લાન સમજાવે છે.. આરવના પપ્પાને પણ ઝીવાનો સરપ્રાઈઝ પ્લાન ગમ્યો.એ પણ આરવને સરપ્રાઇઝ આપવા સહમત થયાં. અને પ્લાનીંગ પ્રમાણેની જરૂરી ગોઠવણ પણ કરી લીધી.
અઠવાડિયા પછી વેલેન્ટાઈન ડે આવી જ ગયો. જેની બને પરિવારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. ઝીવાએ પોતે જ એને આગલા દિવસે આરવને આપી
આમંત્રણ આપતાં કહ્યું કે આવતીકાલે અમારા ઘરે એક ફંક્શન છે તો તારે આવવાનું છે. આરવ થોડી જ ના પાડવાનો હતો.પણ આરાવને થોડી જ કંઈ આટલી મોટી સરપ્રાઈઝની જાણ હતી.એને તો એ પણ ખબર ન હતી કે એના પહેલા એના પપ્પા ત્યાં પહોંચીને એને સરપ્રાઈઝ આપવા તૈયારી કરી રહ્યાં હશે!
આરવ સાથે એના સ્કૂલનાં મિત્રોને પણ આમંત્રણ હતું.તો આરવ એના મિત્રો સાથે ઝીવાના ઘરે ફંકશનમાં એન્ટ્રી કરે છે.જઈને જુવે છે તો ત્યાં ઘણાં બધાં લોકો હતાં. પણ આરવની નજર તો ઝીવાને જ શોધી રહી હતી.પણ ઝીવા હજી ક્યાંય દેખાતી નથી.
એટલામાં જ ઝીવાની એન્ટ્રી થાય છે.અને આરવની બાજુમાં ઉભેલો દર્શન આરવને કહે છે.. લો આવી ગઈ તમારી પરી! ઝીવાને જોતા આરવ ઝીવાને જોતો રહી જાય છે.. આટલી સુંદર એ પહેલાં ક્યારેય નતી લાગતી.. એના ફેવરિટ પિંક કલરના ગાઉનમાં એ ખૂબ જ આકર્ષક લાગતી હતી. આરાવની નજર એનાં પરથી હટતી નથી.ઝીવા પણ જાણે આંખોથી વાતો કર્યા કરે છે.
આ બધાંની વચ્ચે ઝીવા સ્ટેજ પર જાય છે. ત્યાં આવેલા બધા માટે વેલકમ સ્પીચ આપે છે. અને સ્ટેજની પાછળના રૂમમાં બેઠેલાં આરવના પપ્પા અને ઝીવાના મમ્મી પપ્પાને સ્ટેજ પર આવવા એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. આરવને તો કઈ જ સમજણ પડતી નથી કે આ શું ચાલી રહ્યું છે.. સ્ટેજ પર એના પપ્પા અને ઝીવાના પેરેન્ટ્સને જોઈને એ ખરેખર સરપ્રાઈઝ જ થઈ જાય છે.
બધી ફોરમાલિટીસ પછી,સ્ટેજ પર ગોઠવેલા બોર્ડ પરનો પડદો ઝીવા અને આરવના પપ્પા દૂર કરે છે.. એમ લખ્યું હોય છે.”HAPPY ENGAGEMENT “ અને બરોબર નીચે આરવ અને ઝીવા લખ્યું હોય છે..

આરવ તો આ બધું ફાટી આંખે જોઈ રહે છે.. ત્યાં જ “ મિ. આરવ પ્લીસ કમ તો સ્ટેજ”નું એનાઉન્સમેન્ટ થાય છે. અને આરવ શરમાતો શરમાતો સ્ટેજ પર જાય છે.સ્ટેજ પર ઝીવા એની બાજુમાં એને ટચ કરીને ઉભી રહી જાય છે. ઝીવા-આરવને બાજુમાં ઉભેલા જોઈને ઝીવાના પપ્પા બોલે છે. “નાઇસ કપલ. રબ ને બના દી જોડી”.અને પછી આરવના પપ્પા આરવને કહે છે,બેટા અમને ખબર છે કે હમણાં જે કાંઈ થઈ રહ્યું છે એ કદાચ કંઈ નથી સમજાઈ રહ્યું હોય.ત્યાં જ ઝીવાના પપ્પા પાસે આવીને આરવને બધી વાત વિગતવાર સમજાવે છે....
આરવને માનવામાં ના આવે એવી વાત હતી પણ એ હકીકત હતી.આરવ ની ખુશી નો કોઈ પાર નથી હોતો..ત્યાં જ ઝીવા આરવને કહે છે... કેવું લાગ્યું સરપ્રાઈઝ?
આરવે કહ્યું બહુ જ મોટું સરપ્રાઈઝ આપી દીધું તે ડિયર.. એ વધારે કાઈ જ ના બોલી શક્યો.. અને ઝીવાને ભેટી પડ્યો.. ત્યાં જ ઝીવા અને આરવનાં ફ્રેન્ડ્સ સ્ટેજ પર આવી ને તાળીયો પાડી ને વાતને વધાવી લે છે..અને પછી અભિનંદનની વર્ષા!
આ સુખદ સરપ્રાઈઝ અને સગાઈ-પ્રસંગ પછી પ્રભુતામાં પગલાં માંડવા માટે શુભ મુહૂર્તની રાહ જોઈ રહેલ નવદંપતિ આરવ-ઝીવા લોકો માટે સફળ પ્રેમનું ઉદાહરણ બની રહે છે.