પરમા.. ભાગ - ૪ Sachin Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરમા.. ભાગ - ૪

સુનિલે પ્રિયાની વાત જરાપણ માન્ય ન રાખી એટલે પ્રિયાએ જવાબમાં કહ્યું તો તું મને ભૂલી જજે સવારે જાન લઈ ન આવતો આટલી વાત કરી પ્રિયા એ ફોન કટ કરી નાખ્યો.

હવે સુનિલ મનથી ભાંગી પડ્યો મહેમાનોને શું જવાબ આપીશ હું એવાં વિચારમાંને વિચારમાં સુનિલે છત પર રહેલી હૂંક પર જાડું દોરડું બાંધી એમાં ટીંગાઈ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું.

અને એક તરફ વાડીએ ત્રણ વાગ્યે ઘડી ભરવાનું મુરતની તૈયારી ચાલતી હતી,સુનિલને શોધતો અનિલ મમ્મીને પૂછવા આવ્યો મમ્મી ભાઈ ક્યાં છે,
પરમા એ કહ્યું એ સંજય સાથે ઘરે ગયો છે ફોન કર એટલે આવી જશે,
મમ્મી ક્યારનો કોલ કરું છું ભાઈ ફોન ઉપાડતા નથી અને સંજય પણ અહીંયા છે,પરમા ચિંતામાં પડી ગઈ તું મામાને અહીંયા બોલાવી લાવ પછી પરમાના ભાઈ આવ્યાં ભાઈ સુનિલ ઘરે ગયો તમે જાવ જલ્દી એમને બોલાવી લાવો,
અરે પરમા નાહકની ચિંતા ન કર થાક્યો હશે એટલે આંખ લાગી ગઈ હશે હું ને અનિલ હમણાં ઘરે જઈ બોલાવી લાવીએ,

અનિલ અને મામા બાઈક લઈ ઘરે જાય છે,બારથી કેટલો દરવાજો ખટખટાવ્યો કેટલા ફોન કોલ કર્યા છતાં કોઈ જવાબ ન મળતાં મામા એ દરવાજો તોડવાનો ઉપાય કર્યો અંતે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો,ત્યાં સુનિલને લટેકેલો જોઈ અનિલ બેબાકળો થઈ મોટે સાદે રડવા લાગ્યો,
મામા પણ હેબતાઈ ગયાં પણ કઠણ કાળજું રાખી આવેલાં મહેમાનોને કોલ કરી પાંચ જણાને ઘરે બોલાવી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરાવી પંચનામું થયું સુનિલની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી,

બીજી તરફ પરમા આ વાતથી અજાણ હતી એ તો ભાઈ અને સુનિલની રાહ જોતી હતી,બધાને પૂછતી હતી દરેકનો એક જ જવાબ હમણાં આવી જશે,
અંતે પરમા એ એમની ભાભીને કહ્યું ભાભી તમે મારાં ભાઈને ફોન કરો ક્યાં પોહચ્યાં પૂછો તો ખરા,
ત્યારે ભાભી એ કહ્યું પરમા બહેન ચિંતા ન કરો તમે તમારાં ભાઈનો કોલ આવ્યો હતો ત્રણેય જણ હોસ્પિટલ ગયાં છે,
તમારાં ભાઈ બાઈક ચલાવતા હતાં ગાડી સ્લીપ થઈ છે છોલ છાલ થઈ છે ત્રણેયને બસ બીજું કંઈ નથી,
પરમા આટલી વાત સાંભળતા એમનું બ્લડપ્રેશર હાઈ થઈ ગયું ચક્કર ખાઈ જમીન પર બેભાન થઈ ઢળી પડી.

પરમાને એ જ સમયે હોસ્પિટલ દાખલ કરી જયાં સુનિલની બોડી હતી,આખો દિવસ પરમા ભાનમાં ન આવી ડોક્ટરે પણ કહ્યું ભાનમાં લાવવી જરૂરી છે નહિતર કોમામાં પેશન્ટ ચાલી જશે,
બીજે દિવસે સવારે નાનાં દીકરા અનિલને પરમા પાસે બોલવામાં આવ્યો,અનિલે મમ્મીના કાનમાં જઈ બોલ્યો મમ્મી જલ્દી જાગ તું
જો ભાઈની જાન આવી ગઈ છે તારે પોખવાનો છે ભાઈને,
પરમા એ સાંભળી ધીમેથી આંખ ખોલી,સીધી ઉભી થઈ ગઈ અને બોલી જાન આવી ગઈ છે તો હું અહીંયા કેમ...?
પરમાની ભાભી એ કઈ થયું જ નથી એ રીતે કહ્યું પરમા બહેન
જાનની બસમાં તમારું બ્લડપ્રેશર હાઈ થઈ ગયું હતું એટલે તમને હોસ્પિટલ લઈ આવા પડ્યાં,ચાલો હવે જલ્દી આપણે ઘરે જવાનું છે સુનિલ અને વહું મંદિરે થી ઘરે આવતાં હશે.

આટલું કહી ડોકટર પાસેથી રજા લઈ પરમા અને એના ભાભી ઘર તરફ પ્રયાણ કરે છે,પરમા ઘરે પહોંચતા ભાભી સુનિલે લાવેલું ઘરચોળું ક્યાં છે મારાં દીકરાની ઈચ્છા છે કે હું એ જ ઘરચોળું પહેરી બન્નેનું સ્વાગત કરું.

પરમા અંદરના રૂમમાં જઈ ઘરચોળું પહેરી બહાર આવી સ્વાગતની તૈયારી કરવા લાગે છે,
પરમા એ થાળીમાં કંકુ ચોખા ફૂલ અને એક પાણીનો લોટો ભરી થાળીમાં મૂકે છે,એટલી વારમાં બહાર એમ્બ્યુલન્સ આવે છે,

બહારનો દરવાજો દરવાજો કોઈ એ ખટખટાવ્યો એવો અવાજ આવતાં જ પરમા બોલી અરે ભાભી...