અજાણ્યું આમંત્રણ- એક સત્ય ઘટના - 2 (અંતિમ ભાગ) DharmRaj A. Pradhan Aghori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યું આમંત્રણ- એક સત્ય ઘટના - 2 (અંતિમ ભાગ)

*23/મે/2019 9:32am started writing*

પ્રસ્તાવના


મારી બે બહેનના લગ્ન હોવાથી અને કામની વ્યસ્તતાને કારણે સ્ટોરીનોં આ બીજો અને અંતિમ ભાગ લખવાનો સમય મળ્યો નહોતો, જે બદલ દરેક વાચક મિત્રો ની માફી ચાહું છું. મારી આ સ્ટોરી અને પહેલાંની બંને સ્ટોરીને મળેલ દરેક વાચકોના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. આ બીજો ભાગ છે જે વાચકમિત્રો પહેલી વાર આ સ્ટોરી વાંચી રહ્યા છે તેમણે મારા પ્રોફાઇલમાં જઈને આ સ્ટોરી નો પહેલો ભાગ વાંચવો જેથી તમને આ ભાગ સમજાશે અને આમા રસ પડશે. દરેક વાચકો ને વિનંતી કે રેટિંગ સાથે સાથે કોમેન્ટ પણ આપજો જેથી મને પણ ખ્યાલ આવે કે તમને સ્ટોરી કેવી લાગી. ઓછું રેટિંગ આપો એનાથી સ્ટોરીનું લેવલ ડાઉન થાય છે તેથી રેટિંગ ન બગડતા ના ગમવાનું કારણ મને મેસેજમાં પણ જણાવો જેથી હું તેમાં સુધારો કરી શકું. આ રીતે જ સાથ આપતા રહેજો અને મને પ્રોત્સાહન પૂરું પાડતા રહેજો. હજી લખવાનું શીખુ છું જેથી મારી સ્ટોરીમા ક્યાય ભૂલ રહે કે કોઈ સલાહ સૂચન હોય તે મને જણાવવા વિનંતી...


____________________


આગળના ભાગમાં આપણે જોયું કે કઈ રીતે લીનામાં કોઈ આત્મા આવે છે અને તે ઘરમાં તોડફોડ કરીને તેના ઘરના સાથે પણ આક્રમક થઈ જાય છે.. હવે આગળ.....

લીનાનું બદલાયેલું રૂપ જોઈને તેના ઘરના ખૂબ જ ડરી ગયા હતા. જે રીતે લીનાએ તેના ભાઇ દર્શન અને તેના મમ્મી લીલાં બેન ને એક જ હાથે ઉઠાવી ને ફેંકી દીધા હતા, આટલું બળ આવી છોકરીમાં ક્યાંથી આવ્યું એ વિચારીને જ દર્શન અને તેના મમ્મી બંને છક થઇ ગયા હતા. લીના હજી પણ રસોડામાં બધી વસ્તુઓ આમ તેમ ફેંકી રહી હતી.

બીજી તરફ અર્ધી રાત્રે આવો કોલાહલ થતાં પાડોશી પણ જાગી ગયા હતા અને લીલાંબેનના ઘર આગળ આવી પહોંચ્યા હતા.

લીલાં બેન અને દર્શનને લીનાની તાકાત આગળ પોતે નઈ ટકી શકે એમ લાગ્યું એટલે દર્શન એ એની પત્ની ને ઇશારો કરી એના પાડોશીને બોલાવી લાવવા કહ્યું. દર્શન ની પત્ની તરતજ બહાર જઈને આજુબાજુના છોકરાઓ ને મદદ માટે કહેવા લાગી. બહારથી પાંચ છ છોકરાઓ આવીને દર્શન સાથે મળીને લીનાને પકડીને કાબુ કરવા લાગ્યા. આટલાં બધાં લોકો હોવા છતાં પણ લીનાને કાબુ કરવામાં તેમને ખૂબ જ મહેનત કરવી પડી રહી હતી. લીનાની તાકાત પાંચ-છ જણા હોવા છતાં પણ પાછી પડતી નહોતી. રસોડા નજીક લીલાબેનનો રૂમ હતો એટલે જેમતેમ કરીને લીનાને લીલાંબેનના રૂમમાં લઈ જવામાં આવી. એજ રૂમમાં મંદિર પણ હતું જેથી રૂમમાં પગ પાડતાં તે અચાનક શાંત પડી ગઈ. લીલાંબેન એ તેને માથે અગરબત્તીની રાખ લગાડીને ભગવાનને પ્રાર્થના કરી અને લીનાને તેના રૂમમાં લઈ જવામાં આવી અને તે રૂમમાં જતા જ બેહોશ થઈને ઢળી પડી. લીનાના ભાઈએ તેને ઉંચકી અને તેના બેડ પર સુવાડી. આ બધામા સવારના ચાર વાગી ગયા હતા. આજુબાજુ વાળા બધા લીનાની હાલત જોઈને પોતાના મનમાં અલગ અલગ તર્ક લગાવતા એક એક કરીને લીલાં બેનના ઘરથી નીકળીને પોતાના ઘરે જતા રહ્યા.


*03/જૂન/2019 1:40pm continue writing*


લીનાના પરિવારની ઉંઘ હરામ થઈ ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે તેમની સાથે? તેમણે ચિંતિત થઈને બેસી રહ્યા લીના પાસે, પણ તે બેહોશ થયા પછી બીજી કોઈ ઘટના બની નહતી. લીલાંબેન અને તેમનાં પુત્ર અને વહુ ત્રણેય લીનાના રૂમ માં જ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બેસી રહ્યા અને સવાર પડતાં તેમણે રાહત નો શ્વાસ લીધો. આમ પણ એક રીતે અજવાળામાં માણસ ને અંધારા જેટલો ડર લાગતો નથી. લીનાના ઘરનાં સભ્યોને રાતની ઘટના બાદ એટલું તો સમજાઈ ચૂક્યું હતું કે કાંઈક કારણ તો હતું લીનાના આવા બદલાયેલા રૂપનું. પછી બધાં પોતપોતાના રૂમમાં ફ્રેશ થવાં ગયા.

સવારે લીના જાગીને પોતાના બેડ પર ગુમસૂમ બેઠી હતી. લીલાંબેન અને તેના ભાઇ-ભાભી ફ્રેશ થઈને પાછા લીનાના રૂમમાં આવ્યા. તેમણે જોયું કે લીના જાગી ચૂકી હતી.લીનાના બેડ પાસે જઈને તે લોકો બેઠા અને તેની સાથે વાતચીત કરવા કોશિશ કરી પરંતુ લીના કાંઈજ જવાબ આપતી નહોતી. ઘણાં પ્રયત્નો કરવા છતાં કોઇ જ જવાબ ન મળતાં લીનાના મમ્મીએ તેને દવાખાને લઈ જવાનું નક્કી કર્યું. દર્શન અને તેના મમ્મી લીનાને લઈને એક મોટા દવાખાને ગયા. ત્યાં જઈને રિપોર્ટ કરાવ્યા ચેકઅપ કરાવ્યું પણ લીનામાં કોઈ બીમારી જેવું લાગતું નહોતું. લીનાના ઘરના નિરાશ થઈને પાછા ઘર તરફ વળ્યા ત્યારે સાંજ થઇ ચૂકી હતી. આખા રસ્તે અવતા જતા લીના એક શબ્દ પણ બોલી નહોતી. ઘરે જઈને લીલાંબેન એ લીનાને પોતાના હાથે જમાડી અને તેના રૂમમાં આરામ કરવા લઈ ગયા. લીના કોઇપણ પ્રતિભાવ આપી રહી નહોતી. લીલાબેન લીનાને તેના બેડ પર બેસાડી સૂવાનું કહીને ઘરકામ કરવા ગયા. લીના તેના રૂમમાં જેમ લીલાં બેન મૂકીને ગયા હતા તેમજ બેસી રહી હતી. બે-ત્રણ કલાક પછી લીલાબેન પોતાનુ કામ પતાવીને પાછા લીના પાસે આવ્યા ત્યારે લીના જેમ ની તેમ જ તેના બેડ પર બેસી રહી હતી. લીલાબેન વિચારવા લાગ્યા કે ત્રણ કલાક સુધી લીના આમ જ બેસી રહી હતી. તેઓ તેની સાથે વાત કરવા પ્રયત્નો કરતા પણ તે કાંઈ જ જવાબ આપી રહી નહોતી. બસ ચૂપચાપ બેસી રહી હતી.


*03/જૂન/2019 1:40pm continue writing*


લીલાબેન એ તેને ન્હાઇને નીચે આવવા કહ્યું અને તેના માટે જમવાનું બનાવવા લાગ્યા. આમ ને આમ કલાક જેવું વીત્યું હશે તોય લીના નીચે આવી નહીં. લીલાબેન પાછા ઉપર ગયા ત્યારે જોયું તો લીના હજી પણ બાથરૂમમાં નહાતી હતી, લીલાબેન એ તેને બહારથી બૂમો પાડીને જલ્દી બહાર આવવા કહ્યું.

થોડીવારમાં લીના ન્હાઇને બહાર આવી, લીલાબેન લીના ને ફરી બોલાવવા પાછા રૂમમાં આવ્યા હતા અને તેને બહાર આવતી જોઈને પૂછયું કેમ આટલી વાર લાગી ન્હાવામાં? તો લીના દર વખતની જેમ જવાબ આપ્યા વિના પોતાના બેડ પર જઈને બેસી ગઈ. ન્હાઇને પૂજા કરવાના નિત્યક્રમ મુજબ લીલાબેન તેનો હાથ પકડીને તેને નીચે મંદીર એ પૂજા કરવા અને ભગવાનના આશીર્વાદ અપાવવા લઈ જવા લાગ્યા, લીના નાના બાળકની જેમ કાંઈપણ બોલ્યા વગર તેમની પાછળ દોરવાઈને ચાલતી પગથિયા ઉતરવા લાગી. એક, બે, ત્રણ એમ કરતાં પગથિયા ઉતરતા હજી માંડ બંને જણાં અર્ધી સીડીએ પહોંચ્યા હશે ને અચાનક લીનાની આંખોમાં અજબ પ્રકારની ચમક આવી, તેના હાથની પકડ એટલી મજબૂત થઈ ગઈ કે લીલાબેનની ચીસ નીકળી ગઈ, જાણે તેમનો હાથ કોઈ ભારે વસ્તુ નીચે આવી ગયો હોય એવી પીડા તેમને થવા લાગી. લીનાના ચહેરા પર એક કુટિલ સ્મિત ફરી વળ્યું અને તે પવનવેગે દોડતી પોતાનાં રૂમમાં જતી રહી.

લીલાબેન તેની પાછળ દોડયા પણ લીનાના અંદર જતાં જ દરવાજો જોરથી બંધ થઈ ગયો. લીનાએ જે મજબૂતીથી લીલાબેનનો હાથ દબાવ્યો હતો તેના કારણે લીલાબેનના હાથમાં સોજો આવી ગયો હતો. લીલાબેનની ચીસ સાંભળીને દર્શન અને તેની પત્ની બંને દોડતાં ઉપર લીનાના રૂમ તરફ આવી ગયા. લીનાના રૂમ આગળ લીલાબેન ઊભા હતા અને દરવાજાથી લીનાને બૂમો પાડી રહ્યા હતા.


*18/જુલાઈ/2019 6:38pm continue writing... *


5-10 મિનિટ સુધી અંદરથી વસ્તુઓ પછડાવાનાં અવાજો આવવા લાગ્યા અને અચાનક દરવાજો ખુલી ગયો, લીના રૂમની વચ્ચોવચ્ચ માથું નીચે કરીને બેઠી હતી. આખા રૂમની હાલત અસ્ત-વ્યસ્ત હતી. લીલાબેન, દર્શન કે તેની પત્ની સમજી શકતા નહોતા કે આ બધું શું થઈ રહ્યું છે. તે ત્રણેય લીના પાસે ગયા અને લીનાને ઊભી કરીને તેના બેડ પર બેસાડી. પછી લીનાને દવા પીવડાવીને લીલાબેન એ સુવાડી દીધી. દીકરીની આવી હાલત તેઓ જોઈ શકતા નહોતા. તેઓ બસ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે લીના પહેલા જેવી નોર્મલ થઈ જાય.

દિવસો વીતતાં ગયા અને લીનાની હાલત ઓર ખરાબ થવા લાગી. તે કલાકો સુધી સ્થિર બેસી રહેતી, કાંઈપણ બોલતી ચાલતી નહોતી. દિવસ દરમિયાન તે એકદમ જીવતી લાશની જેમ એક જ જગ્યાએ બેસી રહેતી હતી અને રાત્રે તોફાને ચડતી હતી અને ખૂબ જ આક્રમક થઈ જતી હતી, તેને કાબુ કરવા 4 5 જણાના ગજાની વાત રહેતી નહોતી. હવે આ બધું રોજ બનવા લાગ્યું હતું.

લીલાબેન એ ઘણા ડોક્ટરો ને બતાવી જોયું પણ લીનાને શારિરીક કોઈ જ બીમારી દેખાતી નહોતી. ડૉક્ટર લીનાને ઊંઘની દવાઓ આપીને શાંત રાખતા હતા, છેવટે લીનાની હાલતમાં સુધાર ન આવતા ડોક્ટર એ સલાહ આપી કે લીનાને કોઈક સારા મનોચિકિત્સકને બતાવો, લીનાને માનસિક બીમારી હોય તેવું લાગી રહ્યું છે.

લીનાનો ઈલાજ કરતા હતા એ ડોક્ટરે દર્શનને અમદાવાદના સારા મનોચિકિત્સકનું એડ્રેસ આપ્યું. બીજે દિવસે અમદાવાદ સિટીના સારામાં સારા મનોચિકિત્સકના દવાખાને દર્શન અને લીલાબેન લીનાને લઈને પહોંચ્યા, અપોઇમેંટ ફોન પર જ નોંધાઈ દીધી હતી. દૂર જવાનું હોવાથી દર્શનની પત્નીને ઘરે જ રહેવા દીધી હતી.

લીનાનું ચેકઅપ કરીને ડોક્ટરે તેને દાખલ કરવી પડશે એમ કહ્યું. દર્શન અને લીલાબેન અગ્રી થયા અને લીનાની ટ્રીટમેન્ટ ચાલુ થઈ પણ તેનામાં કોઈ સુધાર આવતો નહોતો, રોજની જેમ તે આખો દિવસ લાશ જેમ એક જગ્યાએ સ્થિર બેસી રહેતી અને રાત્રે તોફાને ચડતી. દસ-પંદર દિવસ સુધી લીનાની ટ્રીટમેન્ટ બાદ પણ લીનામાં જરાય ફર્ક દેખાતો નહોતો.

લીનામાં ફર્ક ન પડતાં મનોચિકિત્સકે કહ્યું કે લીનાને કોઈ પાગલખાનામાં એડમિટ કરવી પડશે. આ વાત સાંભળીને લીલાબેન અને દર્શન અંદરથી તૂટી ગયા, તેમણે લીનાને પોતાના ઘરે જ રાખવાનું નક્કી કર્યું. લીનાને પાગલખાનામાં લઈ જવા તેઓ રાજી નહોતા. છેવટે લીનાને ઘરે લઈ જવામાં આવી. ઘર આવ્યાં પછી પણ લીનામાં ખાસ બદલાવ આવતો નહોતો, રાત્રે લીનાને બાંધીને રાખવાની સ્થિતિ થઇ ગઇ હતી. તે કલાકો સુધી લાશ જેમ એક જ સ્થિતિમાં બેસી રહેતી. જમાડો તો જમે, કોઈ સાથે વાત ન કરે.

આમ ને આમ ચાલતું રહ્યું અને એક દિવસ લીનાની આ હાલત જોઈને પડોશમાં રહેતા એક બેન એ સવારમાં દર્શન બહાર ઓટલે ઊભો હતો ત્યારે તેને બોલાવીને કહ્યું, "બેટા, મને ખબર છે આ જમાનામાં ભૂતપ્રેત પર તમારા જેવા ભણેલા લોકો વિશ્વાસ કરતા નથી પણ લીનાને કોઈક વર્ગાળ હોય એવું લાગે છે, તેને કોઈક સારા તાંત્રિકને બતાવી જુઓ કાંઈક ફર્ક પડે તો."

આમ તો દર્શન કે લીનાબેન તાંત્રિક કે એવા બધામાં માનતા નહોતા પણ, લીનાની હાલત જોઈને અને દરેક જગ્યાએ ડોક્ટરને બતાવ્યા બાદ પણ કોઈજ ફર્ક ન પડતાં આ પ્રયત્ન કરવાં માટે દર્શન અગ્રી થયો, તેણે ઘરમાં જઈને તેની પત્ની અને લીલાબેનને કહ્યું,
" આમ તો હું આ બધામા માનતો નથી પણ એક વાત કહેવા માગું છું, લીનાનું વર્તન જોઈને મને એમ લાગી રહ્યું છે કે તેના પર કોઈ ખરાબ શક્તિનો પ્રભાવ છે. આપણે એને કોઈ તાંત્રિક પાસે બતાવવી જોઈએ."
લીલાબેન અને દર્શનની પત્ની લીનાની સ્થિતિ જો સુધારતી હોય તો આ વાત માટે અગ્રી થયા અને દર્શનને કહ્યું તે આજે જ કોઈ તાંત્રિકને બોલાવી લાવે.

નજીકના ગામના એક પ્રખ્યાત તાંત્રિક પાસે દર્શન ગયો અને તેની બહેન સાથે બનેલી દરેક ઘટના ને બધું જ જણાવ્યું.


*20/જુલાઈ/2019 7:39pm continue writing... *


તાંત્રિક એ એજ દિવસે રાત્રે દર્શનના ઘરે જવાનું નક્કી કર્યું. દર્શન ભગવાનને પ્રાર્થના કરતો કરતો ઘરે આવ્યો કે તેની બહેન સાજી થઈ જાય. ઘર આવીને દર્શન એ બધી વાત ઘરમાં તેની પત્ની અને લીલાબેનને કરી કે આજ રાત્રે જ તાંત્રિક આવશે અને લીનાને ઠીક કરી આપશે. આ સાંભળીને બધાની ખુશીનો પાર ન રહ્યો. તેઓ ખૂબ જ આતુરતાથી તાંત્રિક ના આવવાની રાહ જોવા લાગ્યા.

રાહ જોતા જોતા અંધારું થયું, ઘરનાં બધાં લીનાને જમાડીને પોતે જમવા બેઠા. દર્શન એ તાંત્રિકને કોલ કર દીધો હતો તે રાત્રે બાર વાગ્યે આવી રહ્યા હતા. જમીને આડી-અવળી વાતોમાં બાર વાગવા આવ્યા. તાંત્રિકના આવવાનો સમય થઈ ગયો.

રાત્રે બહાર કૂતરાના ભસવાના, ઘુવડ અને નિશાચર પશુ-પક્ષીઓના ડરાવના અવાજે વાતાવરણને ઓર ભયાવહ બનાવ્યું હતું. રાઇટ બારના ટકોરે દરવાજે દસ્તક થઇ. દર્શન ઉતાવળા પગલે દરવાજો ખોલવા ગયો. દરવાજો ખુલતા જ સામે કાળા વસ્ત્રોમાં સજ્જ, કપાળ એ કાળું તિલક, ગળામાં કેટલીય માળાઓ, હાથમાં અલગ અલગ રંગનાં પત્થરોવાળી વીંટીઓ અને ખભે લટકતી ઝોળીમાં તાંત્રિક કાંઈક અલૌકિક જ લાગતા હતા. દર્શન એ તેમને આવકાર આપ્યો અને તાંત્રિક ઘરમાં પ્રવેશ્યા.

દર્શનની પત્ની અને લીલાબેન એ તેમને પ્રણામ કર્યા, તાંત્રિક એ 'જય મહાકાળી' કહીને તેમને આશીર્વાદ આપ્યા. પછી સમય ન બગડતા તાંત્રિક એ લીના પાસે જવા કહ્યું, દર્શન તેમને લીનાના રૂમ સુધી દોરી ગયો. પાછળ પાછળ લીલાબેન અને દર્શનની પત્ની પણ લીનાના રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં પ્રવેશતા જ તાંત્રિકને કાંઈક નેગેટીવ એનર્જી મહેસૂસ થઈ, તેમણે દર્શનને કહ્યું.

"નક્કી આ રૂમમાં કોઈ તાકાતવાન આત્મા લાગે છે, હું એને મહેસૂસ કરી શકું છું."

પછી તેમણે લીના તરફ ગયા, લીનાના હાથપગ બાંધેલા હતા અને તે સૂઈ રહી હતી. તેમણે લીનાની નજીક જઈને તેના પર અભિમન્ત્રીત જળ છાંટયું, લીના એ આંખો ખોલી દીધી અને તાંત્રિક તરફ ત્રાટક કર્યું, લીના બાંધેલી હતી જેથી તે તાંત્રિકને નુકસાન ન પહોંચાડી શકી. લીના જોરથી ચીસાચીસ કરવા લાગી.

તાંત્રિક એના બેડ આગળ વીધી કરવા લાગ્યા. દર્શન એ આજુબાજુના છોકરાઓને રાત્રે આવવા જ કહી રાખ્યું હતું જેથી લીનાને કાબુ કરવામાં સરળતા રહે, થોડીવારમાં તે લોકો પણ ઉપર લીનાના રૂમમાં આવી ગયા.

તાંત્રિકએ મંત્રોચ્ચાર શરુ કર્યા અને લીના પર જળના છાંટા મારતા રહ્યા. લીના હવે કાંઈક અલગ જ રૂપમાં દેખાઈ રહી હતી. તેના લાંબા કાળા વાળ છૂટી ગયા હતા, તેની આંખો એકદમ મોટી અને લાલચોળ થઈ ગઈ હતી, તે તાંત્રિક તરફ ઘૂરકીને છૂટવાના પ્રયત્નો કરી રહી હતી. હવે તાંત્રિક એ લીનાના બેડ ફરતે મંત્રોચ્ચાર કરતા કરતા આંટા મારવાનું શરૂ કર્યું, ચાલતા ચાલતા લીંબુના અર્ધા ભાગ પર ચીરા કરીને તે લીનાના બેડના ચારે ખૂણા પર મૂકવા લાગ્યા.

લીનાને બાંધી હતી એ રસ્સી અચાનક તૂટી ગઈ અને જેમ કોઈ હિંસક પશુ પોતાના શિકાર પર ત્રાટકે એમ લીના એ તાંત્રિક પર હુમલો કર્યો. દર્શન અને તેણે બોલાવેલ બીજાં છોકરાઓ લીનાને પકડવા દોડયા, તેમાંથી જેમતેમ કરીને તાંત્રિકને છોડાવ્યા અને લીનાને બેડ પર બાંધવા લાગ્યા. એવામાં લીના એ આખે-આખો બેડ ઉપાડીને ઘા કર્યો, તાંત્રિક પણ આવા હુમલાથી ડઘાઈ ગયા હતા. તેમણે લીનાના પરિવારને ઇશારો કરીને નીચે આવવા કહ્યું અને પોતે ફટાફટ સીડીઓ ઉતરી ગયા.

લીનાને મહામુસીબત એ બાંધીને બધા જ નીચે આવ્યા. દર્શન એ તાંત્રિક સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તાંત્રિક એ ગળું ખંખેરીને બોલવાનું શરૂ કર્યું:

"લીનામાં કોઈક આત્મા છે જે કોઈ અવગત્યે મૃત્યુ પામેલા એક કિન્નરની છે, એવું મેં પોતાની સિદ્ધિઓ દ્વારા જોયું અને તે આત્માને કાબુ કરવી મારા ગજાની વાત નથી. તે આત્મા સાચે જ બહુજ તાકાતવાન છે."

તાંત્રિક એ લીલાબેન તરફ જોઈને કહ્યું કે,

"દોઢ બે મહિના પહેલા જ્યારે તમે લીનાના વાળ કાપીને બહાર ચોકમાં ફેંક્યા હતા ત્યારે તે કિન્નરની આત્મા ત્યાંથી પસાર થઈ રહી હતી અને એ સમયના ચોઘડિયા દરમિયાન અમુક અવગત્યા જીવોની આત્માઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા આમથી તેમ ભટકતા હોય છે. એવામાં તમે ફેંકેલા વાળ તે આત્મા પર પડ્યા અને તે લીનાના શરીરમાં પ્રવેશી ગઈ."

આ વાત જાણીને લીલાબેન અને તેમના ઘરના શોક થઈ ગયા. પોતાની દીકરી સાથે આવું થયું અને તે પણ પોતાના જ હાથે તે જાણીને લીલાબેનનો કલ્પાંત જોઇ શકાય એવો નહોતો. તેમણે તાંત્રિક આગળ હાથ જોડીને પ્રાર્થના કરી કે તેમણે કોઇપણ ઉપાય કરીને લીનાને બચાવી લે.

પણ, તાંત્રિક એ કહ્યું કે આ આત્મા બહુજ તાકાતવાન છે અને લાંબો સમય થવાથી લીનાના શરીરમાં ઘર કરી ગઈ છે. એને કાઢવી બહુજ અઘરી વસ્તુ છે. તો આનો તોડ મળવો મુશ્કેલ છે, એમ કહીને તાંત્રિક એ હાથ જોડીને ત્યાંથી ભારે હ્રદય એ વિદાય લીધી.

આ રાત પછી દર્શન અને લીલાબેન બહુજ ફર્યા, બહુજ તાંત્રિકો શોધ્યા, કેટલીય વીધી કરાઈ, કેટલાય પ્રયત્નો કર્યા પણ દરેક વખતે લીનામા રહેલી આત્મા કોઈ કાળે તેનું શરીર છોડીને બહાર આવવા રાજી નહોતી. આમ કરતાં 3-4 મહીના વીતી ગયા.

હવે લીનાને સાચવવું ઘરના માટે અઘરું થતું જતું હતું, લીના આમ તો કલાકો સુધી હલ્યા વગર બેસી રહેતી પણ તોફાને ચડે ત્યારે તેને કાબુ કરવી ઘરના ના ગજાની વાત રહેતી નહોતી, દર વખતે લીનાને કાબુ કરવા 8-10 જણાની જરૂર પડતી પણ આ બધું ક્યાં સુધી ચાલતું?

લીનાનું શરીર હવે તેનો સાથ છોડવા લાગ્યું હતું, તે દિવસે દિવસે કમજોર થતી જઈ રહી હતી, તેની માનસિક સાથે શારીરિક હાલત પણ વધારે બગડતી જઈ રહી હતી. લીનાની આ હાલત ન જોવાતા ઘરનાં એ દિલ પર પત્થર મૂકીને તેને કોઇક માનસિક સારવાર કરતા આશ્રમમાં મૂકવાનું નક્કી કર્યું જ્યાં તેનો ઈલાજ શારીરીક તથા માનસિક બંને રીતે થઈ શકે.

ભારે મનથી રોકકળ કરતાં કરતાં લીનાના ઘરના સભ્યો લીનાને એક આશ્રમમાં મૂકી આવ્યા જ્યાં તેનો ઈલાજ થાય. લીનાને મળવા તેનાં ઘરનાં અવાર-નવાર જતાં આવતાં રહેતા. પણ લીનાની હાલતમાં કોઈ જ સુધાર આવ્યો નહીં...


*23/જુલાઈ/2019 11:16am continue writing... *


તો આ હતી લીનાના જીવનમાં બનેલી એક સત્ય ઘટના જેણે તેની લાઇફ ને નર્કમાં ફેરવી દીધી. આનો એન્ડ હું બદલવાનો હતો પણ જે જેવું બન્યું છે તેમજ લખું એવું મારાં લેખક મિત્ર, મારાં મોટા ભાઈ જેવા साबिर ख़ान એ કહ્યું, જેઓ મારાં પર્સનલ સલાહકાર, મારાં ફ્રેન્ડ અને હોરર સ્ટોરીના બેસ્ટ લેખકો માંથી એક છે, તો મેં તેમની સલાહ નું માન રાખીને જેમ ની તેમ જ લખી અને વાચકોને રસ જળવાઈ રહે તે માટે થોડુક મારી રીતે એડિટ કરી...

આશ્રમમાં મૂક્યા પછી તે ગર્લનું શું થયું એન્ડ ઓલ મને આ સ્ટોરી જણાવનાર વાચકને પણ ખ્યાલ નથી, અને એમણે હવે વરસોથી એવ લોકોના કોન્ટેક્ટમાં પણ નથી જેથી આગળનું શું થયું તે જાણી શકાયું નથી...

આજે લેપટોપમાં 23/7/2019 એ બપોરે 12:54pm એ આ સ્ટોરી લખીને પૂર્ણ કરું છું...
અને લેપટોપમાંથી જોઈને નાના મોટા સુધારા વધારા સાથે આજે 25 જુલાઈ 2019 e sanje 5:42pm e ફોનમાં લખીને પૂર્ણ કરું છું...


ધર્મરાજ એ. પ્રધાન 'અઘોરી'
9033839226