ડાર્ક સક્સેસ Arjun દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ડાર્ક સક્સેસ

"લેડીઝ એન્ડ જેન્ટલમેન, કિપ સેફ યોર હાર્ટસ, બિકોઝ હવે આવી રહ્યો છે....
જોની...જોની...જોની...જોની...

એન્કર નું એટલું બોલતા જ વીશાળ જનમેદની માંથી જોની જોની ના નારા લાગવા મંડ્યા... મુંબઇ નું સૌથી મોટું રોકસ્ટાર ગ્રાઉન્ડ, એમ તો તેનું સાચું નામ સેન્ટ ઝેવિયર્સ ગ્રાઉન્ડ હતું, પણ તેમાં અવાર નવાર રોક કોન્સર્ટ થતા હોવાથી, તેનું નામ રોકસ્ટાર ગ્રાઉન્ડ પડી ગયું હતું. રાતના 11 વાગ્યા હતા. નાના મોટા નામી કલાકારો પોતાનું પ્રદર્શન કરી ચુક્યા હતા. પણ સેંકડો ની જનમેદની માં જરા પણ ઘટાડો દેખાતો ન હતો. બધા એક જ રોકસ્ટાર ની રાહ જોઈ રહ્યા હતા. અને એ હતો ઇન્ટરનેશનલ રોક આર્ટિસ્ટ જોની. એને વર્ણવવા શબ્દો ઓછા પડે એવી એની પર્સનાલિટી. જોની નું નામ સાંભળતા જ પબ્લિક જાણે ગાંડું થયું. સેંકડો લોકો ના અવાજ વચ્ચે એન્કર નું માઇક પણ જાણે ધ્રુજતું હતું...

સ્ટેજ પરના મ્યુઝિક આર્ટિસ્ટ તૈયાર થઈ ગયા હતા. ડ્રમ આર્ટિસ્ટ એ તેના હાથ મજબૂત કરી લીધા.. ગિટાર પણ ખૂબ તૈયારી માં હતું..

અને સ્ટેજ ના પાછળના ભાગમાંથી એક માણસ આવતો હતો...લાબું કાળું જેકેટ, જેકેટ ની અંદર રેડ કલર નું ટીશર્ટ, ટીશર્ટ ઉપર લાંબા અને જાડા સોનાના ચેન, અને તેના પર ફંકી ટાઈપના ફોકસી પેંડલ્સ, હાથ પર મોટી મોટી સ્કલની વીંટીઓ, કાંડા પરના જાડા જાડા વાયરો ના બ્રેસલેટ, હાથ પર ચિતરાવેલું વિશાલ ટેટુ ખૂબ ડરામણું લાગતું હતું,
જગ્યા જગ્યાએ થી ફાટેલું સ્કાય બ્લુ જીન્સ, નીચે બ્રાઉન રંગ ના વોલબુટ....

એ બધા કરતા પણ સૌથી ભયાનક તો તેનો ચહેરો લાગતો હતો, ખભે સુધી પહોંચતા લાંબા લાંબા વાળ , મોટી આખો પર ભૂરી કિકી, નેણ પર લટકાવેલી કડી, નાના નાક પર લટકાવેલ બુલ રિંગ, આખો પર આંજેલુ બિહામણું આંજણ, બંને કાન પર લટકાવેલ ક્રોસ, આછી આછી મૂછો, નાના હોઠ પર વીંધવેલી ઘૂઘરી, સાઈડ નો ચાંદી નો દાંત જ્યારે હસે ત્યારે સુંદર ની બદલે વધુ ડરામણો લાગે... લાંબી કાળી દાઢી.... અને ખભે લટકાવેલું ગિટાર.. જાણે સાક્ષાત શેતાન નો અવતાર.......

જોની ની એન્ટ્રી થતા જ લાખો ની જનમેદની જાણે ગાંડી થઈ... મ્યુઝિક આર્ટિસ્ટ પણ ફૂલ ફોર્મ માં મ્યુઝિક વગાડવા મંડ્યા પબ્લિક તો જોશ માં નાચવા માંડ્યું કોઈના હાથ માં ખોપરી દોરેલા બેનર્સ તો કોઈના હાથ માં લવ યુ જોની લખેલા પોસ્ટર્સ... તો અમુક વળી જોની જેવો જ વેશ કાઢી આવ્યા હતા.... દર્શકો માં યુવાનો અને કોલેજીયનો જ જમાવડો હતો....

અને જોની ધીરે ધીરે માઇક પાસે આવી પોતાના ઘેરા અવાજે ગાવાનું ચાલુ કર્યું. તેનો અવાજ કોઈ ડેવિલ કે શેતાન થી કમ ન હતો.. આખા ભયાનક વાતાવરણ વચ્ચે પણ જુવાનો ઝૂમી રહ્યા હતા.

જોની નો અવાજ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો હતો, એ સાથે જ મ્યુઝિક નું બાસ પણ વધી રહ્યું હતું અને પબ્લિક પણ હવે જોશ માં આવી ગયું હતું... જોની ગળું ફાડી ગાઈ રહ્યો હતો મ્યુઝિક આર્ટિસ્ટ પણ પુરા જોશ માં વગાડી રહ્યા હતા.. સ્ટેજ પરની લાઈટો દૂર દૂર સુધી જઈ રહી હતી. અને દર્શકો ની તો વાત જ ન પૂછો!!!

અર્ધા કલાક પછી જોની હવે પુરા જોશ માં આવ્યો હતો. જોશ માં આવી તેણે ગાતા ગાતા માઇક નું સ્ટેન્ડ પછાડી તોડી નાખ્યું અને માઇક લઇ ગાવા મંડ્યો પાછો ગાતા ગાતા પોતાનું જેકેટ કાઢી ફાડી બે કટકા કર્યા , અને પબ્લિક માં ફેંક્યા... લોકોમાં તેને પકડવા પડાપડી થઈ.. જોની ના ચહેરા પર બે ભાવો ભેગા થયા હતા..... ગિટાર પર જલ્દી જલ્દી ફરતો તેનો હાથ વધુ બળથી ફરી રહ્યો હતો. આખો માંથી ગુસ્સો. અને જોશ દેખાતો હતો. આખો માંથી નીકળતા આંસુ તેના સુરમાને ગાલ પર લાવી રહ્યા હતા. આખા મોઢા પર કાળા રેગાડાં ઉતરી આવ્યા હતા. જે તેને વધુ ભયાનક બનાવી રહ્યા હતા.... જોની ના લાંબા સુર હવે મોટી રાડો માં ફેરવાઈ ગયા હતા. અને લોકો જાણે એને સાંભળીને જોશ ફિલ કરી રહ્યા હતા.

જોની રાડો નાખતો હવે આગળ વધે છે.. સ્ટેજ પર પડેલા ટેબલ પર રાખેલા બાઇબલ ને ઉઠાવે છે... અને હાથ ઉંચા કરી લોકોને બતાવી રહ્યો છે. અને લોકોમાં જાણે કોઈ અનોખો જોશ આવે અને બધા અતિ જોશ માં આવી રાડો નાખે છે... અને ત્યારબાદ જોની એક હાથ માં બાઇબલ લઈને એક એક પન્ના ને ફાડીને ઉડાડે છે ..અને લોકો રાક્ષસી આનંદ માં રાડો નાખે છે... આવા ઘોંઘાટ વચ્ચે જોની ફૂલ જોશ માં આવી પોતે પણ ગળું ફાડી રાક્ષસી અવાજ માં રાડો નાખે છે, અને એકઝાટકે પોતાના ખભેથી ગિટાર ઉતારી નીચે પછાડે છે અને ગિટાર ના કટકે કટકા થઈ જાય છે અને જોની ચાલ્યો જાય છે. અને આ સાથે જ કોન્સર્ટ પૂરું થાય છે.

'સર...સર...જોની...સર..પ્લીઝ એક સવાલ...સર...સર... '' જોની ના રસ્તામાં 15-20 પત્રકારો નું ટોળું માઇક મોઢા પાસે ધરી ઇન્ટરવ્યૂ લેવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે... પણ જોની એ બધાને નજરઅંદાજ કરી પોતાની સામે પડેલી પોતાની બીએમડબલ્યુ નો પાછલો ડોર ખોલી બેસવા જાય છે, ત્યાં જ એક સવાલ કાને પડતા તેનો પગ અટકી જાય છે....

'સર.. સર... તમારી સફળતા નો શુ રાઝ છે?? મહેનત, પ્રેક્ટિસ કે પછી કોઈ શોર્ટકટ!!!''

જોની તુરંત પાછો વળે છે... ઝડપી પગલાં ભરતો પત્રકારના ટોળામાં ઘુસી પેલા પૂછનારને એક તમાચો ઝીકી દે છે... બધા હેબતાઈ જાય છે... બધા ના કેમેરા જોની તરફ વળે છે....

''ઉંચે આસમાન મેં ઊડતી ચીડિયા કો તલવાર સે નહિ તમંચે સે ડર લગતા હૈ.....'' પોતાના ડરામણા અવાજમાં કતાક્ષવાળા સ્માઇલમાં આટલું બોલી જોની નીકળી જાય છે...

''તો જૈસા કી અભી આપને દેખા અપને સનકી મિજાજ કે લિયે મશહૂર રોકસ્ટાર જોની ને એક રિપોર્ટર કો બુરી તરહ સે તમાચા માર દિયા.....ઔર હમેશા કી તરહ એક પહેલી છોડ કર ચલે ગયે.......''

શોર્ટકટ.....શોર્ટકટ.... વિશાળ રોયલ બાથટબ માં પડેલા જોનીના મનમાં ક્યારનો એક જ શબ્દ ગુંજી રહ્યો હતો.... બાજુમાં પડેલા ગ્લાસમાં સ્કોચ વિસ્કી રેડી, એક ઘૂંટ પીને પાછો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો....

કોણ હતો જોની? શુ છે એનો ભૂતકાળ!!! શુ હતો એની સફળતાનો રાઝ!! ડાર્ક સકસેસ?? જાણો ડાર્ક સકસેસ 2 માં... કેવો લાગ્યો ડાર્ક સકસેસ ની શરૂવાત આપના અભિપ્રાયો અમને જરૂર જણાવશો....

Aryan luhar
wts..7359797486
instagram... @arts_arjun