ઈંતઝાર Ankit Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈંતઝાર

સનિવાર સવારે 5:32 એ સવારે વહેલા કોલ આવે છે...

સામે થી : અંકિત પુરોહિત
હું : જી હા આપ કોણ
તે : ઓહ રિયલી ?
હું : માફ કરજો મેડમ પણ આપ ની ઓળખાણ થઇ નહિ
તે: હું એ છું.. જેને તારી માફી માંગવા ની રીત થી નફરત છે... અને એ લોકો પર જે તારા જોડે હર હમેંસ માફી માંગવા તતપર રહેતા હોય છે.
હું : અરે જોલી તમે... કેમ એટલા વહેલા કોલ બધું ઠીક તો છે.
તે : હા ભાઈ બધું ઠીક છે. આતો તારી યાદ આવતી હતી
હું : ઓહ રિયલી
( બન્ને તરફ થી હસવા ના અવાજ આવ્યા)
અચાનક સામે થી હસવા નો અવાજ બંદ થઇ જાય છે હાસ્ય અધૂરું રહે છે.
તે: ક્યાં છો અત્યારે
હું: પથારી માં
તે: 15 મિનિટ માં રૈલવેસ્ટેસન આવી સકસો?
હું: હા આવું છું પણ તમે ક્યાં જાઓ છો
તે: અહીં આવ પછી કહું બધું...
હું: ઓકે આવું છું ઇન્તઝાર કરો...
15-20 મિનિટ પછી
પ્લેટફોર્મ ટિકિટ લઇ ને અંદર ગયો...
આજુબાજુ નજર કરી કોઈ ખાસ દેખાયુ નહિ
પછી દૂર એક જાણીતી 24 યર ના મારા નજીક ના એક મિત્ર નામે જોલી મને એક બાંકડા પર દેખાય.
પગ પર પગ ચડાવી એક હાથ માં બિસ્લરી ની બોટલ અને એક હાથ માં બુક
સવારે અંધારું હતું છતાં ગોગલ્સ ગાલા માં દુપટ્ટો...
રેડ કલર ના ઊંચી એડી ના સેન્ડલ.
એમની બ્લેક બેગ પર આઈ ફોન 6S...
હું ગયો...
તે : અરે આવી ગયો.
હું : તમે બોલાવો તો આવું જ પડે
તે: ઓહ રિયલી
( ઓહ રિયલી બોલ્યા બાદ અમે બન્ને હસિયે જ છીએ ખબર નહિ કેમ પણ)
હું એમની બાજુ માં બેઠો.
એમની બોટલ માંથી પાણી પીધું...
હું: પાછા ક્યારે આવશો
તે: ખબર નહિ
હું: ખબર નથી કે ક્યારેય નહિ...
તે : પહેલા એ તો પૂછ ક્યાં જાઉં છું.
હું: તારી હાજરી મને માયને રાખે છે. ક્યાં જાઓ છો એ નહિ ક્યારે પાછા આવશો એ માયને રાખે છે.
તે: ઓહ રિયલી?
( આ વખતે હું ના હસી સ્કયો એ હસે છે અને અચાનક અટકી જાય છે...)
હું કશુ બોલું એવી હાલત નહોતી... સાયદ તે રડતી હતી.
5-7 મિનિટ પછી
તે: તું ગાંધીનગર ક્યારે જાય છે...
હું: 10 પછી
તે: 30- 06 એ બરોડા આવી સકે
હું: તમે બોલાવો તો આવું જ પડે...
તે: મારી સગાઇ છે.
હું: અરે વાહ.... અંતે કોઈ તો તમને પસંદ આવ્યો...
કોણ છે સુ કરે છે ક્યાં રહે છે...???
બહુ બધા પર્સનો નો એક પણ ઉત્તર ના મળ્યો...
તે: મને એ નથી પસંદ તે NRI છે...
ઓસ્ટ્રેલિયા રહે છે..
હું: અરે આના થી સારું નહિ મળે... પસંદ કરી લે...
તે: અરે યાર મને એમ કે મને કોઈ નહિ સમજે અંકિત સિવાય અંતે તું પણ ના સમજ્યો...
હું: વાત સમજવા અને સમજાવા ની નાથી...
હું તારી જીવનસૈલી જાણું છું તું મોટી લેખક બનવા માંગે છે.. પણ કેમ નથી બનતી એ પણ જાણું છું... નામ સુ છે NRI નું
તે : પ્રતીક જૈન
હું: ને પ્રતીક કેમ નથી પસંદ
તે: પ્લીઝ લિવ ઈટ
હું: ઓકે
ટ્રેન કેટલા વાગે છે.
તે: 7:25
હું: હજુ તો 6: 16 થઇ છે
તે: ચાલ બાજુ માં મંદિર છે પાતાલેસ્વર ત્યાં જઇએ
હું : હા ચાલો
હજુ પણ અંધકાર છે... મંદિર માં આરતી ચાલુ હતી... દર્શન બાદ એક વડ ના ઝાડ નીચે બેઠા...
તે: ઝીંદગી ક્યારે ટર્નં લઇ લે છે કઈ ખબર પડતી નથી...
બધું કેટલું જલ્દી થઇ જાય છે...
હું: અચ્છા, હું એક વાત ના સમજી સ્કયો કે તારું ફેમિલી તો મુંબઇ છે તો તારી સગાઇ વડોદરા માં કેમ
તે: અંકિત હું સગાઇ નથી કરવા ની...
હું બરોડા શિફ્ટ થઇ રહી છું...
હું: મતલબ હવે તમે ક્યારેય નહિ આવો પાલનપૂર...
તે: સાયદ નહિ પણ તને મળવા આવીસ ચોક્ક્સ...
હું: કેમ પણ યાર તને પાલનપૂર માં સારી એવી સેલેરી મળે છે તો કેમ આ જોબ છોડે છે...
તે સાંત બેસી રહે છે...
10 મિનિટ અમે બન્ને કશુ જ બોલ્યા નહિ...
સુધીર ભાઈ : ભાઈ ઇતની ખામોસી કયો હે યહાં
(સુધીરભાઈ ઉંમર 60 લાઈબ્રેરીયન છેં... મારા અને જોલી ના ખાસ મિત્ર... અમે એમને દાદા કહીયે.)
મારા હ્રદય માં હિન્દૂ ધર્મ પ્રતેય કટ્ટર ભાવના જગાડવા માં દાદા અને અલ્પેસ ભાઈ નો બહુ મોટો ફાળો છે...
જોલી: હજારો જવાબો કરતા મૌન સારુ, ના જાણે કેટલાય સવાલો ની આબરુ રાખે છે.
દાદા: તુ ઝઘડી લે મારી સાથે એકવાર દોસ્ત,
મન ભરી, તારુ મૌન તો અમને ખુંચે !
હું: ખુંચે એ તો અહમ છે, મૌન તો નામથી બદનામ છે,
દાદા: અરે વાહ ઉસ્તાદ...
જોલી: મૌનને જાહેરમાં બદનામ ન કરો, વહાલા
સંબંધો તો ફકત બોલવાથી બગડતા હોય છે !
દાદા: લાગે છે બહુ દુઃખી છો.. હું નથી સમજી સકતો કે રોકાવું જોઈએ કે જવું જોઈએ...
હું: જોલી, સંબંધો છે કે કાચના ઘર ? આમા જાહેર શું ને ખાનગી શુ? બોલીને તો વાચા થાય, મે મુંગા માનવી ના સંબંધો વણસતા જોયા છે...!
જોલી:
મૌનની મઝા અલગ છે, સમજવા માટે પણ,
બાકી કાચના ઘર ટુટે તો અવાજ કરી જાણે
દાદા:આપડે ક્યારેય પણ મૌન વાચી શકવાના નથી, ને તૂટી ગયેલા સંબંધો જોડી શકવાના નથી...
જોલી:મૌન વાચી ન શકીએ તો કંઇ નહી વહાલા,
સમજી શકીએ એ જ સંબંધની સફળતા છે.
દાદા: ગેરો કી મહેફિલ મેં હમારા ક્યાં કામ હમ તો ચલે ભોલે બાબા કે પાસ... જય શિવ
હું અને જોલી : જય શિવ દાદા
5 મિનિટ 10 મિનિટ અમારા બે માંથી કોઈપણ કઈ બોલે એવી હાલત માં નહોતા એકાંત નો ફાયદો લઇ હું જૂની યાદો માં શરી ગયો...
આજ થી સાયદ 9 મહિના પહેલા
હું પાલનપુર થી પાટણ અભ્યાસ માટે ડેયલી અપડાઉન કરું છું
સવારે 6:15 ની બસ માં બેસું અને 8 વાગે કોલેજ... કોલેજ થી 11 વાગે પાલનપૂર માટે રીટર્ન થાઉં અને 1 - 2 વાગે પાલનપુર આવી જાઉં છું
એ દિવસે વરસાદી માહોલ હતો પાટણ થી સિદ્ધપુર ની બસ સ્ટેન્ડ પર લાગી હું રહ્યો કોલેજીયન બોય ધક્કા મુક્કી માં ગમ્મે તેમ કરી ને બસ માં ચડી ગયો 2 જણ ની સીટ માં બેસી ગયો અને બાજુ વળી સીટ પર મારી બેગ મોકી દીધી જેથી કોઈ ત્યાં બેસે નહિ ( મારી એક ટેવ છે અગર વિન્ડો સીટ ના મળે તો બસ માંથી ઉતરી જવું...
અગર વિન્ડો સીટ મળે પણ કોઈ વૃદ્ધ અથવા બીમાર આવી જાય તો પણ ઉતરી જવું...)
હું બસ માં બેસી ગયો કાન માં ઇયરફોન લગાવ્યા અને કોઈ કોલેજિયન આવી ને બેસે એનો ઇન્તઝાર કરી રહ્યો પછી એ ભલે ને છોકરી હોય કે છોકરો હોય
કાન માં ઇયરફોન અને મને હજુ પણ યાદ છે કે ગીત હતું મહોબત બરશા દેના સાવન આયા હે!!!?
મારી નજર કોઈ કોલેજીયન ને જ શોધી રહી હતી... ત્યાં ધીમો ધીમો વરસાદ ચાલુ થઇ જાય છે સૂરજ વાદળ ની પાછળ સંતાઈ જાય છે અને જાણે સાંજ ના 6 વાગ્યા હોય એવો માહોલ થઇ જાય છે...
ત્યાં દૂર વરસાદ માં ભીંજાતો એક અજાણ્યો ચહેરો મારી નજરે ચડે છે... તેના હાથ માં બે પુસ્તક હતા જેનો ઉપયોગ એ છત્રી તરીકે કરી રહી હતી.. માથે પુસ્તક ઢાંકી ને જાણે પોતાના મેક અપ ને જાળવી રાખવા નો પ્રયત્ન કરી રહી હોય એ કોઈ યુવતી હતી જે શાયદ એજ બસ માં આવાનો પ્રયાસ કરી રહી હતી જે બસ માં હું હતો બસ માં હજુ 3 4 સીટ ખાલી હતી
વરસાદ ના ધીમા ટીંપા બારી માંથી આવીને મને ભીંજવી જતા... તે બસ માં એન્ટર થાય છે... આગળ 3 સીટ ખાલી હતી છતાં પણ એ મારા તરફ આવી રહી હતી...
મારા હાથ માં ચેતન ભગત ની બૂક રિવોલ્યુસન 20 20 હતી જેને હું વાંચી રહ્યો હતો...
એ મારી બાજુ વળી સીટ પર આવી ને ઉભી રહે છે...
મેં ઇયરફોન લગાવેલા હતા અને મોઢા પર રૂમાલ બાંધેલો હતો...
એને મને ઈશારા માં બેગ લેવા નું કહ્યું... મેં બેગ લીધી અને એ સીટ પર બેસી ગયા...ઉંમર સાયાદ 23 ની રહી હશે
બસ ઉપડી ગયી 5-7 KM ચાલી હશે ને ત્યાં
થોડાક અંતરાલ પછી એ કોઈક બોલી રહી ર્હોય એવું લાગ્યું
મેં ઇયરફોન હટાવ્યા અને રૂમાલ પણ હટાવ્યો એકચ્યુલી હું ચેતન ભગત ને વાંચી રહ્યો હતો...
તે: બુક વાંચવાની સ્પીડ બહુ સારી છે...
હું: તારીફ કરો છો કે પછી પ્રોબ્લેમ જણાવો છો...
તે જોર જોર હસવા લાગી... અધભૂત હાસ્ય હતું જાણે દુનિયા ની એને કઈ જ પડી નથી..
તે: ના ના ખરેખર સારી સ્પીડ છે...
હું: બાકી તમારે વાંચવી હોય તો લો મેં વાંચેલી છે..
તે: ના ના મેં પણ વાંચેલી જ છે.
હું: અચ્છા તો તો ખરેખર તારીફ હતી એમને...
તે: હાસ તો, વાંચેલી બુક વાંચો છો મતલબ બુક લવર છો...
હું: ઓહઃ એવું હોય ખરેખર???
તે: હા મેં વાંચ્યું હતું કે એક ની એક બુક બે વાર વાંચો મતલબ કાતો બુક લવર છો અથવા કોઈ ખાસ વ્યક્તિ એ આપી હોવી જોઈએ
હું: હા મારા મોટા ભાઈ એ મને આપી છે...
તે: અરે વાહ... There is no one like brother..
હું: યસ રાઈટ
બસ આમજ થોડીક વાતો ચાલે છે ...
અને સિદ્ધપુર આવી જાય છે હવે મારે બસ બદલાવની હોય છે... હું સિદ્ધપુર ડેપો માં બેઠો છું બસ નો ઇન્તઝાર કરી રહ્યો છું વરસાદ હજુ બી વરસી રહ્યો છે
પાલનપુર ની બસ આવે છે... બસ ખાલી જ છે. મેં ફરી વિન્ડો સીટ શોધી અને ફરી બારી માં સેટ થઇ ગયો
મારી નજર એને જ શોધી રહી હતી તે બસ માં ચડે છે... હું મનો મન ખુસ થઇ ગયો એ મારા તરફ જ આવી રહી હતી પણ એતો બાજુ માંથી પસાર થઇ ગયી અને પાછળ જઈ ને બેસી ગયી હું હવે પાછો બૂક માં મશગુલ થઇ ગયો... કાન માં ઇયરફોન હતા... વાતાવરણ બહુ જ માસ્ત હતું મને હવે એક નાની જપકી લાગી ગયી...
થોડીક ક્ષણો બાદ મને કોઈ જગાડી રહ્યું હોય એવો અહેસાસ થાય છે... આંખ ખોલી તો મારી બાજુ વાળી સીટ પર એ જ વરસાદ માં ભીંજાતી યુવતી હતી.. તે મને પાણી ઓફર કરી રહી હતી મેં પાણી પીધૂ અને પછી બૂક બંધ કરી અને બેગ માં મોકી દીધી...
થોડીક વાતો ચાલી.
ત્યાર બાદ
પાલનપુર આવી જાય છે અને અમે છુટા પડીએ છીયે...
હવે જયારે પણ હું બસ માં બેસું એક જ આશા રાખું છું
ફરી વરસાદ પડે અને એ દેખાય
ફરી હું બુક વાંચું ને એ મારા જોડે વાત કરે
ફરી હું સુઈ જાઉં અને એ મને ઉઠાડી અને પાણી નું પૂછે
ફરી ક્યારેક એ મને મળે...
થોડાક દિવસો બાદ મને એ એક બુક ની શોપ પર મળે છે મેં ત્યાં થી એક બૂક ખરીધી
પછી વારે ઘડીએ અમારે કોઈ અને કોઈક બહાને મળવા નું થયું...
અમે કલોઝ આવી ગયા પણ અમારે કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવું કઈ નહોતું એ મારા કરતા 6 યર મોટા હતા અમે ફક્ત સારા મિત્રો જ હતા...
અમારું હવે રૂટીન થઇ ગયુ દર બુધવારે લાઈબ્રેરી માં મળવું અને સનીવારે S.T.colony. અઠવાડિયા માં મિનિમમ 2 થી 3 કલાક વાતો કરવી ચા પીવી સાથે મળી ને ઝગમગ વાંચવું બાલભાસ્કર વાંચવું... અશોક દવે નું એન્કાઉન્ટર વાંચવું સાથે મળી ને ચિંતની પળે વાંચવું... પાટણ જવું હોય તો સાથે જ જવું. ઇન્ડિયા ની મોટા ભાગ ની મેચ સાથે જોવી. આજ દિન સુધી ભાગ્યેજ કોઈ બુધવાર કે સનિવાર એવો ગયો હશે કે અમે નહિ મળ્યા હોવ...
મારા એક કસીન નામે પીયૂષ તે હમણાં જ વેકેશન માં પાલનપુર આવ્યા હતા. મેં જોલી ને પીયૂષ ના બારા માં પહેલા કહ્યું હતું... તે પીયુશ ને ફિલ્પકાર્ટ મેન નામ થી ઓળખતી થઇ...
એક વખત અચાનક મને એ થિયેટર માં મળે છે સાથે જ શો હતો ઈન્ટરવલ પહેલા અલગ અલગ સીટ પણ ઈન્ટરવલ પછી હું પીયૂષ અને જોલી અને એમની કોઈ ફ્રેન્ડ સાથે બેઠા
જયારે બાર મળ્યા ત્યારે ના જાણે પીયૂષ ને સુ સૂઝે છે તે જોલી ને કહે છે. જોલી અંકિત તને લવ કરે છે... બટ હી કાન્ટ સે ડિરેક્ટલી ટુ યુ...
જોલી અને હું બન્ને એક સાથે હસી ગયા અને બન્ને સાથે જ બોલ્યા ઓહ રિયલી...
હજુ તો હું યાદો માં ખોવાયેલો હતો અને જોલી નો અવાજ આવ્યો અને રિયલાઇસ થયું હું અત્તયારે પતાલેસ્વર મંદિર ના એક ઝાડ નિચે બેઠો છું...

તે: I think we should...
તે આટલું બોલી ને અટકી જાય છે...
હું: શું
તે: I think we should...
ફરી અટકી જાય છે...
હું: કેમ ખામોસ... આગળ પણ બોલ
તે: (હસતા હસતા) ખામોશી ભી પ્યાર કી એક જુબાન હોતી હે...
હું: લેકિન યે ખામોશી હી એક દિન તેરે પ્યાર કો હી ખામોસ કર દેગી...
પછી અમે બન્ને જણાએ મંદ મંદ હાસ્ય રેલ્યુ... (અગર એને આગળ વાક્ય પૂર્ણ કર્યું હોત તો મને આવો ચુત્યાપો કરવા નો મોકો ના મળોત)
તે: અંકિત તને નથી લાગતું ઝીંદગી ને જીવી લેવી જોઈએ...
હું: હા એ તો છે જ ને...
તારે આજે જવું જરૂરી છે???
તે: જરૂરી નથી પણ હવે અહીં વધારે નહિ જીવી સકુ
હું: કેમ પણ મને કૈક તો કે સુ પ્રોબ્લેમ છે...
તે: અંકિત તું આ બાબત માંને જરાક પણ હેલ્પ કરી સકે તેમ નથી... અહીં થી દૂર જવું એજ નિરાકરણ છે..
હું: અહીં થી કે મારા થી...?
તે: જે તું ઠીક સમજે તે...
હું: હું તો કશુ જ સમજી નથી સકતો
તે: યા રાઈટ એજ તો પ્રોબ્લેમ છે...
( જતા જતા પાછળ એ બહુ મોટો પ્રશ્ન મારા માટે છોડી ને ગયી...)
હું સુ નથી સમજી સકતો...
સુ હું ખરેખર એટલો નાદાન છું...
તે: જે બી હોય અંત બહુ દર્દનાક હશે અંકિત be careful... જોલી ના એક એક સબ્દ મારા માટે પઝલ થી કમ નહોતા...
તે સયાદ રડી રહી હતી પણ મને બતાવા નહોતી માંગતી
તે: આજે આપણો છેલો સનિવાર છેં... ચાલ ઝગમગ વાંચવા જયીયે લાઈબ્રેરી....
હું: પણ હજુ પેપર નહિ આવ્યું હોય એને આવતા હજુ 1કલાક થશે તારી ટ્રેન છે...
તે: તો ચાલને ચા પીવા...
હું: યાર તને સુ થઇ ગયું છે?
તે: dont ask any questions just quite please...
હું કશુ બોલું એવી હાલત માં હતો નહિ
તે: પ્લીઝ કમ ઓન..
હું : ઓકે પણ મારા જોડે પોકેટ નથી...
તે: એમ બી હું તને ના આપવા દોત... પાગલ...
હું: ઓકે ચાલો બીજું શું?
મંદિર માંથી બાર નીકળ્યા...
હવે વાતાવરણ માં અલગ રોનક હતી..
6:55 થઇ ગયી હતી.. અમે ચાલતા ચાલતા ગોળાઈ તરફ ગયા ત્યાં એક ચા વાળો છે જ્યાં અમેં દર બુધવારે અને દર સનીવારે ચા પિયે છીયે.. બહુ અલગ મઝા છે ત્યાં ની ચા ની પણ ના જાણે આજે એમાં કોઈ જ મઝા નહોતી..
જોલી: તારો ફોન આપને
મેં કોઈ પ્રશ્નનો વગર મોબાઇલ આપ્યો અને એને એના ફોન નો કેમેરો ઓન કરી એક સેલ્ફી લીધી.. અને થોડાક સમય પછી મારો ફોન મને પાછો આપ્યો
ટ્રેન હોવા ના કારણે અમે જલ્દી ત્યાં થી રાવના થયા
અમે રેલ્વેસ્ટેસન તરફ અંદર ગયા...
જોલી: તું જા હવે પ્રતાપકાકા ગાળ આપશે તને...
હું : નહિ આપે થોડોક ટાઈમ તો મને જીવી લેવા દે પછી ક્યારે મલસો કોને ખબર...
તે: અરે ના હું આવીસ પાછી...
ભૂલી ગયો તને પ્રોમિસ આપ્યું તું કે IND vs PAK સાથે જોઇસુ...
હું : ઓહઃ રિયલી તું આવીસ 4 તારીખે...
તે: હા અને મને હજુ બરોડા માં જોબ મળી નથી... પણ મળી જશે આશા છે...
7:20 ટ્રેન આવી ગયી એના જોડે ખાલી એક બેગ હતી અને 3 બૂક હતી
ટ્રેન માં હું પણ ચડ્યો એના કેબીન સુધી સાથે ગયો એની બેગ અને બુક ત્યાં સીટ પર મોકી ને અમે બહાર ના ગેટ પાસે આવી ને ઉભા રહ્યા... એના હાથ માં કઇક હતું...
હર વખત ની જેમ એને ફરી આજે ફરી મને એક ગિફ્ટ આપી અને હર વખત ની જેમ હું આ વખતે પણ કશુ ના આપી સ્કયો
હું: અરે યાર આ ની કોઈ જ જરુર નથી
તે: છે આની તને ખુબ જ જરુર છે...
હું: કેમ એવું તો વળી શું છે..
તે: મારા ગયા પછી ઓપન કરજે... એની તને ખરેખર બહુ જરૂર છે...
હું: પણ છે સુ એ તો કહો?
તે: પ્લીઝ મારા ગયા પછી જ
હું:ઓકે
તે: અને આ એક લેટર છે.. અનોખો લેટર એ પણ પછી જ વાંચ જે.
મારા માટે એક ઓર પઝલ
ટ્રેન વ્હીસલ મારી અને નીકળવા ના સઁકેત આપે છે
હું બહાર ના ગેટ પર ઉભો છું.
અમે બન્ને ફક્ત અને ફક્ત એક બીજા ને જ જોઈ રહ્યા હતા...
શું અમે ફક્ત મિત્ર જ હતા?
શું અમે....? !!!
તે અચાનક કોણી માંથી મારો હાથ પકડે છે.!!!
તે: જિંદગી માં બીજો મોકો બધા ને મળવો જ જોઈએ...
હું કશું જ સમજી સકવા માટે સમર્થ નહોતો...
ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી...
જોલી : અંકિત ચાલ બરોડા 3 તારીખે પાછા ( એક આંશુ એના ગોગલ્સ માંથી નીચે ટપકે છે.. હું ખરેખર કશુ જ સમજી નહોતો સકતો)
હું : ના યાર નહિ આવા મળે તું ઓળખે જ છે ને પાપા ને...
જોલી : કંઈક સેટ કર પ્લીઝ
હું: ના યાર કોઈ જ ચાન્સ નથી
ટ્રેન ચાલવા લાગી હું નિચે ઉતરી ગયો
જોલી: અંકિત મારે પ્રતીક જોડે સગાઇ નથી કરવી..
તે રડવા લાગી..
હું: હા મત કર વાંધો નહીં...
હું ફક્ત તેને મારા થી દૂર જતી જોઈ રહ્યો છું એનો રડતો ચહેરો મને દેખી રહ્યો છે...
અને રડતી જોઈ મેં એને કોલ કર્યો
સામે થી રેકોર્ડ અવાજ આવે છે ડાયલ કિયા હુઆ નબર અભી વ્યસ્ત હે એને મારો ફોન કટ કર્યો તરત જ ફરી ટ્રાય કર્યો ફોન સ્વીચ ઓફ આવે છે.સતત કોલ કર્યા હરેક વખતે એક જ અવાજ ધ નમ્બર ડાયલ બાય યુ ઇસ કરન્ટલી સ્વીચ ઑફ...સતત 20 પ્રયત્નો બાદ હાલ પણ કોલ સ્વીચ ઑફ આવે છે... ટ્રેન હવે મારી નજરો થી ઓઝલ થઇ ગયી...
હું હજુ પણ મારી જગ્યા એ થી હલી સ્કયો નહિ...
મોબાઈલ માં સમય છે 7:32 2 કલાક પહેલા 5:32 એ હું મારી પથારી માં મસ્ત આરામ થી પડ્યો હતો અને એના એક કોલે મારી ઝીંદગી માં ઉથલ પાથલ મચાવી દીધું છે અત્યરે 7:32... 2 કલાક... આ 2 કલાક મારી જિંદગી માં વીતેલાં સહુથી ધીમા 2 કલાક...
પ્લેટફોર્મ પર જ મેં ફોન માં એને whatsapp પર શોધી પણ એ ના મળી એને ફોન માંથી એનો નમ્બર હટાવી દીધો... નમ્બર ક્યારે હટાવ્યો ખબર જયારે ચા પિતા હતા ત્યારે મારો ફોન માંગ્યો હતો ત્યારે... તરત મને એનો લેટર યાદ આવે છે.
અંતે એને આપેલી ચીઠ્ઠી ખોલી જે એને મને ટ્રેન માં આપી હતી...
યુ નો સુ હતું એમાં...
કઈ જ નહિ ટોટલી બ્લેન્ક...
ખરેખર અનોખું હતું
મને ગિફ્ટ નું યાદ આવ્યુ તો મેં ગિફ્ટ નીકળવા ગજવા માં હાથ નાખ્યો ફરી એક વાર નિરાશા ગિફ્ટ હતી જ નહિ શાયદ એ ટ્રેન માં જ રહી ગયી.
મારા ગજવા પણ ખાલી અને લેટર પણ ખાલી...
મેં એને કોન્ટેક્ટ કરવા ના બહુ પ્રયત્નો કર્યા પણ હું નાકામ રહ્યો... અંતે મેં એના ઘરે કોલ કર્યો ...એને એના પાપા નું નામ મને વિજય ભાઈ જે ફેમિલી સાથે મુંબઇ રહે છે પણ ફોન પર તો કોઈક અલગ જ હતું...
હજુ કાલ રાતે જ અમે મળ્યા હતા મને એ પહેલા કરતા વધૂ ઉદાસ ગમગીન લાગી પણ હું ના પૂછી સ્કયો કે કારણ સુ છે... એ પાલનપુર માં ગવરમેન્ટ જોબ કરે છે મેં ત્યાં પણ તાપસ કરી તો એને 1 વીક પહેલા રાજીનામુ આપી દીધું હતું... જ્યાં તે રહે છે ત્યાં ગયો તાપસ કરી તો કહ્યું 2 દિવસ પહેલા જ ફ્લેટ છોડી મુક્યો હતો...
અમે એટલા કલોઝ ફ્રેન્ડ હતા કે એના I Phone થી લઇ ને FB સુધી ના પાસવર્ડ મને કીધેલાં હતા fb તો નથી ખુલતું પણ એના Gmail નો પાસવર્ડ મને ખબર છે સયાદ ત્યાં થી કઇક હેલ્પ મળી જાય.
એની ઈચ્છા હતી કે એ લાઈબ્રેરીયન બને શાયદ મને બરોડા ની કોઈ લાઈબ્રેરી માં મળી જાય એ
હું એ નથી જાણી સકતો કે એ રડી કેમ???
હું એ નથી જાણી સકતો કે એને રાજીનામુ કેમ આપ્યું???
હું એ નથી જાણી સકતો કે એને નબર કેમ બંધ કર્યો???
હું એ નથી જાણી સકતો કે એને પાલનપુર કેમ છોડ્યું???

જે પ્રમાણે મને ખબર છે અમે સારા બહુ જ સારા મિત્ર હતા...
એ મારા કરતા 6 યર મોટી હતી
એ મારા ફેમિલી માં અંને મારા મિત્રો ને નામ થી અને બિહેવીયર થી ઓળખતી હતી ફેસ ટુ ફેસ કોઈ નો કોન્ટેક્ટ મેં નતો કરાયો...
આજે અફસોસ છે કે મેં એની ફેમિલી ને કેમ ના જાણી કેમ...??
હકીકત તો એ છે જયારે હું એને ફેમિલી નું પૂછતો એ ખામોસ થઇ જતી તો પછી મેં ફરી થી ક્યારેય એની ફેમિલી ને જાણવા ની કોસીસ જ નહોતી કરી.
અગર ચલો એ કોઈ કારણો સર જાવા માંગતી હોય તો એટ લિસ્ટ મને જાણ કરોત. હું ના સમજી સ્કયો કે એ મને છોડવા જ માંગતી હોય તો બરોડા આવા નું સા માટે કહ્યું...
હવે મને ઇન્તઝાર છે એના કોલ નો અને 4 તારીખ ની મેચ નો...

આ ઘટના ને 2વર્ષ વીત્યા અને આજે એમનો કોઈ જ પ્રકાર નો સમ્પર્ક મારી પાસે નથી.
ઈવન એ જીવે છે કે કેમ?
ખુસ છે કે કેમ... ?
નથી જાણતો હું...
અગર ભારત ના કોઈ પણ ખૂણે હોવા ના મને સઁકેત મળે તો હું આ બધું જ છોડી ને એની પાસે જાવા તૈયાર છું...
એ મારી જીંદગી માંથી નીકળી ચુકી છે પણ હું એને હરેક પલ મિસ કરું છું...
દર બુધવારે હું પેલા ચા વાળા ને ત્યાં જાઉં છું અને આશા કરું છે કે સયાદ આજે તો આવી જશે...
એના ગયા પછી મેં હરેક ઝગમગ સાચવી ને રાખ્યા છે કે એ આવશે ત્યારે સાથે મળી ને વાંચીસુ..
સરૂઆત ના 3 મહિના તો એવું લાગ્યું કે હમણાં કોલ આવશે કે લાઈબ્રેરી આવી જા...
પણ ખેર એવું કશુ બન્યું નહીં એની કમી મને હરેક વખતે વર્તાય છે....
પણ મને દિલ ના એક ખૂણે વિશ્વાસ છે કે એક વહેલી સવારે કોલ આવશે અને એ મને કહેશે તને હું યાદ તો છું.
અને હું કહીસ ઓહ રિયલી.. અને હાસ્ય અધૂરું છોડી દઇશ.

#અસહ્ય દર્દ